________________
પ્રભુ જીવન
દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ
ભારતના મહાઅમાત્ય સ્વ. લાલબહાદુર શાસ્ત્રી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની તા. ૧૩-૧-’૬૬ ના રોજ મળેલી સભા ભારતના મહાઅમાન્ય લાલબહાદુર શાસ્રીના તાસ્કંદ ખાતે એકાએક નીપજેલ અવસાનથી ઊંડા શેક અને દુ:ખની લાગણી અનુભવે છે. તેમનું જીવન પ્રારંભથી દેશની સેવાને સમર્પિત હતું; તેમણે દેશની આઝાદી અર્થે અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો; સ્વરાજ્ય બાદ નવી નવી રાજકારણી જવાબ દારી સ્વીકારીને દેશના નવનિર્માણમાં તેમણે મહત્ત્વનો ફાળા આપ્યો હતો; પાકિસ્તાન સાથેના યુદ્ધનું તેમણે સફળ અને યશસ્વી સંચાલન કર્યું હતું; તાસ્કંદ ખાતેની મંત્રણાને પાકિસ્તાન સાથે સમયોચિત કોલકરાર કરીને દેશના ગૌરવમાં વધારો કર્યો હતો. ભારતના ઈતિહાસમાં ભારતના મહાઅમાત્ય તરીકેની ૧૯ માસની ટૂંકી છતાં અસાધારણ મહત્ત્વ ભરી કારકિર્દી તેમને જરૂર ચિરસ્મરણીય બનાવશે; તેમનું નામ અને કામ સદાને માટે સુઅંકિત બનશે.
તેમના કુટુંબીજના પ્રત્યે મુંબઈ જૈન યુવક સંઘ આ દુ:ખમાં સહાનુભૂતિ દર્શાવે છે; ઈશ્વર તેમના આત્માને ચીરશાંતિ આપે એવી પ્રાર્થના કરે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
દાખવ્યું તે જોતાં શાસ્ત્રીજી પણ ગાંધી-જવાહરની પરંપરાના યોગ્ય વારસદાર હતા એમ આપણે નિ:શંકપણે કબુલ કરવું જ રહ્યું.
ગાંધીજી તે યુગપુરુષ હતા અને આઝાદી મળ્યા બાદ તેમણે તા વહીવટી જવાબદારીમાં પડવાનો સાફ ઈન્કાર કર્યો હતા; પણ જવાહરલાલજીએ આ દેશના ૧૭ વર્ષ વહીવટ કર્યો અને શાસ્ત્રીજીએ માત્ર ૧૯ મહિના વહીવટ કર્યો. જવાહરલાલજી બીજી અનેક રીતે અનુપમ હતા. તેમની વિશ્વસ્પર્શી સંવેદનશીલતા, ગગનલક્ષી કષ્નાશીલતા એક મહાન યુગના નીચેાડ રૂપ સંસ્કાર - આયતા તથા તેમની કરુણાપૂર્ણ માનવતાનાં દર્શન બહુ વિરલ માનવીઓમાં થવાના સંભવ છે. પણ વહીવટી ક્ષેત્રે, રાજ્યસંચાલન ક્ષેત્રે શાસ્ત્રીજીમાં જે નિશ્ચિતતા, મક્કમતા, સ્વસ્થતાનાં આપણે દર્શન કર્યાં તે તે શાસ્ત્રીજીની જ વિશેષતાઓ હતી.
તા. ૧૬-૧-૧
દક્ષિણ રશિયાના મુખ્ય શહેર તાકદમાં રશિયાના મુખ્ય પ્રધાન શ્રી કાસિજીનના સાન્નિધ્યમાં ભારત અને પાકિસ્તાનના પ્રમુખ રાજ– પુરુષો મહાઅમાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પ્રમુખ અટ્યુબખાન વચ્ચે જાન્યુઆરીની ચોથી તારીખથી શરૂ થયેલી મંત્રણાઓના સુખદ સમાધાનીમાં અન્ત આવ્યો એની ભારે રાહત અનુભવતા આપણે દશમી જાન્યુઆરીની રાત્રે સૂતા હતા અને ભારત અને પાકિસ્તાન બન્ને તત્કાલ યુદ્ધના ભયથી મુકત બન્યા અને વિશ્વશાંતિની દિશાએ એક મહત્ત્વનું પગલું ભરાયું એ કારણે આપણાં દિલ રાચી રહ્યાં હતાં, ત્યારે સવારે વહેલાં ઉઠવાની સાથે ભારતના આ મહાન શિલ્પીએ એકાએક આપણી વચ્ચેથી વિદાય લીધી છે એવા સમાચાર સાંભળવાના છીએ એવી કલ્પનાને કોઈ સ્થાન હતું જ નહિ. આમ છતાં આ સમાચારનું તથ્ય સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમ પ્રતીતિ થતાં રાત્રીના પ્રારંભનો આનંદ અત્યન્ત ઊંડા શાકમાં - અકલ્પ્ય ગ્લાનિમાંફેરવાઈ ગયો; અને હર્ષનાં આંસુ શાકના આંસુમાં પલટાઈ ગયા.
સાધારણ રીતે કલ્પના વાસ્તવિકતાની સીમાને વટાવીને ચાલતી હોય છે; પણ કદિ કદિ કલ્પનાને પણ વટાવી દે એવું વાસ્તવિકતાના ક્ષેત્રમાં બનતું હોય છે. જે પરિસ્થિતિમાં શાસ્ત્રીજી અવસાન પામ્યા તે પરિસ્થિતિ કાંઈક આવી લાગે છે. આ આખી ઘટના કોઈ કુશળ નવલકથાકાર પણ પેાતાની કથાવસ્તુમાં કલ્પી ન શકે એવી વિલક્ષણ, હૃદયદ્રાવક અને આશ્ચર્યજનક ભાસે છે.
ગાંધીજી ગયા; જવાહરલાલજી ગયા. જવાહરલાલજીના સ્થાન ઉપર શાસ્રીજીના આવવાનું નિશ્ચિત હતું, પણ એ મુજબ જ જ્યારે બન્યું ત્યારે કર્યાં. ગાંધીજી અને
જવાહરલાલ અને કાં આ વામન–દેહધારી શાસ્ત્રીજી.-આમ આપણે એ બન્નેના વ્યકિતત્ત્વ વચ્ચે રહેલા અસીમ અન્તરની આંકણી કરતા હતા અને યુગે યુગે વિરલ પાર્ક એવા ગાંધી કે જવાહરલાલ હવે ઓછા જ મળવાના છે એમ વિચારીને તેમજ લાલબહાદુર શાસ્ત્રી જેવા છે તેવાથી આપણે ચલાવી લેવું જ રહ્યું એમ ચિન્હવીને શાસ્ત્રીજીને આપણે અપનાવી રહ્યા હતા, પણ તેમના ૧૯ મહિનાના વહીવટ દરમિયાન તેમણે જે સત્ત્વ તેમ જ સામર્થ્ય
૧૮૯
શાસ્ત્રીજી કદમાં નાના હતા; એક માનવી તરીકે ગાંધી - જવાહરની અપેક્ષાએ તેમને જરૂર નાના ગણી શકાય. પણ શાસ્ત્રીજીમાં ગાંધીજીનું ખમીર હતું. તેમના વાણીસંયમ, ચિતની સ્થિરતા અને પ્રસન્નતા, સાહસિકતા અને મક્કમતા ગાંધીજીના હતાં, જે સ્થિતપ્રજ્ઞના આદર્શ આપણે ગાંધીજીમાં મૂર્તિમન્ત થયેલા નિહાળતા હતા એ જ સ્થિત— પ્રજ્ઞનું નાનું સ્વરૂપ શાસ્ત્રીજી હતા. જવાહરલાલ પૂર્વ અને પશ્ચિમના મિશ્રણરૂપ હતા; શાસ્ત્રીજી શુદ્ધભારતીય સત્ત્વના પ્રતીકરૂપ હતા. તેમણે જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું સંચાલન કર્યું તેમાં તેમની સ્થિર અને સ્થિત એવી પ્રજ્ઞાનું આબેહુબ દર્શન થતું હતું. તેમનામાં નહાતા રોષ કે આવેશ. ઘેર સંગ્રામ ચાલતો હતા ત્યારે પ્રતિપક્ષી પણ વિષે તેમણે એક નાના સરખા પણ હીણા ઉદ્ગાર કાઢયો નહોતો; હકીકતના આધાર ઉપર દેશને પ્રજાજનોને
લાલબહાદુર શાસ્ત્રી શ્રી અયુબખાન તથા કોસીજીનની કાંધ ઉપર
સ્પષ્ટમાર્ગદર્શન આપવું અને જરૂરી. બલિદાન આપવા માટે પ્રેરવા એજ તેમના યુધ્ધકાલીન સર્વ પ્રવચનોનો સુર હતા. આથી પણ વધારે મક્કમતા તેમ જ કુશળતા, આગ્રહપરાયણતા તેમ જ જરૂરી બાંધછોડ કરવાની કુશળતા તેમણે તાશ્કંદ ખાતે ચાલેલી મંત્રણાઓ દરમિયાન દાખવી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ યુદ્ધની સંભાવના ન રહે એવી પરિસ્થિતિ તેઓ સરજી ગયા. આ રીતે તે ભારત માટે ચિરસ્મરણીય બની ગયા છે.
તા. ૧૨મી જાન્યુઆરીના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક