________________
૧૮૮
પ્રભુ
ભવિષ્યમાં લાન આપવા અંગેના કરારો. અમે આ વલણ લીધું છે તેનું કારણ એ છે કે આ ઉપખંડમાં ચાલી રહેલા સંઘર્ષ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાં પૂરાં પાડવાની અમારી ઈચ્છા નથી. અમારી ઊંડી માન્યતા છે કે ઉકેલ માગતા મુખ્ય પ્રશ્ન આર્થિક વિકાસના છે.
જીવનધારણ ઝડપથી ઊંચે જવાં જોઈએ અને કૃષિઉત્પાદનને વિસ્તૃત કરવાનો તથા આધુનિક સ્વાવલંબી ઔદ્યોગિક કારખાનાનાં વિકાસના પાયા નંખાવા જોઈએ. લોકોનું ધ્યાન ફરીવાર ચોક્કસપણે વિકાસ ઉપર કેન્દ્રિત થાય ત્યારે જ ભાવી સહાય અસરકારક બની શકે.
હવે એક વધુ મુદ્દા ઉપર હું ભાર મૂકવા ઈચ્છું છુ. ભારતને અપાતી અમેરિકી સહાયને કોઈ રાજકીય બંધના જોડેલાં નથી, તેમ છતાં મારા દેશને, સૌથી વધુ અસરકારક નીવડી શકે તેવી વિકાસવિષયક રાજકીય નીતિને લગતા ઠીક ઠીક અનુભવ ૬૦ વિકસતા
દેશામાં મળેલા છે.
અમેરિકાની પ્રજાને અને અમેરિકાની સંસદને ખાતરી કરાવવી પડે છે કે અમારી સહાયનાં નાણાં સારી રીતે વપરાય છે. અમેરિકાનાં નાણાં જે વિકાસયાનાઓમાં વપરાતાં હોય તે યોજનાઓને ચીવટથી તપાસ્યા કરવાની અમારે માથે જવાબદારી છે.
છેલ્લાં દસ વર્ષમાં ભારતની આર્થિક કામગીરી એકંદરે સારી છે અને કેટલાંક ક્ષેત્રામાં તે ખાસ ધ્યાન ખેંચે તેવી છે. પણ જે ભારતીય અર્થશાસ્ત્રીઓ અને રાજકીય નેતાએ આ કામગીરી વધુ સારી થઈ શકે અને થવી જોઈએ એમ માને છે તેમની સાથે અમે મળતા થઇએ છીએ એ મારું નિખાલસપણે કહેવું જોઇએ. ખેતીને પ્રથમ સ્થાન
દાખલા તરીકે, અમે એમાં સંમત થઈએ છીએ કે ખેતીને સૌથી ઉચ્ચતમ સ્થાન આપવું જોઇએ અને વસ્તીવધારો નિયંત્રિત કરવાના પ્રયાસે વધુ બળ અને વિસ્તૃત બનાવવા જોઈએ, આમ થાય તે જ પ્રત્યેક ભારતીય નાગરિકને આધુનિક ઉદ્યોગવિદ્યાએ શક્ય બનાવેલા ઉચ્ચતર જીવનધારણની ખાતરી આપી શકાય.
જેને ભાવે અત્યારે ભારતનાં હજારો કારખાનાંને પાતાની શકિત કરતાં ઓછું કામ કરવાની ફરજ પડે છે તે છૂટા ભાગેા અને કાચા માલની આયાત માટે સગવડ કરવી આવશ્યક છે એવું જે ભારતીય નિષ્ણાતા માને છે તેમની સાથે પણ અમે સંમત છીએ.
અંતમાં, અમને ખાતરી થઇ છેકે જો ભારત નાના-મોટા દેશીવિદેશી ખાનગી ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપી રહેલા અને ઝડપથી વિકસી રહેલા જાપાન, ઇટલી અને અન્ય લોકશાહી દેશોના અનુભવમાંથી બોધપાઠ લેશે તે તેનું અર્થતંત્ર વધુ ઝડપથી વિકસશે. વિદેશી મૂડી સૌએ લીધી છે
ભારત અને અમેરિકા એકબીજાના હેતુ, સ્વાવલંબન અને સહાયનો પરસ્પર સંકળાયેલા પ્રશ્ન વિચારે ત્યારે એ યાદ રાખવું ઉપયોગી છે કે દક સમૃદ્ધ દેશે પોતાના વિકાસ માટે ઘણે અંશે વિદેશી મૂડી અને વિદેશી નિષ્ણાતો પર આધાર રાખ્યો છે.
અમેરિકાની રેલવે માટે મોટા પ્રમાણમાં બ્રિટિશ મૂડીએ નાણાં પૂરાં પાંડયાં હતાં. ફ્રેન્ચાએ અમને રાસાયણિક ઉદ્યોગ ઊભા કરવામાં મદદ કરેલી. અમેરિકાના વ્યાપક આધુનિક નવા ઉદ્યોગના પાયા નાખવામાં અન્ય દેશે!માં જન્મેલા હજારો ઇજનેરો, વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનેને મદદ કરી છે. આજે અમેરિકામાં કુલ ૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું વિદેશી મૂડીરોકાણ છે.
બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ યુરોપ મોટે ભાગે અમેરિકી મૂડીથી ફરી ઉભું થયું છે. ગઇ લડાઈ દરમ્યાન અમે રશિયાને લેન કે ગ્રાન્ટ તરીકે ૬,૦૦૦ કરોડ રૂપિયા જેટલી સહાય કરી હતી. યુદ્ધ પછી અમે બીજા ૧૨૫ કરોડ રૂપિયા અન્ન અને રાહત માટે રશિયા માલ્યા હતા.
વિદેશી મૂડી અને ટૅકનિશિયનોના પ્રવાહે અમેરિકા, યુરોપ કે જાપાનને નુકસાન પહોંચાડયું હોય એવા કોઈ ખુરાવા નથી. મુકત ભારતને પણ એ નુકશાન પહોંચાડશે એવા ભય રાખવાની જરૂર નથી. સંબંધો ઓછા ન આંકીએ
હવે અંતમાં, મને જે એક પાયાનું સત્ય જણાય છે તે ભાર
જીવન
તા. ૧૬-૧૨
પૂર્વક રજૂ કર્યું. આગે જગતભરમાં ભારતવાસીઓ અને અમેરિકનોની સામે ખડા થયેલા અનેક જટિલ પ્રશ્નોમાંથી બધા વિષે એકમત થવાની આશા તો આપણે ન રાખી શકીએ, પણ આપણી બે પ્રજાઓને, જગતની બે મેટામાં મોટી લોકશાહીનાં નાગરિકોને, જોડતા પ્રબળ સંબંધોનો આંક પણ આપણે ઓછા ન મૂકવા જોઈએ.
છેલ્લાં પંદર વર્ષમાં હજારો અમેરિકના તમારી યુનિવર્સિટીઓમાં શીખવવા, તમારા બંધો બાંધવામાં મદદ કરવા, તમારી ઈસ્પિતાલામાં કામ કરવા અને તમારા ગ્રામ વિકાસમાં સહાય કરવા ભારત આવ્યા છે.
આમાં ૫૪૨ અમેરિકી શાંતિસેનાના સ્વયંસેવકો છે. તેમાંથી ઘણાખરા અત્યારું જ ભારતના ખેડૂત સાથે ખભેખભા મિલાવીને ગ્રામપ્રદેશમાં મરઘાઉછેરનું, શાળામાં ભણાવવાનું અને ચિકિત્સાલયામાં આરોગ્યનું કામ કરી રહ્યા છે.
આ હજારો અમેરિકનામાંથી લગભગ બધા ભારતની પ્રજા માટે ઊંડા માનની અને મૈત્રીની લાગણી લઈને અમેરિકા પાછા ફરે છે..
આ જ સમય દરમિયાન ૫૫,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો ટેકનિકલ તાલીમ અથવા શિક્ષણ માટે અમેરિકા ગયા છે. અત્યાર અમેરિકાની યુનિવર્સિટીઓમાં ૮૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ છે. બહારના બીજા કોઈ પણ દેશમાં ભણતા વિદ્યાર્થીઓ કરતાં આ સંખ્યા ઘણી મોટી છે. આ ઉપરાંત ૧,૦૦૦થી વધુ ભારતીય પ્રાધ્યાપકો અત્યારે અમારી યુનિવર્સિટીઓમાં ભણાવે છે.
આ સાથે ગાંધીજીના અહિંસક પ્રતિકારના વિચારે અમેરિકન હબસીઓને વધુ તક અને ગૌરવ અપાવવા માટેના ગેારા અનેહબસી લોકોના સામુદાયિક, શાંતિમય, ક્રાન્તિકારી પુરુષાર્થની પ્રેરણા આપી છે.
આમ છતાં ગમે તેટલી શુભેચ્છા હોય તો યે મેટાં રાષ્ટ્રો વચ્ચે ખરેખરો સહાનુભૂતિયુક્ત સંબંધ સહેલાઈથી બંધાતા નથી. વિવિધ સાંસ્કૃતિક ભૂમિકા, વિવિધ ભાષાઓ, અનુભવ અને મંતવ્યો ઘણીવાર આડશા ઊભી કરે છે, અને તે સમજદારી માટેના જોરદાર પ્રયાસથી અને કયારેક ક્યારેક બન્ને પક્ષે થાડીક સ્પષ્ટ વાતોથી જ દૂર કરી શકાય છે.
ભારત અને અમેરિકા જેવા લોકશાહી સમાજોમાં જ્યાં બધા માણસે પોતાના મનની વાત ખુલ્લેખુલ્લી કહી દેતા હોય અને (હંમેશાં તેના પરિણામની પરવા ન કરતાં હોય ત્યાં તે) આ વાત ખાસ સાચી છે. સરમુખત્યારશાહી દેશમાં, જ્યાં સરકારો ટીકા અને જાહેર રજૂઆતોને દાબીને મતભેદોને ઢાંકે છે ત્યાં ઘણી વાર એકમતીના દેખાવ ઊભા થઈ શકે છે, પણ તે પાયાના મતભેદને ઉકેલવાને બદલે તેની ઉપર ફકત અંચળો ઓઢાડે છે.
ભારત અને અમેરિકા વચ્ચે કોઈક મતભેદો તે હંમેશા રહેવાના, પણ આપણી વચ્ચે જે સમાન ધ્યેય છે તે અનેકગણાં વધુ મહત્ત્વનાં છે. અહીં ભારતમાં મને આ હકીક્તનો ઊંડા ખ્યાલ આવે છે; અને અમેરિકાની મુલાકાતે જનાર અને ત્યાં અમેરિકનામાં ભારત માટે એવી જ લાગણીનો અનુભવ ન કરનાર ભારતના માણસ પણ તમને ભાગ્યે જ મળશે.
અમારું દઢ મંતવ્ય છે કે મુકત, સમૃદ્ધ અને શાંતિમય ભારત સ્થિર અને મુકત એશિયા માટેની સૌથી પહેલી આવશ્યકતા છે અને લોકશાહી ભારત લાશાહી અને મુકત વિશ્વસમાજની દિશામાં એક મેટા પગલાંરૂપ હશે. અમે એમ પણ માનીએ છીએ કે આ હેતુ સિદ્ધ કરવા માટે પાયાની શુભેચ્છા ને પરસ્પર હિત વિચાર સારા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે.
આથી જ અમે અમેરિકને છેલ્લાં ૧૫ વર્ષથી ભારતને રાહાય કરી રહ્યા છીએ; એ થી જ અમે અમારી સહાય ચાલુ રાખ વાની ધારણા રાખીએ છીએ.
આપણી સામે કપરો સમય ખડા થયા છે, જ્યારે તમામ દેશને અટપટા અને અણધાર્યા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈક દિવસે આપણે આ ખળભળતી નવી દુનિયાને જરાક જુદા દષ્ટિકોણથી જોવાના એ ચોક્કસ છે.
પણ આપણે સમાન ભૂમિકા શોધતાં શોધતાં એ કદિ ન ભૂલીએ કે અમેરિકા અને ભારત એક જ લક્ષ્યો સિદ્ધ કરવા મથી રહ્યાં છે; એ લક્ષ્યો તે મુકત સમાજમાં જીવવાના અધિકાર, પ્રત્યેક વ્યક્તિના પૂરેપૂરા ગૌરવ અને આર્થિક ન્યાય માટેના અધિકાર અને તમામ માણસા માટે શાંતિમય જગતમાં જીવવાના અવસર. શ્રી ચેટર બાલ્સ
સમાસ.