________________
તા. ૧-૨-૬૬
પ્રબુદ્ધ જીવન
+ ૧૯૩
ગયેલા. ત્યારે હું એમના સામાનમાં એમની સ્વચ્છ ધોયેલી ટેપી વિમાનમથકે લઈ જવાનું ભૂલી ગયેલ. બાબુજી તે એવા કે ટોપી પહેર્યા વિના એ કદી બહાર ન નીકળે. વિમાનમથકેથી હું સીધે જ ઘેર દેડ. અને ટોપી લઈને પાછા ફર્યો તેમાં એક કલાક નીકળી ગયો. એક કલાક વિમાન ખાટી થયું. પણ બાબુજી જેનું નામ, એ જરા યે ગુસ્સે ન થયા અને મને કશો ઠપકેએ ન આપે. હું ટેપી લઈને વિમાનઘરે પહોંચ્યો ત્યારે બાબુજી તે હસતા હતા.
અને બીજી વાત કરું.” રામનાથ હવે બાબુજીમય થઈ ગયે હતે. બાબુજીને પોતાના ગુરુ માટે અનહદ માન. મારી સાથે બાબુજી ઘણી વાતો કરતા. થોડાંક વર્ષ પહેલાં એમના ગુરુ ગુજરી ગયા ત્યારે બાબુજી ગુરુને ગામ ગયા હતા. અને ત્યાં ઘણાં દિવસ રહ્યા હતા.
શાસ્ત્રીજીના જીવનના આખરી દિવસનું રામનાથે વર્ણન કર્યું તે પણ જાણવા મળે છે.
એણે કહ્યું: “પરોઢિયું થયું ત્યારે વાતાવરણ સ્વચ્છ હતું. એવી કિંઈ ઠંડી ન હતી. બાબુજી સૂતા હતા. આમ તે રોજ વહેલા ઊઠવાને
એમને નિયમ છે, પણ તે દિવસે તેઓ સવારે નવ વાગ્યા સુધી સૂઈ રહ્યા. મને અચરજ થયું. પણ કામે ય કેવું સતત કર્યે રાખેલું એટલે થાકેય લાગે જ ને! ઊઠયા પછી બાબુજી પાછા કામમાં પરોવાઈ ગયા. અને સાંજે મને કહ્યું:“રામનાથ તારે મારી સાથે પાર્ટીમાં આવવાનું જ છે.” હું પાટીમાં ગયો તે ખરો પણ વહેલો ઘેર આવી ગયો. બાબુજીએ ઘેર આવ્યા પછી મને કહ્યું : “રામનાથ ચાલ તો જરા બટેટાનું શાક બનાવી નાખ.” થોડુંક જમ્યા ત્યારે રાત્રિના બાર વાગેલા. મને કહ્યું : “અલ્યા જો બાર વાગી ગયા, બત્તી બૂઝાવી નાખ, હમણાં કંઈ સામાન બાંધો નથી. પણ જો આવતી કાલે મારે વિમાનમાં જવાનું છે તે મારો ઊનને ધાબળે લેવાનું ભૂલીશ નહિ.” આમ કહીને બાબુજી સૂઈ ગયા, ઊંઘી યે ગયા. એક કલાક રહીને હું જાગી ઊઠયો અને ખાંડની બહાર જઈને જોયું તે બાબુજી શર્માજીના ખોળામાં સૂતેલા હતા. પછી શું થયું તે મને ખ્યાલ નથી.” આટલું બોલ્યા પછી રામનાથ વિશેષ બલવા જતું હતું પણ ત્યાં વાણી કંઠમાં અટકી ગઈ હતી. પણ રામનાથની આંખ ઘણું ઘણું કહેતી હતી.
શાસ્ત્રીજી અને ટાંગાવાળે પિતાની આખી જિંદગી દરમિયાન શાસ્ત્રીજી બે વાર ગુસ્સે થયાનું – મીજાજ ગુમાવ્યાનું–જણાવવામાં આવે છે. એક વાર, વર્ષો પહેલાં, અલાહબાદમાં એક ટાંગાવાળાએ તેમને છેતરીને બહુ લાંબા રસ્તા ઉપર ફેરવીને સૂચિત સ્થાને પહોંચાડયા હતા અને આને લીધે તેઓ જે સમયે જેમને મળવા ઈચ્છતા હતા તેમાં ઠીક ઠીક મોડું થયું હતું. આથી શાસ્ત્રીજી ખૂબ ખીજાઈ ગયા અને આવી છેતરપીંડી કરવા માટે ટાંગાવાળાને તેમણે પૂબ ધમકાવ્યો અને પછી તે અંગે ખૂબ પસ્તાવ અનુભવતા હોય અને પોતાને મીજાજ ગુમાવવા બદલ પ્રાયશ્ચિત કરતા હોય તેમ શાસ્ત્રીજીએ ટાંગાવાળાને તેની સાથે આઠ આના ભાડું નક્કી કરેલું તેના બદલે એક રૂપિયા આપ્યો.
શાસ્ત્રી અને તેમને બાળ-હરિ ગુસ્સે થવાને બીજો પ્રસંગ આ મુજબ હતું. તેમના મોટા દીરા હરિએ, તે બહુ નાનો હતો ત્યારે, કાંઈ અટકચાળું કરેલું, અને શાસ્ત્રીજી આ કારણે તેના ઉપર ખૂબ ખીજાયા. એક સેટી લઈને હરિને મારવા માટે તેની પાછળ પડ્યા અને સેટીના મારથી બચવું હોય તે બાથરૂમમાં સંતાઈ જવાનું પણ બૂમ પાડીને શાસ્ત્રીજી કહેતા રહ્યા.
છે શાસ્ત્રીજી વિશે શ્રી. ડી. આર. માંડેકર ન જાણીતા પત્રકાર શ્રી ડી. આર. માંડેકરે તા. ૧૬-૧-૧૯૬૫ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં સ્વ. લાલબહાદુર શાસ્ત્રીને અંજલિ આપતી એક વિસ્તૃત સ્મરણનેધ લખી છે. તેના અંત ભાગમાં શાસ્ત્રીજી વિષે ઘેરું દર્દભર્યું અંત:સંવેદન રજૂ કરતાં તેઓ નીચે મુજબ જણાવે છે:
“મને અંગત રીતે, આપણને આરપાર નીરખતાં તે મૃદુ નયને, એ મીઠો મધુર અવાજ જે સાંભળતાં આપણે એક પ્રકારની સ્વસ્થતા અનુભવતા હતા અને આપણાથી કોઈ ચડિયાતી વ્યકિતની નહિ પણ સમકક્ષાના બંધુની પ્રતીતિ થતી હતી, પણ જેમાં, રાજકારણના ક્ષેત્રે આગેવાન લેખાતી મોટી મોટી વ્યકિતઓમાં જે મૂટિને આપણને આજે ચાલુ અનુભવ થાય છે તેવી કોઈ અહંતા, આત્માભિમાન કે વિચિત્રતાઓને લેશ માત્ર અનુભવ થતે નહોતે એવા એ કર્ણમધુર અવાજની અને દર્શનમધુર નયનેની તીવ્રપણે ખાટ સાલે છે. છેલ્લાં ત્રીશ વર્ષના ગાળા દરમિયાન જાહેર જીવનમાં આગળ આવેલી એવી અનેક વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું મારા ભાગે આવ્યું છે. આ વૈવિધ્યભર્યા અનુભવોમાં શાસ્ત્રીજી સૌથી વધારે માનવતાથી ભરેલા વ્યકિતવિશેષ હતા.
દુ:ખ સાથે કહેવું પડે છે કે નવી દિલ્હીમાં કે અન્યત્ર આપમને શાસ્ત્રીજીની સભ્યતા ફરીથી જેવા કે અનુભવવા નહિ મળે. કાર
કે શાસ્ત્રીજીને સરજીને ઈશ્વરે જાણે કે એ મેલ્ડ - એ ઢાળ-ભાંગી નાંખે છે. એમની જોડ બીજી કઈ છે જ નહિ.”
“ખુદા હાફિઝ” તા. ૧૦ મી જાન્યુઆરીના રોજ તાશ્કેદ મંત્રણા પૂરી થયા બાદ પ્રમુખ અયુબખાન અને વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ એક બીજાની વિદાય ભારે પ્રેમભરી રીતે લીધી હતી. સોવિયેટ વડા પ્રધાને કોસિજીને યોજેલા ભોજન સમારંભ પછી એક બીજાની વિદાય લેતી વેળાએ પ્રમુખ અટ્યુબખાને કહ્યું : “ખુદા હાફિઝ” (ખુદાને આપને સાથ હે !) શ્રી શાસ્ત્રીએ આના જવાબમાં જણાવ્યું. “ખુદા હાફિઝ” (ઈશ્વરને આપને સાથ હો !) શ્રી શાસ્ત્રીએ વધુમાં કહ્યું :
“અચ્છા હી હો ગયા!” અયુબખાને જવાબ આપ્યો.
ખુદા અચ્છા હી કરેગા!” આવા હતા આપણા લાલબહાદુર શાસ્ત્રી !
પરમાનંદ દશ મુદ્દાની ઐતિહાસિક તાશ્કેદ જાહેરાત
સોવિયેટ રશિયાના વડા પ્રધાન કોસિજીનની દરમિયાનગિરી નીચે તાદ ખાતે તા. ૪ જાન્યુઆરીથી તા. ૧૦ જાન્યુઆરી સુધીની સતત વાટાઘાટોના પરિણામે ભારતના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીની અને પાકિસ્તાનનાં પ્રમુખ જનરલ અયુબખાન વચ્ચે જે દશ મુદ્દાની સમજૂતી થઈ તે દશ મુદ્દાઓ, અત્યંત મહત્વના હોઈને તેમ જ તેને હવે પછીની મંત્રણાઓમાં અવારનવાર ઉલ્લેખ થવાની શકયતા હોઈને, તેની પૂર્વભૂમિકા સાથે, નીચે આપવામાં આવે છે:
“વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પ્રમુખ અમ્યુબખાન વચ્ચે જે તાન્કંદ જાહેરનામાં પર સહીઓ થઈ હતી, એ જાહેરનામું અક્ષરસ: આ પ્રમાણે છે:
ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ તાકંદ ખાતે મળ્યા હતા અને આ દરમિયાન એમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન સંબંધો વિશે ચર્ચા કરી હતી. આ બાદ બન્ને પિતાના એવા દઢ નિરધારની જાહેરાત કરે છે કે તેઓ એમના બંને દેશ વચ્ચે મૈત્રીભર્યા અને સમજદારીપૂર્ણ સંબંધો વિકસાવશે. આ રીતના સંબંધો વિકસાવવાના ધ્યેયને તેઓ ભારત અને પાકિસ્તાનના ૬૦ કરોડ લોકોના ભલાને માટે અત્યંત મહત્ત્વનું ગણે છે.
(૧) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ એ બાબતમાં સંમત થાય છે કે બંને દેશે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના ખતપત્ર અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા પડોશી તરીકેના સંબંધો વિક્સાવવા સર્વ પ્રયાસ કરશે. તેઓ ખતપત્ર મુજબ બળનો આશ્રય' ,