________________ 68 પ્રબુદ્ધ જીવન તા. 16-12-16 “શ્રેયસ નો પરિચય તા. 5-11-66 ના રોજ, અમદાવાદની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા યણ’ના તેના સ્થાપક અને પ્રમુખ સંચાલક શ્રીમતી લીનાબહેન મંગળદાસે સેધી ગ્રેન એન્ડ ઑઈલ સીડઝ મરચર્સ એસોસિએશનના હોલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલ જાહેર સભામાં પરિચય આપ્યો હતો. પ્રારંભમાં શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી લીનાબહેન મંગળદાસને પરિચય આપતાં જણાવ્યું હતું કે "19 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી અને ત્યાર બાદ સતત વિકસતી અને વિસ્તરતી આ સંસ્થા માત્ર ગુજરાતમાં જ નહિ પણ આખા. ભારતમાં એક પ્રમુખ શિક્ષણ સંસ્થાનું સ્થાન ધરાવે છે અને તેની અનેક વિશેષતાઓના કારણે આજની અન્ય પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આપતી ચીલાચાલુ શિક્ષણસંસ્થાઓથી ઘણી રીતે જુદી પડે છે. આ ‘ોયસ’ને ઉદ્દભવ અને વિકાસ આજના નાપણા આમંત્રિત બહેન લીનાબહેન મંગળદાસના અથાક પરિશ્રમ અને અસાધારણ શિક્ષણનિષ્ઠાને આભારી છે. શ્રેયસના કાર્ય સાથે તેઓ એક મીશનરીની માફક જોડાયેલા છે. આ સંસ્થા સરકારે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજઇ માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરતી નથી, પણ શિક્ષણના ક્ષેત્રમાં આ સંસ્થા અનેક પ્રયોગ અને સંશોધન કરી રહેલ છે; આ માટે ઘણી મોટી જમીન આવરી લેવામાં આવી છે અને તે ઉપર એક મોટું કૅપસ ઊભું કરવામાં આવ્યું છે. આજથી છ વર્ષ પહેલાં લીનાબહેને આ જ વિષય ઉપર રખાપણ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપ્યું હતું. આ વખતે તેઓ દીવાળી સાથે સંબંધ ધરાવતી રજાઓમાંથી અઠડિ કાઢીને મુંબઈ આવવાના છે એમ ખબર મળતાં તેમની સાથે વાટાધાટ કરીને આપણે આજનું તેમનું ભાષણ અથવા તો વાર્તાલાપ ગોઠવ્યા છે. પિતાનાં ઘણાં રોકાણામાંથી સમય કાઢીને તેઓ અહીં આવ્યા છે તે માટે તેમને હું આભાર માનું છું અને સંઘ તરફથી તેમને હું આવકારું છું.” ત્યાર બાદ લીનાબહેને પોતાના બાળકના શિક્ષણના વિચારમાંથી શ્રેયસની સ્થાપના કરવાનો વિચાર આવ્યું એમ જણાવીને કેવા નાના પાયા ઉપર શ્રેયસની શરૂઆત કરવામાં આવી અને આજની ચાલુ ઢબની નિશાળોથી કઈ કઈ બાબતમાં તેમણે પોતાની આ સંસ્થામાં જોવા ચીલાઓ શરૂ કર્યા દાત. ચાલુ નિશાળોને સમય 11 થી 5 હોય છે તેને બદલે સવારના 8 થી ઘણું કરીને સાંજના 4 વાગ્યા સુધી એ શાળાનો સમય તેમણે નાહ, બપોરે બધા વિદ્યાર્થીઓ સાથે જમે એ પ્રબંધ ગોઠવ્યો, આ ભજનવ્યવસ્થા સંભાળવામાં વિદ્યાર્થીઓને ભાગીદાર અને જવાબદાર બનાવવામાં આવ્યા, અને સ્વાશ્રયના તત્ત્વને આ બધી પ્રવૃત્તિઓમાં તેમણે અમલી બનાવ્યું, ભાષાના પ્રશ્નને તેમણે અમુક ઉકેલ વિચાર્યો, ચાલુ અભ્યાસક્રમ ઉપરાંત બીજી કઈ કઈ આડપ્રવૃત્તિઓને દાખલ કરવામાં આવી–આવી શ્રેયસને લગતી અનેક બાબતો તેમણે રજૂ કરી, સમજાવી. તાજેતરમાં તેમણે શરૂ કરેલી નાની ઉંમરના અને માબાપના આધાર કે ટેકા વિનાનાં બાળકોને વસાવવાની બાલગ્રામની યોજના (જે તા. 16, જુલાઈ ૧૯૬૬ના પ્રબુદ્ધ જીવનમાં વિસ્તારથી આપવામાં આવી છે) ને તેમણે વિગતવારે ખ્યાલ આપ્યો. આ યોજના હાથ ધરવા પહેલાં પોતે યુરેપ ગયેલાં અને ત્યાંના જુદા જુદા દેશના અનેક બાલગૃહ તેમણે જાતે જોયેલાં તેને લગતો અનુભવ તેમણે રજૂ કર્યો. આમ લગભગ સવા કલાક સુધી લીનાબહેને શ્રેયસની અનેક બાજરનો પરિચય કરાવ્યો. ત્યાર બાદ કેટલીક પ્રશ્નોત્તરી થઈ. અંતમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે લીનાબહેનના સુન્દર, મધુર અને અખલિત નિરૂપણ અંગે પોતે અનુભવેલી ઊંડી પ્રસન્નતા વ્યકત કરતાં જણાવ્યું કે “આજે અત્યારે જ્યારે મહારાષ્ટ્રી -બિનમહારાષ્ટ્રના પ્રશ્ન આપણને બેચેન બનાવી મૂક્યા છે ત્યારે અરણ્યમાં મીઠી વીરડી જેવા લીનાબહેનના વાર્તાલાપે આપણી આ બેચેની બે ઘડી ભૂલાવી દીધી છે અને આપણને કોઈ જુદા જ પ્રદેશમાં. તેમણે સુખદ પ્રવાસ કરાવ્યો છે અને આપણને વારસામાં મળેલાં અનુપમ જીવનમૂલ્યો હજ એટલાં જ જીવતાં છે અને કોઈ એક ઠેકાણે તેને મૂર્ત કરવાને ગંભીર અને નિષ્ઠાયુકત પ્રયત્ન થઈ રહ્યો છે એવી શ્રદ્ધા અને પ્રતીતિ લીનાબહેનના વાર્તાલાપે આપણા દિલમાં જાગૃત કરી છે, અને કોયસને નજરે નિહાળવાની ઈચ્છા આપણામાં પેદા કરી છે. એક સુસ્થિત બહેન પિતાના સમયને, સંપત્તિ અને શકિતને કે સદુપયોગ કરે છે અને શિક્ષણ પ્રદાનના એક ભવ્ય આયોજન પાછળ પોતાના જીવનને કેવું ચરિતાર્થ કરે છે એ લીનાબહેનના આજના કથન ઉપરથી આપણને જાણવા મળે છે અને તેમના વિશે આપણું દિલ ઉંડે આદર અનુભવતું જાય છે. આજના તેમના વાર્તાલાપ માટે સંઘ તરફથી તેમ જ આપ સર્વ તર:કથી લીનાબહેનનો હું આભાર માનું છું.” પ્રમુખશ્રીના ઉપસંહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી. અવકાશમાં અથડામણ (તા. 14-10-66 ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા એક તંત્રીનોંધને અનુવાદ) અવકાશમાં ઘૂમી રહેલાં માનવસર્જિત ઉપગ્રહે વચ્ચે અથડામણ થઈ જવાની સંભાવના નહીંવત છે; તેમ છતાં પણ માડીડ (સ્પેન)માં ભરાયેલી એસ્ટ્રોનોટીકલ કંગ્રેસમાં જાહેર થયા પ્રમાણે ગયા વરસે. બે અમેરિકન ઉપગ્રહો એક બીજા સાથે અથડાઈ પડ્યાં હતાં. સ ભાગે આ એક નજીવી અથડામણ હતી અને ભૂમિમથકનાં જણાવ્યા પ્રમાણે બંને ઉપગ્રહ છૂટાં પડીને કશું પણ નુકસાન થયાં વિના. પેતપોતાની ભ્રમણકક્ષામાં ચાલી ગયાં હતાં. છેલ્લા થોડા વખતમાં વધી રહેલી અવકાશયાની પ્રવૃત્તિ જોતાં (માત્ર ગયા વરસમાં જ 160 ઉપગ્રહો છોડવામાં આવ્યાં હતાં.) અને એથીયે વિશેષ, નિષ્ફળ થયેલાં અને મૃતપ્રાય થયેલાં ગ્રહ-ઉપગ્રહોને ભંગાર હજી પણ અવકાશમાં ઘૂમી રહ્યો હશે તે ધ્યાનમાં લેતાં રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ પણ જાતનું સ્વયંનયંત્રણ થવું જરૂરી છે. આ વખતે કોઈ મોટો અકસ્માત ન થયો એથી ભવિષ્યમાં પણ કોઈ સમયે બે અવકાશયાત્રીઓની એકબીજા સાથે અથડાઈ જવાની જોખમી સંભાવના દૂર થતી નથી. વાસ્તવમાં આ અથડામણ ગમે તેવી આકસ્મિક હોય તો પણ જો અમેરિકન ઉપગ્રહ રશિયન ઉપગ્રહ સાથે અથડાઈ પડે તો તેમાંથી ઘણું મેંટે રાજકીય ઘર્ષણ ઊભું થવાનો ભય રહે છે ને એટલા જ માટે અવકાશમાં છોડવામાં આવતાં તમામ ઉપગ્રહોની યુનાઈટેડ નેશન્સના દફતરમાં યાદી કરવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં આથી વધારે અસરકારક અંકુશ રાખવો જરૂરી થઈ પડશે. આ અઠવાડિયે જે અથડામણની જાહેરાત કરવામાં આવી તે અથડામણ આજથી દોઢ વર્ષ પહેલાં થઈ હતી - જે પરથી આવા બનાવ વિષેની લાગતીવળગતી સરકારોની મૂંઝવણ જણાઈ આવે છે. - ૧૯૬૫માં અમેરિકાએ 94 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યાં હતાં, જેમાંથી 16 હજી પણ ઘૂમી રહ્યાં છે - ભૂતકાળમાં છોડેલાં ઉપગ્રહોને હજી પણ ધૂમી રહેલે ભંગાર તો જ. માડીડમાં ભરાઈ ગયેલી કેંગ્રેસ અવકાશવિજ્ઞાનને લગતાં આ પ્રશ્નને વધારે ઝીણવટથી તપાસી શકી હોત તો સારું થાત. અનુવાદક: સુબોધભાઈ એમ. શાહ પ વિષયસૂચિ બીજા છેડેથી વિચારીએ ! કાકા કાલેલકર ૧૫ર પ્રકીર્ણ નોંધ: “બીજા છેડેથી પરમાનંદ 16e વિચારીએ”: એક વિલક્ષણ વિચારણા, વ્યાપાર વિષયક સદ્વ્યવહાર મંડળ, દુષ્કાળસંકટને મુકાબલો : આપણું કર્તવ્ય, બિહાર દુષ્કાળ રાહત માટે જૈનોને ઉદાર ફાળે, નૂતન વર્ષના મંગળ પ્રભાતે. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણ મહાત્મા ગાંધીજી 16.3 રામકૃષ્ણ પરમહંસ અને જવાહરલાલ નહેરુ 164 સ્વામી વિવેકાનંદ. અદ્યતન રાજકીય પરિસ્થિતિ ચીમનલાલ ચકુભાઈ શાહ 165 બ્રહ્મવિદ્યા મંદિર પરિચય ઉપા બહેન. 167 કોયસને પરિચય. અવકાશમાં અથડામણ. અનુ. સુબોધભાઈ એમ. શાહ 168 168 માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રકે પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: 45-47, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ