________________
તા. ૧૬-૧૨-૬૬
પ્રબુદ્ધ જીવન
બ્રહ્મવિદ્યામંદિરને પરિચય
વિનાબાજીની
( વર્ધા બાજુએ આવેલા પવનારમાં પ્રેરણાથી આજથી સાત વર્ષ પહેલાં ઊભું કરવામાં આવેલ બ્રહ્મવિદ્યા મંદિરમાં જૉડાયલાં એક બહેને – ઉષાબહેને – ૧૯૬૬ ની સપ્ટેમ્બર માસના મૈત્રી'ના વિનાબા જયતી અંકની એક નકલ મારી ઉપર મોકલી અને તે અંગે સલાહસૂચના આપવા મને જણાવ્યું. આ હિંદી ભાષાનું માસિક છે અને ૧૯૬૪ના ફેબ્રુઆરી માસથી શરૂ કરવામાં આવેલ છે. પ્રસ્તુત અંક ત્રીજા વર્ષના આઠમા અંક હતો. તેનું વાર્ષિ ક લવાજમ રૂા. ૬ થી ૧૨ સુધીમાં જેની જે ઈચ્છા હોય એ મુજબ મોકલે એવા પ્રબંધ કરવામાં આવ્યા છે એમ તેને લાગતા વિજ્ઞાપન પત્ર ઉપરથી માલુમ પડે છે અને આ લવાજમ વ્યવસ્થાપક, પરધામ પ્રકાશન, વર્ધા (માહરાષ્ટ્ર) એ સરનામે મની આર્ડરથી મેાકલવાનું રહે છે. ઉપર જણાવેલ ઉષાબહેનને જવાબ લખતા બ્રહ્મવિદ્યા મંદિરનો પરિચય આપવા મેં તેમને વિનંતિ કરી. તેના જવાબમાં આવેલ ઉપાબહેનનો પત્ર નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું, અને જે સંસ્થા વિષે આપણી બાજુએ બહુ ઓછા લોકો જાણે છે તે સંસ્થા અંગેની નીચે આપેલી માહિતી પ્રબુદ્ધ જીવનના વાચકોને રસપ્રદ નીવડશે એવી હું આશા સેવું છું. પત્ર જેવા છે તેવા નીચે આપું છું. પરમાનંદ)
મુ. પરમાનંદભાઈ,
તા. ૧૬-૧૦-૬૬
તમારો તા. ૨૧-૯ ના પત્ર યથાસમય મળ્યો હતો. પ્રત્યક્ષમાં તો તમને મળવાનું થયું નથી. પણ ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તમારે માટે એક આદરયુકત સ્થાન જીવનમાં નિર્માણ થયું છે. તમારા સપ્રેમ આશિષ પામીને એમાં આત્મીયતાની સુગંધ ભળી.
પ્રવૃત્તિ અંગે આપે પૂછ્યું છે. અહીંની સમગ્ર પ્રવૃત્તિના ખ્યાલ આપવાથી ઠીક ચિત્ર રજૂ થશે. તો એ દષ્ટિએ જ ઉત્તર લખું છું.
આ સ્થાનના પૂર્વ - ઈતિહાસ સુવિદિત છે. ૧૯૩૮ થી ૧૯૫૧ પૂ. વિનાબાજીની આ સાધના–ભૂમિ રહી. '૫૧માં તેઓ ભૂદાનમાં નીકળી પડયા. કેટલાંક સાધકવૃત્તિના ભાઈએ ત્યારબાદ પણ અહીં રહેતા હતા. ૧૯૫૯માં અજમેર સર્વોદય સંમેલનના દિવસેામાં, આજના જમાનાને અનુરૂપ બ્રહ્મવિદ્યાની સાધનાની દષ્ટિથી એક સ્થાન બહેનો માટે હોવું જોઈએ એ વિચારને મૂર્ત સ્વરૂપ અપાઈ રહ્યું હતું. ભૂદાન આંદોલનમાં કામ કરતી કેટલીક બહેને એ માટે અનુકૂળ માનસિક વૃત્તિ ધરાવતી હતી. ભારતના વિભિન્ન પ્રાંતામાંથી આવેલી બાર બહેને તેને માટે તૈયાર થઈ. ભૂદાન પ્રવૃત્તિ દ્વારા, કસ્તુરબા કેન્દ્રો દ્વારા સ્વતંત્ર રૂપથી સમાજ સેવાના કામમાં લાગેલી એ બહેન હતી. સને ૧૯૫૯ ના માર્ચ મહિનાથી અહીં ‘બ્રહ્મવિદ્યામંદિર’ના નામે બહેનોની સામૂહિક સાધનાના પ્રયોગનાં શ્રીગણેશ મંડાયાં. પૂ. વિનોબાજી તે યાત્રામાં ફરતા રહેતા, પણ પ્રારંભકાળથી માંડીને આજસુધી એમના માર્ગદર્શનના તથા વિશેષ અમીષ્ટિના અનન્ય લાભ આ સ્થાનને મળી રહ્યો છે. બહેના એમના પ્રત્યક્ષ પરિચયમાં આવેલી હોવાથી વ્યકિતગત માર્ગદર્શનના લાભ પણ મળી રહે છે. કર્મ-જ્ઞાન—ભકિતના સુભગ સમન્વયની એમની જીવન-દષ્ટિ છે. તો જીવનના સંર્ગી વિકાસને અનુલક્ષીને આશ્રમની પ્રવૃત્તિનું સહજ આયોજન થઈ ગયું છે. આજે સાત વરસ દરમ્યાન બહેનોની સંખ્યા ૨૩ થઈ છે. જર્મનીની એક બહેન પણ અમારામાં સામેલ છે.
બ્રહ્મવિદ્યાની સાધના એ અહીંના મુખ્ય ઉદ્દેશ છે. તેને અનુરૂપ અને પોષક એવી પ્રવૃત્તિ સ્વીકારી છે પ્રેસ તથા ખેતી. પરધામ પ્રકાશનને નામે એક નાનકડું પ્રેસ ચાલે છે. બાબાનાં મરાઠી પ્રકાશના અહીંથી પ્રકાશિત કરીએ છીએ. તેમાં કમ્પોઝ, બાઈન્ડિંગ, પ્રીન્ટીંગ,
૧૭
વ્યવસ્થા સંપાદન, અનુવાદ આદિ સર્વ કામામાં અમે પ્રત્યક્ષ ભાગ લઈએ છીએ. ‘મેત્રી’ પત્રિકાનું સંપાદન - વ્યવસ્થાનું કામ પણ તેમાં આવી જાય છે. ‘મૈત્રી' અમારી પ્રવૃત્તિ - ચિંતન - મનનનું મુખપત્ર બને એવી ધારણા છે. વિચારોના માધ્યમ દ્વારા સમાજ-સંપર્કનું લક્ષ્ય પણ તેમાંઅનુસૂત છે. પ્રતિદિન પ્રત્યેક વ્યકિત ત્રણ કલાક પ્રેસકામ પાછળ આપે છે. એક કલાક ખેતીકામના માન્યો છે. ભાજી - ફળ ઠીક પ્રમાણમાં તૈયાર કરી લઈએ છીએ. તેમાં પ્રકૃતિનો સ્પર્શ પણ અનુભવાય છે. આમ ચાર કલાક ઉત્પાદક પરિશ્રમના માન્યા છે. એ ચાર કલાકના પરિશ્રમ દ્વારા સ્વાવલંબન સાધવાની નેમ છે. હજી અમે એ તેમને પૂર્ણતયા પહોંચ્યા નથી, પણ કોશાષ એ દિશામાં ચાલુ છે. આજના જમાનાની ભિક્ષાનું સ્વરૂપ ઉત્પાદક પરિશ્રમ એ વિચાર બાબાએ આપ્યો છે. ચાર કલાકના પરિશ્રમ દ્વારા મનુષ્યની સાદી જીવનજરૂરતાની પૂર્તિ થઈ રહેવી જોઈએ એ દષ્ટિ પણ આ પ્રયોગની પાછળ છે. મજુરીના ક્ષેત્રમાં બ્રહ્મવિદ્યાના પ્રયોગ - એ રીતે પણ તેઓ તેને વર્ણવે છે.
ચાર કલાકના ઉત્પાદક પરિશ્રમ ઉપરાંત બે કલાક રસોઈ-સફાઈ જેવા ગૃહકૃત્યના કામ માટે માન્યા છે. છ કલાક કર્મયોગ અને એક કલાક બે સમયના ભાજન માટે એમ સાત કલાક સામૂહિક કાર્યક્રમ માટે રાખી બાકીનો સમય વ્યકિતગત અધ્યયન, ધ્યાન, ધારણા માટે મેાકળા રાખ્યો છે. પ્રાર્થના બે સમય નિયમિત થાય છે. તેમાં પણ સૌ સ્વેચ્છાએ એકઠા થાય છે. અધ્યયન માટે સામૂહિક વર્ગ પણ ચાલે છે. વિનોબાજીના નાનાભાઈ પૂ. બાળકોબાજી અમારી વચ્ચે વરસમાં છ મહિના રહે છે. બ્રહ્મસૂત્ર - શાંકરભાષ્ય એ ગ્રન્થની તેમને જીવન-સાધનામાં ખૂબ મદદ મળી છે. તો એ ગ્રન્થ પર તેમની ઊંડી શ્રાદ્ધા બેઠી છે. આ ગ્રંથના અધ્યયનના વર્ગ તેઓ લે છે. ગાંધીજીની નિકટ રહેવાને મોકો એમને મળ્યો હતો. વિનેાબાજીના જીવનને તે તેઓ નાનપણથી શ્વેતાં આવ્યા છે. તેમના પોતાના જીવન પર પણ ગાંધીજીની સ્પષ્ટ છાપ તરી આવે છે. શંકરાચાર્ય - ગાંધીજી - વિનોબાજી - સહુના વૈચારિક સત્સંગને એકત્ર લાભ તેમના દ્વારા અમને સૌને મળે છે.
અમારી સૌની વચ્ચે ભાષા - માધ્યમ હિંદી છે. આપસમાં પણ એકબીજાની ભાષાઓનું અધ્યયન ચાલતું હોય છે. તદુપરાંત સૌ પોતપોતાની શકિત-રુચિ પ્રમાણે અધ્યયન કરતા હોય છે. નાનકડું પણ સુંદર પુસ્તકાલય અહીં છે. ભારતની બધી ભાષાઓનાં પુસ્તકોનો તેમાં સમાવેશ થાય છે.
બ્રહ્મવિદ્યા મંદિરને અંતર્ગત સર્વ વ્યવહાર બહેનેા આપસના સહકારથી સંભાળે છે. તેમાં રસોઈ - સફાઈથી લઈને પ્રેસ, ખેતી, હિસાબ સઘળાં કામે આવી જાય છે. આ છે અમારી પ્રવૃત્તિઓનું ચિત્ર. એની પાછળનું ધ્યેય તે પ્રવૃત્તિ વચ્ચે રહીને પણ આંતરિક નિવૃત્તિ અનુભવવાનું છે. જેટલે અંશે તે સધાય છે તેટલે અંશે પ્રવૃત્તિમાં પણ જોમ આવે છે અને જીવનમાં પણ તેજ આવે છે. ત્યાર બાદનું પગલું હોઈ શકે નિવૃત્તિમાં પ્રવૃત્તિ. એના દર્શનની ઝાંખી વિનોબાજીના આજના સૂક્ષ્મ કર્મયોગ દ્રારા કદાચ આપણને
સૌને થઈ શકે.
બ્રહ્મવિદ્યા મંદિર વર્ધાથી છ માઈલ દૂર પરધામ નદીને કિનારે રળિયામણું સ્થાન છે. કયારેક આ તરફ આવવાનું થાય તો જરૂર આવશે.. સૌ બહેનોને આનંદ થશે. પ્રબુદ્ધ જીવન' મળે છે.
ઉષાના સાદર પ્રણામ.