SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુજ જીવન તા. ૧૬-૧૨-૧૬ ભાવિ બદલાઈ જાય છે, જે પ્રસંગને માટે, જે સત્તાને માટે માણસ મરી પડે છે અને રપ રહે છે. ત્યારે એ જ એને સર્વસ્વ લાગે છે પણ કાળના ઈતિહાસમાં બધું ધૂળધાણી થઈ જાય છે. આ હું એટલા માટે કહું છું કે આપણે ઈતિહાસનું આખું દર્શન કરીએ ત્યારે અનેક ચિત્રો આપણી સમક્ષ આવે છે અને છતાંય માણસ એક જ વાકય બોલે છે Inspite of all this-I am what I am. મનમાં એમ થાય છે કે ગાંધીયુગ આવી ગયો. આમાંનાં કેટલાકે આ યુગ પૂરેપૂરો જોયે, કેટલાકે થોડે જોકે, કેટલાકે બીલકુલ ન જોયો. નવી પેઢીને માટે ગાંધીયુગ માત્ર ઈતિહાસ છે. જીવી ગયા એને માટે અનુભવ છે. એ પશ્ચાદભૂમિની સરખામણી કરતાં એમ થાય છે કે આપણે કયાં હતા અને આજે આપણે કયાં આવી પડયા છીએ? ગાંધી, સરદાર અને નહેરુની આપણને એક અજોડ નેતાગીરી મળી–આ ત્રિપુટીએ પ્રજાજીવનમાં એક મોટું આંદોલન ઊભું કર્યું. આ જોતાં મને એમ પ્રશ્ન થાય છે કે પ્રજા ઊંચી આવે છે. એ એના સત્ત્વથી કે નેતાગીરીથી? એક ત્રીજું પુસ્તક પણ હું વાંચું છું ‘CIVIL WAR IN CHINA', ને ૧. ૪૫થી ૧૯૪૯ સુધીના માઉ અને આગ કે શેક વચ્ચેના સંઘર્ષને ઈતિહાસ છે. ચીનનો એ જ ખેડૂત એક પક્ષે વીરતાથી લડે છે અને બીજે પક્ષે નિરૂત્સાહ થઈ પાછા પડે છે. ત્યારે એમ પ્રશ્ન થાય કે આ શાને લીધે ? એને જવાબ છે There was a leader who had faith in himself-who had will power-who was determined to fight the battlecome what may આજે આપણાં દેશમાં આપણે એ જ માણસ છીએ, ભાવનાના આદર્શના પૂરમાં પોતાનું સમર્પણ કરતાં એ જ પ્રજાજને છીએ. પણ આજે પ્રેમ નથી, ઉમળકો નથી, દેશ માટે મરી ફીટવાનો ઉત્સાહ નથી. આનું કારણ શું છે? આનું કારણ એ છે કે લોકોમાં જે સત્વશકિત હોય એને સક્યિ બનાવવા માટે એન્જિનનું જે જોશ જોઈએ-જે આપવાની નેતાગીરીની ફરજ છે–તે આજે નથી. અલબત્ત ગાંધીયુગનીય હજુ કેટલાક રાજપુરુષ આપણે ત્યાં છે તે કેટલાક નવા પણ છે. બીજુ પટ્ટનાયક અને અનુલ ઘોષ જેવા છે–અને રાજીભાઈ અને ઇંદિરા ગાંધી જેવા પણ છે. અદ્યતન રાજકારણી તખ્તાને પૂરા ખ્યાલ આપવા માટે મેં આટલી પૂર્વભૂમિકા તમારી સમક્ષ રજુ કરી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આજે આપણે શા માટે આટલી બધી નિરાશા અનુભવીએ છીએ? ચૂંટણી આવતાં જે બળ ભૂગર્ભમાં હતા તે આજે બહાર આવ્યા છે, ઘણાને એમ લાગે છે કે કોંગ્રેસ સફળ થશે કે કેમ? પણ કોઈ અન્ય વિરોધપક્ષે નેતાગીરી નથી કે નથી કોઈ કાર્યક્રમ. હજુ કંઈપણ રહ્યું હોય તો તે છે કોંગ્રેસમાંતે ક્યાં સુધી રહેશે. તે હું નથી કહી શકતો, પણ આજે તે હજ ચૂંટણીમાં કોંગ્રેસ જ સફળ થશે એમ મને લાગે છે. આપણને સ્વતંત્રતા મળ્યા પછીનાં ૧૯ વર્ષો સ્થિરતાના મળ્યાં, ઔદ્યોગિક વિકાસ ઘણા મોટા પાયા ઉપર થયો, આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા પણ ઘણી મળી, પણ આ બધું ઈતિહાસમાં સદાકાળ રહેતું નથી. મને આજે લાગે છે કે આપણે જે નિરાશા અને ગ્લાનિ અનુભવીએ છીએ એ મહઅંશે નેતાગીરીની નિષ્ફળતાને લીધે છે. અલબત્ત આપણામાં પણ ઘણા દોષ છે જ. મત-અધિકારને પ્રશ્ન આવે છે ત્યારે આપણી સમક્ષ સારી અને નરસી બન્ને વસ્તુઓ આવે છે. અને સત્તાપલટ કરવા માટે સબળ નેતાગીરી- વાળે વિરોધપક્ષ ન હોય તો સત્તાપલટ શકય નથી. કોંગ્રેસથી આપણને અસંતોષ હોય તો પણ સ્થિરપણે વિચારીશું તે પ્રશ્ન થશે કે કોંગ્રેસ સિવાય અપણે બીજા કોને મત આપીશું? શાસ્ત્રી અને નહેરુ વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે. નહેરુએ ચીની–હીંદી ભાઈ ભાઈ કહી ગફલત ખાધી અને ચીને ચઢાઈ કરી-એમ છતાંય નહેરુએ પ્રજામાં જે વિશ્વાસ અને વફાદારીને જગૃત કર્યા તે અદ્દભુત હતા. શાસ્ત્રી અને નહેરુ બંને શકિતશાળી નેતા હતા. શાસ્ત્રીજી થડા સમયમાં યશ લઈ ગયા, જ્યારે નહેરુની ભૂલે ભાષાકિય પ્રાંતના વગેરે કેટલું મોટું ભૂત લઈને ઉભી છે? ઇંદિરા ગાંધીને વડા પ્રધાનપદે મૂકયા ત્યારે તેમને અત્યંત અનુભવી પીઢ કે શકિતશાળી સમજીને નો'તા મૂકયા, આપણે માત્ર એક પ્રયોગ કર્યો હતો. આજે એમ લાગે છે કે જે વિકટ પ્રશ્ન ઊભા થયા છે એને પહોંચી વળવાની એમની શકિત નથી. આમ છતાંય એમનાં સ્થાને બીજો કોઈ હોત તે તે પણ આ પ્રશ્નને પહોંચી શકત. કે કેમ તે પણ સવાલ છે. નેતાગીરીએ પ્રજામાં વિશ્વાસ અને વફાદારી પેદા કરવાનાં હોય છે. આવી નેતાગીરી આપણે ત્યાં નથી. પણ અત્યારે કેવળ નિરાશ બની બેસવા જેવો સમય નથી. કેંગ્રેસની સિદ્ધિઓ વિશે મતભેદને અવકાશ છે, પણ જો આપણે ગામડાં તરફ જોઈએ તે આજે ગામડાઓની આખી સૂરત બદલાઈ ગઈ છે. ત્યાં કેટલી બધી સહકારી સેસાયટીઓ ચાલે છે? ખેડૂતોને કેટલું બધું ધિરાણ થાય છે? હા - ગામડાની અંદર કોમવાદ બહુ છે, પણ ત્યાં કેંગ્રેસે એક જુદા જ પ્રકારનું જીવન તૈયાર કર્યું છે એટલે કોંગ્રેસને ગામડાઓને સારો ટેકો રહેશે. આપણી મોટી ચિંતા છે આજની આર્થિક ભીંસને લગતી. આજના અસંતોષનું મૂળ કારણ છે ફગાવે, અને મોંઘવારી. આ અટકી શકે એમ નથી. અનસંકટ બતાવવામાં આવે છે એટલું અથવા ધારીએ એટલું મોટું નથી. Procurement અને Distribution જો બરાબર હોય તે આખી દુનિયામાં આજે જે ભીખ માંગવા નીકળવું પડયું છે તે ન નીકળવું પડત–આવી પરિસ્થિતિમાં દઢ નિશ્ચયવાળી નેતાગીરી હોય તો એમ કહે કે, અમે પેટે પાટા બાંધવા પડશે તો થોડા વખત બાંધીશું, પણ સ્વાવલંબી થઈશું, અને ભીખ તો. હરગીઝ નહિ માંગીએ. પરદેશી મદદ મર્યાદાબહાર જતાં ઝેરરૂપ બની જાય છે. આજે અવમૂલ્યાંકન કરવું પડયું, કારણ અમેરિકાને આપણે ખુશ કરવા માંગતા હતા. વાસ્તવમાં આપણે તે એમ કહેવું જોઈતું હતું કે મદદ કરવી હોય તો કરો, નહિતર, તમે તમારે રસતેઅમે અમારે રસ્તે. ઘણા માને છે કે, DON'T BITE THE HANDS THAT FEED. મારું આ વલણ નથી. આજે ગાંધી હોત તે કહી શકત કે અમારે તમારી શરતવાળી મદદ નથી જોઈતી. અમારું થવાનું હોય તે થાય. ગાંધીજીનું સ્મરણ છે એટલું બધું થાય છે. એમનામાં અંતર-પ્રેરણા હતી - એમનામાં આત્મશ્રદ્ધા, અડગતા અને દઢ મનોબળ હતાં. ૧૯૪૨માં તેમણે અંગ્રેજોને કહ્યું You Quit, અમે ભલે અંદર અંદર ઝઘડીને ખલાસ થઈ જઈએ. આ હતી સબળ અને સફળ નેતાગીરી. આજે આપણે ત્યાં આ નથી. અને એથી જ એક સર્વોદયનો માણસ સ્ટીલ પ્લાન્ટ માટે ઉપવાસ ઉપર તરી શકે છે. અને ધર્મગુરૂઓ ધર્મને નામે ગોવધ પ્રતિબંધ માટે ઉપવાસ કરે છે. આપણે તે ગવધ શું પણ પ્રાણી માત્રને વધ ન થાય એવું ઈચ્છીએ છીએ-પણ આ ઉપવાસે શું એને ઈલાજ છે? - સંત ફત્તેસિંગને પંજાબી સુબે મળ્યા છતાં પંજાબ અને હરિયાણા વચ્ચે વહીવટી સગવડ માટે કેટલીક સાંકળતી કડીઓ-એક ગર્વનર, એક હાઈકોર્ટ, એક સ્થળે રાજધાની—વગેરે રાખી છે તે તેવા ઉપવાસની ધમકી આપે છે, જાણે પંજાબનું વિભાજન થતાં બે રાજ્ય પરદેશી બન્યા હોય. સરકાર નિર્બળ છે અને દ્રઢતાથી એમ કહેવાની. તેનામાં હીંમત નથી કે નિર્ણય કર્યો છે તે જ રહેશે. જે કોઈ ધમકી આપે તેને પંપાળવા પડે છે–વિદ્યાર્થીઓ હોય, ધર્મગુરૂઓ હોય કે સર્વોદય કાર્યકર હોય. આવી પરિસ્થિતિમાં જેથી સામાન્ય ચૂંટણી થઈ રહી છે. પ્રજામાનસ અત્યંત સુબ્ધ છે તેમાં શું પરિણામ આવશે તે કહેવું મુશ્કેલ છે. - રીમનલાલ ચકુભાઈ શાહ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy