________________
ત, ૧૬૧૨-૧
પ્રભુત્વ છવન
નૈતિક મૂલ્યોને મહત્ત્વ આપ્યું છે. ભારતની સંસ્કૃતિનું આ એક જુદું તરી આવતું તત્ત્વ છે. તેના ઈતિહાસમાં કંઈક ચઢતી પડતીના પ્રસંગે આવી ગયા, પણ કાળના એ દીધ પ્રવાહમાં એ મૂળતત્ત્વ અફરપણે જળવાઈ રહ્યું છે.
શ્રી રામકૃષ્ણના જીવનની એક એ વિશિષ્ટતા હતી કે જે કઈ એમના પરિચયમાં આવતું તે એમના તરફ ખેંચાઈ જતું. ઘણીવાર કેટલાક લોકો એમના સીધા પરિચયમાં ન આવ્યા હોય ત્યારે એમની મશ્કરી ઉડાવતા, પણ જયારે એમની નજીક આવતા કે થોડીવારમાં એ સંત પાસે એમનું માથું નમી પડતું અને નિદાના બદલે તેઓ એમની અનુતિ કરવા લાગતા. તેમાંના ઘણાયે પોતાનાં ઘરબાર, વેપારધંધા છોડી દીધા હતા અને એમના શિષ્ય સમુદાયમાં જોડાયા હતા. તેમાં અનેક શકિતશાળી પુરુષ હતા જેમાંના એક સ્વામી વિવેકાનંદ હતા, જે ભારતમાં જ નહિં પણ, દુનિયાના બધા દેશમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. આજની યુવા પેઢી સ્વામી વિવેકાનંદનાં લખાણ અને ભાષણે કેટલાં વાંચે છે તે હું જાણતો નથી, પણ એટલું ચોક્કસ કહું છું કે મારી પેઢીના ઘણા યુવાને ઉપર સ્વામી વિવેકાનંદને ખૂબ પ્રભાવ પડયો હતો, અને આજના યુવકો પણ એમના ભાષણો અને લખાણની ચોપડીઓ વાંચે તો એમને ઘણો ફાયદો થશે- ઘણું શીખશે અને અમારામાંનાં કેટલાકને એમ થયું તેમ તેઓ પણ સ્વામી વિવેકાનંદનાં દિલ અને દિમાગમાં જે આગ બળતી હતી (કે જે કારણે એમની જિંદગીને અંત વહેલો આવ્યો) તેની કંઈક ચીનગારી તેમને પણ લાગશે. કેમકે તેમના દિલને એ અગ્નિ એમની વાણીમાં પૂરા બળથી વહેતે. અને તે માત્ર વાતો જ નહોતી. તેમાં તેઓ એકરસ હતા. તેઓ જે બેલતા તેમાં તેના આત્માને જ જાણે કે વાણી દ્વારા તે પ્રગટ કરતા. તેથી જ તે મહાન વકતા બન્યા અને એ વકતા- પણું ઉપરછલ્લી ચમકદાર ભાષાનું નહોતું. તેની પાછળ ઊંડી વિચારણા અને ધગશ હતાં. તેથી જ એમણે દેશના કેટલાયે યુવાનનાં દિલ જીતી લીધાં, એટલું જ નહિં પણ, બેથી ત્રણ પેઢી સુધીની યુવાન , પ્રજા એમની પાછળ ઘેલી બની. તે પછી દેશમાં બીજા ઘણા બનાવે બન્યા. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી આવ્યા. આખા દેશને એમણે હલાવી મૂક્યા. ઋષિ પરંપરાના એ બીજા મહાપુરુષ હતા.' '
ગાંધીજીના સમયમાં ઘણું બધું બની ગયું. અને જે બન્યું તે એવું બન્યું કે તે એમની પહેલાં આવેલાઓએ એ મુશ્કેલીભર્યા દિવસામાં એમને આદેશ ઝીલવા માટે દેશને તૈયાર કરવાનું જે પાયાનું કામ કર્યું હતું તેને કદાચ ગૌણ બનાવી દેય. પણ જો તમે સ્વામી વિવેકાનંદનાં લખાણ અને ભાષણ વાંચશે તો તમને અજાયબી સાથે જણાશે કે એ લખાણ ગઈ સદીના નથી. છપ્પન વર્ષ પછી આજે તમને એવાં જ નાવીન્યભર્યા લાગશે. કેમકે તેઓ જે બેલતા તે આપણી અથવા સમગ્ર દુનિયાની જીવત સમસ્યાઓને તલસ્પર્શી વિચાર કરી બોલતા. તેથી તે આપણને જુનું પુરાણું લાગતું નથી. આજે પણ તમે વાંચે અને તે તમને આજના યુગને બંધબેસતું જણાશે.
' એમણે કંઈક એવું આપ્યું કે જેણે આપણામાં અને આપણી ભાવી પેઢીમાં એક ચોક્કસ પ્રકારનું સ્વમાન જગાડયું. વળી એમણે આપણી ખામીઓ તરફ પણ આંખમીંચામણા કર્યા નથી. આપણી નબળાઈઓ અને ભૂલોને પણ તેમણે ખુલ્લંખુલ્લા ફટકારી છે. તે કંઈ જ છુપાવવા માગતા નહોતા. છુપાવવું જોઈએ પણ નહીં. કેમકે એ ખામીરએ આપણે સુધારવાની છે. ક્યારેક આપણને તે ઘણા કડક લાગે છે, તે વળી કેટલીક વખત આપણી વિશિષ્ટતાઓ કે જેના લીધે
દેશ પડતીના સમયમાં પણ પોતાની મહત્તા સાચવી શક્યો છે તેને . પણ તે બરાબર નિર્દેશ કરે છે.
એટલે સ્વામીજીએ જે લખ્યું તેમાં આપણને રસ પડે તેવું છે. રસ પડવો જ જોઈએ, કેમકે ભવિષ્યમાં ઘણા વખત સુધી તેમાંથી પ્રેરણા મળી રહે તેવું ઘણું છે. સીધી રીતે રાજદ્વારી કહી શકાય તેવા તે પુરુષ નહોતા. છતાં આજે જે રાજદ્વારી ચળવળ ચાલી રહી
છે તેને પાયો નાંખનારાઓમાંનાં એક તેઓ હતા. ઘણાએ એ ચળવળમાં પડવાની પ્રેરણા સ્વામી વિવેકાનંદમાંથી મેળવી છે. "
કયાંક સીધી રીતે તો ક્યાંક પરોક્ષ રીતે, પણ આજના ભારત ઉપર સ્વામી વિવેકાનંદની ઘણી મોટી અસર છે. અને મને આશા રાખવાનું મન થાય છે કે સ્વામી વિવેકાનંદની વાણીમાંથી જે જોમ, ધગશ અને ડહાપણને કુવારો ઊડી રહ્યો છે તેને લાભ આજની યુવાન પેઢી પણ જરૂર ઉઠાવશે.
આપણી સામે અને દુનિયાની સામે પણ અનેક વિક્ટ સમસ્યાઓ પડેલી છે. આપણે તેને ઉક્ત કેવી રીતે લાવીશું? રાજદ્વારી રીતે ઉકેલ લાવવાને એક માર્ગ છે. હું તકવાદી રાજદ્વારીઓની વાત નથી કરતે, જો કે કમનસીબે ગંભીર રાજદ્વારીરોને પણ જે વસ્તુસ્થિતિ છે, અને તેમની પાસે જે સાધને છે તે પ્રમાણે તેમને થોડુંક તકવાદી થવું પડે છે. પ્રજા જે વસ્તુને જીરવવાને કે સમજી શકવાને તૈયાર ન હોય તે વસ્તુ રાજ્યસત્તા અમલમાં મૂકી શકતી નથી. તેમને હંમેશા આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આ લોકશાહીના જમાનામાં ખાસ. લોકશાહી એ જ શ્રેષ્ઠ માર્ગ છે એમ હું માનું છું, પણ લોકશાહી સફળ ત્યારે કે જે તમે કશે તે પ્રજાને મોટે ભાગ સમજતો અને સ્વીકારતા હોય અને તેને આચારમાં મૂકવા ઉત્સાહી હોય. એમ ન હોય તે સાચી વાતને પણ પ્રજા સમક્ષ મૂકી શકાતી નથી. એટલે જ્યાં પ્રજા સાચું સમજવા કે સ્વીકારવા જેટલી તૈયાર ન હોય ત્યાં રાજ્યને સત્ય સામે પણ નમતું મૂકવું પડે છે. આમાં લાભ છે કે નુકસાન તેની મને ખબર નથી. પણ આવું બને છે અને રાજય પાસે બીજો કોઈ માગ હોતા નથી. કેમકે જ્યાં તેને જે સારું લાગ્યું છે તેને જ આગ્રહ ૨.ખે તે પ્રજા તેને માંથે દૂર ફેંકી દે, હવે સંત પુરુષો આવા પ્રસંગે જુદો માર્ગ અખત્યાર કરે છે. ગમે તેવી કઠીણાઈ આવે, પણ તેર સત્યને વળગી જ રહે છે. પછી ભલે તેમના ઉપર પથ્થર ફેંકવામાં આવે, તેમને ગોળીથી વિંધવામાં આવે, કે બીજી રીતે તેમની હત્યા કરવામાં આવે. એ સંતાનો માર્ગ છે અને રહેશે. ભલેને સંત પુરુષ કામ મૃત્યુને ભેટે, પણ તેમણે આગળ ધરેલું સત્ય મૃત્યુ પામતું નથી. સંત કરતાં પણ સત્ય મહાન છે અને કદાચ તે સત જીવિત રહેશે તે તે સત્યને વધારે ઉજજવળ કરીને જ જીવશે. અનુવાદક:
મૂળ અંગ્રેજી: * શ્રી મેનાબહેન નરેમદાસ પંડિત જવાહરલાલ નહેરુ
અદ્યતન રાજકીય પરિસ્થિતિ, | [ તા. ૬ ડિસેંબરના રોજ ઉપર જણાવેલ વિષય ઉપર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું તેની શ્રી ચીમનલાલ જે. શાહે તૈયાર કરી આપેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવેલ છે. તંત્રી]
આજની સમીક્ષા શરૂ કર્યું તે પહેલાં એક વાત મારા મનમાં હંમેશ રહે છે તે કહું. મને એમ લાગે છે કે રાજકારણી પુરુષને આપણે કદાચ વધારે પડતું મહત્વ આપીએ છીએ અને એમનું વર્તન એ જ જાણે કે આપણું સર્વસ્વ હોય એવું કોઈક વખત આપણે અનુભવીએ છીએ. રાજકારણી પુરુષોનું વર્તન પણ ઉપર, સદ્ભાગ્ય કે દુર્ભાગ્યે, ઊંડી અસર કરે છે. આજે પ્રજાનું જીવન એવું થઈ ગયું છે કે રાજકારણને તેમાં વધારે મહત્ત્વ મળે છે. રાજ્યોને માત્ર વ્યવસ્થા અને કાયદાને લગતી સત્તા નહિ પણ પ્રજાજીવનનો અંગેઅંગને સ્પર્શવાની જાણે કે સત્તા મળી છે. અને આપણે રાજકારણી પુર હોને લાયકાત કરતા વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ.
હમણાં એક પુસ્તક વાંચું છું- “INSPITE OF. લેખકને કહેવાનો આશય છે માણસ ઉપર બીજી અનેક બાબતોનું પ્રભુત્વ હોવા છતાં આ બધાથી અલગ એ હું પોતે કંઈક છું-I am something-એમ માને છે. . બીજું એક પુસ્તક વાંચું છું “TIDE OF FORTUNE' આમાં લેખકે ઈતિહાસનાં બાર પ્રસંગે લીધા છે જુલિયસ સીઝરથી માંડી અમેરિકન પ્રેસીડેન્ટ વિલ્સન સુધીના અને લેખક કહેવા માંગે છે કે ઈતિહાસમાં અવારનવાર એક એવો પ્રસંગ બને છે અને પ્રજનું આખું