SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રભુ સ્મરણશકિત અને શાસ્ત્રજ્ઞાનના મેળાપ ભે અને જગતને ાભાવે કવિ સંસ્કારી જ્ઞાની હતા. * પૂર્વ અવસર એવે કયારે કયારે થઈશું બાહ્યાન્તર સર્વ બંધનનું ધન તિક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહપુરૂષને પંથ શ્વે ? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહું તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા ન હોય જો....અપૂર્વ” રાયચંદભાઈના ૧૮ વર્સની ઉંમરે નીકળેલા અપૂર્વ ઉદ્ગારની આ પહેલી બે કીઓ છે. જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલા. તેમનાં લખાણાની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટી સરખી પણ લખી હોય એમ મે નથી જોયું. તેમની પાસે હંમેશા કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચાપડી પડેલી જ હોય. એ ચાપડીમાં પોતાનાં મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પઘ. એવી રીતે જ ‘અપૂર્વ અવસર' પણ લખાયેલું હોવું જોઈએ. આવશે, નિ થજો, ખાતાં બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેહ થયા હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદા: પહેરણ, અંગરખું, ખેંસ, ગરભસૂતરો ફેંટો ને ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્રીબંધ રહેતા એમ મને સ્મરણ નથી. ભાંયે બેસવું - ખુરસીએ બેસવું–બન્ને તેમના માટે સરખાં હતા. સામાન્ય રીતે તેઓ પોતાની દુકાનમાં ગાર્દીએ બેસતાં. તેમની ચાલ ધીમી હતી. અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પાતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતા: અત્યંત તેજસ્વી; વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગાળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિના હતા. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે, તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરો હસમુખા ને પ્રફુલ્લિત હતા. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતો કોઈ દિવસ શબ્દ ગોતવા પડયા છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મે એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે કાંય વિચાર અપૂર્ણ છે કે વાકયરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતા. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગાને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી. એમ મારી ઉપર છાપ પડી હતી. મેક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જયાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલું છે ત્યાં સુધી મેાક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ - એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજયા વિના કોઈ સંગીતના કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસાર વર્તન આવતાં તે ઘણાં કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મેક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિની હતી. અપૂર્ણ ગાંધીજી જીવન તા. ૧૬-૧૨-૬૬ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ (શ્રી રામકૃષ્ણ પરમહંસની ૧૧૪મી જન્મ જયંતીના પ્રસંગે ૧૯૪૯ ના માર્ચ માસની ૨૦મી તારીખે દિલ્હી ખાતેના રામકૃષ્ણ મીશનમાં પંડિત જવાહરલાલ નહેરુએ અંગ્રેજીમાં એક યાદગાર વ્યાખ્યાન આપેલું. તેની પ્રમાણભૂત નોંધ એક નાની પુસ્તિકાના આકારમાં માયાવતી—આમાારાના અદ્વૈતાશ્રમ તરફ્થી પ્રગટ કરવાંમાં આવી છે. તેના શ્રી મેનાબહેન નરોત્તમદાસે કરી આપેલા સરળ અને સુવાચ્ય અનુવાદ પ્રગટ કરતાં આનંદ થાય છે. પંડિત જવાહરલાલજી જેવા એક સમર્થ ચિંતક, વિચારક અને વિવેચકના હાથે થયેલું રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ જેવી મહાન વિભૂતિઓના જીવનકાર્યનું આ ભવ્ય મૂલ્ય કન‘ પ્રબુદ્ધ જીવન’ના વાચકો માટે જરૂર પ્રેરક તેમ જ પ્રબોધક નીવડશે. પરમ.નંદ) સ્વામીજી અને મિત્ર આ ઉત્સવ પ્રસ ંગે તમે મને આમંત્રણ આપ્યું તે માટે આભાર માનું છું. આ નિમિત્તે સ્વામી રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિને અંજલિ આપવાની તક મળી તે માટે હું મને સદ્ભાગી માનું છું. સ્વામી રામકૃષ્ણના જીવન અને કથન વિષે કંઈ કહેવાને હું લાયક છું કે નહિ તે હું નથી જાણતો. કે કે સ્વામીજી ઈશ્વરીય અંશના પુરુષ હતા, જયારે હું ઐહિક પ્રવૃત્તિઓથી ઘેરાએલા અને તેમાં જ મારી સઘળી શકિત ખર્ચનારો એક દુન્યવી માનવી છું. પણ જેમ દુન્યવી મનુષ્ય પણ દૈવી આત્માખાથી પ્રભાવિત થાય છે, અને તેમના પ્રત્યે પોતાનો આદર દર્શાવી શકે છે, તેમ હું પણ એ ઉચ્ચ આત્માઆને કદાચ બરાબર સમજી શક્યા ન હોઉં તા પણ આદર તા રાખું જ છું. આવા પુણ્યાત્માઓએ જે કહ્યું અને તેમના અનુયાયીઓએ જે લખ્યું તેમાંનું ઘણું મેં વાંચ્યું છે, અને તેની મારા મન ઉપર ઊંડી અસર પડી છે. આવા અસાધારણ પુરુષોએ તેમની સમકાલીન તેમ જ ભાવિ પેઢી ઉપર ઘણી માટી અસર પાડેલી હોય છે, મહાન સત્તા ઉપર તેમણે પ્રભાવ પાડયો છે અને પ્રજાનાં જીવન ધોરણ બદલી નાખ્યા છે. સ્વામી રામકૃષ્ણે આવા એક દિવ્ય આત્મા હતા તે સુવિખ્યાત છે. ભારતમાં જે અનેક મહાન ઋષિઓ થયા કે જેમણે જીવનના ઉચ્ચ તત્વ તરફ જનસમુદાયને વાળવા સમયે સમયે જન્મ લીધે છે, તેમાંના જ એક વારસ સમાન શ્રી રામકૃષ્ણ હતા. ભારતે તેના લાંબા કાળના ઇતિહાસ દરમિયાન અનેક વ્યવહારિક પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવા છતાં આધ્યાત્મિક મૂલ્યો તરફ કદી ઉપેક્ષા કરી નથી. ભારતે હંમેશા સત્યની ખોજ ઉપર ભાર મૂકયા છે. એવા સત્યશોધકેને સન્માન્યા છે, પછી ભલે ગમે તે નામ ધારણ કરી આ દુનિયામાં અવતર્યા હોય. આમ ભારતે સાધકોની એક પરંપરા ઊભી કરી છે, એટલું જ નહિ પણ સાથે સાથે, સૂઝયો તે માર્ગ સાધકે અપનાવ્યો હોય તો પણ, ઈશ્વરની ખોજમાં પડનાર તે વ્યકિતને પોતામાં સમાવી લેવાની સહિષ્ણુતાની પણ એક પરંપરા ઊભી કરી છે. કમનસીબે હમણા હમણામાં આપણી એ સહિષ્ણુતા ઓછી થઈ ગઈ છે, અને કેટલીક વખત આને લીધે આપણે અવળા માર્ગે ચઢી જઈએ છીએ. આપણાં મન સંકુ ચિત થઈ ગયાં છે અને પણિ મે એવી માન્યતામાં આપણે જકડાઈ ગયા છીએ કે જે માર્ગે આપણે ચાલી રહ્યા છીએ તે જ સાચા છે અને બીજા બધા ખોટા છે. આજ દિવસ સુધીના ભારતની આ પ્રણાલી નહોતી. સર્વને સમાવી લેવાની હૃદયની ઉદાત્તતામાં તે ભારતની મહાનતા હતી. તે માનતું કે સત્યને ઘણાં પાસાં છે અને તે અનેક રીતે જાણી શકાય છે. કેઈ માણસ એમ કેમ કહી શકે કે મને એકને જ સત્ય લાધ્યું છે? જો તે અત્યંત તીવ્રતાથી સત્યની ખોજમાં પડયા હેોય તો તે ગેમ કહી શકે કે સત્યને અમુક અંશ મને પ્રાપ્ત થયા છે, પણ તે એમ કેમ કહી શકે કે બીજો જો મારા માર્ગે ન ચાલે તો તેણે સત્ય જાણ્યું જ નથી!! આમ ભારતે હંમેશાં સત્યશોધકોને, ચિન્તકોને અને
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy