________________
#
વ્યકિત તરીકે શું કરી શકો તેમ છે? સ્થાનિક સર્વોદય સંસ્થાના એક અંગભૂત સભ્ય તરીકે તમે શું ॰ી શકો તેમ છે? આપણી સંવેદનશીલતાને ટકાવી રાખીએ તો જ આપણે ક્રાંતિકારી માનસ વિકસાવી શકીએ.
તમે અને તમારૂ મંડળ નીચેની બાબતો કરી શકો :– (૧) બિહારમાં અને બીજાં રાજ્યોમાં શું થઈ રહ્યું છે એ બાબતના પૂરા સંપર્કમાં રહો અને વ્યવસ્થિત અને જવાબદારીભર્યા ઐચ્છિક પ્રયત્ના દ્રારા આ પડકારને કેવી રીતે સામને થઈ રહ્યો છે તે વિષે પૂરી જાણકારી રાખે.
(૨) બિહારમાં અને બીજા દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં ઊભી થતી જતી પરિસ્થિતિ વિષે તમારા પ્રદેશમાંના લાકોને ખબરો પહોંચાડતા રહે.
(૩) તમે પોતે થોડો આત્મ-નિરોધ કરો અને લોકોને તેમ કરવા કહ્યું અને આ રીતે બીજાને આપવા - પહેોંચાડવા માટે થોડું-થોડું બચાવતા રહો.
(૪) જે પ્રકારના રાહતકાર્યમાં તમે અથવા તમારા મિત્ર મદદરૂપ થઈ શકે તેમ હોય તે પ્રકારના રાહતકાર્ય માટે ચાક્કસ પ્રદેશ અથવા વિભાગ પસંદ કરવા અંગે બિહાર રાહત સમિતિના સંપર્કમાં રહેા. (તમને બાલાવવામાં ન આવે ત્યાં બિહાર દોડી જવાની કૃપા કરીને ઉતાવળ ન કરી.)
(૫) આ કટોકટીની મુદત સુધી દુકાળ - ગ્રસ્ત કુટુંબાને દત્તક લેવા માટે તમારા વિભાગમાંના લોકોને પ્રોત્સાહન આપે.
(૬) દાન એકઠાં કરી અને રાહતકાર્ય કરતી સમુચિત એજન્સીઓ ઉપર તે રવાના કરશે.
(૭) કાપડ, નવાં અને વાપરી શકાય એવાં જૂનાં વસ્ત્રો તેમ જ ધાબળા, ચાદર, ગરમ ગંજીફાક, બાળકોનાં કપડાં-આ ચીજોની ખૂબજ જરૂર છે. તો આમાંથી જે કાંઈ શક્ય હોય તે એકઠું કરીને યોગ્ય સ્થાને રવાના કરી.
(૮) આ ગંભીર પરિસ્થિતિમાં દુકાળ - ગ્રસ્ત વિભાગોને મદદ કરી શકે એવા નાગરિકાની સ્થાયી સમિતિ ઊભી કરી.
રાહત માટે જે કાંઈ સાધનસામગ્રી મોકલવાની હોય તે રેલ્વે દ્વારા મોકલવા માટે રેલ્વવાળાઓએ કન્સેશન—ચાલુ દરમાં અમુક રાહત આપવાની જાહેરાત કરી છે.
બિહાર રીલીફ કમિટી (બિહાર રાહત સમિતિ)નું ઠેકાણુ' : નીચે મુજબ છે:
Cottage Industries Emporium Building Gandhimaidan Patna-4, Bihar
સત્વર સક્રિય બનવા તમને અમારો અનુરોધ છે અને અમને મદદ કરવા માટે તમે શું કરી શકો તેમ છે તે જણાવવા વિનંતિ છે.”
આ અપીલ ખાસ કરીને સર્વોદય કાર્યકરોને ઉદ્દેશીને કરવામાં આવી છે, એમ છતાં પણ, તેનો અનુરોધ દુષ્કાળગ્રસ્ત વિભાગની બહાર વસતી સમાજસેવા કરતી સર્વ કોઈ વ્યકિતઓને અને મંડળાને છે.
તે આ અસાધારણ સંકટમાં રાહત પહોંચાડવા અંગે જે કોઈ વ્યકિત અથવા મંડળથી જે કાંઈ શક્ય હોય તે કરી છૂટવામાં જરા પણ પ્રમાદ કે ઉદાસીનતા ન સેવે એવી સમગ્ર માનવતાપ્રેમી જનતાને પ્રાર્થના છે.
બુદ્ધ જીવન
બિહાર દુષ્કાળ રાહત માટે જૈનોના ઉદાર ફાળ
ઉપરની નોંધના અનુસંધાનમાં જણાવતાં આનંદ થાય છે કે ચાતુર્માસ દરમિયાન જૈન મુનિએ આષાઢ સુદ ૧૪ થી કાર્તિક શુદ ૧૪ સુધી એક જ સ્થળે નિવાસ કરે છે અને કાર્તિક શુદ ૧૫ના રોજ સ્થાનાંતર - સ્થળાંતર કરે છે આ પરંપરાને અનુસરીને મુંબઈના કોટ વિભાગના ઉપાશ્રયમાં ચાતુર્માસ પૂરા કરીને જૈન શ્તે, મૂ. સમાજના
તા. ૧k-૧૨-કુ એક આગેવાન શ્રી જયંતીલાલ રતનચંદના નિવાસસ્થાને મુનિશ્રી ચંદ્રપ્રભસાગર (ચિત્રભાનુ) પધાર્યા અને ત્યાં એકત્ર થયેલા જૈન સમાજ સમક્ષ કરવામાં આવેલા પ્રવચનના અન્તે બિહારની દુષ્કાળગ્રસ્ત પ્રજાને મદદ કરવા માટે મુનિશ્રીએ હૃદયસ્પર્શી અપીલ કરી જેના પરિણામે શ્રી જયંતીલાલ રતનચંદે રૂ!. ૫,૦૦૦ ની શરૂઆત કરી અને જોતજોતામાં કુલ રૂા. ૬૩,૦૦૦/- ના ફાળા ભરાઈ ગયો અને ત્યાર બાદ સાંભળવા મુજબ, આજ સુધીમાં તે ફાળાનો આંકડો લગભગ એક લાખ સુધી પહોંચાડવાની ધારણા છે. આ શુભ ઘટના જૈન સમાજના હાડમાં રહેલી સ્વાભાવિક ઉદારતા અને કરુણાપરાયણતાને પુરવાર કરે છે. આ ફાળા માટે પ્રેરણા આપનાર મુનિશ્રીને અને ઉદાર દિલથી ફાળામાં મોટી મોટી રકમ ભરાવનાર જૈન શ્રીમાનાને હાર્દિક ધન્યવાદ ઘટે છે. સાર્વજનિક આરોગ્ય-કેન્દ્રનું ઉદ્ઘાટન
શ્રી ભારતીય આરોગ્ય નિધિ તથા શ્રી જૈન શ્વે. કોન્ફરન્સના સહ—યાજનથી થોડા સમય પહેલાં બાળકો માટે કોઈ પણ જાતના ભેદભાવ વિનાનું મફત દુધ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. તાજેતરમાં તા. ૪-૧૨-૬૬ ના રોજ એ જ બે સંસ્થાના સહસંયોજનથી તબીબી રાહતને લગતી અનેક પ્રકારની સગવડો આપતું સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાલવામાં આવ્યું છે. આ યોજનામાં મફત અથવા તે નજીવી રકમ લઈને બાળકો, સ્ત્રીઓ, પુરુષો તથા સાધુ-સાધ્વીઓ માટે તબીબી સલાહની, વિટામીન - મિનરલ ધરાવતાં પોષણદ્રવ્ય પૂરાં પાડવાની, તથા એક્સરેની તેમ જ પડતરથી ઓછા ભાવે દવા - ઈન્જેકશનો પૂરા પાડવાની કશા પણ ભેદભાવ સિવાય સગવડો આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. સાધારણ સ્થિતિવાળા અને આર્થિક ભીંસ અનુ ભવતા કુટુંબ માટે આ પ્રકારની રાહતલક્ષી સગવડો એક મેટા આશીર્વાદ રૂપ નીવડે છે. ભારતીય આરોગ્ય નિધિ તો આ કાર્યવર્ષોથી કરતું આવ્યું છે અને ક્ષયનિવારણના ક્ષેત્રે તેણે અદ્ ભુત સેવા બજાવી છે. આ માનવતાલક્ષી શુભ કાર્યમાં જૈન શ્વે. કૉન્ફરન્સ જોડાય એ કાન્સને સજીવન બનાવવાની દિશાએ શુભસૂચક પગલું છે. આપણે આશા રાખીએ કે આવી તેમ જ અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિએ દ્વારા કોન્ફરન્સમાં નવા પ્રાણ પુરાય અને જૈન શ્વે. મૂ. સમાજના અંગત પ્રશ્નો સ્પર્શવાની–ઉકેલવાની તાકાત કેળવાય.
ઉપર જણાવેલ મફ્ત દુધ કેન્દ્ર તથા તબીબી રાહતને લગતા આરોગ્ય - કેન્દ્ર સંબંધી વધારે માહિતી મેળવવા માટે શ્રી જૈન શ્વે, કોન્ફરન્સ કાર્યાલયના (ગોડીજી બિલ્ડીંગ, બીજે માળે, ગુલાલવાડીના નાકે, મુંબઈ - ૨). અથવા ભારતી આરોગ્યનિધિ કાર્યાલયના (દયામંદિર, ૧૨૩, મુમ્બાદેવી રોડ, મુંબઈ-૩)ના સંપર્ક સા .વા. “નૂતન વર્ષના મંગળ પ્રભાતે ”
ઉપરનાં મથાળા નીચે પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ થયેલ એક નાના સરખા કાવ્ય ની અે શ્રી ગજાનન જોશીનું નામ ભૂલથી મૂક વામાં આવ્યું છે. તેને બદલે તે કાવ્યના રચયિતા શ્રી કરસનદાસ માણે કનુ નામ મૂકવું જોઈએ. પરમાનંદ.
સંધના સભ્યાને આગ્રહભરી વિનંતી
ઈ. સ. ૧૯૬૬નું વર્ષ હવે પૂરું થવા આવ્યું છે. આમ છતાં પણ કેટલાક સભ્યોના ચાલુ વર્ષના લવામા હજુ સુધી ભારાયા નથી. તો જે જે સભ્યોના લવાજમ બાકી હોય તેમને લવાજમના ા. ૫-૦૦ સત્વર ભરી જવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ