SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૧ મબુક જીવન Practices Association” – વ્યાપાર વિષયક વ્યવહાર મંડળ. આ મંડળના પ્રણેતાઓનાં નામ નીચે મુજબ છે:૧. શ્રી એમ. એલ. આખે, ૧૦. શ્રી એસ. એલ. કિર્લોસ્કર ૨. શ્રી રામકૃષ્ણ જે. બજાજ, ૧૧. શ્રી અરવિંદ એન. મફતલાલ ૩. ડૅ. એસ. કે. બસુ, ૧૨. શ્રી કેશવ સી. મહીન્દ્ર ૪. શ્રી વસંતકુમાર બીરલા, ૧૩. શ્રી રામનાથ એ. પટ્ટાર ૫. ડૅ. આર. સી. ફૂપર, ૧૪. શ્રી પી. એલ. ટન્ડન ૬. શ્રી વાઈ. એ. ફઝલભાઈ, ૧૫. શ્રી જે. આર. ડી. તાતા ૭. શ્રી સી. એલ. ઘીવાળા, ૧૬. શ્રી નવલ એચ. તાતા ૮. શ્રી એસ. પી. ગોદરેજ, ૧૭. શ્રી એન. એમ. વાગલે, ૯. શ્રી ધરમશી એમ. ખટાઉ, આ સંસ્થાના નીચે મુજબ ઉદ્દેશ છે: ' (૧) વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં વાપરનારના લાભમાં હોય એવા સદ્વ્યવહારને ઉત્તેજન આપવું અને વ્યાપારી કેમ વિશે સામાન્ય જનતામાં વધારે સદ્ભાવ અને વિશ્વાસ પેદા કર. (૨) વ્યાપારી કોમના સભ્યોને અનુસરવા માટે એક આચારસંહિતા નિર્માણ કરવી. (૩) આ આચારસંહિતાને બને તેટલી વ્યાપક જાહેરાત આપવી અને માલ પેદા કરવામાં અને પુરો પાડવાના વ્યવસાયમાં રોકાયેલા અને માલ વાપરનારાઓને સેવા આપતા વર્ગમાંથી બને તેટલા લકોને પ્રસ્તુત આચારસંહિતાને સ્વીકાર કરવા તરફ વાળવા. (૪) આ મંડળના હેતુઓને અમલ કરવા માટે યોગ્ય સારતએ નાણાં ઊભા કરવા, ઉછીનાં લેવાં અથવા તે પ્રાપ્ત કરવા. (૫) અને આ મંડળના ઉપર જણાવેલ હતુઓના સીધા કે આડકતરા અમલ માટે સામાન્ય રીતે જરૂરી હોય તેવી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવી. આ મંડળમાં સભ્ય થવા માટે નીચે મુજબનું વાર્ષિક લવાજમ મુકરર કરવામાં આવ્યું છે: વ્યકિતઓ અને વ્યાપારી પેઢીઓ માટે રૂા. ૧૦૦, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ માટે - રૂા. ૨૫૦, પબ્લીક લિમિટેડ કંપનીઓ માટે રૂ. ૫૦૦, આ મંડળના સભ્યો માટે નક્કી કરવામાં આવેલી આચારસંહિતા નીચે મુજબ છે: આચારસંહિતા (૧) હું માત્ર વ્યાજબી અને યોગ્ય ભાવ લઈશ અને આ ભાવ માલ ખરીદનારના પૂરા ધ્યાન ઉપર આવે એ માટે જરૂરી એવાં બધાં પગલાં ભરીશ. (૨) મારા નીમેલા આડતિયાઓ અથવા વ્યાપારી નક્કી કરેલા ભાવથી જરા પણે વધારે ભાવ ન લે એ પ્રકારની એકસાઈ માટે જરૂરી એવા બધાં પગલાં ભરીશ. (૩) અછતના વખતમાં નફાખોરી કે સંઘરાખોરી કરવાના આશયપૂર્વક કોઈ પણ માલના જથ્થાને હું સંઘરીશ કે છુપાવીશ નહિ. (૪) વેચાણ માટેની વસ્તુઓમાં હું કઈ પણ પ્રકારની ભેળસેળ કરીશ નહિ. " (૫) કોઈ પણ જાતના બનાવટી માલ અથવા તે જાહેર કરવામાં આવેલ હોય તેથી ઉતરતા ધોરણને માલ હું પેદા કરીશ નહિ અથવા તો તેવા માલને હું વેપાર કરીશ નહિ.. (૬) ગેરરસ્તે દોરે–ગેરસમજૂતી પેદા કરે–તેવી કોઈ જાહેરાત હું કરીશ નહિ. (૭) આયાત કરેલા કે નિકાસ કરવાના માલનું બીલ હું એના સાચા ભાવ પ્રમાણે બનાવીશ. (૮) વેચાણ માટેના માલના માપતેલની ચોક્કસાઇ હું બરોબર સાચવીશ, અને (૯) જાણી જોઈને દાણચોરી દ્વારા આના માલને હું વેપાર કરીશ નહિ. દેશભરમાં નફાખોરી, લાંચરૂશ્વત, કળાબજાર, સંયોગને ગેરલાભ ઉઠાવ વગેરે અનેક આક્ષેપે આજે વ્યાપારીઓ ઉપર થઈ રહ્યા છે. આ કલંકમાંથી વ્યાપારી સમાજને મુકત કરવાના અને ચેકસ સિદ્ધાંત ઉપર વ્યાપારી વ્યવસાયને સ્થિર અને સુદઢ . બનાવવાના હેતુથી આ મંડળની સ્થાપના કરવામાં આવી છે. આ દ્રવ્યોપાર્જન ઉપરાંત સમાજ પ્રત્યે પિતાની ચક્કસ જવાબદારી છે અને એ જવાબદારીની સભાનતાપૂર્વક સમગ્ર વ્યાપાર વ્યવસાયનું નિર્માણ થવું જોઈએ-આવી ભાવના ધરાવતા દરેક વ્યાપારીને અને ઉદ્યોગપતિને આ મંડળના સદસ્ય બનીને તેને બને તેટલું બળવાન અને સદ્ધર બનાવવાનો અનુરોધ કરવામાં આવે છે. આ વિષયમાં આગેવાની લેનાર વ્યાપારીઓને ધન્યવાદ ઘટે છે. દુકાળસંકટને મુકાબલે: આપણું કર્તવ્ય સર્વ સેવા સંઘના મંત્રી શ્રી રાધાકૃષ્ણન તરફથી નીચે મુજબને તા. ૨-૧૨-૬૬ને અંગ્રેજીમાં પરિપત્ર મળ્યું છે, જેને અનુવાદ નીચે મુજબ છે : “મને ખાત્રી છે કે બિહારમાં અને ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશના કેટલાક વિભાગોમાં ઊભી થયેલી અતિ ગંભીર દુષ્કાળ-પરિસ્થિતિના સમાચાર તમારા ધ્યાન ઉપર આવી ચૂક્યા હશે. આ પ્રદેશ માટે હવે પછીના દશ મહિના ઘણી મોટી કટોકટીના હશે. આવી કટોકટી પિતાની જિંદગીમાં આજ સુધી કદિ નિહાળી નથી એ રીતે વિનોબાજી ત્યાંની અઘતન પરિસ્થિતિને વર્ણવી રહ્યા છે. ગ્રામદાન કટોકટીના વખતે સંરક્ષણ ઉપાય છે, સર્વ સમય માટે વિકાસ ઉપાય છે અને આ પ્રદેશમાં તે એક રાહત ઉપાય તરીકે પુરવાર થાય એવો પૂરો સંભવ છે.” તેમણે જણાવ્યું છે કે “આ વર્ષે બિહારને દુષ્કાળ ઘણા ગંભીર છે. તે કોઈ સાધારણ બાબત નથી. જો આ બાબતમાં પુરી સંભાળ લેવામાં નહિ આવે, દુષ્કાળને સામને કરવા માટે બિહારની બધી તાકાતને સુગ્રથિત કરવામાં નહિ આવે, ભારતના બીજા રાજ્ય તરફની બધી મદદને સુયોજિત કરવામાં નહિ આવે, કેન્દ્ર સરકાર તરફથી પૂરો ટેકે નહિ મળે અને ભારત–બહારના દેશોમાંથી જરૂરી મદદ હાથવગી કરવામાં નહિ આવે તે તમારે અને મારે અન્ન અનાવના કારણે લાખ માણસને મરતા જેવાના રહેશે. ૧૯૪૩માં કલકત્તામાં લગભગ ૩૦ લાખ માણસે ભૂખના કારણે મરણ ભેગા થયા હતા, પણ ત્યારની જવાબદારી કેવળ અંગ્રેજી હકુમતની હતી. આજે જોએ ભયાનક કરુણતાનું બિહારમાં પુનરાવર્તન થાય છે તે માટે આપણે બધા જવાબદાર અને ગુનેગાર લેખાઈશું. આ પ્રકારના સંગામાં દેશના નાગરિકોએ બીજી બધી બાબતેમાંથી પોતાના મનને વાળી લેવાનું રહેશે અને આ સમસ્યા ઉપર પોતાના સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.” બિહારમાં એક બિનસરકારી પ્રતિનિધિઓની રાહત સમિતિ ઊભી કરવામાં આવી છે અને શ્રી જયપ્રકાશ નારાયણ તેના પ્રમુખ છે. આ રાહત સમિતિ સરકારી રાહત પ્રવૃત્તિઓને પૂરી સાથ આપશે–ખાસ કરીને એ હેતુથી કે રાહતકાર્યમાં નકામી ઢીલ થવા ન પામે અને જેમને મદદ કરવાની છે તેમને વખતસર મદદ પહોંચે. જિલ્લા અને બ્લેકલેવલ એજન્ટે. અને નાગરિકોના પ્રતિનિધિઓની સમિતિઓ નીમાઈ ચૂકેલ છે અને આ વિષમ પરિસ્થિતિ ટાળવા માટે જરૂરી સહકાર અને ટેકો મળે તે હેતુથી દેશમાંથી તેમ જ દેશબહારથી જે કાંઈ સાધનસામગ્રી મેળવી શકાય તેમ હોય તેને એકઠી કરવાનું કાર્ય શરૂ થઈ ચૂકયું છે. દેશના સાત માણસે આજે લગભગ એક માણસ આ દુષ્કાળની અસરનો ભાગ બનેલ છે. બિહારના સર્વોદય કાર્યકરે આ પરિસ્થિતિમાં પિતાને જે ભાગ ભજવવાને છે તેને પૂરો ખ્યાલ કરી સધનપણે કામ કરવાને અને પરિસ્થિતિના પડકારને પહોંચી વળવાનો નિરધાર કરી ચુકયા છે. . પ્રશ્ન છે જે આ દુકાળગ્રસ્ત વિભાગોની બહાર વસે છે તેમનું આજની પરિસ્થિતિમાં શું કર્તવ્ય છે તેને લગત. તમે એક
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy