________________
૧૬૦
છે ત્યારે વિચારે છે કે હોડીમાં આ બધા લોકોને બચાવી શકાય તેમ નથી. હોડી ચલાવવાવાળા મજબૂત જુવાન તો જોઈએ જ. હાડી તૂટતા તેનું સમારકામ કરનાર એક સુતાર તો જોઈએ જ. આ રીતે જરૂરી ઉપયોગી લાકોને પસંદ કરીને બાકીના લોકોને સમુદ્રમાં ફેંકી દેવા જ પડે છે. એમાં પુષ્ટ શરીરવાળા લોકોને કોઈ મરવા દેતું નથી. ઘરડા-ધરડા અને બિમાર લાકો કે જેઓ હોડી ચલાવવામાં કોઈ કામના નથી હોતા તેમને સૌથી પહેલાં ફેંકી દેવામાં આવે છે. સંખ્યાનું વજન હળવું કર્યા સિવાય જ્યારે બીજો કોઈ ઉપાય રહેતો નથી ત્યારે કઠોર થઈને સાંખ્યા ઓછી કરવી જ પડે છે.
પ્રબુદ્ધ જીવન
આ જ નિયમ અંકટના સમયે સાર્વજનિક બનાવવા ઘટે છે. જો ખાવાનું અન્ન ઓછું હોય અને લોકસંખ્યા વધી જાય તે જેવી રીતે પ્રજોત્પત્તિ રોકવામાં આવે છે તેવી રીતે અનુપયોગી લોકોને પણ મૃત્યુને સોંપીને લોકસંખ્યાના ભાર હળવો કરવો રહ્યો.
આ વાત કોઈ નવી અથવા તો દિ ન બનેલી એવી નથી. એક ડૂબી રહેલા જહાજના યાત્રીઓ જ્યારે હોડીમાં કૂદી પડયા ત્યારે તેમાં વધારે ગેારા હતા, ઓછી સંખ્યામાં ચીનાઓ હતા. ગારાએએ જ્યારે જોયું કે હોડીમાં ભાર વધી ગયો છે ત્યારે તેમણે ચીનાઆને ઉપાડીને ફેંકી દીધા અને ગારાઓને બચાવી લીધા. એક ચીના કોઈના આસનની નીચે છુપાઈ ગયેલા. તે ઉપર બેઠેલા લોકોના ભારથી દબાઈને મરી ગયો અને પછી તેની લાસને બહાર ફેકી દેવામાં આવી.
ઉત્તર ધ્રુવની બાજુએ એસ્કિમો લોકો રહે છે, તેમની જીવન— યાત્રા કઠણ હોય છે. તેઓમાં એક નિયમ હોય છે કે તેમની પાસે જે કાંઈ ખાધાખારાકી હોય તે બધા વહેંચીને ખાય. કોણ કેટલું કમાઈને લાવ્યું છે તેને કોઈ હિસાબ જોતું નથી. કોઈ પુરુષાર્થી આદમી વધારે શિકાર લાવે છે; કોઈ આળસુ ઓછું લાવે છે; આના હિસાબ કોઈ કરતું નથી, પણ જ્યારે એ લોકો જુએ છે કે તેમનામાંના એક આદમી મહેનત જ કરતો નથી, અને મફતનું ખાય છે, ત્યારે બધા મળીને ઠરાવ કરે છે કે તે નકામા માણસને જીવવાના અધિકાર નથી, અને તેથી તેને ખતમ કરવા જોઈએ. પછી એ આદમી કાં તો ભાગી જાય છે અથવા તેને મેાતના કિનારે હડસેલી દેવામાં આવે છે.
તો સવાલ એટલો જ છે કે આપણે બધા જીવતા આદમીએ એકમેકને બચાવવા ચાહીએ છીએ, અને એ માટે દુનિનામાં આવવાવાળા જીવાને રોકવાનો પ્રસ્તાવ કરીએ છીએ તો આપણે એમ કેમ ન વિચારીએ કે જીવવાવાળા લોકોમાં જેમનું જીવવું અનુપયુકત છે, ભારરૂપ છે એવા લોકોને લોકસંખ્યમાંથી કમી કરવામાં આવે.
આ વિચાર ક્રાન્તિકારી છે. આજે આ વિચારને સાંભળવા માટે કઈ તૈયાર નહિ થાય. લોકો એમ કહેશે કે હજુ આવી કોઈ કઠણાઈ આપણી સામે આવીને ઊભી નથી. આપણે માની લઈએ કે સ્થિતિ એટલી વિધી. આમ છતાં પણ ન્યાયની વાત વિચારવી તા જોઈએ જ, આજે જે લાક જીવતા છે તેઓ પોતાને ગેારા લોક માને અને જેઓ આ દુનિયામાંથી જવાની તૈયારી કરી રહ્યા છે તેમને ચીની લોક માને અને પોતાની જાતીને બચાવવા માટે અસહાય જાતિને જીવનની હોડીમાં સ્થાન ન આપે તો આ કઠોરતાના આપણે ગંભીરતાપૂર્વક વિચાર તો કરવો જ જોઈએ. જેઓ જીવવાલાયક નથી તેમને બચાવવા, ખવરાવવું અને તેમની ઉમ્મર વધારતા જવું. કયાં સુધી યુક્તિસંગત છે એ વિચારવાની ઘડી આવી ગઈ છે. લેકસસંખ્યાના વિચાર જેમ જનતાના એક છેડેથી કરવામાં આવે છે તેમ જ મરણના બીજે છેડેથી પણ વિચારવા ઘરે છે. આપણી જિજીવિષા (જીવવાની ઈચ્છા) આપણને કાયર ન બનાવે. જેવી રીતે થાકેલા આદમી સેવાનિવૃત્ત થાય છે, તેવી રીતે જીવન માટે અનુપમુક્ત પ્રાણી જીવનનિવૃત્ત થઈ જાય તે યોગ્ય છે, ન્યાયમુકત છે. Àાભાસ્પદ છે.
અનુવાદક: પરમાનંદ
મૂળ હિંદી : કાકા કાલેલકર
તા. ૧૬-૧૨-૬૬
પ્રકી નોંધ
“બીજા છેડેથી વિચારીએ” એક વિલક્ષણ વિચારણા,
જ્યારે કોઈ એક વિશિષ્ટ વ્યકિતનું કોઈ વિશેષ વિચાર રજૂ કરતું લખાણ મારા જોવામાં આવે છે અને તે વિશેષ વિચારને મારી વિવેકબુદ્ધિ અનુમત કરે છે ત્યારે તે લખાણને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવા હું પ્રવૃત્ત થાઉં છું. પ્રસ્તુત લેખ કાકાસાહેબ કાલેલકર જેવી વિશિષ્ટ વ્યકિતના છે અને તેમાં આજ સુધી ભાગ્યે જ સાંભળ્યો હોય એવા વિશેષ વિચાર પણ રહેલા છે, પણ તે ઉપરથી તે વિશેષ વિચારને કોઈ અંશમાં મારૂ બૌદ્ધિક અનુમાદન કે સમર્થન છે એમ કોઈ ન સમજે. ઉલટું તે વિશેષ વિચાર અંગે મેં અત્યન્ત તીવ્ર પ્રતિકૂળ પ્રત્યાઘાત અનુભવ્યો છે. એમ છતાં તા. ૧-૧૨-૬૬ના ‘મંગળ પ્રભાત'માં પ્રગટ થયેલ આ લખાણ (મૂળ હિંદી)ના અનુવાદ હું પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરી રહ્યો છું. એમ સમજી તથા વિચારીને કે, આપણી દુનિયાના વૃદ્ધો વિષે આવી હદ સુધીનો વિચાર કોઈ એક માનવી કરી શકે છે-અને તે કાકાસાહેબ કાલેલકર જેવી અસાધારણ વિશિષ્ટ કોટિની અને ગાંધીવાદને વરેલી વ્યકિત—આ કદિ કલ્પનામાં ન આવે એવી એક ભારે આશ્ચર્યજનક ઘટના છે અને તેથી પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવા જેટલા મહત્વની મને લાગી છે.
કાકાસાહેબ સાથે મારો વર્ષોજૂનાઆશરે ૫૫ વર્ષ પુરાણા---
સંબંધ છે અને તે પરસ્પર ઘનિષ્ટ સ્નેહથી સતત સિંચાતા રહેલા છે. મારે મન તેઓ એક માર્ગદર્શક વડિલ સમા રહ્યા છે. અમારી બન્ને વચ્ચે—જ્યારે પણ મળવાનું બને ત્યારે અને કદિ દિ પત્રો મારફત—–એકધારો વિચારવિનિમય ચાલતો રહ્યો છે. તેમના વિચાર અને વલણાથી ભાગ્યે જ જુદા પડવાનું બન્યું છે. પ્રબુદ્ધ જીવનના અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મારફત યોજાતી પર્યુપણ વ્યાખ્યાનમાળાના તેઓ આદ્યપ્રેરક પુરુષ જેવા છે અને જ્યારે માગ્યો ત્યારે તેમના તરફથી મને પૂરો હાર્દિક સહકાર મળતો રહ્યો છે. મારા વિચારઘડતરમાં તેમના ઘણા મોટા ફાળા છે. આ બધાના પરિણામે કાકાસાહેબની એક Image-પ્રતિમા––મારા ચિત્તમાં પ્રતિષ્ઠિત થઈ છે. તે Image ને કાકાસાહેબના આ લખાણે સખત આઘાત પહોંચાડયા છે અને મારા દિલમાં પ્રશ્ન ઊભા કર્યા છે કે શું આ એ જ અહિંસા, મૈત્રી, કરુણા, અને ગુરુજનસેવાના પ્રરૂપક કાકાસાહેબ છે કે જેમની કલમમાંથી આવે માનવતાઘાતક લેખ જન્મ પામ્યા છે?
આ લખાણ ઉપયુકતતાવાદની ચરમ સીમા રજૂ કરે છે; લખાણના પદે પદે એક પ્રકારની નિષ્ઠુરતા-કઠોરતા-નીતરતી લાગે છે. તેમના વિચારના સમર્થનમાં આપેલા દષ્ટાન્તા કેટલા પ્રમાણભૂત કે વાસ્તવિકતાને વફાદાર છે એ વિષે મન શંકા અનુભવે છે. પ્રસ્તુત લખાણદ્રારા રજૂ થતી વિચારણાનાં implications સીધા તેમ જ આડકતરા સૂચનો—ભારે અનર્થજનક ભાસે છે, આજે કેવળ પોતાના સુખભાગમાં રાચનું યુવાન માનસ વૃદ્ધાવસ્થાને પહોંચેલા વડિલને પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા, કર્તવ્યશૂન્યતા, નફરત દાખવી રહેલ છે, તેને આ પ્રકારની વિચારણા કેટલી ટેકારૂપ બને તેમ છે એને વિચાર આવતાં દિલ કંપે છે. આવા તીવ્ર સંવેદનપૂર્વક અને અચકાતા ખચકાતા મનથી, ભારે હૈયે, આ નોંધ હું લખી રહ્યો છું.
Fair Trade-Praetices Association:
વ્યાઘારવિષયક સદ્વ્યવહાર મંડળ
છેલ્લી ગાંધી જયંતીના શુભ દિને મુંબઈમાં એક નવી વ્યાપારી સંસ્થાનો જન્મ થયો છે. તે સંસ્થાનું નામ છે: “ Fair Trade