________________
Regd. No. MR. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'તુ નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૯
મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૯૬, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ ૯
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ખીજા છેડેથી
પ્રજોત્પત્તિની સંખ્યા કાબુમાં લાવવા માટે જન્મપ્રમાણનું નિયોજન કરવાને લગતા અનેક પ્રકારો વિચારવામાં આવ્યા છે. કિન્તુ શું આ બાબતમાં બીજે છેડેથી વિચારી શકાય તેમ નથી? જન્મ લેવાવાળા અથવા તો જન્મ લેવાની શકયતાવાળા પ્રાણીઓના આગમન ઉપર જેવી રીતે આપણે અંકુશ રાખી શકીએ છીએ (એ પ્રાણીઓની સંમતિથી નહિ પરન્તુ માબાપ અને રામાજની સંમતિથી) તેવી રીતે લોકસંખ્યા ઓછી કરવા માટે મરણદ્વારા આ દુનિયામાંથી વિદાય લેવાવાળાની સંખ્યા શું આપણે વધારી શકતા નથી? આમાં માબાપ અથવા તો સમાજને અભિપ્રાય ગૌણ બને છે; મરણના ઉમેદવાર વૃદ્ધજનાની તેમની પોતાની સંમતિનો પ્રશ્ન જ પ્રધાન બની જાય છે.
પોતાનું જીવનકાર્ય પરિપૂર્ણ થઈ ગયું એમ જોઈને જો મહારાષ્ટ્રના આદ્ય સન્ત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ બાવીશ વર્ષની ઉમ્મરે ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાનું જીવન સમાપ્ત કરી શકે છે. તે સમાજહિતનો ખ્યાલ કરવાવાળા અને લોકસંખ્યાનું નિયમન કરવું કેટલું જરૂરી છે તેને જેમને સાક્ષાત્કાર થયો છે એવા પુખ્ત ઉમ્મરના સજ્જનો પોતાના જીવનને શું સમાપ્ત કરી ન શકે?
જીવન-યાત્રામાં હારીને અથવા પરાસ્ત બનીને અથવા પ્રતિષ્ઠા ખાઈને જે આદમી કાયર બને છે અને આત્મહત્યા કરે છે તેની વાત આપણે નથી કરતા. એવી વ્યકિતના આત્મહત્યા કરવાના અધિકાર હોય યા ન હોય, જ્યારે તે આત્મહત્યા કરી બેસે છે ત્યારે સમાજ એને કશું કરી શકતા નથી. આત્મહત્યાની વિરૂદ્ધ આપણે ગમે તે બાલીએ, પ્રત્યક્ષ આત્મહત્યા કરી રહેલ વ્યકિતની વિરૂદ્ધ કાંઈ પણ કહેવું સમાજને સારું નથી લાગતું. જે રીતે એ મરી ચૂકેલ છે તેના સંબંધમાં કઠોર વચન આપણે શા માટે ઉચ્ચારીએ ? આવી સહાનુભૂતિપૂર્વક સમાજ તેવી આત્મહત્યા વિષે મૌન ધારણ કરવાનું પસંદ કરે છે. આપણે તો, સમાજ-હિતના માટે, ભૂમિના ભાર હળવા કરવા માટે, અને નિરુપયોગી જીવન નાહક ચલાવવાની મૂર્ખતાથી બચવા ખાતર જે લોકો જીવનથી નિવૃત્ત થાય છે, મરણની મદદ લે છે, તેની વાત કરી રહ્યા છીએ. તેઓ તે પોતાના જીવનને કૃતાર્થ જ કરે છે. એવા લોકોને સમાજ તરફથી ધન્યવાદ મળવા ઘટે છે.
ગરીબોના અથવા અકાલ-ગ્રસ્તોના દુ:ખનુ નિવારણ કરવા માટે જે લોકો પોતાનું સર્વસ્વ દાન કરે છે તેમને આપણે દાનશૂર કહીએ છીએ તે સમાજના ભાર હળવા કરવા માટે જીવવા લાયક, જીવવા યોગ્ય લોકોને સગવડ કરી આપવાના હેતુથી જે કોઈ વ્યકિત પેાતાના જીવનને ખતમ કરે છે તેને જીવનવીર કહેવા જોઈએ. યુદ્ધશૂર, દાનશૂર અને જીવનશૂર-ત્રણેને એકસરખા આદરણીય ગણવા ઘટે.
શ્રી મુ`ખઇ જૈન યુવક સ‘ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
એટલું તો અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે જ્યાં સુધી આ આદર્શ બીલકુલ નવા છે ત્યાં સુધી સ્વેચ્છાએ મરણ પસંદ કરવા
વિચારીએ !
વાળા સના સુધી જ આ વિચાર સીમિત ગણવા ઘટે. છે. આજે આપણે સમાજ પાસેથી એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ રીતે લાક–સંખ્યાના ભાર હળવો કરવા માટે જે વૃદ્ધજના જીવનને સમાપ્ત કરવા ઈચ્છે છે તેમને સમાજ તેના કાર્યમાં પ્રોત્સાહન આપે, તેમને પેાતાની માન્યતા આપે અને તેમના સિદ્ધાંતોનું અનુમાદન કરે.
લડાઈના મેદાનમાં એક ઘાયલ સેનાપતિને તરસ લાગી. કોઈએ તેને પીવા માટે પાણી આપ્યું. પાણીના પ્યાલા માં પાસે લાવી રહ્યો હતા એટલામાં તેણે જોયું કે પાસેના બીજો એક સૈનિક પાણી વિના તરફડી રહ્યો છે. સેનાપતિએ તરત જ એ પાણી તે સૈનિકને આપ્યું એમ કહીને કે તમારી જરૂર મારાથી વધારે છે એટલે તમે જ આ પાણી પી જાઓ.”
દુષ્કાળના દિવસેામાં આમ કરવું જ પડે છે. અને યુદ્ધના દિવસેામાં જ્યારે ખાદ્યપદાર્થોની તંગી હોય છે અને હીરા માણેક દેવા છતાં પણ રોટલી મળતી નથી, ત્યારે જેમની ઉપયોગીતા વધારે હાથ તેમને ખવરાવવામાં આવે છે. લોકો કહે છે કે જ્યારે બધાં જાનવરોને આપણે બચાવી શકીએ એમ નથી, ખવરાવી શકીએ એમ નથી, ત્યારે નકામાં જાનવરોને મરવા દેવા અથવા મારી નાખવા અને કામના જાનવરોને બચાવવા એ આપણા ધર્મ બને છે; શુદ્ધ નીતિ આ છે.
અને એક બીજી બાબત પણ વિચારવા જેવી છે. જયારે કોઈ મોટું વહાણ દરિયામાં ડૂબવા માંડે છે ત્યારે તેની ઉપર રાખેલી બે ચાર હોડીઓ પાણીમાં ઉતારવામાં આવે છે અને જહાજ ઉપરના ખારવાઓ અને મુસાફરો પોતાનો જાન બચાવવા માટે આ હોડીઓમાં કૂદી પડે છે.
હવે મોટા ભાગે એમ બને છે કે હોડીમાં હદથી વધારે પડતા આદમી જો એકઠા થાય તો હોડી ડૂબી જાય. આ માટે હોડીમાં હદથી વધારે મુસાફરોને ઉતરવા દેવામાં આવતા નથી અને જો જહાજ ઉપરથી મુસાફરો કૂદકા મારીને હોડીમાં ઉતરતા જાય, ઉતરતા જ જાય, તેા હાડીમાં બેઠેલા મુસાફો કઠોર બનીને નવા ઉતરનારાઓને તરવારથી કાપી નાખે છે. એમ ન કરવામાં આવે તો એક પણ પ્રવાસી બચી શકે નહિ, અને આખી હોડી ડૂબી જાય. હોડીમાં બેઠેલા આદમીઓને બચાવવા માટે નવા આવનારાઓને ખતમ કરવા જ પડે છે.
વાત આટલેથી પૂરી થતી નથી. હોડીમાં ઉંતરવાવાળા લોકો પહેલાંથી પ્રબંધ કરે છે કે હોડીમાં ખાધાખોરાકી અને પીવાનું મીઠું પાણી પૂરા પ્રમાણમાં ભરવામાં આવે. ત્યાર બાદ જ હોડીને કિનારે લઈ જવાની તૈયારી કરવામાં આવે છે. પણ કિનાચે કદિ કદિ આઠ દશ દિવસ સુધી નજરે પડતા નથી, ખારવાનું કામ કરવાવાળા લોકો વારાફરતી હોડી ચલાવે છે, પણ જ્યારે તેમને માલુમ પડે છે કે કિનારો નજર પડતા નથી અને અન્નપાણી ખતમ થવાની તૈયારી