________________
૧૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૬
આપણી કેળવણીની પદ્ધતિમાં સારો અને સંગીન ફેરફાર કરવાની આપણી આશાઓ અને ઈચ્છાને રામરામ જ કરવા રહ્યા.
પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટે ખાસ ટ્રેનિંગ કૅલેજો સ્થાપવી જોઈએ અને એમાં સૌથી સારા અધ્યાપકે નિમવા જોઈએ, આપણે પ્રાથમિક અને માધ્યમિક તેમ જ હાઈસ્કૂલ ત્રણેય જાતની શાળાઓ માટેના શિક્ષકો તૈયાર કરવા એકજ સંસ્થા સ્થાપીએ તો ચાલે. એમ કરવાથી એક ખાસ લાભ છે. બન્ને પ્રકારના શિક્ષકોને કેટલીક મૂળભૂત તાલીમ એક જ જાતની આપવાની હોય છે. એક જ શિક્ષકસંસ્થા હોય તે બેવડાતી તાલીમમાં થતો ખરચ ને સમય બચે. બીજે લાભ એ થશે કે પ્રાથમિક શાળાના શિક્ષક સહેલાઈથી માધ્યમિક અને હાઈસ્કુલ કક્ષાની શાળામાં જઈ શકશે અને માધ્યમિક તેમ જ હાઈસ્કૂલ કક્ષાની શાળાના શિક્ષકો પ્રાથમિક શાળામાં જઈ શકશે. પ્રાથમિક શાળાના શિક્ષક માધ્યમિક શાળામાં જાય તેથી યે વધુ લાભ માધ્યમિક શાળાના શિક્ષક પ્રાથમિક શાળામાં જાય તેથી થશે. તેમ થવાથી પ્રાથમિક શાળાને ચડિયાતા શિક્ષક મળશે, જે વસ્તુ ઘણી મહત્વની છે, કારણ કે આપણને પ્રાથમિક શાળામાં કેળવણીના સારામાં સારા શિક્ષકોની ખાસ જરૂર છે.
આપણા દેશમાં નિશાળના મકાનને કશું મહત્ત્વ અપાતું નથી. પ્રાથમિક શિક્ષણની નિશાળે- ખાસ કરીને ગામડામાં - શિક્ષણપ્રદાન માટે તદન અયોગ્ય એવાં મકાનમાં બેસે છે. તમને આ વાતની ખાતરી ન થતી હોય તે ગામડાની એક કે બે ઓરડાવાળી પ્રાથિમક શાળાઓ જઈ આવવા મારી વિનંતી છે. એમાં હવા આવવાની સગવડ ઓછી હોય છે અને અજવાળું પણ ઓછું જ આવતું હોય છે અને આવી નિશાળે એક બે નથી પણ સેંકડો અને હજારો છે. આપણે નિશાળનાં આદર્શ મકાનની ડીઝાઈન તૈયાર કરવા માટે કાબેલ અને કલ્પનાશીલ આર્કીટેકટ રોકવા જોઈએ. તેમને કહેવું જોઈએ કે
તુ અને હવામાનના ફેરફારને અનુકૂળ આવે તેવાં મકાન તમારે તૈયાર કરવાનાં છે. તમે કહેશે કે આ પણ પૈસાની વાત થઈ. પણ સારાં મકાનમાં વાવેલા પૈસા પણ ઊગી જ નીકળવાના છે. એટલે આપણે એ પૈસા ખર્ચવા તૈયાર રહેવું જોઈએ. સારી કેળવણીને લાભ દામ કમાતા ઉદ્યોગે કરતાં પણ વધારે મોટો છે. આપણે છેલ્લા કેટલાંક વર્ષોથી આપણા કામદારોની સ્થિતિ કામ કરતી વખતે સારી અને અનુકુળ બને તે માટે કારખાનામાં હવાઉજાસ વગેરેના નિયમે કરેલા છે.
આવા જ નિયમે નિશાળમાં સારું ભણતર મળે તે માટે નિશાળના - મકાન અંગે કરવાની જરૂર છે. '
માધ્યમિક શાળાનો પ્રશ્ન પણ આ જ છે. સારાં મકાને અને સારી તાલીમ પામેલા શિક્ષકોને અભાવ. અને પ્રાથમિક શાળાના પ્રશ્નને તાકીદને ગણીને ઉકેલવાને છે તે જ રીતે માધ્યમિક શાળાના આ પ્રશ્નને પણ એટલે જ તાકીદને ગણવું જોઈએ.
સારા શિક્ષકોને પણ સારાં પાઠય પુસ્તકોની જરૂર પડવાની. વળી શિક્ષણ આપવાની સુવ્યવસ્થિત યોજના પણ તેમની સમક્ષ આપણે મૂકવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે કેળવણી માટે સારો અભ્યાસક્રમ નક્કી કરવાની ખૂબ જ આવશ્યકતા છે. આખા રાજ્યને દષ્ટિમાં રાખીને આવા અભ્યાસક્રમ ઘડવા જોઈએ. આમાં કોઈ ફેરફાર આવશ્યક લાગે તો તે તરત કરવા જોઈએ. પણ ખરી મહત્ત્વની વાત એ છે કે શીખવવાની તેમ જ નાનાં બાળકોનું માનસ સમજવાની પદ્ધતિમાં ઉત્તરોત્તર સુધારો થયા કરવો જોઈએ. પાઠયપુસ્તકો અને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આપણે આપણા અંતિમ હેતુ ધ્યાનમાં રાખવા જોઈએ. એ અંતિમ હેતુઓ આ છે: આપણે બાળકોને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખવવું છે, પોતાની મેળે વિચારતાં શિખવવું છે, પોતે જ વિષયો પસંદ કરે છે તેમાં વધુ જ્ઞાન મેળવવા માટે મૂળભૂત બુદ્ધિશકિતવાળા બને અને સારા નાગિરક બની પોતાના કુટુંબ અને સમાજ સાથે સંપ, એકદિલી ને સહકારથી જીવનવ્યવહાર કરે તે જોવું છે.
* એક બીજી વસ્તુને આપણે સ્વીકાર કરવો જોઈએ કે દરેક વિદ્યાર્થીમાં યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા જેટલી બુદ્ધિશકિત નથી હોતી. વળી કેટલાક વિદ્યાર્થીઓ પોતાના હાથનો ઉપયોગ મગ- જના ઉપયોગ કરતાં વધારે સારી રીતે કરી શકતા હોય છે. એટલે આપણે દરેક વ્યકિતને વાંચતાં લખતાં અને વિચાર કરતાં આવડે એટલી પાયાની
કેળવણી આપવી જોઈએ. પરંતુ દરેકને ઉચ્ચ શિક્ષણ આપવું જ જોઈએ અથવા તે મળવું જ જોઈએ એ જરૂરી નથી. અને આ દષ્ટિએ જ, આપણી કેળવણીની પદ્ધતિ, બાળકોની સાચી સેવા કરે એવી હોવી જોઈએ. જેમને ઉચ્ચ અભ્યાસ કરવા નથી અથવા જેમની એટલી બુદ્ધિશકિત નથી તેમને માટે આપણે ટેકનિકલ ટ્રેનિંગની વ્યવસ્થા કરવી જોઈએ, જેવડે તે કમાઈ શકે અને એ પોતાને જીવનવ્યવહાર ચલાવી શકે, આપણે યુનિવર્સિટીની ડિગ્રી ઉપર ઘણે ભાર મૂકી દીધા છે. આપણે એને જે મહત્ત્વ આપ્યું છે તે ધીરે ધીરે ઓછું કરવું પડશે. સરકારમાં અથવા ખાનગી સંસ્થાઓમાં મોટા ભાગની નોકરી માટે યુનિવસિટિની ડિગ્રી ખરું જોતાં જરૂરની નથી. પણ આ વસ્તુને અમલ આપણે કયારે કરી શકીએ? તે જ કે જો આપણે જે બાળકોને એસ. એસ. સી. સુધીનો અભ્યાસ કરાવીએ, તેમને પૂરતી ને ખરેખરી કેળવણી આપી હોય. પ્રાથમિક અને માધ્યમિક શાળાની તાલીમ ઉપર હું આટલો બધો ભાર મૂકું છું તેનું બીજું કારણ આ છે. જો એ કેળવણી બરાબર આપીએ અને રોજગારમાં જવા માટેની પાયાની તાલીમ બરાબર આપીએ તે વધારે જવાબદારીભર્યા કામ આ વિદ્યાર્થી જરૂર કરી શકશે. - જો આપણે આ રીતે મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ અને વિદ્યાથિનીઓને થોગ્ય તાલીમ આપીને બીજી દિશામાં વાળી શકીશું તો તેઓ સારા નાગરિકો બનશે; અને કોલેજો અને યુનિવર્સિટીમાં ધસારે ઓછા થતાં એ કક્ષાએ પણ સાચી કેળવણી આપવાને આપણને અવકાશ મળશે. આજે તે કૅલેજને નામે ઓળખાતી સંસ્થાઓમાં આપણે શિક્ષક તરીકે જુવાન ગ્રેજ્યુએટો ભરી દીધા છે. એમને શિખવવાને કોઈ જાતને અનુભવ નથી, કશી તાલીમ નથી અને ઘણી વાર તે એમને પ્રથમ કક્ષાની,-પહેલા વર્ગની - ડિગ્રી પણ હોતી નથી. આવા અધ્યાપકોનું શિક્ષણ અતિશય ખરાબ હોય તેમાં નવાઈ શું? એટલે જ એમ. એ. અને બી. એ. ના ઢગલાના ઢગલા બહાર પાડવા છતાં આપણને કોઈ પણ વ્યવસાયમાં શકિતવાળા યુવાનો શોધ્યા જડતા નથી. આને અર્થ એ નહીં કે આપણે ત્યાં બુદ્ધિશકિત અને આવડતવાળા માણસને અભાવ છે. આપણા દેશમાં એવા માણસે છે, પણ આપણે એમની આવડત અને શકિતઓને પુરેપુરી વિકસાવવાની તક જ આપતા નથી.
જ્યાં સુધી આપણને કેળવણીને સંગીન અને સુવ્યવસ્થિત કરવાનું સૂઝશે નહીં ત્યાં સુધી આપણે મહાન વૈજ્ઞાનિક, ઈજનેરો, અર્થશાસ્ત્રીઓ, રાજકારણના નિષ્ણાતે, ઈતહાસકારો અને ફલસુફો ઉત્પન્ન કરી શકીશું નહીં. એ જ રીતે પાયાથી ઉચિત ને વ્યવસ્થિત કેળવણી નહિ આપીએ તે ઉદ્યોગીકરણવાળા સમાજમાં જાત જાતનાં જે કામે અને ફરજો પાર પાડવામાં આવે છે, તે પાર પાડવા માટે ટેકનિકલ જ્ઞાનવાળા માણસો પણ મેળવી શકીશું નહિ,
હવે આપણે એટલું તે સમજી લઈએ કે કેળવણીને સૌથી વધારે મહત્ત્વ આપવું જરૂરી છે. કમભાગે આપણે હજુએ નક્કી કર્યું નથી કે આપણે ઉત્પાદક બાબતે કરતાં કેળવણીને વધારે અગ્ર આગળનું સ્થાન આપવું જોઈએ કે પાછળનું. જો આપણી પાસે મજબૂત શરીર, મન અને ઉત્સાહવાળા માણસો નહિ હોય, તે આપણે સારી રીતે ઉત્પાદન પણ નહીં જ કરી શકીએ. એટલે જો સાચા અર્થમાં સમજીએ તે આપણે આપણી દરેક પંચવર્ષીય યોજનામાં કેળવણીને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ, ખેતી અને ઉદ્યોગ કરતાં પણ વધારે મહત્ત્વનું. આપણે હિંમતપૂર્વક આપણી કેળવણીની પદ્ધતિ નવેસરથી ઘડવી જોઈએ. એને પાયો ખૂબ મજબૂત કરવા જોઈએ અને તે કોઈ પણ ભેગે.
ટૂંકમાં આપણી કેળવણીની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે શારીરિક અને માનસિક બન્ને જાતની શકિતથી સંપન્ન યુવક – યુવતીઓ તૈયાર કરે, જે ઉત્પાદન ક્ષેત્રે તેમ જ અન્ય રાજય ને સમાજ વ્યવસ્થાના વહીવટ માટે જોઈતી વિવિધ આવડત ને કારીગીરીની જાણબુઝવાળા હોય, અને લોકશાહી તંત્રને શોભાવે એવા નાગરિક તરીકે પોતાના કુટુંબ ને સમાજમાં સહકારથી જીવન ગાળે એવા ચારિત્ર્યવાન હોય.
એચ. એમ. પટેલ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ , ,