SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૧૬ 7 પ્રભુ જીવન કેળવણી અગેના વ્યાપક અસતાષનું વિશ્લેષણ (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અપાયેલા વ્યાખ્યાનની નોંધ) મારા ભાષણનો વિષય જ સૂચવે છે કે આખા દેશમાં કેળવણી *વિષે ખૂબ અસંતોષ છે, અને એ અસંતષ સૌને હૈયે વસી ગયેલા છે. આ અસંતષ સાચા છે. દરેક જણ સ્વીકારે છે કે આપણી કેળવણીની પદ્ધતિમાં ખામી છે. જેમણે પરિસ્થિતિના વધારે અભ્યાસ કર્યો છે, તેઓને સવિશેષ અસંતોષ રહે છે. એક તો આપણા યુવક અને યુવતીએ અભ્યાસને અંતે કોલેજ છેડે છે ત્યારે પણ પાતાના વિષયનું જ્ઞાન તેમને હોતું નથી. બીજું, જીવન પ્રત્યેની તેમની દ્રષ્ટિ તદૃન અપરિપકવ હોય છે. જ્યારે વિદ્યાર્થી એસ. એસ. સી. પાસ કરે છે, ત્યારે અપરિપકવ તા હોય જ છે, અને કોઈ કામ કરવાની – કોઈ પણ નોકરી સ્વીકારવાની—તેનામાં લાયકાત હોતી નથી. આમાંના ઘણા પ્રાથમિક શાળાના શિક્ષક બની જાય છે. એઓ પોતે જ અપરિપકવ હોય, એમનાં મન સ્થિર ન હોય, તો એ લોકો નાનાં બાળકોને કઈ રીતે ભણાવી શકે? અને પરિણામે જે વયમાં, બાળકોને સૌથી સારી તાલીમ મળવી જોઈએ, એ જ વયમાં એમને સૌથી ખરાબ તાલીમ મળે છે. આપણી કેળવણીની પદ્ધતિ તરફ નજર કરું છું ત્યારે આપણા કેળવણીના યાજકોએ દષ્ટિના કેવા અભાવ બતાવ્યા છે તે જોઈને છક થઈ જવાય છે. અભ્યાસક્રમ નક્કી કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું છે તેઓએ ક્યઃ આશયથી યા તે કયા સાધ્યની સિદ્ધિ માટે પ્રાથમિક, માધ્યમિક અને કાલેજના એમ ત્રણે અભ્યાસક્રમેા નક્કી કર્યા હશે? આપણે કઈ જાતના યુવક યુવતીએ તૈયાર કરવા છે તેની કશી દષ્ટિ અભ્યાસક્રમ ગોઠવનારાઓ સામે દેખાતી નથી. એમ લાગે છે કે આપણે માત્ર ભણેલાની સંખ્યા વધે એ જ * બાબત ઉપર ભાર મૂકયો છે. આપણે અનેક પ્રાથમિક શાળાઓ ઉઘાડી છે અને નિશાળે જતા છેકરાઓની સંખ્યા વધારી છે. પણ આપણે એ જોવાની તસ્દી નથી લીધી કે વિદ્યાર્થીઓ ખરેખર શાળામાં જાય છે કેમ, શું શીખે છે, અને તેમને શિખવવાને માટે યોગ્ય વ્યકિતઓ છે કે કેમ? આપણે એમ માની લીધું છે કે સમય વીતતાં બધું બરાબર થઈ જશે, અને વિદ્યાર્થી ઉપલાં ધારણામાં જશે એટલે નીચેની ખામીઓ આપોઆપ દૂર થઈ જશે. માધ્યમિક શાળામાં પણ આપણે યોગ્ય અભ્યાસક્રમ ઘડવાની કાળજી રાખી નથી. તે જ રીતે આપણે સારા શિક્ષકો શોધવાની તસ્દી લીધી નથી. ગુણવત્તા પ્રત્યેની આ બેદરકારી દરેક તબક્કો જોવા મળે છે. આપણે બિલકુલ બેજવાબદાર રીતે નવી નવી યુનિવર્સિટીઓ અને નવી નવી કાલેજો ઊભી કરતા આવ્યા છીએ. આ વેગને લીધે ગુણવત્તા પાતળી પડી ગઈ છે. એકવારની સારી સંસ્થાઓ પણ હવે સારી રહી નથી. કારણ કે તેના અધ્યાપકો વધુ પગાર મળતાં બીજી સંસ્થાએમાં ચાલ્યા ગયા છે. આ રીતે શિક્ષણનું ધારણ બધી દિશામાં નીચું ઉતરી ગયું છે. આપણે કેટલાંય ઍજ્યુકેશન કમિશન નીમ્યાં છે. એમના અહેવાલા સુંદર છે. પણ આપણે એમને કદી અમલમાં મૂકયા છે ખરા? આપણા રોજિંદા વહેવારમાં આપણે કેળવણી વિષે કોઈ નીતિ અપનાવી નથી. આ વસ્તુને ખ્યાલ આવ્યા એટલે આપણે છેલ્લું ઍજ્યુકેશન કમિશન નીમ્યું અને તેને અનેક બાબતોની વ્યાપક તપાસ કરવાનું કામ સોંપ્યું. તે કિમશને દળદાર અહેવાલ બહાર પાડયા છે, પણ એના અમલ તા કરીએ ત્યારે! એ અમલ થશે કે કેમ તે વિષે શંકા જ રહે છે. મને ભય છે કે આપણે આ જ રીતે કોઈ પણ નક્કી હેતુ વિના આમ તેમ ઘસડાયા કરીશું; કારણ કે આપણે આપણા ઉદ્દેશ નક્કી કરી લીધા નથી. કોઈ પણ સાચી કેળવણીની નીતિ સાચી જીવનપદ્ધતિ સાથે સંકળાયેલી હોવી જોઈએ. આપણે નિર્ણય કર્યો છે કેઆપણે લોક ૧૫૭ શાહી રીતે જીવવું છે. આથી લોકશાહી સમાજના મહત્ત્વના ગુણા આપણા બાળકોમાં ઉતરે તેનું ધ્યાન આપણી કેળવણીની નીતિમાં રાખવું જોઈએ. લોકશાહીમાં વ્યકિતઓના સૌથી વધુ ને સર્વાંગી વિકાસ થાય એવાં મૂલ્યોનો સમાવેશ થાય છે, કારણ કે લેાકશાહી સમાજમાં વ્યકિતનું સ્થાન મહત્ત્વનું ગણાય છે, ગણાવું જોઈએ. આપણે લોકશાહી બંધારણ ઘડી લોકશાહી રાજ્યવ્યવસ્થા સ્વીકારી છે. એનો અર્થ એ કે આપણે કેટલાંક ગુણા, કેટલાક ધ્યેય અને કેટલાંક મૂલ્યો સ્વીકારેલાં છે. લોકશાહી પ્રજાજન તરીકે લોકોએ નિ:સંશય પોતાની ફરજો બજાવવી જોઈએ, એટલે કે, તેમણે હંમેશાં શિસ્તપૂર્વક વર્તવું જોઈએ. આ શિસ્ત બહારથી લાદેલી ન હોય, પરંતુ તેમના અંતરના ઊંડાણમાંથી પ્રેરાયેલી હોવી જોઈએ. શિસ્ત એમના સ્વભાવમાં વણાઈ જવી જોઈએ, કારણ કે કોઈ પણ પ્રજા શિસ્ત વિના વર્તે તો પહેલાં અવ્યવસ્થા અને જોરજુલમ થાય અને પરિણામે સરમુખત્યારશાહી આવે. કોઈ પણ લોકશાહીમાં માનનારને આ વસ્તુ ન જ ગમે. લોકોએ સમજવું જોઈએ કે જૂથનાં હિતેા રાષ્ટ્રનાં હિતા આગળ સદા સર્વદા ગૌણ છે. આપણે સૌએ અંગત હિત કરતાં જાહેર કલ્યાણને વધારે ઊંચું સ્થાન આપવું જોઈએ. આપણા લોકોએ હકીકતલક્ષી દષ્ટિએ સ્પષ્ટતાથી તેમ જ વિવેકપૂર્વક વિચાર કરવા જોઈએ, આત્મવિશ્વાસ પણ રાખવા જોઈએ અનેએકંદરે સમતોલ દષ્ટિ-બિંદુ કેળવવું જોઈએ. કોઈ પણ સદ્ધર કેળવણીવિષયક નીતિનું પહેલું ધ્યેય એ હોવું જોઈએ. કે નિશાળ, કાલેજ અને યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીએ બહાર પડે તેમનામાં અમુક મૂલ્યો હોવા જ જોઈએ, જેથી તેઓ જીવનના ભરણપોષણ ને વ્યવહાર માટે ગમે તે વ્યવસાય સ્વીકારે, છતાં યે એમનામાં લોકશાહીના સાચા નાગરિક બનવાની યોગ્યતા આવેલી હોય. વહેવારમાં આના અર્થ એ કે કોઈ પણ તબક્કે આપણે કેળવણીની ગુણવત્તા ઘટવા દેવી ન જોઈએ. આ સાધવાને માટે કોઈ ટૂંકા રસ્તા છે જ નહિ. આપણે આપણી પ્રાથમિક નિશાળાને માટે સારાં મકાન બાંધવાં પડશે, અને સારી તાલીમ પામેલા અને કાબેલ શિક્ષકો રાખવા પડશે. આપણે હજી આ ક્ષેત્રે ઘણા પંથ કાપવાના બાકી છે. અને વળી આપણે પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી છે, જેથી યોગ્ય તાલીમ પામેલ શિક્ષકો મેળવવાના વેગ આપણે ઘણા વધારવા જોઈએ. આ જ ખરી પ્રારંભની વાત છે. એટલે આપણે સૌ પ્રથમ તે સાચી કોટિના અને સાચી શકિતવાળા શિક્ષકો શોધી તેમને શરૂ આતથી જ સારો પગાર આપવો જોઈએ અને પગારનું ધારણ એવું બાંધવું જોઈએ કે એ વ્યવસાય સ્વીકારનાર કાયમને માટે એને વળગી રહે. બીજે વધુ પૈસા મળે ત્યારે ભાગી ન જાય. મારી આ દલીલમાંનું સત્ય સ્વીકારીને એજ્યુકેશન કમિશને શિક્ષકોના પગારમાં મેટો વધારો સૂચવેલા છે. આજે પટાવાળા કરતાં પણ પ્રાથમિક શાળાના શિક્ષકનો પગાર ઓછે છે. પણ કિંમશનની આ ભલામણોનો સ્વીકાર થાય તે એકે એક રાજ્યનાં કેળવણી—વિષયક બજેટ ઘણાં મોટાં થઈ જશે. કારણ કે નીચેના સ્તરે પગારના વધારા કરીએ, એટલે હાઈસ્કૂલ અને કોલેજોમાં પણ પગાર વધારવા જ પડે. આમ છતાં આ રીતે ખર્ચમાં જે મોટો વધારો થશે તે અનિવાર્ય ગણીને સ્વીકારી લેવા જોઈએ.એમ ન કરીએ તે આપણી કેળવણી આજે જે વિષચક્રમાં અટવાઈ ગઈ છે તેમાંથી કદી છૂટી થઈ નહીં શકે. પણ મને ભીતિ છે કે ખર્ચનું બજેટ ઘણું વધી જાય એટલા માટે જ એજ્યુકેશન કમિશનની આ ભલામણ અભરાઈએ ચડાવવામાં આવશે. આ ભલામણાના સ્વીકાર તો જ થશે, જો આખી પ્રજા એને ટેકો આપશે અને એને અમલમાં મૂકવાનું દબાણ કરશે. સરકાર જો આ ભલામણેા નહીં સ્વીકારે તે
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy