SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઝબુક જીવન તા. ૧-૧૨-૧૬ કુતૂહલ, વ્યથા-વેદનાને આટઆટલી તૈયારી–આ બધું આવીને અટકી ગયું એક પત્થરની મૂર્તિનાં ચરણોમાં. કેટકેટલાં મરણ ને રોગ, કેટકેટલે કલેશ ને કેટકેટલી પીડ, રસ્તામાં બની ગયેલી કેટકેટલી ઘટનાઓ, ને સંઘર્ષો આજે શું એ બધાનું કશું મૂલ્ય નહિ? કોણ કહે છે કે મૂલ્ય નથી? કેટકેટલે યુગયુગાંતર, કાલકાલાંતરવ્યાપી લોકપ્રવાહ અવિકાન્ત વહેતે આવે છે આ વિરાટને તીરે, કોટિ કોટિ પિપાસાર્ત હૃદયો મુકિતની વાસનાથી વિગલિત અશ્રુથી આના ચરણમાં આવીને ઢળે છે. આજે મારા જેવા મામુલી માણસના શિથિલ સજોહ અને અવિશ્વાસથી શું કાંઈ એનું મૂલ્ય ઘટી જવાનું છે? એટલું બધું અભિમાન તો હું રાખતા નથી. ચારેતરફ એક વાર જોયું. મારા બધા સ્નાયુઓની અંદર કોઈ અદભુત પ્રકારનું આંદોલન જાગી ઊઠયું હતું, એનું નામ જ શું નાસ્તિકની આત્મગ્લાનિ ! આને જ શું અવિશ્વાસવાદીની અવચેતનાની પ્રતિક્રિયા કહેવી? પણ મારા સ્વાભાવિક અભિમાનને થવા દો લુપ્ત. મારા વ્યકિતસ્વાતંત્ર્યના નિષ્ફળ દંભને ભૂંસાઈ જવા દે. હું એ લોકોમાં જ એક જણ છું, આ લેકેની જેમ, ભકિતરસથી પ્લાવિત એવી ભરતીમાં હું પણ તણાઈ જવા ઈચ્છું છું, એ બધાની સંમીલિત પ્રાર્થનામાં હું પણ મારો સૂર મિલાવીને મને પણ કહેવાની ઈચ્છા થઈ કે, “હે દેવાધિદેવ, મારી શંકા ને અવિશ્વાસને દૂર કરે. મારી જે જંજાલ છે તેને હટાવી દો! હે પારસમણિ ! જે મલીનતા, જે કુરૂપતા, . જે વિરૂપતા, જે કાંઈ આવરણ એ બધાને તારા સ્પર્શથી સુંદર બનાવી દે, દૂર દૂરના પ્રાચીનકાળથી જે તારા દર્શનની કામનાથી, આ મુશ્કેલ ને દુર્ગમ રસ્તે અનેક સંખ્યામાં આવે છે, મહાકાળના પ્રવાહના વેગમાં, જે અદશ્ય થઈ ગયા છે, હે ભગવાન, યુગયુગાંતરના એ કોટિકોટ અગણ્ય અને નગણ્ય નરનારીની મેક્ષલાભની અતૃપ્ત વાસના મારા આ તૃષાતુર હૃદયમાં પણ રહેલી છે.. તું એને મુકિત દે. અવિશ્વાસ, સદેહ, ઢંદ્ર બધું જ ચાલ્યું જાય એવું કરી દે. હું એ જ પ્રાચીન કાળને હિન્દુ છું, એ જ ચિરંતન હિન્દુકુળમાં મારો જન્મ છે, મારી નસેનસમાં વહેતા લેહીમાં હિન્દુની એક આદિકાળની શુચિતા છે. તમારા ચરણતલમાં હું પણ આળેટું, ને ધન્ય બનું, કૃતાર્થ બનું એવું કરી દે.” ભારે મન લઈને હું બહાર નીકળીને પાછા અમારે ઉતારે આવી પહોંચ્યો. નીલ આકાશમાં તડકો ચમકતે હવે, બન્ને બાજુએ ફીણ જેવાં સફેદ બરફમય પર્વતશિખર પર સૂર્યકિરણ પ્રતિબિંબિત થઈને અપૂર્વ શેભા ફેલાવતું હતું. મહાયોગીની લટકતી જટાની જેમ બરફની ધારાઓ ઝરણાંનું રૂપ લઈને નીચે ઉતરી આવતી હતી. દૂર દૂર મંદિરમાં ઝાંઝ વાગતાં હતાં, પેલી તરફના પહાડની નીચે એક સરકારી બંગલો હતો. એની પાસે જ કમળ લીલી ખેતીની જમીન હતી. ત્રણચાર મહિનામાં જે કાંઈ ફસલ ઉત્પન્ન થઈ શકે તે જ, પછી તે શરદઋતુની શરૂઆતથી ધીરે ધીરે આખું રાજ્ય બરફમાં સમાધિ લઈ લે. ગ્રામવાસીઓને નીચે ઉતરી જવું પડે. બદરીનાથનું મંદિર અદશ્ય થઈ જશે, પુજારી રાવળ મહાશય જઈને જોશીમઠમાં રહેશે. ત્યાંથી જ. શિયાળામાં એ બદરીનાથની પૂજા કરે છે. દાદા !” મારા કાન પાસે કંપિત કંઠમાંથી અવાજ આવ્યો. મોઢું ફેરવીને જોયું. એ કંઠવર હું આજે પણ ભૂલ્યા નથી. તમે આવ્યા છો કે? મઝામાં તે છો ને?” બ્રહ્મચારીને હું તરત તો ઓળખી શકયો નહિ, ઓળખી શકાય એમ હતું પણ નહિ. સૂકાયેલને રૂક્ષ દેહ, ટાઢથી સૂકાઈ ગયેલું ફાટેલું મો, બને પગમાં પડેલા ચીરાડામાંથી વહેતું લેહી, સૂજી ગયેલા હાથ પગ–એ હું કરીને નિસાસા નાંખતે મારી પાસે આવીને બેઠો. એણે કહ્યું, “કેટલાય દિવસથી તાવ આવે છે, ને આ પગમાં તે પીડા એવી શાય છે કે મારું મન જ જાણે છે.” બોલતાં બોલતાં એની આંખમાં પાણી આવ્યાં. પગમાં આ થયું શી રીતે?” મધમાખી કરડી એની બધી મેકાણ છે. દાદા! તમારા મેં ઘણા ગુન્હા કર્યા છે. મેં તમને છોડી દીધા તેની આ સજ મારે ભેગવવી પડી. મને માફ કરે.” એના ડાબા પગમાં વાળથી કોડી બાંધેલી હતી. એ તરફ એકવાર મેં નજર કરી અને કહ્યું, “માફ કરવાનું વળી શું હોય? તમે મને એક વાર છોડીને આવેલા, એ વાત તે હું કયારને ય ભૂલી ગયો છું.” મારી આ વાત ખોટી નહોતી. જે બ્રહ્મચારી તરફ તે દિવસે મમતા અને સ્નેહથી હું આંધળો થઈ ગયો હતો, જેને છોડતાં મારું હૃદય ભાંગી પડતું હતું, આજે એને વિશે મારામાં કશી જ ભાવના નહેતી, મારા મનનું સ્તર ધોવાઈ, લૂછાઈને સાફ થઈ ગયું હતું. બ્રહ્મચારીને વિશે મારું હૃદય આજે તદૃન ઉદાસીન હતું. વિચાર કરું છું, કે આ પગને લઈને હું શી રીતે હિમાલય પાર કરી શકીશ—મને લાગે છે કે હું હવે નહિ જીવી શકું.” ' કહ્યું, “બધા એક દિવસ મરવાના તે છે, બ્રહ્મચારી.” બ્રહ્મચારી થોડી ક્ષણ કાંઈ બોલ્યો નહિ. પછી એણે કહ્યું “તમારી આશામાં ને આશામાં હું અહીંયાં ચાર દિવસથી રહ્યો છું. રોજ બે એક વાર તમને શોધવા નીકળું છું. આખરે તમે આવી પહોંચ્યાને? હું જાણું છું કે તમે મારી બધી માગણી પૂરી કરવાના જ છે.” તે પછી પાછું એણે કહ્યું, “ઉપવાસ કરતે કરતે આવ્યો છું. ઉપવાસ કરતે કરતે પાછો જઈશ. પણ રામનગરથી વૃન્દાવન સુધીનું જો ગાડીભાડું ન હોય તો ચાલે જ નહિ. હું ફક્ત તમારે ભરોસે જ ” મેટું ઊંચું કરીને મેં એની તરફ જોયું ત્યાં એ પાછો બેલ્યો. “જે મને તમે થોડા પૈસા આપે-” એક દિવસ મેં મારી જાતે જ બ્રહ્મચારીના ખરચાની જવાબદારી મારે માથે લઈ લીધી હતી, પણ મારું હૃદય જે તે વખતે હતું તે મરી પરવાર્યું હતું. એની કરૂણ વિનંતિને ઉત્તર નિર્દયતાથી આપતાં મેં કહ્યું, “હું કાંઈ મારી જોડે જમીનદારી તો બાંધી નથી લાવ્યને?” જોતજોતામાં તે એનું મોટું અપમાનથી, બીકથી, ભયથી ને નિ:સહાયપણાના ભાવથી, સફેદ પૂણી જેવું થઈ ગયું. એનું સુકલકડીને રોગી શરીર એને આ લાગેલે આઘાત સહન કરી શકયું નહિ, એણે પથ્થરને ટેક લીધે, મેં કહ્યું, “હું કાંઈ દાન કરવા અહીં આવ્યો નથી, પુણ્ય કરવાને પણ નહિ, મારી પાસેથી તને પૈસા નહિ મળે.” “ડાક પૈસા. આઠેક આના તો આપે......” સખ્ત અવાજે કહ્યું. “ના.” બ્રહ્મચારીએ બીજું કશું કહ્યું નહિ, કત મૂંગા મૂંગા જ એના નિષ્ક્રિય એવા પગમાં શકિત લાવીને એણે નીચાવળી મને નમસ્કાર કર્યા. પછી મહામહેનતે ઊઠીને ધીરે ધીરે ચાલી ગયે. બ્રહ્મચારીની કથાનું આ પરિશિષ્ટ. આ પણ જીવનનું એક પાસું છે. જે આપણને આઘાત અપે. જે આપણે તિરસ્કાર અને અપમાન કરે, તેને હાથ જોડીને નમસ્કાર કરવાની વૃત્તિ થાય એ પણ એક અજાયબી જ છે ને? ને બીજી તરફ જે મારી આગળ આત્મસમર્પણ કરે છે, મારો ટેકે લઈને જે જીવવા ઇરછે છે, તેની નિર્દયતાભરી અવગણના, નિષ્ફર ઉદાસીનતા એ પણ જીવનનું એક પાસું જ છે ને? જીવનની ગતિ સીધી દિશામાં નથી હતી. ઈશ્વર ઉદાસીન છે એટલે જ એને મેળવવા માટે આપણે આટલે આગ્રહ રાખીએ છીએ, ને આટલા વ્યાકુળ બનીએ છીએ. જો દેવે વાતવાતમાં આપણને મળતાં હોય, તો એમની કિંમત પણ ઘટી જાય ને આપણી કામના અને આપણું કુતૂહલ પણ લુપ્ત થઈ જાય. પ્રેમ બે પ્રકારના હોય છે. એક પ્રકારમાં એક જણનું અવલંબન લઈને હૃદય રંગ ને રસથી તરબળ બની જાય છે, પ્રેમને કેન્દ્રિત કરીને મનુષ્યને આત્મવિકાસ થાય છે તે બીજા પ્રકારમાં જેને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાપ્ત થવું શક્ય નથી તેની પાછળ આપણે દોડીએ છીએ. અનેક મનુષ્યમાં આપણે લાંબા સમયથી જેની ઝંખના કરતા હોઈએ છીએ, તે આપણા મનના માનવીને, શોધતા શોધતા ચાલ્યા જઈએ છીએ, અનેક જીવનના ઘાઘાટે એને ઢુંઢીએ છીએ, અને ફોગટ વારાફેરા કરીએ છીએ. અનુવાદક: મૂળ બંગાલી : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy