SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-હું બુદ્ધ જીવન મહાપ્રસ્થાનના પથ પર ૧૭ જેઠ સુદ બારસ ૧૯૮૯ (બંગાળી ૧૩૩૯, ઈ. સ. ૧૯૩૩) આજના દિવસ મહાકાલની માતાના જપ કરવાને નહિં રહે. આ હિમકણાથી ભરેલું ધૂમ્મસભર્યું પ્રભાત મારા આયુષ્યથી કાંઈક ભિન્ન લાગે છે. મૃત્યુના અંધકારને ઠેલતા ઠેલતા અમે એક નવા લાકમાં આવી પહોંચ્યા હતા. એથી જ તે પહેલાં તે મનમાં થયું કે અમે બચીશું નહિ, આ તો એક નિર્દય પ્રોભન છે, અમર્ત્ય મરીચિકા છે. દૂરથી જ્યારે બદરીનાથ ગામનાં પહેલવહેલાં દર્શન થયાં, ત્યારે જ આવા જ વિચારોમાં ડૂબ્યો હોવાથી હું કશું બેાલી શકયા નહિ, આનંદ અને ઉલ્લાસ કરી શકું એવી નહાતી શારીરિક સ્થિતિ કે નહોતી માનસિક, ક્યાંથી હાઈ શકે ? અમે તે! જલી - જલીને ક્ષીણ બની ગયા હતા. તેલના દીવાની વાટની જેમ. લાંબા પચીશ દિવસના એ દુ:ખમય . ઈતિહાસ પાછળ રહી ગયો. એને તે અમે ભૂલી ગયા હતા. આજે અમારી યાત્રા પૂર્ણ થઈ હતી. દુ:ખની જવાળામાંથી છૂટકારો હતા. જે કેડીએ એક દિવસ ગામની સીમા વટાવી હતી, અરણ્ય અને નદીને પાર કર્યા હતાં, દેશ અને મહાદેવમાં જે અવતીર્ણ થઈ હતી, આજે એ જ કેડી વિશ્વની તરફ ફેલાયલી હતી. મારી તે દિવસની સામાન્ય તીર્થયાત્રાએ આજે વિરાટના ચરણસ્પર્શ કર્યો હતો. મારા મને કહ્યું, “તું આ જ છે કે ? આ જ તારું રૂપ કે?” જેને માટે હું અહીં આવ્યો, તે કાંઈ મંદિરમા નથી. એ તો અમારા માર્ગમાં બધે જ છે. એ કાંઈ સામાન્ય મંદિરમાં પૂરાયલા બંદી નથી. ગંગાના પૂલ પાર કરીને હું ગામમાં આવી પહોંચ્યો. ગામનું નામ પણ બદરીકાશ્રમ હતું. કોઈ એને બદરીવિશાલા કહેતું તે કોઈ નારાયણાકામ કહેતું. પેસતાં જ ડાબે હાથે નાની પોસ્ટ ઑફિસ છે. ત્યાર પછી રસ્તાની બન્ને બાજુએ નાની નાની દુકાનો છે. આકાશવાદળોથી છવાયલું હતું, ટપટપ કરતા વરસાદ વરસતા હતા. પવનના વેગથી અને અત્યંત ઠંડીને લીધે કોઈ બાજુ મેઢુ ફેરવાય એવું હતું જ નહિ, ઝટપટ અમારે ઉતા૨ે હું ગયો. એ ઘર ખાસ્સું મોટું હતું. પાકું પથ્થરનું બાંધેલું બે માળનું મકાન હતું. બારણા, બારી, ઉપર જવા માટે દાદરો, ને સામે પાકો ચણેલા ચાતરો હતો. આ અમારા પંડાનું રહેઠાણ હતું. જે પંડાને ત્યાં અમે રહ્યા હતા તે અહીં ઘણા જાણીતા હતા, અને એની ઈજજત પણ ઘણી હતી. એ લોકો પાંચ ભાઈ હતા, સૂર્યપ્રસાદ, રામપ્રસાદ વગેરે. એના છેારાનું નામ પિયારીલાલ હતું. દેવપ્રયાગમાં પણ એમના પ્રતિનિધિએ અમારો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતથી જ એના અતિથિસત્કારથી અમે અત્યંત પ્રસન્ન થયા. ભોંયતળિયાના ઓરડામાં એણે અમારા માટે થાડા કામળાં બીછાવી દીધા, અને લાકડાં લાવીને સળગાવ્યાં. એ આગે તથા કામળાંએ અમને ઠંડીના સંકટમાંથી બચાવ્યા ને જીવતદાન આપ્યું. સૂર્યપ્રસાદ અને રામપ્રસાદ જેવા સંસ્કારી અને મિષ્ટભાષી ખંડા તીર્થસ્થાનમાં ભાગ્યે જ મળે. ઘણું કરીને દરેક બંગાળી અને ઉત્તર હિંદના યાત્રીઓ એને ત્યાં જ ઉતરતા. થાક, પીડા, ઠંડી વગેરેને લીધે આખા દિવસ કશું પણ કર્યા વિના ઘરમાં બેસીને જ આરામમાં જ વીતાવ્યા. માખીના ઉપદ્રવ નહોતા, પણ કપડાં અને કામળામાં જીવાતના બહુ જબરો ત્રાસ હતા. આહાર વગેરેમાં પણ એ જ મુશ્કેલી હતી. રાંધવા કરવાની જગ્યા પણ નહોતી, સગવડ પણ નહાતી ને શકિત પણ નહોતી. એટલે અમે તા અમરાસિંહની મારફત પૂરીઓ મંગાવી. ધન્ય પૂરી. પૂરી જ આખા દેશમાં જેની કોઈ ગતિ જ નથી તેની ગતિ છે. બપેાર શી રીતે વીત્યો, સાંજ કયાંથી આવી તેની, કશી ખબર પડી નહિ. બહાર ટપટપ કરતા હજી વરસાદ પડતા હતા, પવનથી વચ્ચે વચ્ચે બારણાં બારી હાલી ઊઠતાં હતાં. બંધ ઓરડામાં આગની ચારે બાજુ અમે કેટલાક જણ વીંટળાઈને વાત કરતા હતા, ગોપાલદા ચૂના જોડે તમાકુ મસળતા હતા, બામણ ડોશી રસ્તામાંથી રોગ લઈને આવી હતી, તે એક ખૂણે ચૂંટીયું વાળીને નિર્જીવ જેવી ૧૫૫ પડી રહી હતી, અને એ તકના લાભ લઈને દુબળી, શકિતહીન, હાડિપંજર જેવી ચારૂની માએ પોતાના ઘરના ગાય વાછરડાંની વાતા શરૂ કરી દીધી હતી. ધીરે ધીરે રાત્રી વીતતી ગઈ. બીજે દિવસે સવારે અમે જ્યારે આકાશ સામે જોયું તે હેરત પામી ગયા. લાલ તડકાથી ચારેબાજુ છવાયેલી હતી અને જાણે હસતી હતી. આકાશ સ્વચ્છ ભૂરું હતું. આસપાસના પાડો પર જામેલા બરફ સૂર્યનાં કિરણ એની પર પડતાં હાવાથી ઝગમગતો હતો. નદીને સામે કિનારે સમતલ જગામાં ખેતીનું કામ ચાલતું હતું. કર્યાંક કયાંક સામાન્ય વૃક્ષલતા પવનને લીધે હિલાળા લેતી હતી. અમે પરમતૃપ્તિથી ધારીધારીને ચારે દિશામાં જોયું. આવા તડકાવાળા મધુર દિવસના ઉપભોગ કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થશે એનો તો અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતા. મનુષ્યનું ભાગ્ય પલટાતાં જેવા સુખદ દિવસ આવે છે, આજના આ સુનિર્મલ તેજથી પ્રકાશતા દિવસ અમારી-ઉપર વિધાતાના આશીર્વાદ ઊતર્યા હોય એવો લાગતો હતો. આજે સવારના ઉઠીને ચાલવાનું નહાતું, એટલે શરીરના એકેએક અંગને આરામ મળતા હતા, કોમળ અને ગરમ તડકામાં આંખો બંધ કરીને બેસી રહ્યો. મંદિરમાં જવાના અને દેવનાં દર્શન કરવાને મારો આગ્રહ નથી એ સાંભળીને ઘણાએ કપાળ કૂટયું અને ફાવે તેમ બેલવા લાગ્યા. વળી જ્યારે સાંભળ્યું કે દેવની મૂર્તિ માટે મને જરાયે માલુ નથી કે બિન્દુમાત્ર કુતુહલ નથી, ને હું પૂજા પણ કરવાનો નથી, ને મુકિતની માગણી પણ કરવાના નથી, ત્યારે એમના મોઢાના ભાવ બદલાઈ ગયા. “ભલે બીજું કાંઈ નહિ કરે, તે પણ દેવને પ્રણામ તો કરશેને બેટા ? ” “ કોને પ્રણામ કરું ? “કોને ? બેટા! તારી વાત સાંભળીને તે હૃદય સળગી ઊઠેછે. તે શું બાપ, મા કે પિતૃઓને પડદાન પણ નહિ કરે ? ” અહીં બ્રહ્મકપાલીમાં પિતૃઓને પિંડદાન કરવાના મહિમા છે. એવી લાકવાયકા છે, કે સ્વર્ગીય પિતૃલોકવાસીએ સ્વર્ગદ્વારથી હાથ ફેલાવીને ખોબો ધરે છે, અને અહીં એમના ઉત્તરાધિકારીઓ પાસેથી પિડગ્રહણ કરે છે. ગૌરીકુંડની જેમ અહીં પણ ગરમ પાણીના ઝરા છે ને યાત્રીએ અત્યંત આરામથી એ પાણીમાં નહાય છે. રસ્તે જતાં એ સાધારણ ગરમ પાણીનું ઝરણું આવે છે, ત્યાં નાહવાથી શરીરમાં તેજી આવી જાય છે. એથી યાત્રીઓનો આગ્રહ એ ઝરણામાં નાહવાના વિશેષ પ્રમાણમાં હોય છે. ગંગામાં નહાતાં, અથવા એના પાણીને વાપરતાં એક પણ માણસને મેં જોયો નિહ. બરફથી છવાયલી, ભગવા રંગની ગંગાને સ્પર્શ કરવાનું ખોટું સાહસ કોઈ કરતા નહોતા. અકડાઈ ગયેલું શરીર, ઉઘાડા પગ, મેલાં કપડાં, કોઈ પણ જાતની સ્પૃહા વિનાનું ઉદાસીન મન એ બધું લઈને ધીરે ધીરે મંદિરમાં પગથિયાં ચઢીને હું અંદર ગયા. કોઈ પણ જાતના ભેદભાવ વિના યાત્રીઆના સમૂહે અંદર કોલાહલ શરૂ કરી દીધા હતા. આજ બધાએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. બધાના મુખ પર તૃપ્તિનું હાસ્ય ફ્રૂટનું હતું. કોઈનું શરીર રોગગ્રસ્ત હતું, કોઈના શરીર પર ઘા હતા, કોઈ ખોડંગાતા ખોડંગાતા ચાલતા હતા, કોઈના અવાજ બેસી ગયા હતા, તેમ છતાં, બધાનાં કપાળે જય તિલક હતું. મંદિરની અંદર અંધારુંહતું. જાતજાતનાં અલંકાર અને વસ્ત્રથી ઢંકાયેલા બદરીનાથનાં બરાબર દર્શન કરવાં એ મુશ્કેલ વ્યાપાર હતો. શંખ, ચક્ર, ગદા પદ્મધારી વિષ્ણુની મૂર્તિ હતી, તે એની આસપાસ નાનાં દેવદેવીઓ હતાં. મૂતિ નાની હતી, સામે અંધારામાં ઘીના દીવા બળતા હતા, નિકટમાં અન્નકૂટની વાની સુંદર રીતે સજાવી હતી. શ્રી ક્ષેત્રની જેમ અહીં પણ અન્નની બાબતમાં ખ્રુશ્યાપૃશ્યતાના ભેદાભેદ નથી, આટલા દિવસને રસ્તાનો થાક આજ આવી સામાન્ય રીતે જ પૂરા થયા. દુ:ખ, પીડન, કાયરતા, ઉપવાસ ને રસ્તાનો થાક, આટલું
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy