________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧
–
સ્વ. પ્રજ્ઞાચક્ષુ પંડિત આણંદજીભાઈ
,
(ગયા વર્ષે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલ કચ્છના પ્રવાસ દરમિયાન ભુજપર ખાતેના અમારા થોડા કલાકના રોકાણ દરમિયાન પં. આણંદજીભાઈને અમને પરિચય થયો હતો અને તે પરિચયને વિગતવાર ઉલ્લેખ એ સમયના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલી કચ્છના પ્રવાસની નોંધમાં કરવામાં આવ્યો હતો. તેમનું તા. ૧૪-૧૦-૬૦ ના રોજ ૭૦ વર્ષની વયે અવસાન થયું, તે દુ:ખદ ઘટનાને અનુલક્ષીને તા. ૧૨-૧૧-૬૬ ના જૈનમાં પ્રગટ થયેલી સદ્ગતને ભાવભરી અંજલિ આપતી અવસાન નોંધ નીચે આપવામાં આવે છે. પરમાનંદ)
કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન ભદ્રેશ્વરતીર્થની યાત્રાએ જઈએ ત્યારે અન્ય તીર્થસ્થાન કરતાં કંઈક અનોખું વાતાવરણ ત્યાં મઘમઘતું હોય એમ તરત જ જાણવા મળે છે. કચરાનું કયાંય નામ નહીં; ધૂળ સિવાયની જગ્યાએ ચપટી ધૂળ ન મળે, કાગળને નાનું સરખું ટુકડો પણ કયાંય રખડત ન દેખાય; કાપડના ડૂચા માટે તે શોધ કરવી પડે, બધી જ વસ્તુઓ પોતપોતાના સ્થાને યોગ્ય રીતે વ્યવસ્થાપૂર્વક ગોઠવેલી મળે: પૂજાનાં કપડાં જુઓ તો સ્વચ્છ અને ઘડી વાળેલાં. કેસર, ફૂલ, ધૂપ અને દીપ પણ જાણે પોતપોતાની જગ્યાને શેભાવી રહ્યા હોય. વિશાળ જિનપ્રાસાદમાં પરકમ્મા કરો; મંદિરની આસપાસના અંદરના ચોગાનમાં કે ધર્મશાળાઓમાં આંટા મારે, બહારના અતિવિશાળ આંગણામાં લટાર મારે – ગમે ત્યાં જાઓ, જાણે સ્વચ્છતા, સુંદરતા અને સુવ્યવસ્થાની દેવી જાતે એની ખડેપગે રખેવાળી કરતી હોય એવો અપૂર્વ આહ્વાદ અંતરમાં વ્યાપી રહે છે. અરે, ત્યાંની ભેજનશાળામાં જાઓ, ત્યાંની વ્યવસ્થા અને
ખાઈ જોઈને મન આફરીન પોકારી ઊઠે છે. વાસણ, આસનિયાં, પાટલાં, ધરતી અને છત બધે જ સ્વચ્છતાને ઉજાસ વ્યાપેલે નજરે પડે છે! અવ્યવસ્થા કે અસ્વચ્છતા કરનાર આપમેળે જ શરમાઈ જાય એવી કામણગારી આ તીર્થની સર્વાગી સુંદર વ્યવસ્થા છે. શાંતિ તો ભદ્રેશ્વરતીર્થની જ !
એમ લાગે છે કે ભદ્રેશ્વર તીર્થની આવી અપૂર્વ સ્વચ્છતા અને આવી આદર્શ વ્યવસ્થાની પાછળ કોઈક ભાવિક ભકતપુરુષની ચકોર નજર સતત કામ કરી રહી છે, અખંડ રોકી રાખી રહી છે અને નિરંતર પ્રેરણા આપી રહી છે. એ ચકોર નજર હતી પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવશી શાહની. એ નજર તા. ૧૪-૧૦-૬૬, ને શુક્રવારના રોજ સદાને માટે સંકેલાઈ ગઈ! પંડિત આણંદજીભાઈ તે દિવસે એમના વતન ભુજપુરમાં સ્વર્ગવાસી બન્યા! તેઓ તે દેશ, ધર્મ અને સમાજને ચરણે પોતાની અવિશ્રાંત સેવાનાં પુષ્પો ચડાવીને કૃતકૃત્ય બની ગયા, પણ કચ્છને અને કચ્છના જૈન સંઘને એક સાચા નિષ્ઠાવાન અને વિચક્ષણ રાહબરની, સહેલાઈથી ન પૂરી શકાય એવી મોટી ખોટ પડી ! કુદરતે આંખોનાં તેજ તો એમનાં બાળપણમાં જ હરી લીધાં હતાં, પણ એમના અંતરમાં કેવા અજવાળાં પથરાયેલાં હતાં એ ભદ્રેશ્વર તીર્થની વ્યવસ્થા ઉપરથી પણ સહજપણે જોઈ શકાય છે. અલબત્ત, એમાં શ્રી આણંદજી ભાઈના શાણા અને આજ્ઞાંકિત સાથી અને એ તીર્થના ભાવનાશીલ ટ્રસ્ટીબંધુઓ તથા કચ્છના અન્ય ધર્માનુરાગી મહાનુભાવોના પણ ઘણે હિસ્સો છે એ વાતને સ્વીકાર કરતાં આનંદ થાય છે; અને શ્રી આણંદજીભાઈની પછી પણ આ તીર્થની વ્યવસ્થા આવી જ રીતે સચવાતી રહેશે એવી આશા અને શ્રદ્ધા અંતરમાં જાગે છે.
- ભદ્રેશ્વર તીર્થ એ તે શ્રી આણંદજીભાઈના શ્વાસ અને પ્રાણ હતું. એની જાહોજલાલી અને ખ્યાતિ કેમ વધે, યાત્રાળુઓની પૂરેપૂરી સગવડ કેમ સચવાય અને તીર્થની વ્યવસ્થા નમૂનેદાર અને સર્વાગ સંપૂર્ણ કેવી રીતે બને એ જ એમની તીવ્ર ઝંખના હતી;
અને એ માટે તેઓ ઊંઘ અને આરામને વીસરીને તન-મન-ધનથી રાત - દિવસ પ્રયત્ન અને પુરુષાર્થ કરતા રહેતા હતા. ભદ્રેશ્વરની ભેજનશાળા માટે પણ એમણે ખૂબ જહેમત ઉઠાવી હતી. એમ કહી શકાય કે આ ધર્મતીર્થ ચિરકાળ સુધી શ્રી આણંદજીભાઈની વિરલ તીર્થભકિત અને ઉત્કટ ધર્મભાવનાની યશોગાથા સંભળાવ્યા કરશે. ભદ્રેશ્વર તીર્થને પરિચય આપતું સરસ સુંદર પુસ્તક તૈયાર કરાવવાની તેઓની તીવ્ર ઝંખના હતી એ અધૂરી રહી !
ભુજપુર એ શ્રી આણંદજીભાઈનું મૂળ વતન; એમની ઉમર આશરે સિતેરેક વર્ષની. ઘડિયે ઝૂલતાં ઝૂલતાં, માત્ર અઢી વર્ષની ઉંમરે બળિયાના વ્યાધિમાં એમની આંખનાં તેજ સદાને માટે હરાઈ ગયાં; જીવન વિકાસની સામે મોટો અવરોધ ઊભા થઈ ગયા. પણ અંતરમાં હીર અને ખમીરને પ્રગટાવીને શ્રી આણંદજીભાઈએ એ અવરોધને જ પોતાના વિકાસનું સંપાન બનાવી દીધું; અને એમણે પોતાનું જીવન યશજજવલ અને ધન્ય બનાવી દીધું.
ભાંગ્યા સંતાનના સાચા ભેરુ સમાં માતા સરસ્વતીનાં ચરણાની શ્રી આણંદજીભાઈએ દિલ દઈને ઉપાસના કરી; માતા સરસ્વતીએ એમને પંડિત બનાવ્યા - જાણે એમના અંતરમાં જ્ઞાનદીપિકાની જત ઝળહળી રહી, પંડિત આણંદજીભાઈએ અનેક સાધુ સાધ્વીઓ અને ગૃહસ્થો અને બાળકોને હેતપૂર્વક અભ્યાસ કરાવીને પોતાની વિદ્યાને ચરિતાર્થ કરી; અને અનેક વ્યકિતઓના આદર્શ ગુરુ બનીને એક પ્રજ્ઞાવાન ધર્મપુરુષ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. ધર્મપુરુષ તરીકે તેઓ મધ્યમ વિચારસરણી ધરાવવા છતાં નવીન વિચારોને સજવાની અને ઝીલવાની એમની તત્પરતા હતી.
તેઓ એક સાચા રાષ્ટ્રવાદી કાર્યકર્તા હતા. ગાંધીયુગમાં એમણે રાષ્ટ્રભાવનાની ચેતનાને કચ્છમાં પ્રસાર કરવામાં યાદગાર સેવાઓ બજાવી હતી. એ જ રીતે સમાજસેવાને પણ તેઓ સાચા દિલથી વરેલા હતા.
આવા એક શાણા અને દેશ, ધર્મ અને સમાજની સેવામાં જ જીવનને કૃતાર્થ કરી જાણનાર પંડિત પુરુષના અવસાનની નોંધ લેતાં અમે ઊંડા દુ:ખ અને શોકની લાગણી અનુભવીએ છીએ અને શ્રી. આણંદજીભાઈનાં આત્માને અમારી હાર્દિક અંજલિ અર્પણ કરવા સાથે એમના સ્વજને અને સ્નેહીઓના દુ:ખમાં અમારી અંતરની સહાનુભૂતિ અને સમવેદના દર્શાવીએ છીએ.
રતિલાલ દીપચંદ દેસાઈ નુતન વર્ષના મંગળ પ્રભાતેવર્ષ નહિ, વસુધાને પલટ, પલટો માનવ-ઉર; તંત્રે પલટે, મંત્રે પલટો, પલટો કાળનું પૂર. માનવ માનવ વચ્ચે ઉભા ઊંડા અણગણ ભેદ; એ ભેદોને છેદ ઉડાડી, જગ જગત અભેદ.
પલટો યુગ યુગ કે ગાણું, આજ ઊગે નવા વર્ષનું વહાણું.
ગજાનન ચિ. જોશી સંઘના સભ્ય શ્રી રજનીકાન્ત દલીચંદ શાહનું
દુ:ખદ અવસાન શ્રી રજનીકાનત દલીચંદ શાહનું ૪૮ વર્ષની ઉમ્મરે હૃદયરોગના એકાએક હુમલાના પરિણામે તા. ૨૩-૧૧-૬૬ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું છે. તેઓ મૂળ થાનગઢના રહેવાસી હતા; અશક ઑપ્ટીશિયન્સ કંપનીના માલિક હતા; મુંબઈ જૈન યુવક સંઘના વર્ષોથી સભ્ય હતા અને એક વર્ષ સંઘની કાર્યવાહક સમિતિના પણ સભ્ય હતા. સ્વભાવે સરળ, આનંદી અને માતાવડા હતા અને સંઘની પ્રવૃત્તિમાં સક્રિય રસ ધરાવતા હતા. તેમના આ અકાળ અને દુ:ખદ અવસાનથી સંઘને તેમ જ સમાજને એક શકિતશાળી સંસ્કારસંપન્ન વ્યકિતની ખોટ પડી છે. તેમના કુટુંબીજને પ્રત્યે સંઘ હાર્દિક સહાનુભૂતિ દાખવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ