________________
પર
નિમિા તેને જોતજોતામાં બહેકાવી શકે છે. પરિણામે રાજ્ય સરકાર અને પ્રજાજને વચ્ચે અવારનવાર અથડામણ ઊભી થયા કરે છે અને જાનમાલની નાની મોટી ખુવારીમાં પરિણમે છે. દેશની આવી અત્યન્ત સ્ફોટક બનેલી પરિસ્થિતિમાં ગૌવધ નિષેધલક્ષી ઉપવાસે– પછી તે સીમિત હોય કે આમરણાતઊંબાડિયાનું કામ કરે છે; તેમાંથી ઠેકાણે ઠેકાણે રોષાગ્નિની જવાળાઓ ભભૂકી ઉઠે છે અને તરેહ તરેહના અનર્થ સરજાય છે. આ રીતે આ ઉપવાસે અહિંસાના સ્વાંગમાં હિંસાત્મક બની રહ્યા છે, હિંસાને નોતરી રહ્યા છે. આ રીતે આવા ઉપવાસા ઉપર ઊતરનાર વ્યકિત ગમે તેટલી મોટી હોય તો પણ તે એક પ્રકારને દેશદ્રોહ આચરી રહેલ છે—આ બાબત આપણે બરાબર સમજી લઈએ.
બુર્દૂ જીવન
આ ઉપવાસેા ગાયોને બચાવવાના નામે અને હિંદુધર્મને આગળ ધરીને કરવામાં આવે છે. તેના ઉપયોગ કેવળ લેાકલાગણીને સળગાવવા માટે અને કોમી ઝનુન પેદા કરવા માટે થઈ રહ્યો છે. આ ઉપરાન્ત પ્રસ્તુત આન્દોલન સાથે જોડાયેલા આ ઉપવાસને રાજકારણી રંગ લાગી ચૂક્યો છે અને કાગ્રેસ-વિરોધી રાજકીય પક્ષ તેને પૂરો લાભ ઉઠાવી રહ્યા છે. આમ જોખમી બનતા જતા ઉપવાસાની પ્રવૃત્તિને વખતસર બંધ કરવામાં કે અટકાવવામાં નહિ આવે તો તેમાંથી આખા આન્દોલનને કોમી વલણ મળવાનો અને તેના અતિરેકમાંથી “અમારે તે હવે હિન્દુ રાજ્ય જ જોઈએ, કારણ કે આ દેશમાં અમારી એટલે કે હિંદુઓની બહુમતી છે’”—આવી લોકશાહીને ભારે ખતરનાક માંગણી પેદા થવાના ખૂબ જ સંભવ છે.
આ ભયંકર શક્યતાથી ભારત સરકાર અને ભારતના જવાબદાર પ્રજાજનો ચેતે અને તેને અટકાવવા માટે જે કાંઈ શય હાય તે પ્રત્યેક પક્ષ કરી છૂટે એ અત્યન્ત આવશ્યક છે. ભારત સરકાર ગૌવધ નિષેધ અંગે જે કોઈ કાનૂની પ્રબંધ શકય હોય તે વિના વિલંબે અમલમાં લાવે અને જવાબદાર પ્રજાજને સીમિત કે આમરણાન્ત ઉપવાસેાના ઉલ્કાપાતા નિર્માણ થતા કોઈ રીતે અટકાવે.
વસ્તુત: આ સર્વદલીય ગૌરક્ષા અભિયાન આન્દોલન, તેના પાયાના વિચાર ગમે તેટલા સાચા હોય તો પણ, અત્યન્ત કવખતનું છે. આ આન્દોલને પરદેશમાં ખાસ કરીને અમેરિકામાં આપણા વિષે ભારે પ્રતિકૂળ છાપ પેદા કરી છે. “ભારતના લોકોને દુષ્કાળના ડાચામાં બેઠેલા પોતાના પ્રજાજનોની કશી પડી નથી અને ગાયોને તેઓ બચાવવા નીકળી પડયા છે. આવા લોકોને અન્નસહાય કોઈ પણ પ્રકારની સહાય આપવાનો શું અર્થ છે? '' આવો પ્રશ્ન તેઓ ઉઠાવી રહ્યા છે. આપણે તેમની નજરમાં હાંસીપાત્ર બની રહ્યા છીએ. આજે દેશના અમુક વિભાગોને ભૂખમરાથી બચાવવા માટે અમેરિકા તેમ જ અન્ય દેશોની અન્નસહાય અનિવાર્યપણે જરૂરી છે. ઉપર જણાવેલ ખ્યાલથી આપણને મદદરૂપ થવાના તેમના ઉત્સાહ આસરી રહ્યો છે, પરિણામે આપણને અનસહાય મળતી બંધ થાય અને લોકો ભૂખે મરવા માંડે તો તેની જવાબદારી કોની લેખાશે? આજની આવી કપરી વાસ્તવિકતા ધ્યાનમાં લઈને આ ગૌરક્ષા અભિયાન વિનાવિલંબે સંકેલી લેવામાં આવે એ અત્યન્ત ઈચ્છવાયોગ્ય છે. આવી સદબુદ્ધિ સન્મતિ—ગૌરક્ષાના ઝનુનને વશ બનેલા હિન્દુસમાજના ધર્મનેતાઓ અને અન્ય આગેવાનો દાખવશે ખરા ?
પરમાનંદ
“અદ્યતન રાજકારણી પરિસ્થિતિ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૬ ડિસે ંબર મંગળવાર સાંજના ૬ વાગ્યે સંધના કાર્યાલયમાં (૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અદ્યતન રાજકારણી પરિસ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ બહેનોને નિમંત્રણ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
4
તા. ૧-૧૨-૧
ગાંધી-વિચારનું સાર-તત્ત્વ
(આકાશવાણીના સૌજન્યથી-મૂળ અંગ્રેજી પરથી) ગાંધીજીની સર્વોદયની કે બીજી કોઈ વિચારસરણી અંગે કાંઈ કહેવું સહેલું નથી. ગાંધીજીના વિચારો એકી સાથે સરળ અને ગહન, સીધા અને સૂક્ષ્મ, સ્પષ્ટ અને અસ્પષ્ટ હતા. વળી, એમના “સત્યના પ્રયાગે”ની સાથેોસાથ એ વિચારો પાંગરતા અને વિકસતા ગયા. ગાંધીજીના મૃત્યુ બાદ ૧૯૪૮ના માર્ચમાં દેશભરના નેતાઓ સેવાગ્રામમાં ભેળા થયા હતા. ગાંધી-આંદોલનના ભાવિ અંગે તેઓએ વિચારણા કરી અને વિનાબાજીની સલાહથી સર્વોદય સમાજને નામે ગાંધી વિચારસરણીમાં રસ ધરાવનારાઓનો એક ભાઈચારો ઊભા કરવાનું નક્કી કર્યું. એ નિર્ણય સંમેલન સમક્ષ રજૂ કરતી વખતે રાજેન્દ્રબાબુએ પોતાના મહત્ત્વના ભાષણમાં જણાવેલું કે એક વાર ગાંધીજીને એવી વિનંતી કરવામાં આવી કે તેઓ એમના વિચારો પદ્ધતિસર કંઈક “સર્વાંગીણ પાઠય પુસ્તક” રૂપે લખી આપે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે એમને માટે એ શકય જ નથી, કેમકે એમની પાસે તો કેટલાક મૂળભૂત સિદ્ધાંત છે, જેને તેઓ રોજબરોજની વ્યાવહારિક સમસ્યાઓને લાગુ પાડવાનો પ્રયત્ન કરતા રહે છે, અને તેથી સર્વસામાન્ય સૂત્રેાના પાઠય પુસ્તક રૂપે કાંઈ લખી જવાનું એમને માટે બિલકુલ શકય નથી.
આના ઉપરથી ખ્યાલ આવશે કે ગાંધીજીનાં થોકબંધ લખાણા અને વ્યકતવ્યો તથા ત્રણ ખંડમાંની અડધી સદીની એમની પ્રવૃત્તિઓ પરથી એમના વિચારોના નિચોડ કાઢવાનું કેટલું અઘરું છે ! સાથેાસાથ આના ઉપરથી એ પણ સમજાય છે કે ગાંધીજીનું મગજ શા માટે નિરંતર તાજું રહેતું, અને એમના અનુયાયીઓને અવારનવાર નવાઈમાં ડુબાડી દેતું. ગાંધીજીનાં કેટલાંક પગલાં એમના અનુયાયીએને વિરોધાભાસી અને વિસંગત લાગતાં.
‘સર્વોદય ’શબ્દ ગાંધીજીને બનાવેલા નથી. આપણા પુરાતન ધાર્મિક સાહિત્યમાં તે ઘણી વાર જોવા મળે છે. ગાંધીજીએ માત્ર એ શબ્દનો ઉપયોગ પોતાની સમગ્ર વિચારધારા વ્યકત કરવા માટે કર્યા. પોતાની આત્મકથામાં તેઓ કહે છે એમના પ્રવૃત્તિમય જીવનને કારણે એમને વાચન માટે બહુ થોડો વખત મળતા, અને તેને લીધે જ તેઓ જે કાંઈ વાંચતા તેને પચાવી શકતા. એમાંનું એક પુસ્તક જેણે “મારા જીવનમાં તત્કાળ અને વ્યવહારુ પરિવર્તન આણ્યું,” તે રસ્કિનનું “અન્ટુ ધિસ લાસ્ટ.” પાછળથી એમણે એ પુસ્તક ગુજરાતીમાં ઉતાર્યું અને તેને નામ આપ્યું, “સર્વોદય,” જેનો એમણે અર્થ કર્યો- સહુનું કલ્યાણ,
પાછળથી “હરિજન” (૧૦-૪-૪૯)માં લખતાં વિનેબાજીએ કહેલું કે “અન્ટુ ધિસ લાસ્ટ”ને સાચે અનુવાદ તો થાય “અંત્યોદય,’ પણ ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે સર્વોદયને માર્ગે જવા માટે સૌ પ્રથમ સૌથી છેવાડે અને સૌથી નીચે પડેલાથી આરંભ કરવા જરૂરી છે. એટલે ‘“સર્વોદય” શબ્દ જ ચાલુ રહેવા જોઈએ. સર્વોદયના આ એક પાયાનો વિચાર છે. અલબત્ત, એ સ્વીકારવું જોઈએ કે તેથી સામાજિક-આર્થિક કાર્યપદ્ધતિ બાબતમાં હજી ઘણુ કરવાનું બાકી છે. એ જાણીતું છેકે આજની વિકાસની પ્રચલિત વિચારસરણીઓ અને પ્રયોગા આ પ્રશ્નની કેવી ઉપેક્ષા કરે છે ! તેઓ એવું અનુમાન કરીને ચાલે છે કે વિકાસના લાભા ધીરે ધીરે છેવાડે પડેલા અને સૌથી નીચે રહેલા સુધી પહોંચશે. વિનાબાજી આને માટે એક બહુ સારભિત શબ્દ વાપરે છે-પરકોલેટ, એટલે કે વિકાસના લાભા ઉપરથી ધીરે ધીરે ઝમી-ઝમીને નીચેના સુધી પહોંચશે. આજે આ દેશમાં જે આયોજન થઈ રહ્યું છે અને સર્વોદય જે જાતનું આયોજન કરવા માગે છે તે બેની દિશા વચ્ચેના મૂળભૂત ફરક આ જ છે.
ગાંધીજીએ પોતાની આત્મકથામાં “અન્ટુ ધિસ લાસ્ટ”ના