SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧ર- પ્રબુદ્ધ જીવન ૧૫૧ જગદ્ગુરૂ શંકરાચાર્યના ઉપવાસને અનુલક્ષીને જિગન્નાથપુરીના શ્રીમદ શંકરાચાર્ય ગૌવધનિષેધ આન્દોલનના અનુસંધાનમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે એ સમાચારની જાણ થતાં તા. ૨૧-૧૧-૬૬ ના રોજ શ્રી ઢેબરભાઈએ અંગ્રેજીમાં એક છાપાજોગું નિવેદન બહાર પાડયું હતું. આ અંક પ્રગટ થતા સુધીમાં પ્રસ્તુત ઉપવાસ ચાલુ હોય કે ન હોય, તો પણ ગૌવધનિષેધ આન્દોલન અને તે સાથે જોડાયેલ અનશન વિચાર આજે એટલી જ ઉત્કટતાપૂર્વક દેશભરમાં ચેતરફ પ્રવર્તમાન છે. આવી આજની ચિન્તાજનક પરિસ્થિતિમાં શ્રી ઢેબરભાઈનું આ નિવેદન અત્યન્ત પ્રસ્તુત છે અને ઉચિત માર્ગદર્શન આપે છે એમ સમજીને તેને અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) આજના છાપાઓ જગન્નાથપુરીના શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્યજીના ઉપવાસ વિશેના સમાચાર આપે છે. આ ઉપવાસના, તેઓશ્રી જે સ્થાન હિન્દુ સમાજમાં ધરાવે છે તે સ્થાનને અનુરૂપ, અનિવાર્યપણે ચક્કસ પ્રત્યાઘાત પેદા થવાના જ, મને ખાત્રી છે કે ખાસ કરીને પખવાડિયા પહેલાં એટલે નવેંબરથી ૭મી તારીખે દિલ્હીમાં જે કાંઈ બનાવો બન્યા છે તેની પશ્ચાદભૂમિકામાં આવું ગંભીર પગલું ભરતાં પહેલાં બધાં પરિણામે તેમણે પૂરી સાવધતાપૂર્વક વિચાર કર્યો જ હશે. લાગણીના સ્તર ઉપર જાહેર મતને સતેજ કરે એ પ્રમાણમાં વધારે સહેલું છે, તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે; તેને બુદ્ધિપૂર્વકની દિશાએ વાળવો એ એથી પણ વધારે મુશ્કેલ છે. જ્યારે પણ સામાજિક-રાજકીય અથવા તે સામાજિક-આર્થિક પ્રશ્નને, ગુણવત્તા ઉપર તેની મુલવણી થવાને બદલે, ધાર્મિક લાગણીઓ ઉપર આધારિત અપીલોને અનુરોધોન-વિષય બનાવવામાં આવ્યો છે ત્યારે ત્યારે ભારતમાં લોહીનાં સીંચન થયાં છે. ૧૯૪૭માં આમ બન્યું હતું; પખવાડિયા પહેલાં પણ કાંઈક આવું જ બન્યું હતું. આવી દરેક ઘટનાના પ્રસંગે આપણા દેશે માનવી, મિલકત અને પ્રતિષ્ઠાની બાબતમાં ઘણી મોટી નુકસાની વેઠી છે. લાગણીમાંથી ઝનૂન એક પગલું છે અને ઝનુનને હિંસામાં પરિણમતાં એક પગલા જેટલી પણ વાર લાગતી નથી. આમ હોવાથી, વૈજ્ઞાનિક અને બુદ્ધિપૂર્વકના કાર્યક્રમ દ્વારા ગાયને ઉદ્ધાર થવો જોઈએ એવી માન્યતા ધરાવનાર એક વ્યકિત તરીકે, ગાયના રક્ષણ, ટકાવ અને વિકાસ અંગે આપણા રાજયબંધારણમાં જે જોગવાઈ છે તેના ઔચિત્ય અને શાણપણમાં શ્રદ્ધા ધરાવનાર એક દેશજન તરીકે, તેમ જ દેશની સુલેહ અને શાન્તિને ખતરનાક નીવડે એવા કશા પણ વર્તનથી આપણા લોકો દૂર રહે એવી ચિન્તા ધરાવનાર એક શુભચિન્તક તરીકે, પૂજય આચાર્યશ્રી અને તેમના સાથીઓને લેશમાત્ર સમય ગુમાવ્યા સિવાય આજની પરિસ્થિતિ અંગે પુન: વિચારણા કરવા માટે હું હાર્દિક અનુરોધ કરું છું. આપણા ભારતના બંધારણમાં ૪૮મી કલમ દાખલ કરનાર બંધારણના ઘડવૈયાઓએ પ્રજાના મોટા ભાગની આ વિષય અંગેની લાગણીને સ્વીકાર કર્યો છે. લેકશાહી જનસમુદાયની તીવ્ર લાગણીએને પ્રતિબિંબિત કરે છે. પણ એ જ બંધારણ બીજા બધા વિકલ્પથી દૂર રહેવાની અને બંધારણે અને તે પાછળ રહેલી ભાવનાએ જે માર્ગ અને ઉપાય સૂચવ્યું છે, તે સિવાય બીજા કોઈ પણ માર્ગનું અવલંબન નહિ લેવાની લેકોની જવાબદારી ઉપર એટલે જ ભાર મૂકે છે. આ રસ્તો છે મતદાન પદ્ધતિને માર્ગ. જે એક વખત સમાજની જવાબદાર વ્યકિતએ આ સિદ્ધાન્તને ત્યાગ કરશે તે પછી એાછા બુદ્ધિશાળી અને વધારે બીનજવાબદાર લોકો મતદાન પદ્ધતિના સર્વોત્કૃષ્ટ વર્ચસ્વના સિદ્ધાન્તને કચરાની ટોપલીમાં ફેંકી દેતા વાર નહિ લગાડે. આ કારણે મહામના શંકરાચાર્યજી જેવું અતિ મહત્વનું સ્થાન અને પ્રતિષ્ઠા ધરાવતી વ્યકિતની સામાજિક જવાબદારી ઘણી મોટી છે. લોકલાગણીઓ એટલી બધી ઉત્તેજિત થઈ બેસે કે તેનું નિયંત્રણ કરવાનું મુશ્કેલ બની જાય તે પહેલાં લોકોને સાચી અને સમજણભરી દોરવણી આપવા તેમને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે ભારત સરકારને પણ પિતાની જવાબદારીને પૂરો ખ્યાલ કરવા હું પ્રાર્થના કરીશ. આ એક એવી સમસ્યા છે કે જેના નિરાકરણની દિશાએ સરકાર ઘણી આગળ વધી ચૂકી છે અને જે કાંઈ બાકી રહ્યું છે તે એટલું ડું છે કે તે કારણે સરકાર અને જનતાની સામાન્ય સમુદાય વચ્ચે કડવાશ પેદા થવી કે સંઘર્ષ નિર્માણ ન ઘટે. પાંચ રાજયો સિવાય આજે બાકીના લગભગ બધાં રાજયોમાં ગૌવધ સામે કાનૂની પ્રતિબંધ અસ્તિત્વ ધરાવે છે. મને એમ સમજવાને કારણ છે કે આ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજયે તે આ સંબંધમાં કાયદો કરવાને તૈયાર છે. ભારત સરકાર આસામના પહાડી પ્રદેશ અને ગોવા સિવાય બાકીના કેન્દ્રશાસિત પ્રદેશમાં ગૌવધનિષેધ અંગે કાનૂની પ્રબંધ જવાની તૈયારી કરી રહેલ છે. આમ છે તો પછી જે સમસ્યાનો ઉકેલ માત્ર સિદ્ધાંતમાં નહિ પણ આચરણમાં પંચોતેર ટકા જેટલે સ્વીકારાયેલું છે તે સમસ્યાને હજુ અદ્ધર ને અદ્ધર ઊભી રાખવામાં ડહાપણ છે કે નહિ એ બાબત ભારત સરકારે ગંભીરપણે વિચારવાની રહે છે. આ પશુઓની જાતિને સુધારવાના, વિકસાવવાના ઉપયોગી કાર્ય તરફ પોતાની તેમ જ વિરોધીઓની શકિતઓને વાળવા તરફ ભારત સરકાર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે એ શું વધારે ઈચ્છવા યોગ્ય નથી? અલબત્ત, જો ગૌરક્ષાને સિદ્ધાન્ત હજુ વિવાદાસ્પદ પ્રશ્નની સ્થિતિમાં હોત તે જુદી બાબત હતી. બંધારણે તેમ જ જુદા જુદા રાજની કાનૂની વ્યવસ્થાએ આ સવાલને એક નિર્ણાત સવાલ તરીકે સ્વીકારે છે, અને તે મુજબને વર્તાવ કર્યો છે. મારા અભિપ્રાય મુજબ ભારત સરકારે કાનૂની પ્રતિબંધની જવાબદારી સ્વીકારવી જોઈએ અને જેઓ આ પ્રશ્ન અંગે આન્દોલન ચલાવી રહ્યા છે તેમણે પણ, જે જાનવરો તેઓ બચાવવા માગે છે. તેમના રક્ષણ, ટકાવ અને વિકાસ માટે જોગવાઈ કરવાના હેતુથી સરકાર અને પંચાયતી રાજ સંસ્થાઓને સાધનસામગ્રી અને સંપત્તિ પૂરી પાડવાની દિશાએ પોતાની શકિતને અનુસંધિત કરવી ઘટે છે. એ ભૂલાવું ન જ જોઈએ કે માત્ર કાનૂની જોગવાઈથી ગાય બચાવી શકાય તેમ છે જ નહિ. આ માટે જયાંથી જે કાંઈ મળે તેમ હોય ત્યાંથી તે સર્વ સાધનસામગ્રી એકઠી કરવાની રહેશે. આ કામ એટલું મેટું છે કે માત્ર સરકાર કે માત્ર લોકો એકલા હાથે તેને પહોંચી શકે તેમ છે જ નહિ, જરૂર છે. પરસ્પરના સહકારી અભિગમની. હું આશા રાખું છું અને વિશ્વાસ ધરાવું છું કે સૌ કોઈની શકિતઓ આ પ્રશ્ન અંગે સહકારી ઉકેલ શોધી કાઢવાના કાર્ય તરફ કેન્દ્રિત કરવામાં આવશે. અનુવાદક: મૂળ અંગ્રેજી: પરમાનંદ શ્રી ઉછરંગરાય ન. ઢેબર પૂરક નેંધ ઉપવાસે બંધ કશે !: રાંદોલન સંકેલી લ્યો !! ગૌહત્યા પ્રતિબંધક આન્દોલનના સંદર્ભમાં આજકાલ તેને લગતી અખિલ ભારતવ્યાપી કાનૂની જોગવાઈ કરવાનું ભારત સરકાર ઉપર દબાણ લાવવા માટે જગન્નાથપુરીના જગદગુરુ શંકરાચાર્ય માફક અમુક સાધુ, સંન્યાસીઓ તેમજ દેશના આગેવાન હિન્દુ નેતાઓ સીમિત કે આમરણાન્ત ઉપવાસ પર ઉતર્યા છે અથવા ઉતરવાના છે-આવા સમાચારો આજના સામયિકોમાં ચારે બાજએથી સાંભળવામાં આવે છે. આખો દેશ આજે એક અસાધારણ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે; ગયું ચોમાસું કેટલેક ઠેકાણે નિષ્ફળ જવાથી દેશના અમુક ભાગ ઉપર દુકાળના–ભૂખમરાના–આળા ઉતરી રહ્યા છે; આર્થિક ભીંસ સરકારને મુંઝવી રહી છે; વધતી જતી મોંઘવારી લોકજીવનને રૂંધી રહી છે. લોકમાનસ અત્યન્ત આળું, અસહિષણુ અને ઉશ્કેરાટપરાયણ બની રહ્યાં છે અને કોઈ પણ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy