________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
प्रजुद्ध भवन
શ્રી મુ"બઇ જૈન ચુવક સ`ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અંકું ૧૫
મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૯૬, ગુરૂવાર આફ્રિકા માટે શિલિર્જીંગ ૯
તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
અનેક માળ કાને જેણે અપનાવ્યા છે એવી એક સન્નારીના સ્વકથિત કહાણી
(થાડા સમય પહેલાં આચાર્ય રજનીશજી ભીલાઈ ગયેલા અને મુનિશ્રી સંતબાલજીને મળેલા. તેમની સાથે નજીકના પ્રદેશમાં વસતી ત્રણ બહેને પણ મુનિશ્રીના દર્શનાર્થે ગયેલી. તેમાંના એક બહેન શ્રી મદનબહેન એક બાળસંસ્થા ચલાવે છે. એ બાળસંસ્થાની પ્રવૃત્તિ તરફ એ બહેન કેવા સંજોગોમાં અને કઈ રીતે આકર્ષાયાં તેની રોચક તેમજ શેમાંચક કહાણી તેમણે મુનિશ્રી સંતબાલજીને સંભળાવેલી. તે કહાણીને મુનિશ્રીએ તા. ૧-૧૧-૧૯૬૬ના’ ‘વિશ્વવાત્સલ્ય’માં પ્રગટ કરી છે, જે નીચે આપવામાં આવે છે. તંત્રી)
“પૂજ્ય મહારાજશ્રી! પિયરપક્ષે હું સ્થાનકવાસી જૈન છું. કારણ કે મારી ‘મા’ એ જૈન ફિકાની છે. પિતા દેરાવાસી અને અહીં પતિ પણ દેરાવાસી છે અને મને પૂર્વજન્મના જે દીકરાને છ એક વર્ષ પહેલાં સુયોગ મળ્યો; તે દિગંબર જૈન છે. પણ આ સહજ ત્રિવેણીયોગે અમારા સૌમાંથી કટ્ટરતા સાવ કાઢી નાખી છે. એક સ્વપ્ન મને આવેલું અને એ સુયોગ મળતાં પહેલાં ત્રણેક માસ અગાઉ એક ‘બાલકદાસ’ નામના ભગવાધારી સાધુએ કહેલું: “...માતાજી ! તું જિસે ઢૂંઢ રહી હૈ, વહ તેરા લટકા તીન માસમે” મિલેગા...” મેં તે તે વાત પર કશું ધ્યાન નહોતું આપ્યું પણ ખરે જ તે અક્ષરશ: સાચું પડયું. એ પુત્રમિલન બાદ મને જીવનમાં સમાધાન સાંપડયું છે. બચપણથી જ સંસારમાં ચિત્ત લાગતું નહીં. હરિદ્વાર અને ઋષિકેશમાં પણ ભમી આવી. જૈનધર્મ અને દર્શનાને ભણી લીધાં. સાધ્વી—દીક્ષામાં ય મન ન માન્યું. શુષ્ક કર્મકાંડોમાં તે કદી રુચિ જ ન પ્રગટી. આખર સમજાયું : “...તું જ્યાં સ્વાભાવિક છે, ત્યાંથી સહજપણે જ આંતરિક વિરકિતથી આગળ વધ...” આ પ્રસ્તાવના સાથે તે વીર નારીએ પોતાના ટચૂકડો અનુભવપ્રયોગ આસ્તે આસ્તે કહેવા માંડયા :
“આજથી અઢાર ઓગણીસ વર્ષ પહેલાંની વાત છે. મારા પતિને કોઈએ કહ્યું :- “...સાત માસે પેટ ચીરીને બે બાળકીઓને જીવતી કાઢી લીધી. પણ ‘મા’ બચી નહીં; મરી ગઈ: હવે આ તાજી જન્મેલી તેની છેકરીઓનું શું કરવું ?...” પતિશ્રીએ મને આ વાત કરી. મે” કહ્યું : “આપની ઈચ્છા હોય તો હું જરૂર એ બન્નેયને ઉછેરીશ. પણ ઘરમાં સૌનું મન જોઈને એ પગલું ભરાય.” મારા સસરાજી તો આ સાંભળીને ખૂબ ખુશી થયા. એટલે હું તે છેકરીઓને લેવા તેના બાપ પાસે ગઈ. તે વખતે હું ઘુંઘટ રાખતી હતી, જો કે પાછળથી સસરાની સમતિથી જાહેર રીતે એ કાઢી નાખ્યો છે, જેને બારેક વર્ષ વીતી ગયાં છે, પણ ત્યારે જેવી હું એ રાજસ્થાની ખાનદાન કુટુંબમાં ગઈ તો તરત એ બાળકીઓના પિતા મારા ચરણમાં ઝૂકી પડયા. હું શરમાઈ ગઈ. તેમણે કહ્યું :- “ન છૂટકે ઈસાઈને ત્યાં જતી બાળકીને સ્વધર્મદાન અને જીવનદાન બન્નેય આપનારને હું નમું
છું. હું કોઈ વ્યકિતને કેવલ વ્યકિતત્વ ખાતર નમતો નથી. મારી સત્તરેક વર્ષની પરિણીત બાળાને તો અત્યારથી તેના સાસરિયાનું કહેણ આવ્યું છે કે “જો તારી તાજી જન્મેલી બહેનડીઓને લઈને આવવાની હોય તે હવે અહીં આવતી જ નહીં.” આવી ચોમેરની દુર્દશા વચ્ચે મૂંઝાયેલા માનવીને મદદ કરનાર એ મહાદેવી ! આપને પ્રણિપાત ન કરું, તે શું કરું ??' દુર્ભાગ્યે એક બાળા તે મારા ગયાં પહેલાં જ મરી ગઈ હતી. એટલે બીજીને હું ઘેર લઈ આવી. મારી સૌથી પહેલા ખેાળાની દીકરી તાજી જન્મેલી એટલે દૂધ મારી પાસે હતું. મેં મારા જીવ સાટે એ પરાઈ બાળાને પોતીકી બનાવીને રાખી, પણ સાચવી શકાઈ નહીં. પાંચેક માસે તે ચાલી નીકળી એટલે કે મરી ગઈ.
“એક દિવસ મારા સસરા પાસે એક મજૂર આવ્યો. અને પોતાના દીકરો એમના ચરણે મૂકી કહે :- “મેં એક મહિઆરણ પાસેથી સાંભળ્યું છે :- ‘આપ આવાં નમાયાં બચ્ચાને રાખો છે.’તેથી હું કસબામાં દિવસો લગી ફરી ફરીને થાકયા પછી આપને શરણે આવ્યા છું. કૂતરાં બિલાડાંને રાખા છે, તો આનેય રાખો.' મારા સસરાએ તે શ્રામજીવી ભાઈને કહ્યું :- ‘ગભરામા ભાઈ ! કૂતરાં, બિલાડાંને કૂતરાં બિલાડાની જેમ ઉછેરાય, પણ, આ તે માનવબાળ છે. એને એવા જ ગૌરવ સાથે ઉછેરાશે.' એ તે હા...શ કહી ચાલને: યા. સસરાજીએ મને કહ્યું: “વહૂ બેટા! પરાણે નથી કહેતા. ઉલટ થાય તો આનેય ઉછેરશે.’હોંસમાં મેં લઈ લીધું. પણ આ બાળકે મારી પૂરી પરીક્ષા લેવા માંડી. એક રાતે ! નિદ્રા જ ન આવી. વિચારીએ જોર કર્યું: “અરેરે આત્મા! આ તેં શું માંડયું છે! તારા મનને આ કાળાં, આ ગેારાં એવી જુદાઈ શા માટે થાય છે ! ” વળી થયું :- “દુનિયામાં કેટલાંય નમાયાં જન્મે છે ને મરે છે. તેમાં તારે આટલી બધી શી પંચાત ? દઈ દે એના બાપને પાછું અથવા માકલ ઈસાઈ સંસ્થામાં.” મેં મારા પતિને ગાડી આ મારી અંતર્વ્યથા ખાલી કરી. તેમણે કહ્યું :- “તું થોડા દહાડા જવા દે. તારા જ હૈયામાંથી વાત્સલ્ય છૂટશે. શરૂઆતમાં નવું નવું છે ત્યાં લગી આ કાળું ! કદરૂપું ! મજુર સંતાન ! એમ લાગ્યા કરશે.” એમણે મારી ધૃતિને જગાડી દીધી. આજે તે એ જ બાળક ચૌદ પંદરેક વર્ષના મારા સગે દીકરા હોય તેવા બની ગયો છે. મારી સંસ્થાના એ પણ એક ભાગ બની ગયો છે. એ તે છે મારા મોંધેરી, યોગેશ’ એનું નામ પાડયું છે.
*
“મારા સસરાના સ્વર્ગવાસ પછી મારા પતિને થયું :- ‘મારે દાડોદપાડો કાંઈ કરવા નથી. એક આવાં જ બાળકોની સંસ્થા ખોલવી છે. જો તારો સહયોગ મળે તો.’ મને તો ભાવતું જ વૈદ્ય બતાવ્યા જેવું હતું. ત્યારથી અમારું ઘર બાલસંગે પન—સંસ્થા બની ગયું. મુસ્લિમ