________________
૧૪
અને બધી કોમના માણસાને તેમાં સ્થાન છે. કોમી એકતા તેના પાયામાં છે. ગાંધીજીએ તેને માટે પ્રાણ આપ્યા.
પ્રબુદ્ધ જીવન
આ સંજોગોમાં, દેશને પોતાનું બંધારણ ઘડવાનો સમય આવ્યો ત્યારે પાયાના આ પ્રશ્નોનો તેણે વિચાર કરવાના હતા. આપણા પડોશી રાજ્ય પાકિસ્તાને એક ઈસ્લામી રીપબ્લીક સ્થાપ્યું. આપણે લાકશાહી પ્રજાસ્તાક રાજ્યની સ્થાપના કરી. આ બાબતમાં બંધારણમાં શું પ્રબંધ કરવામાં આવ્યો છે તે હવે ટૂંકમાં જોઈએ.
તેની પ્રસ્તાવના, કે જેમાં તેનું હાર્દ આવી જાય છે, તેમાં કહ્યું છે કે ભારતના દરેક નાગરિકને વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તથા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા મળે તે માટે અમે ભારતના લોક આ બંધારણ સ્વીકારીએ છીએ.
નાગરિકના મૂળભૂત અધિકારો-Fundamonłal Rights--માં નીચે મુજબ અધિકારો છે :
૧. કેવળ ધર્મ, જાતિ કે જ્ઞાતિના આધાર પર રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં અથવા રાજ્યની નોકરી કે હોદ્દા સંબંધે તેને અયોગ્ય ઠેરવી શકશે નહીં કે તેના ભેદભાવ કરશે નહીં.
૨. સાર્વજનિક વ્યવસ્થા, સદાચાર તથા સ્વાસ્થ્યના નિયમેને આધીન રહી, દરેક વ્યકિતને અંત:કરણની સ્વતંત્રતા તથા પોતાના ધર્મ માનવાનો, આચરવાના અને તેનો પ્રચાર કરવાનો અબાધિત હક્ક રહેશે.
૩. પ્રત્યેક ધાર્મિક સંપ્રદાયને પોતાની ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાના અને નિભાવવાના, ધાર્મિક બાબતામાં પેાતાની પ્રવૃત્તિ કરવાના, અને પોતાની ધાર્મિક મિલકતના વહીવટ કરવાના અબાધિત હક્ક રહેશે.
૪. કોઈ પણ ખાસ ધર્મ કે ધાર્મિક સંપ્રદાયની ઉન્નતિ કે પાષણ માટે કોઈ વ્યકિત ઉપર કરવેરા નાખી શકાશે નહી.
૫. રાજ્યના ખર્ચે ચાલતી કોઈ શિક્ષણસંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
૬. રાજ્ય તરફથી અથવા રાજ્યની મદદથી ચાલતી કોઈ પણ કેળવણીની સંસ્થામાં ધર્મ, જાતિ કે જ્ઞાતિના ભેદ વિના દરેક નાગરિકને પ્રવેશના અધિકાર રહેશે.
૭. દરેક ધાર્મિક લઘુમતિ કોમને પેાતાની શિક્ષણસંસ્થાઓ ચલાવવાના અધિકાર રહેશે.
ધાર્મિક હક્કોને લગતા કેટલાક મૂળભૂત અધિકારો મેં ટૂંકમાં બતાવ્યા તે ઉપરથી જણાશે કે ધાર્મિક લઘુમતિઓને તેમ જ વ્યકિતને ધાર્મિક માન્યતા અને આચરણ માટે પૂર્ણ સ્વતંત્રતા છે. છતાં ધાર્મિક બાબતોમાં રાજ્યને કાંઈ અધિકાર નથી એમ નથી. ધર્મને નામે અનીતિ, અનાચાર કે અનિષ્ટ રીતરિવાજો નિભાવી ન લેવાય અને તે સંબંધે રાજ્ય કાયદા કરી શકે છે. અસ્પૃશ્યતા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. ધાર્મિક સંસ્થાઓના યોગ્ય વહીવટ માટે નિયમન કરતા કાયદા રાજ્યે કર્યા છે. ધાર્મિક બાબતોમાં તટસ્થતાના અર્થ એવા નથી કે સામાજિક પ્રગતિ રૂંધાય અને સ્થિતિચુસ્ત કે પ્રત્યાઘાતી બળાને છુટો દોર મળે,
આવા કાંઈક અર્થમાં બિનસાંપ્રદાયિક રાજ્યની આપણી કલ્પના છે. પણ આ વિષયમાં ઘણી અસ્પષ્ટતા છે અને બિન સાંપ્રદાયિક એટલે બિનમઝહબી—Irrcligious—એવો લગભગ અર્થ કેટલેક સ્થળે થાય છે. જીવનનાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો વિષે રાજ્ય બેદરકાર રહી ન શકે. શિક્ષણસંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પણ અનિશ્ચિત દશામાં પડયા છે. કોઈ ખાસ સંપ્રદાયનું શિક્ષણ ન અપાય, પણ વિશાળ અર્થમાં ધાર્મિક અને નૈતિક શિક્ષણની અવગણના ન થઈ શકે.
બાબુ રાજેન્દ્રપ્રસાદ અને ડૉ. રાધાકૃષ્ણન જેવાએ ભારપૂર્વક જણાવ્યું છે કે બિનસાંપ્રદાયિક રાજ્યના અર્થ અધાર્મિક રાજ્ય નથી. ડો.. રાધાકૃષ્ણને કહ્યું છે : “I want to say authoritatively that sccularism does not mean irreligion. It means respect for all faiths and religions. Our state does not identify it-self with any particular religion."
તા. ૧૬-૧૧-૧
દષ્ટિ સ્વીકારતા નથી અને ભારતને એક હિંદુરાજ્ય બનાવવું એવી તેમની કલ્પના છે. આ બળે દેશને કયાં લઈ જશે તે કહેવું મુશ્કેલ છે. ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુધર્મ પોતાનું પ્રધાનલક્ષણ સર્વધર્મસમભાવ છેડી દેશે ત્યારે તે હિંદુધર્મ નહીં રહે.
પણ રાજ્યકર્તા વર્ગમાં બધાની આવી દષ્ટિ નથી, એક બીજો પણ ભય છે કોમવાદનો, જનસંઘ, હિંદુમહાસભા જેવાં બળા આ
આમ બિનસાંપ્રદાયિક રાજ્યની કલ્પના આ દેશમાં અને બીજા દેશમાં પણ સ્પષ્ટ છે અને અપૂર્ણ છે. વર્તમાન જગતમાં વિજ્ઞાને જે પરિસ્થિતિ સર્જી છે તેમાં One World Government કેટલાક વિચારકોને સંઘર્ષ ટાળવાનો એક જ ઉપાય લાગે છે. તે સાથે એક વિશ્વ સંસ્કૃતિ World Civilisatlon ની ભાવના જાગી છે. સંયુકત રાષ્ટ્રસંસ્થાએ Declaration of Human Rights જાહેર કર્યા છે તેનો પણ આ પાયો છે. સાચા ધાર્મિક મૂલ્યોને જીવનમાં યોગ્ય સ્થાન આપીએ તો જ સાચી બિનસાંપ્રદાયિકતા થાય. ચીમનલાલ ચકુભાઈ શાહ
(આકાશવાણીના સૌજન્યથી)
સાભાર—સ્વીકાર
ધન કમાને કી કળા : લેખક : શ્રી રિષભદાસ રાંકા, પ્રકાશક: સંસ્કાર સાહિત્ય માળા, કૈલાસ ભવન, મુંબઈ - ૬૦, કિંમત રૂ. ૨-૫૦.
Literary Evaluatian of Paumcharium: લેખક : ડૅાકટર કે. આર. ચંદ્ર; પ્રકાશક: જૈન કલ્ચરલ સેાસાયટી, વારાણસી, ૫, કિંમત: રૂા. ૧-૫ ૦.
વિદ્યા વેચાય નહિ: લેખક શ્રી મનુ પંડિત, પ્રકાશક: વત્સલ પ્રકાશન—વાત્સલ્ય ધામ, મઢી (જિ. સુરત) કિંમત ૦-૬૦ પૈસા.
પંચાયતી રાજ્યના કેટલાક અનુભવે : લેખક શ્રી રિખવદાસ જેસીંગલાલ, પ્રમુખ : જિલ્લા પંચાયત, મહેસાણા.
ગાંધી, માર્કસ અને ક્રાન્તિનું વિજ્ઞાન : મૂળ અંગ્રેજી: આચાર્ય કૃપલાની; અનુવાદક: શ્રી ભોગીલાલ ગાંધી, પ્રકાશક: વિશ્વ માનવ, રામજી મંદિર પોળ, વડોદરા, કિંમત રૂા. ૫
જૈન ઈતિહાસની એક ઝલક લેખક: મુનિ જિનવિજયજી; સંપાદક રતિલાલ દીપચંદ દેસાઈ; પ્રકાશક: અશોક કાન્તિલાલ વેારા ૪૮, ગાવાલિયા ટેંક રોડ, મુંબઈ-૨૬, કિંમત રૂા. ૨.
વીતરાગ સ્તવ : ‘કલિદાસ સર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાર્ય રચિત; કાવ્યાનુવાદક તથા વિવેચક: ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા; પ્રકાશક: શ્રીમદ્ નિજભ્યાસ મંડપ ટ્રસ્ટ, ઠે. પંચભાઈની પાળ, અમદાવાદ, કિંમત રૂા. ૩.
શ્રીમદ રાજચંદ વચનથ્થુત: કર વિચાર તો પામ: ભાગ-૧-૨; પ્રકાશક : શ્રી ત્રિકમલાલ મહાસુખલાલ શાહ, શ્રી રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પાળ, અમદાવાદ. કિંમત ૬૦ પૈસા.
ગામનો વિદ્રોહ : લેખક: આચાર્ય રામમૂર્તિ; પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા -૧, કિંમત રૂા. ૧-૨૫.
વિચાર પોથી: લેખક: આચાર્ય વિનોબાજી, પ્રકાશક ઉપર મુજબ કિંમત રૂા. ૧.
જ્ઞાનદેવ ચિન્તનિકા : (બીજી આવૃત્તિ) લેખક: આચાર્ય વિનોબાજી પ્રકાશક: ઉપર મુજબ કિંમત રૂા. ૧-૫૦,
વિનોબા ચિન્તન : ૧ થી ૭ પુસ્તિકા, પ્રકાશક: મંત્રી, સર્વ સેવા સંઘ, રાજઘાટ, વારાણસી, પ્રત્યેકની કિંમત ૫૦ પૈસા.
જૈન દર્શન ઔર સાંસ્કૃતિ પરિષદ્: (પ્રથમ અધિવેશન-૧૯૬૪ ની કાર્યવાહી), પ્રકાશક: શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા, ૩, પોર્ટુગીઝ ચર્ચ સ્ટ્રીટ, કલકત્તા -૧.
અમૃત – કણ : મૂળ હિંદી: આચાર્ય રજનીશજી, અનુવાદક: પ્રા. પ્રતાપ જ. ટોલિયા, પ્રકાશક જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ ર. કિંમત ૪૦ પૈસા.
પૂર્વી: (કાવ્ય સંગ્રહ) રચયિતા: બહેન ગીતા પરીખ, પ્રકાશક : મેસર્સ વારા એન્ડ કંપની, ૪ રાઉન્ડ બિલ્ડીંગ, કાલબાદેવી રોડ, કિંમત રૂા. ૩-૫૦.
મિટ્ટી કે દિન: લેખક: આચાર્ય રજનીશજી: પ્રકાશક: જીવન જાગૃતિ સંઘ, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, કિંમત રૂા. ૩-૦૦.
દાયકાનું યાદગાર વાચન: (૧૯૫૧ થી ૧૯૬૦ સુધીનું) સંપાદક: શ્રી મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ કાર્યાલય, પો.બા. ૨૩, ભાવનગર-૧, કિંમત રૂા. ૧૦.
મારવાડી સમાજ: લેખક : શ્રી ભંવરમલ સિંધી; પ્રકાશક : પ્રબુદ્ધ પ્રકાશન, ૧૨૬, ચિત્તરંજન એવેન્યુ, કલકત્તા—૭ કિંમત રૂ. ૩
૪