SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧ 不 બુદ્ધ જીવન બિનસાંપ્રદાયિકતા ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે એમ આપણે કહીએ છીએ. બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે શું ? આ શબ્દ અંગ્રેજી Secular state ના પર્યાય છે. સેક્યુલર સ્ટેટને ખ્યાલ પશ્ચિમનાં દેશામાં વિશિષ્ઠ સંજોગામાં વિકસ્યો છે. એના એક અર્થ એ છે કે રાજસત્તા ધાર્મિક બાબતોમાં કોઈ અધિકાર ભાગવે નહિ અથવા દખલગીરી કરે નહીં. અહીં, વ્યકિતગત ધર્મ કરતાં સ્થાપિત ધાર્મિક સંસ્થા અથવા સંપ્રદાય Established church લક્ષમાં છે. રાજસત્તા અને ધાર્મિકસll (Ecclesiastical Power) એ બે વચ્ચે ઘર્ષણ ટાળવા આ કલ્પના ઊભી થઈ. ખ્રિસ્તીધર્મની શરૂઆતમાં નવા ધર્મના અનુયાયીએને તે સમયની રાજસત્તા તરફથી ભારે ત્રાસ અને હાડમારી વેઠવાં પડતાં હતાં. ક્રાઈસ્ટના વધ રોમન સામ્રાજ્યના પ્રતિનિધિના હુકમથી જ થયો. પોતાના ધર્મમાં સુદઢ રહેવા અને ધાર્મિક સ્વતંત્રતા જાળવી રાખવા, તે સમયે, ક્રાઈસ્ટ એવી સલાહ આપી કહેવાય છે કે : “Render unto ceasar the things that are ceasor's and unto God the things that are God's." સેક્યુલર સ્ટેટ જેને કહે છે તેના પાયા આ રીતે નખાયો. Seperation of State and Church, એક સમય એવા હતા કે રાજસત્તા તેના નાગરિકોના જીવનનાં બધા અંગો ઉપર અધિકાર ભાગવવાના દાવા કરતી હતી. બીજી કોઈ સત્તાધર્મને નામે, ધર્મગુરુઓની પણ—સ્વીકારવા રાજસત્તા તૈયાર ન હતી. Divine Right of Kings. ધાર્મિક સંસ્થાઓ, તેની પ્રણાલિકાઓ, વિધિવિધાનો, બધાને અધિકાર રાજસત્તા ભાગવતી અને સ્વીકારનાર ભારે દંડને પાત્ર થતા. કોઈ નવા અથવા ભિન્ન ધર્મના અનુયાયીઓને કોઈ રક્ષણ ન હતું. રાજધર્મ-સ્ટેટ રીલીજીયન—બધાએ સ્વીકારવા પડતા. ન સમય જતાં, ખ્રિસ્તી ધર્મના પ્રભાવ વધ્યા અને રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો ત્યારે તે ધર્મ રાજધર્મ બન્યો અને ધર્મગુરુઓની સત્તા વધી, એટલી હદ સુધી કે, પોતે જે ધાર્મિક સ્વતંત્રતા માગતા હતા તે બીજાને આપવા તેઓ તૈયાર ન થયા અને અન્ય ધર્મીઓનું અનહદ પીડન શરૂ કર્યું. મધ્યકાલીન યુગમાં પાપનું સામ્રાજ્ય અને સત્તા કોઈ પણ રાજ્યની સત્તા કરતાં અતિવિશેષ હતાં. આવી પરિસ્થિતિ પણ લાંબા વખત ન નભે, નવા વિચારોને પવન ફૂંકાયો. માર્ટીન લ્યુથરે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપ્યો. વિજ્ઞાનયુગે માણસની દ્રષ્ટિ બદલાવી. રાજાએ પણ પાપની સત્તાથી ત્રાસ્યા. કાંઈક સંઘર્ષો થયા અને કાંઈક બાંધછોડ અને સમજૂતી થઈ. પણ ધીમે ધીમે ઉદારમતવાદી લોકશાહી વિચારો-Liberal Democratic Thought—પ્રબળ થતા ગયા અને દરેક વ્યકિતને ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઈએ એ ભાવના વ્યાપક બની. બીજો વિશ્વધર્મ ઈસ્લામ—તેમાં પણ આવી જ સ્થિતિ હતી. Ottoman Empire સમ્રાટ એ જ ખલિફ, પયગમ્બરના પ્રતિનિધિ અને કુરાન એ જ કાયદો. પશ્ચિમના દેશોમાં સેકયુલર સ્ટેટની કલ્પનાનો વિકાસ થતો રહ્યો અને ધીમે ધીમે ધાર્મિક બાબતોમાં રાજસત્તાના અધિકાર કે દખલગીરી ઓછી થઈ. સેપરેશન ઓફ સ્ટેટ એન્ડ ચર્ચા-અમેરિકા આવા બિનસાંપ્રદાયિક રાજ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. ઈંગ્લે ન્ડમાં પણ હજી તેના રાજા પ્રોટેસ્ટન્ટ ધર્મના જ હોવા જોઈએ, તેના ધાર્મિક ગુરુએ આર્ચબિશપ વગેરેની નિયુકિત રાજ્ય તરફથી થાય છે, અને તેમાંના કેટલાક પ્રીવીકાઉન્સીલ કે ઉમરાવસભાના સભ્ય હોય છે. છતાં ધાર્મિક સહિષ્ણુતા મોટા પ્રમાણમાં છે. અમેરિકામાં પણ કોઈ રોમન કેથેાલીકને પ્રેસીડન્ટ થવું ભારે અઘરું છે. ૧૪૫ પણ ધીમે ધીમે સેક્યુલર સ્ટેટનો અર્થ બીજો જ થતો ગયે. -બિન મઝહબી—Irreligious રાજ્ય, માત્ર ભૌતિક અને ઐહિક બાબતાના વિચાર કરે અને ધર્મ સાથે તેને કોઈ સંબંધ નહીં અથવા ન હોવા જોઈએ એવી માન્યતા ઊભી થઈ છે. શું પ્રજાના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો જાળવવામાં રાજ્યની કાંઈ ફરજ નથી ? તે વિષે. રાજ્ય બેદરકાર રહી શકે ? પણ સેકયુલર સ્ટેટના અર્થ આથી પણ આગળ ગયો. રશિયા સેક્યુલર કહેવાય છે. પણ રશિયામાં રાજ્ય, ધાર્મિક બાબતમાં દખલગીરી ન કરે એટલું જ નહીં પણ ધર્મના જ સખ્ત વિરોધ કરે એમ મનાય છે. અહીં ધર્મ એટલે એસ્ટાબ્લીશ્ડ ચર્ચ. પણ એસ્ટાબ્લીશ્ડ ચર્ચના તો ટોલ્સ્ટોયે પણ સખત વિરોધ કર્યો હતો, પણ તે સાચા ધર્મની પ્રતિષ્ઠા કરવા. પણ સામ્યવાદીઓએ એસ્ટાબ્લીશ્ડ ચર્ચના વિરોધ સાથે જીવનમાં ધર્મને જ કોઈ સ્થાન નથી એવું વાતાવરણ અને માન્યતા ઊભાં કર્યાં છે. બિનસાંપ્રદાયિક રાજ્યના એક બીજાં પણ અર્થ છે અને તેના વિચાર કરીએ. બિનસાંપ્રદાયિક રાજ્યમાં, દરેક નાગરિકને પેાતાની ધાર્મિક માન્યતા અને વિચાર માટે સ્વતંત્રતા હોય, પોતાની ધાર્મિક સંસ્થાઓને પેાતાની માન્યતા પ્રમાણે વહીવટ કરવાના અધિકાર હોય, પોતાના ધર્મની આચારપ્રણાલિકાઓ પ્રમાણે વર્તવાનો અને પોતાના ધર્મના પ્રચાર કરવાનો હક્ક હોય. ટુંકમાં—Individual and Corporate Freedom of Religion. બીજું, કોઈ નાગરિકને પોતાના ધર્મને કારણે નાગરિક હક્કોથી વંચિત ન રખાય અને બધા ધર્મના નાગરિકોને સમાન અધિકાર હોય–રાજ્યના દરેક ક્ષેત્રમાં. ત્રીજું, રાજ્ય કોઈ એક ધર્મને રાજ્યધર્મ ગણ્ નહીં અને તેવા કોઈ એક ધર્મના પ્રચાર કરવા અથવા તેનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરે નહિ. ભારતવર્ષ કાંઈક આવા અર્થમાં બિનસાંપ્રદાયિક રાજ્ય છે, તે હવે ટૂકમાં બતાવીશ. પશ્ચિમના દેશામાં બન્યું છે તેમ, ભારતવર્ષમાં રાજસત્તા અને ધર્મસત્તા વચ્ચે કોઈ મોટા સંઘર્ષો થયા નથી. ધર્મગુરુઓએ સ્વેચ્છાએ ગરીબાઈ સ્વીકારી અને સાના લાભ ન રાખ્યો. ક્ષત્રિઆને રાજસત્તા મળી પણ પ્રતિષ્ઠા ધર્મગુરુની રહી. રઘુવંશમાં દિલીપ રાજા પેાતાનું સર્વસ્વ - ગુરુને ચરણે ધરી દે, 'अदेयमासीत् त्रयमेच भूपतेः शशीप्रभम् छत्र मूभे च चामरे । રાજસત્તાનાં ચિહ્નો છત્ર અને ચામર સિવાય સર્વસ્વ સમર્પણ કરી દીધું. શિવાજી બધું રામદાસને ચરણે ધરી દે. સમ્રાટ અશોક, સાચા ધર્મના પ્રચાર માટે, યુદ્ધનો ત્યાગ કરી, પોતાની સર્વશકિત ધર્મને સમર્પે. મુસલમાન કાળ દરમિયાન પણ અકબર જેવા ઉદાર ચરિત રાજવી—દીન—ઈલાહી–વિશ્વધર્મની શોધમાં પડે. ઔરંગઝેબ જેવા અસહિષ્ણુતાનાં વિપરીત પરિણામ પોતે જ ભાગવે, બ્રિટિશ સમય દરમ્યાન ધર્મની બાબતમાં રાજ્યકર્તા તટસ્થ રહ્યા. રાજકીય કારણેએ કોમવાદ ઊભા કર્યો તે જુદી વાત છે. ભારતવર્ષમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મસમભાવ પાયામાં છે. હિંદુધર્મ એક મહાસાગર છે, જેમાં અનેક મતમતાંતરો સ્થાન પામ્યા છે. ખરી રીતે હિંદુ ધર્મને કોઈ Organised church નથી કે રાજ્ય સાથે સંધર્ષના કોઈ અવકાશ રહે. તેને કોઈ પાપ કે ખલીફા નથી. ભારતના પુનરુત્થાનનો પાયો રાજા રામમોહનરાય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ નાખ્યો. રાષ્ટ્રીય કોંગ્રેસ ખરે જ રાષ્ટ્રીય હતી અને છે, બધા ધર્મોના
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy