________________
ત, ૧૧૧૧-૧૧
પ્રબુદ્ધ જીવન
૧૪૩
શા માટે? પક્ષીઓ ગીત ગાય છે તો શા માટે? બીજમાંથી વૃક્ષ શા માટે? વાદ:માંથી પાણી શા માટે? જેને રહસ્ય માલુમ નથી એને પરમાત્માનું રહસ્ય નહિ સમજાય. આપણી આંખે વ્યાખ્યાઓથી, સિદ્ધાંતથી આંધળી થઇ ગઈ છે. વ્યાખ્યાઓ નડતરરૂપ છે. આજે વિજ્ઞાન અને ધર્મ રહસ્ય નષ્ટ કરી રહ્યા છે. આપણે જીવીએ છીએ અજ્ઞાનના કારણે–જીવનનાં પ્રતિરહસ્યનો બોધ અનિવાર્ય છે - રહસ્ય પ્રત્યે આપણે અભિમુખ થવું જોઈએ. અને અસીમ અનંત પ્રતિ હૃદયને ખેલવું જોઈએ. ચારે તરફ ફેલાયેલી - પ્રકૃતિ એ પરમાત્માનું ઘર છે. એની પાસે જાઓ પ્રેમ કરો, કેમ કોઈ ઝાડપાન પક્ષી ઉદાસ નથી અને માણસ જ ઉદાસ છે? એને કેમ કાંટા જ કાંટા દેખાય છે અને ફુલ દેખાતું નથી? કારણ એના જીવનમાં કોઈ કાવ્ય નથી, કોઈ સંગીત નથી, કોઈ પ્રેમ નથી, એણે જીવનને કઈ પરિચય કર્યો નથી, ચિત્ત ઉપર નિરંતર સજાગ થવાની આજે જરૂર છે. જ્ઞાનને જવા દેશો તો રહસ્ય આવવા માંડશે.”
અભાવને બોધ અજ્ઞાનને બોધ અને રહસ્યને બોધ - આ બે બિંદુઓ ઉપર વિચાર ક્ય પછી અભાવનાં બોધ ઉપર બેલતાં આચાર્યશ્રીએ કહ્યું- માણસમાં જો રાહસ્યનો બોધ ન હોય તે માણસ સીમિત બની જાય છે. માણસ જ્ઞાનથી શું ભરવા માંગે છે અને તે પ્રકૃતિથી મ દૂર રહ્યો છે અને આપણે વિચાર કરવો જોઈએ. માણસ માત્ર જીવનભર સંગ્રહ જ કરતો હોય છે. શું સંગ્રહ કરે છે એ જુદી વાત છે. ‘ત્યાગ’ ને પણ સંગ્રહ કરવામાં આવે છે– ઉપવાસની પણ ગણતરી થાય છે. એટલે જ્યાં ગણિત છે ત્યાં સંગ્રહ છે. કેટલું ધન તેમ કેટલો ત્યાગ એને પણ હિસાબ થાય છે અને આમ ત્યાગ પણ સંપત્તિ બની જાય છે. આનું કારણ અંદર કંઈકનો અભાવ છે. અનિવાર્ય શૂન્યતાથી-શૂન્યથી–તે ડરે છે અને એથી કંઈક ભર્યા કરે છે. એને Nothingness નો ભય છે. સંગ્રહની વૃત્તિ એ છટકબારી છે. Original emptiness એ આપણા સ્વભાવ છે. અભાવ એ સ્વભાવ છે.
આજે દુ:ખને છોડવાની અને સુખને ભેગા કરવાની દોડ ચાલી છે. દુ:ખ સુખથી અલગ થોડું છે? સુખની છાયા દુઃખ છે. નવાં સુખે નવાં દુ:ખ લાવે છે. ભીતર સંપૂર્ણ અભાવ છે. આ અભાવના બોધ પ્રતિ જાગવાની જરૂર છે. બહાર એકઠું કરવાથી શું તે અંદર જઈ શકશે? “અંદરનો અર્થ જયાં કશું બહારથી ન જઈ શકે. આજે માણસને મોક્ષની ઈચ્છા થાય છે પણ એ ભૂલી જાય છે કે જયાં ઈચ્છા છે ત્યાં સંસાર છે. મોક્ષને શોધવાનો હોત નથી. ‘અભાવ” માં જીવવા માટે તૈયાર થવાની ક્ષણ જ મોક્ષ છે. જે તમે છે તે જ ઠીક છે - “ભીતરમાં છલાંગ , અભાવમાં છલાંગ ભરે, એથી ભાગો નહિ અને તમને આત્માનું દર્શન થશે. અભાવમાં જીવવાથી જ પરમાત્મા મળે છે. ભરવાની કોશીપ છોડી દેવી તે છે ત્યાગ. મંદિરમાં જવાની જરૂર નથી-અભાવમાં જાઓ. જયાં મહત્ત્વાકાંક્ષા છે ત્યાં અવસ્થા છે. જે કોઈને માનતો નથી એ જ સ્વને જાણ થાય છે.”
આમ આચાર્યશ્રીનાં પ્રવચનમાંથી આપણને જીવનની એક ચોક્કસ દષ્ટિ મળે છે. ઉપરનાં ત્રણ સૂત્રો ઉપર જો દષ્ટિ આવી જાય તે ક્રાંતિ આવે, નવા મનુષ્યને જન્મ થાય. આ શિબિરમાં ભાગ લેનાર દરેક ભાઈ – બહેનને એટલી શ્રદ્ધા તો આવી જ હશે કે પ્રત્યેક વ્યકિતમાં અપાર શક્યતાઓ રહેલી છે અને ધાર્મિકતી ચાંદલામાં કે જોઈમાં નથી પણ આમૂલ પરિવર્તનમાં રહેલી છે.
શિબિરનાં પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં ઘણાં બુદ્ધિગમ્ય પ્રશ્ન પૂછાતાં હતાં. શું જીવનમાં અનુશાસનની આવશ્યકતા નથી? આ પ્રશ્નને
જવાબ આપતા આચાર્યશ્રીએ કહ્યું કે વિવેક, પ્રજ્ઞા, જાગરણ, બોધ નથી એટલે અનુશાસનની લાડીની જરૂર છે. માણસ અંદર અસંસ્કૃત છે. ઉપર સંસ્કૃત છે.
આજે દેશમાં વિદ્યાર્થીઓના તોફાને અંગે આચાર્યશ્રીને અભિપ્રાય પૂછતાં તેઓશ્રીએ કહ્યું, ‘સત્ય માટે બાળકને મુકત કરવાની જરૂર છે. આજે સમાજ બાળકને વિવેક નથી દેતે, વિચાર દે છે, સમાજ મરેલાની પૂજા કરે છે. મૂડદાને સમાજ જીવિત માણસની પૂજા નથી કરતો. એટલે બાળકને આકાશ નથી દેખાતું, દીવાલ દેખાય છે. તેમને પોલીસ ચોકીને નુકસાન કરવાનું હું નથી કહેતો; હું તો કહું કે કોઈ મોટી બુનિયાદી ક્રાંતિ કરો. બાકી Disciplined માણસ એને હું મરેલે માણસ કહું છું.
આ ઉપરાંત “મોક્ષ છે કે નહિ ?” “વૃત્તિઓ કેમ બદલાય? વિગેરે વિગેરે પ્રશ્નો આવ્યા હતા.
માથેરાનની શિબિરે સૌનાં ચિત્તમાં એક નવા વિચારનું બીજ જરૂર રોયું છે. આશા રાખીયે આ બીજ લેફાલે.
શિબિરમાં અન્ય ખાવાપીવારહેવા વિગેરેની વ્યવસ્થા સુંદર અને સંતોષકારક હતી. આ માટે રગ્બી હોટેલનાં માલિક શ્રી રમણલાલ ઠક્ક અને શિબિરની સમગ્ર જવાબદારી લેવા માટે “જીવન જાગૃતિ કેન્દ્રનાં કાર્યકરો અંતરનાં અભિનંદનનાં અધિકારી બને છે.
ચીમનલાલ જે. શાહ મુંબઈ આવી રહેલાં શ્રીમતી વિમળાબહેન - જે ઠકારને કાર્યક્રમ
શ્રીમતી વિમલાબહેન ઠકાર તા. ૨૦મી નવેમ્બર રવિવારના રોજ દશ દિવસ માટે મુંબઈ આવી રહ્યાં છે તે પ્રસંગે મુંબઈ સર્વોદય ' મંડળ તરફથી તેમનાં વ્યાખ્યાને અંગે નીચે મુજબને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે:- તા. ૨૦મી રવિવાર સાંજના ૪ વાગે સાન્તાક્રુઝ સર્વોદય મિત્ર મંડળ દ્વારા સભા, સાન્તાક્રુઝ.
તા. ૨૧ સોમવાર રાતના ૯ વાગ્યે બહેનોની સભા, બાલાસીનેર મંડળ દ્વારા, સી. સી. ટેક, મુંબઈ.
તા. ૨૨ મંગળવાર રાતના ૯ વાગે બહેનની સભા, કાંદીવલી–બોરીવલી. - તા. ૨૩ બુધવાર બપોરે ૩ વાગે બહેનોની સભા, એસ. એન. ડી. ટી. કૅલેજ તથા સાંજના ૬ વાગ્યે નિમંત્રિતોની સભા, ઈન્ડિયન મરચન્ટસ ચેંબરના હોલમાં, મુંબઈ.
તા. ૨૪ મી ગુરુવાર, સાંજે ૬-૧૫ રીનેસન્સ ક્લબ, સોશિયલ સર્વીસ લીગ, સરવન્ટ ઓફ ઈન્ડિય સેસાયટી, મુંબઈ.
તા. ૨૫મી શુક્રવાર બપોરે ૩-૧૫ વાગ્યે મીઠીબાઈ કૅલેજ વિલેપાર્લે અને રાત્રીના ૯ વાગ્યે, જૈન ભવન, સાયન.
તા. ૨૬મી શનિવાર, સાંજે ૪-૩૦ વાગ્યે સર્વોદય શિક્ષણ સંઘ, મુંબઈ તથા રાત્રે ૯ વાગ્યે જાહેર સભા, મલાડ.
તા. ૨૭ મી રવિવાર સવારના ૬ વાગ્યાથી ૧૧-૨૫ સુધી યુથ રેલી તથા યુવક સંમેલન, વિલેપારલે અને રાત્રીના ૮-૩૦ વાગ્યે ગ્રુપ મિટિંગ, કાલબાદેવી રોડ, મુંબઈ.
તા. ૨૮મી સમવાર, સાંજના ૪-૩૦ વાગ્યે જાહેર સભા, ખાદી ગ્રામોદ્યોગ કમિશન, વીલેપારલે અને રાત્રે ૯ વાગ્યે સભા, મુલુંડ,
તા. ૨૯મી મંગળવારે બહેનની સભા હિંદુ સભા હૅલ, ઘાટકોપર અને રાત્રીના ૯ વાગ્યે જાહેર સભા હિંદુ સભા હોલ, ઘાટકોપર,
તા. ૩૦મી બુધવાર બપોરે ૩ વાગ્યે બહેનોની સભા મણિબા હૈલ, સાયન પૂર્વ અને રાત્રે ૯ વાગ્યે જાહેર સભા, દાદર.
તમને મળ્યોતિમયા. સંસારે સઘળે ભલે અસત છે, શું સત્ય છે કયાંય ના?
જ્યાં ત્યાં દુઃખવિષાદ છે વરતતાં, શું ભદ્ર દેખાય ના? છે સર્વત્ર કુરૂપ ને મલિનતા સૌન્દર્ય તે યે લસે! રે રે જીવનમાં સદા નિરખિયે સત્યં શિવં સુન્દરમ્ |
નટવર મ. દવે