SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ axr ક્ષુષ જીવન જૈન સમાજને એકત્ર બનવાનું આન્હાહન “આપણામાં માન્યતાભેદ અતિ અલ્પ છેઃ (ગત ઑઑકટોબર માસની ૧૮-૧૯મીના રોજ વર્લ્ડ ખાતે મળેલા ભારત જૈન મહામંડળના અધિવેશનના પ્રમુખસ્થાનેથી કરવામાં આવેલ શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના અધ્યક્ષીય અભિભાષણમાં જૈન સમાજની એકતાને અનુલક્ષીને રજૂ કરવામાં આવેલા વિચારો.) એકતાની આવશ્યકતા એમ વિચારવામાં આવ્યું હતું કે આઝાદી બાદ રાષ્ટ્રહિતના ખ્યાલ રાખીને રાષ્ટ્રનિર્માણનું કામ થશે અને દેશના લોકો સુખી થશે. પણ સ્વાર્થવૃત્તિના કારણે એમ બનવા પામ્યું નથી, અને પ્રાન્ત, ભાષા, જાતિ, વર્ગ અને ધર્મના ભેદોને જોર મળતાં રાષ્ટ્રીય હિતેાની અવગણના થઈ છે. જે રાષ્ટ્રીયવૃત્તિના લાક હોય તેમને સહજમાં અન્યાય થઈ જાય છે, કારણ કે બહુસંખ્ય લોકો જાતીયતાના બળ ઉપર અલ્પસંખ્ય લોકો ઉપર અન્યાય કરે છે. આપણે આ બાબતમાં જાગૃત રહેવું એ અત્યન્ત આવશ્યક છે. કારણ કે આપણે અલ્પસંખ્ય છીએ. જૈના હંમેશા રાષ્ટ્રીય તથા ઉદાર વૃત્તિના રહ્યા છે. પરંતુ જેમ જેમ જાતીયતાને ઉત્તેજન મળતું રહ્યું તેમ તેમ તેમની શકિત તથા યોગ્યતાના રાષ્ટ્રીય ક્ષેત્રમાં ઉપયોગ ઓછા થતા રહ્યો છે. આ આપણું સંગઠ્ઠન માત્ર જાતિહિત માટે નહિ પણ રાષ્ટ્રીય તેમ જ માનવહિત માટે છે. આપણે અન્યાયનાં હિતાનું અપહરણ ન કરતાં અન્યની સેવા કરીએ છીએ. એમ છતાં પણ અન્ય જનાની સેવાની સાથે સાથે આપણું અસ્તિત્ત્વ પણ આપણે કાયમ રાખવાનું છે અને સ્વાભિમાન પણ. જે સ્વાભિમાનની સાથે જીવવાનું નથી જાણતા તેમની સ્થિતિ એવી થશે કે જેવી યહુદીઆની થઈ. તેઓ બુદ્ધિમાન હતા, વૈજ્ઞાનિક હતા, વ્યાપારી હતા, પણ હિટલરની ગુંડાગીરી સામે કોઈ પણ પ્રકારના પ્રતિકાર કર્યા સિવાય તેઓ માથું નમાવતા રહ્યા. પરિણામ એ આવ્યું કે બકરાં ઘેટાંની માફક આઠ લાખ યહૂદીઓએ નાશને પ્રાપ્ત કર્યાં. આપણે ઈતિહાસની આ ઘટનામાંથી પાઠ શિખવાનો છે અને એક બનવાનું છે. આપણા મતભેદો આપણી વચ્ચે જે વિઘટન દેખાય છે, જુદાઈ દેખાય છે તેના મૂળમાં જયારે આપણે ઉતરીએ છીએ ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી. જૈન સંપ્રદાયોનાં મૂળ તત્ત્વોમાં જરા પણ ભેદછે નહિ. જેઓ અનેકાન્ત દૃષ્ટિમાં નથી માનતા એવા હિન્દુઓમાં તાત્ત્વિક વાતોમાં મતભેદ હોવા છતાં પણ તેઓ હિન્દુના રૂપમાં એક છે. તેમનામાંના કોઈ સૃષ્ટિના કર્તાહર્તા ઈશ્વરને માને છે તે કોઈ ઈશ્વરને એ રૂપમાં નથી માનતા, પણ આપણે જૈનો તે ૨૪ તીર્થંકરોને એકસરખી રીતે માનીએ છીએ, અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહ આદિ તત્ત્વોને એકસરખી રીતે સ્વીકારીએ છીએ, કર્મસિદ્ધાન્ત, સદ્ગુણાપાસના, ભકિતસ્વરૂપ-આ સર્વ વાતા આપણામાં એકસરખી છે. સર્વ જૈન કષાયામાંથી છૂટવાના અને વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાના આદર્શમાં એકસરખી શ્રદ્ધા ધરાવે છે. ભેદ બહુ થોડો છે. કોઈ કહે છે કે સ્રીમુકિત થાય છે, કોઈ કહે છે થતી નથી, પણ એ માટે ઝગડવાની આજના વખતમાં કોઈ આવશ્યકતા નથી, કારણ કે આપણી માન્યતા મુજબ આ સમયમાં તે કોઈ જીવ મેક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી. કોઈ મૂર્તિને અલંકાર પહેરાવે છે. કોઇ નથી પહેરાવતું; પણ આત્માના વિકાસમાં કે સાધનામાં કે તત્ત્વજ્ઞાનમાં કોઈ અન્તર નથી. જે થોડું સરખું અન્તર આચાર - વિચારોમાં કે વિધિવિધાનામાં છે તે સંબંધમાં વાદવિવાદ કરવા તે અનેકાન્તના ઉપાસકોને માટે યોગ્ય નથી. આપણે પોતપોતાની માન્યતાઓ પ્રત્યે આસ્થા રાખવા સાથે અન્ય પ્રત્યે ઉદારતા રાખી શકીએ છીએ અને તા. ૧૬-૧૧-61 માન્યતાનું સામ્ય અતિ વિશાળ છે” એ માટે પરસ્પર મળવું હળવું અને એક મંચ ઉપર એકઠા થવું એ અત્યન્ત જરૂરી છે. અને એ કાર્ય વર્ષોથી ભારત જૈન મહામંડળ કરતું આવ્યું છે. તે કહે છે કે આપ આપની માન્યતાઓ પ્રત્યે નિષ્ઠા રાખો, આપના આચાર વિચારોનું પાલન કરો, પણ જે પ્રશ્નો આખા સમાજને સ્પર્શે છે તેમાં તે એકત્ર બની. ધર્મ સંપ્રદાય ચા ગુચ્છથી ઉપર છે એ બાબતને ધ્યાનમાં રાખો. મતભેદ તો હર સંપ્રદાય, ગચ્છ એમ જ વ્યકિતમાં હાવાને, પણ તેનો આગ્રહ પરમ અનાગ્રહી ભગવાન મહાવીરના અનુયાયીએ માટે શેશભાસ્પદ નથી. આ ઉપરથી આશા રાખવામાં આવે છે કે જૈને મતભેદને મનભેદમાં પરિવર્તિત થવા નહિ દે. જે મતભેદ કે વિવાદ નજરે પડે છે એ મટવા જ જોઈએ, કારણ કે આપણે જીંદગીભર લડતા રહીએ એમાં કોઈને લાભ છે નહિ, હાનિ હાનિ જ છે અને આપણા સમાજના પ્રબુદ્ધ તેમ જ વિચારશીલ નેતાઓમાં આપણા વિશ્વાસ છે કે તેઓ જરૂર એવા માર્ગ કાઢશે કે જેથી જૈન સમાજ હળીમળીને સમાજ, રાષ્ટ્ર તથા માનવહિત સાધવામાં પેાતાની શકિત તેમ જ સાધનાને સંલગ્ન કરશે. આપણે એક જગ્યાએ એકઠા થઈએ ! આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાન્ત, રાજય, દેશ તેમ જ સંસા રમાં સર્વત્ર અસંતોષ તેમ જ અશકિત છે. એવી સ્ફોટક સ્થિતિ છે કે માલુમ પડતું નથી કે ક્યાં કયારૅ લડાઈ, વિદ્રોહ કે સંઘર્ષ ઊભા નહિ થાય. તેનાં દુષ્પરિણામોથી માનવજાતિ બચી શકે તેમ છે જ નહિ. પ્રેમ તેમ જ સમન્વય વિના, અહિંસા તેમ જ અનેકાન્ત વિના માનવજાતિની સમસ્યા ઉંલી શકે તેમ નથી. સમસ્યા ભલેને વ્યકિતની હોય કે રાષ્ટ્ર યા જગત ની હાય, તેના મૂળમાં આપણને માલુમ પડશે કે વિદ્રેષ, ધૃણા, ઈર્ષ્યા, આગ્રહ તેમ જ અહંકાર જ રહેલાં છે. આમ હાવાથી સર્વ ક્ષેત્રામાં અહિંસા તેમ જ અનેકાન્તના પ્રયોગ આવશ્યક છે. આ મહાન કાર્ય કરવાની જવાબદારી સહજ રૂપમાં જૈન ઉપર આવે છે. પ્રત્યેક ક્ષેત્રમાં-પછી આપણા સાંપ્રદાયિક મામલો ઉકેલવાના હોય અથવા તેા રાષ્ટ્રીય સંકુચિતતા દૂર કરવાની હાય—આના જ પ્રયોગ કરવાના રહેશે. આ ત્યારે થઈ શકે એમ છે કે જયારે આપણે એક જગ્યાએ એકઠા થઈએ અને સાથે બેસીને આપણી સમસ્યાઓના વિચાર કરીએ. અમૃતલાલ કાળીદાસ દોશી આચાર્ય રજનીશજીની સાધનાશિબિર પ્રબુદ્ધ જીવનના ગાંકમાં આ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં થોડો ફેરફાર કરવામાં આવ્યા છે. શક્તિદળના ઉપક્રમે યોજવા ધારેલી માત્ર બહેના માટેની તા. ૨૧ થી ૨૩ સુધીની શિબિર રદ કરવામાં આવી છે, પણ એના બદલે જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી મલાડ પશ્ચિમ વિભાગમાં આવેલ આદર્શ દુગ્ધાલયના સ્થળે તા. ૧૯મી નવેમ્બર શનિવાર રાત્રીથી તા. ૨૨મી નવેમ્બર રાત્રિ સુધી–એમ સાડાત્રણ દિવસની સાધનાશિબિર ગાઠવવામાં આવી છે. આ શિબિરમાં હમેશાં રાત્રીના ૮થી ૯-૩૦ અને સવારના ૮ થી ૯ એમ આચાર્યશ્રીનાં કુલ સાત વ્યાખ્યાનો થશે. આ શિબિરમાં જીવન જાગૃતિ કેન્દ્ર કાર્યાલય, (એડવર્ડ સીનેમા સામે, '૫૦૫, કાલબાદેવી રોડ, ટે.નં. ૨૨૩૩૧)માં રૂ. ૫ ભરીને પ્રવેશપત્ર મેળવીને કોઈ પણ ભાઈબહેન ભાગ લઈ શકશે. એક વિશેષ પ્રસ્તાવ ભારત જૈન મહામંડળના વર્ષા ખાતે મળેલા અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવાની યાદી પ્રબુદ્ધ જીવનના ગતાંમાં આપવામાં આવી છે તેમાં એક પ્રસ્તાવ પ્રગટ કર્યો રહી. ગયે હતેા તે પ્રસ્તાવ નીચે મુજબ છે:— ” “સામાજિક શિક્ષા, ઔષધીય સહાયતા, સાહિત્ય આદિ વિભિન્ન સેવાક્ષેત્રામાં કાર્ય કરતી સાંપ્રદાયિક સંસ્થાઓને ભારત જૈન મહામંડળ નિવેદન કરે છે કે તેમના કાર્યનું ક્ષેત્ર સમસ્ત જૈન સમાજ સુધી વ્યાપક બનાવે અને સમસ્ત જૈન સમાજને સ્પર્શ કરતા પ્રશ્નો તરફ વિશેષ ધ્યાન આપે.”
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy