________________
૧૪s
પ્રબુદ્ધ જીવન
બધા લોકોને મહારાષ્ટ્રી ગણવાના છે. હું તમને ખાસ ભાર મૂકીને જણાવું છું કે આ મુદ્દો હંમેશાને માટે યાદ રાખવાનું છે. રાજ્યમાં કોઈ પણ ઠેકાણે અને ખાસ કરીને મુંબઈમાં કોઈ પણ પ્રકારના ભેદભાવની લાગણીને સ્થાન હોવું ન ઘટે કે ઉત્તેજના મળવી ન જોઈએ. મુંબઈના વિકાસમાં સર્વ પ્રજાજનોને સરખે હિસ્સો છે એ તરફ તમારું હું ખાસ ધ્યાન ખેંચું છું.
“કેટલાક લોકોને આર્થિક અથવા તે અન્ય પ્રકારની મુશ્કેલીઓ હોવા સંભવ છે. પણ આ સમસ્યાઓ, માત્ર જ્યારે આખા દેશને એક ઘટક તરીકે વિચાર કરવામાં આવે ત્યારે જ, ઉકેલી શકાય તેમ છે. આવી સમસ્યાઓ લોકશાહીની રીતે અને બંધારણીય દષ્ટિએ ઉકેલવાની છે. મહારાષ્ટ્રી–બિન મહારાષ્ટ્રી એ પ્રકારનો વિવાદ ઊભે કરવાથી આ સમસ્યાનું નિરાકરણ થવાનું નથી. - “સ્વ. રાનડે, ગોખલે અને તિલક જેવા રાષ્ટ્રીય નેતાઓએ રાષ્ટ્રીય એકતાને સર્વોત્કૃષ્ટ સ્થાન આપ્યું હતું. જો રાષ્ટ્ર જીવિત હશે તે જ મહારાષ્ટ્રણ ટકી શકશે. જ્યારે પણ જરૂર હોય ત્યારે રાષ્ટ્રીય હેતુ માટે આત્મભાગ આપવામાં મહારાષ્ટ્ર સૌથી પહેલી હરોળમાં ઉભા રહેવાનું છે. એમાં જ મહારાષ્ટ્રની વિશેષતા અને ગૌરવ રહેલાં છે.”
આપણે આશા રાખીએ કે શ્રી યશવન્તરાવ ચવ્હાણના આ ઉદ ગારો શિવસેના*, અગ્રેસર આગેવાન અને તેમની માફક વિચારતા અન્ય મહારાષ્ટ્ર બંધુઓના દિલને સ્પર્શે અને કહેવાતા બિનમહારાષ્ટ્રીઓ સામે એક પ્રકારના જાતિવાદનું ઝેર ફેલાવતા તેઓ અટકે. જો એમ નહીં બને તે તેમાંથી અનેક ભયંકર સંભાવનાઓ પેદા થવાની કલ્પના કરી શકાય છે. પરિણામે કોને કેટલું સહેવું પડશે એ વિચારને બાજુએ રાખીએ, પણ મુંબઈ તે મુંબઈ નહિ જ રહે, એટલું જ નહિ પણ આખા દેશમાં આ ઝેર ફેલાઈ જશે, ભાઈઓ ભાઈઓ વચ્ચે અથડામણ થશે, દેશની એકતા છિન્નભિન્ન થઈ જશે અને અનર્થોની–કલ્પનામાં ન આવે એવી–પરંપરા સરજાશે. આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે માનવી માનવી વચ્ચે ઝેર ફેલાવતા લોકોના દિલમાં સન્મતિને ઉદય થાય અને પરસ્પર બંધુભાવની પુન: પ્રતિષ્ઠા થાય. વિજ્ઞાન અને ધર્મ
‘વિજ્ઞાન અને સંસ્કૃતિ' એ મથાળા નીચે તા. ૨૬-૧૦-૬૬ના ભૂમિપુત્રોમાં દાદા ધર્માધિકારીએ ભાવનગર ખાતે તા. ૨૭-૮-૬૬ ના રોજ આપેલા વ્યાખ્યાનની સવિસ્તર નોંધ પ્રગટ થઈ છે. તેમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે તફાવત સમજાવતાં દાદા ધર્માધિકારી નીચે મુજબ જણાવે છે' “વિજ્ઞાન અને ધર્મમાં એક બહુ મોટો ફરક છે. વિજ્ઞાનમાં સવાલ જ સવાલ છે, જ્યારે ધર્મમાં ઉત્તર જ ઉત્તર છે. તેને કારણે વિજ્ઞાન વસ્તુનિષ્ટ રહ્યું. જેમાં ઉત્તર જ ઉત્તર હોય ત્યાં વસ્તુનિષ્ટા જળવાઈ ન શકે. આમ તે અથાતો પજ્ઞાનિસાસા એમ કહેવાયું છે. તેથી ધર્મમાં એ સવાલ જ સવાલ હોવા જોઈતા હતા, જિજ્ઞાસા દેખાવી જોઈતી હતી. પણ તેને બદલે ધર્મમાં ઉત્તર જ ઉત્તર છે. છતાં લોકમાનસ ઉપર વિજ્ઞાન કરતાં ધર્મનો પ્રભાવ સૌકાઓથી અધિક જ રહ્યો છે. આનું કારણ બર્નાર્ડ શું એ સુંદર શબ્દોમાં કહ્યું છે. ધર્મ એક જ વાતને, એક જ અસત્યને રોજ ને રોજ દોહરાવતો રહે છે, જ્યારે વિજ્ઞાન પિતાના અસત્યને, ટેન્ટેટીવ ટૂ થને-કામચલાઉ સત્યને–બદલતું રહે છે. પોતે કઈ અપરિવર્તનીય સત્યની ખેજ કરે છે એવો વિજ્ઞાનનો દાવો નથી. એ નમ્રતા દાખવે છે. આને કારણે માણસની બુદ્ધિમાં બુદ્ધિનષ્ઠા, વસ્તુનિષ્ઠાને આવર્ભાવ થયો.
ત્યાર બાદ વિજ્ઞાનની પ્રતિક્રિયા ધર્મ પર પણ થઈ, અને ધર્મમાં છે જિજ્ઞાસા અને વસ્તુનિષ્ઠા આવી. મેં હવે એટલું જ ન કહ્યું કે શ્રદ્ધા રાખે, પણ ઉમેર્યું કે તેની સાથે અનુભૂતિ પણ જોઈએ. આજના યુગમાં ધર્મ અને તત્ત્વ, દર્શન અને વિજ્ઞાન એકબીજા સાથે હસ્તધૂનન કરી રહ્યા છે. આજે આપણે સૌએ આવા એક નવયુગમાં પદાર્પણ કર્યું છે.” જંબુઢીપ નિર્માણ અને આજનું ખગોળશાસ્ત્ર
તા. ૫-૧૨-૬૬ના જેન’માંથી જાણવા મળે છે કે પાલીતાણામાં જંબુદ્રીપની વિશાળ રચના માટે સવા લાખ રૂપિયાના ખર્ચે ૨૭,૦૦૦ વાર જમીન ખરીદવામાં આવી છે અને તે જમીન ઉપર પ્રસ્તુત રચના પાછળ પાંચ સાત લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે.
અને જંબુદ્વીપનું જૈન ધર્મ શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ ૯ શાશ્વત રૌનું આ જગ્યા ઉપર નિર્માણ કરવામાં આવનાર છે.
વિશ્વની રચના સમજાવવા માટે જૈન ધર્મ શાસ્ત્રોમાં ચૌદ રાજલોક અને તેમાં અઢી ટ્રીપની કલ્પના કરવામાં આવી છે, તેની મધ્યમાં જંબુદ્વીપ છે અને તેની મધ્યમાં ભરતક્ષેત્ર છે જેમાં આપણે વસીએ છીએ. આવી વિશાળ રચના ઊભી કરવા પાછળ તેના નિર્માતાઓને આશય જૈન મતાનુસાર પૃથ્વી થાળી
જેવી સ્થિર અને સપાટ છે, મધ્યમાં મેરુ પર્વત છે અને તેની રાસપાસ સૂર્ય ચંદ્ર ફરે છે–આ માન્યતાની પ્રતિષ્ઠા કરવાને અને આજે ખગોળશાસ્ત્ર દ્વારા રજુ કરવામાં આવતી પૃથ્વી ગોળ અને ફરતી હોવાની માન્યતાને અપ્રતિષ્ઠિત કરવાને-અસત્ય ઠરાવવાને-- છે.
જે આજે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ ચૂકયું છે તે અસિદ્ધ કરવાના આ મિથ્યા પ્રયત્નની પાછળ કરવામાં આવનાર વિપુલ દ્રવ્યવ્યયને લગતી આ યોજના જાણીને ભારે આશ્ચર્ય તેમ જે દુ:ખ થાય છે. કેટલાંક વર્ષો પહેલાં પૃથ્વી ગોળ અને ફરતી હોવાની માન્યતા અનુમાન-આધારિત હતી અને તેથી તેના વિકલ્પમાં પૃથ્વી સ્થિર અને સપાટ હોવાની માન્યતાને ઊભી રહેવાનો થોડો સરખે પણ. અવકાશ હતો, પણ આજે તે એન્તરિક્ષમાં ઘણે ઊંચે ગયેલા અવકાશયાન દ્વારા પ્રાપ્ત થયેલી છબીઓના કારણે પૃથ્વી ગોળા જેવી ગોળ સિદ્ધ થઈ ચૂકી છે અને તેમાં કોઈ પણ શંકાને સ્થાન રહ્યું નથી. આમ છતાં જૈન સમાજની અંધશ્રદ્ધા ટકાવી રાખવા જેવું આ વ્યર્થ પ્રયત્ન શા માટે હાથ ધરવામાં આવે છે?
તેનું કારણ એ છે કે જૈન ધર્મશાસ્ત્રમાં વિશ્વરચનાનું જે સ્વરૂપ પ્રરૂપાયેલું છે તે સર્વજ્ઞકથિત છે એવી માન્યતા છે અને આ સ્વરૂપ આજના ખગોળની ધારણા સાથે બંધબેસતું નથી અને હવે જો આજના ખગોળની પૃથ્વીને લગતી ધારણા સ્વીકારવામાં આવે-જે સ્વીકાર્યા સીવાય બીજો કોઈ માર્ગ નથી–તો તથાકથિત સર્વજ્ઞનું સર્વજ્ઞત્વ ખંડિત થાય છે અને તેથી ઉપર જણાવ્યું તેવા જંબુદ્વીપના સ્વરૂપને એટલે કે પૃથ્વીના આકારને લગતી ધાર્મિક માન્યતાને સાચી ઠરાવવાને હાસ્યાસ્પદ પ્રયત્ન થઈ રહ્યો છે. આમાંથી ઉગરવાને એક જ માર્ગ છે કે ધર્મતત્વની વિચારણા અને ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માન્યતાઓ–બન્નેને અલગ કરવી જોઈએ અને માત્ર ધર્મવિચારણા તથાકથિત સર્વજ્ઞપ્રરૂપિત છે, સનાતન છે, જયારે ધર્મ સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માન્યતાઓને તથાકથિત સર્વજ્ઞ સાથે જોડવાની કોઈ જરૂર નથી, તેમ જ તેને કોઈ અર્થ નથી. તે માન્યતાઓ જે હોય તેને આજના વૈજ્ઞાનિક સંશોધનના સંદર્ભમાં ફેરવવાની જ રહી. આ રીતે વિચારવાથી એટલે કે વિજ્ઞાન અને ધર્મના ક્ષેત્ર અલગ અલગ છે એમ ગ્રહણ કરવાથી એકને અન્ય સાથે વિરોધ થવાને કે અથડામણમાં આવવાને કઈ સંભવ જ રહેતો નથી. - વિજ્ઞાન સંબંધમાં જેવી સ્થિતિ જૈન ધર્મની છે તેવી જ સ્થિતિ ખ્રિસ્તી ધર્મની છે. એક વખત એવું હતું કે ખ્રિસ્તી ધર્મપ્રરૂપિત માન્યતાથી અન્યથા માનનાર વૈજ્ઞાનિકોને દેહાંતદંડની સજા કરવામાં આવતી. આજે જેમ ખ્રિસ્તી ધર્મો વિજ્ઞાન સાથે સમાધાન સ્વીકાર્યું છે તેવી રીતે જૈન ધર્મો પણ વિજ્ઞાન સાથે સમાધાન સ્વીકારવું જ રહ્યું. શ્રી મેહનલાલ પ્રેમચંદ શાહના સ્વર્ગવાસ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહના પિતા શ્રી. મોહનલાલ પ્રેમચંદ શાહનું તા. ૮મી નવેમ્બરના રોજ ૮૦ વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અવસાન થયું છે. છેલ્લા
એક વર્ષથી તેઓ કેન્સરના દર્દથી પીડાતા હતા. અમદાવાદના તેઓ એક પ્રતિષ્ઠિત વેપારી અને જૈન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા સચ્ચરિત્ર સજજન હતા. બહાળો કુટુંબ પરિવાર મૂકીને તેઓ વિદાય થયા છે. તેમના આત્માને શાશ્વત શાતિ પ્રાપ્ત થાઓ!
પરમાનંદ