________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પબુ જીવન
પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૪
મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૯૬, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૯
તંત્રી: પરમાનદ કુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
નૂતન વર્ષ પ્રવેશ
નવેમ્બર માસની ૧૩મી તારીખે—કાર્તક શુદ ૧ થી—આપણે વિક્રમના ૨૦૨૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સાધારણ રીતે આ દિવસ આનંદ અને ઉત્સાહના પ્રેરક હોય છે, પણ આ વખતે નવા વર્ષના પ્રાર’ભ સાથે કોઈ આનંદ—ઉલ્લાસ જોડાયલા અનુભવાતા નથી. કારણ કે આખો દેશ એક પ્રકારની માનસિક બેચેની, અસહિષ્ણુતા, અસ્વસ્થતાના વ્યાપક ઉપદ્રવથી—‘એપીડેમીક’થી—ગ્રસ્ત થયા છે, અને કિંકર્તવ્યમૂઢતા સમગ્ર પ્રજાસમુદાયના માનસને ઘેરી વળી છે. વધતી જતી મોંધવારી, લોકોના જીવનને ભરડો દેતી હાડમારીઓ, કુદરતી દુર્ઘટનાઓ, ઊંચે ચઢતા જતા કરવેરા, જીવન - જરૂરિયાતની ચીજોની ઘેરી બનતી જતી અછત, ચોતરફ ઘેરી બનતી જતી નિરાશા— આવાં અનેક કારણોને લીધે સંભવ છે કે આવી પરિસ્થિતિ ઊભી થવા પામી હોય, પણ આજે આ પરિસ્થિતિ ભારે ચિન્તાનો વિષય બની રહી છે અને કોઈ પણ નિમિત્ત મળતાં દેશના એક યા બી.જે ખૂણે નાના - મોટો ભડકો થતાં વાર ન લાગે એવું ભયાનક રૂપ ધારણ કરી રહી છે. આ જ માનસિક ભારતવ્યાપી ઉપદ્રવના આજના વિદ્યાર્થીઓ પણ ભાગ બન્યા છે અને નાની મોટી બાબતને આગળ કરીને ભાંગફોડની પ્રવૃત્તિ તરફ તે ધસી જતા માલુમ પડે છે.
શ્રી મુબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
તાજેતરમાં વ્યતીત થયેલા ભૂતકાળનું સ્વરૂપ આવું ધૂંધળુ છે; ભાવી વધારે ધુંધળું અને અંધકારમય ભાસે છે. આવા વાતાવરણ વચ્ચે નવા વર્ષ અંગે શુભેચ્છાના, ઉત્સાહના કે ઉલ્લાસના શબ્દો ચિત્તમાં સહજપણે સ્ક્રૂ રતા નથી અને લેખિની સ્થગિત થઈ જાય છે. આવી વ્યાકુળ મનોદશામાં વિશેષ લખવાના પ્રયત્ન કરૂં તેના બદલે તાજેતરમાં હૈદરાબાદ ખાતે તા. ૧૨મી નવેમ્બરના રોજ સ્વ. શ્રી વિશ્વશ્વરૈયાની પ્રતિમાનું અનાવરણ કરતા ભારતના પ્રજાજનાને ઉદ્દેશીને રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને જે ઉદ્ગારો કાઢયા છે તે ઉદ્ગારો અહિં ઉદ્ધૃત કરૂં તે વધારે પ્રસ્તુત અને ઉચિત લાગે છે. તેમણે ઉપર જણાવેલ પ્રસંગે જણાવ્યું કે:
“આજે દેશમાં દરેક જણ પોતાના માટે જેટલું બને તેટલું મેળવી લેવાની અને પેાતાનું ઘર ભરવાની ચિન્તામાં પડયા છે. દેશના વિશાળતર હિતની કોઈને જ પડી નથી. આપણામાં અપૂર્ણતાએ હોય એ સ્વાભાવિક છે, પણ પ્રમાણિકતામાં આપણે ઉણા ન જ ઉતરવું જોઈએ. આપણે સૌ પ્રમાણિક માણસ છીએ, ક્ષુદ્ર માણસા નથી એમ પ્રજા ઉપર ઠસાવવાના પ્રયાસે આપણે કરીએ તે જરૂરનું છે. દેશની અંદર અશાન્તિ અને અવ્યવસ્થા હોય તો આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આમાં આપણી પોતાની જવાબદારી કેટલી? જવાબદારીના ભાન વિના સત્તા માટેની લાલસા એ ખરેખર અત્યન્ત ધૃણાજનક છે. કોઈ પણ પ્રકારની રાજકીય ગુંડાગીરીથી રાષ્ટ્રનું નવવિધાન થઈ શકવાનું જ નથી. રાજકીય ગુંડાંગીરીથી દેશ પાયમાલ થઈ જશે, દરેક જણે પોતાની જાતને પ્રશ્ન પૂછવા જોઈએ કે, “હું મારા રાષ્ટ્રનું નવવિધાન કરવામાં મદદરૂપ થાઉં છું કે દેશનો વિનાશ કરવામાં સહાયક થાઉં છું?” નાના મોટા ઉચ્ચ સ્થાને બિરાજતા માટા લોકો કે સામાન્ય સ્થાને રહેલા નાના લોકો, ભણતા વિદ્યાર્થી કે ભણાવતો અધ્યાપક, વહીવટી અધિકારી કે સત્તાધીશ રાજપુરુષ–દરેક જણે
પોતાના અંતરાત્માને પ્રશ્ન પૂછવા જોઈએ કે મારૂં કૃત્ય રાષ્ટ્રને માટે ઈષ્ટ છે ખરૂં? આ સમાજને સંગકૃિત રાખનાર તત્ત્વ તે ધર્મ છે. દરેક જણ પોતાનાં હિતા કરતાં રાષ્ટ્રના જ હિતને વિશેષ મહત્ત્વ આપે અને પોતાનાં અંગત સ્વાર્થ કરતાં લોકની સેવાનું ગૌરવ કરે તે જ મહત્ત્વનું છે. દરેક કાર્યના પ્રેરક ઉદ્દેશ આ જ ભાવના હોઈ
શકે.”
નવા વર્ષમાં આપણે આ પ્રકારની કર્તવ્યનિષ્ઠા, ધર્મપરાયણતા અને આજે જે અન દેશને અવનિત તરફ લઈ જઈ રહ્યા છે તે વિશે પૂરી સભાનતા - સગતા - પૂર્વક પ્રવેશ કરીએ, અને જયાં અંધકાર છે ત્યાં પ્રકાશનું અવતરણ કરીએ, નિરાશા છે ત્યાં આશાનું સીંચન કરીએ, દુ:ખ છે ત્યાં કાંઈક સુખનો સંચાર કરીએ અને દેશના ડહોળાયેલા માનસને સમધારણ ઉપર પ્રસ્થાપિત કરીએ ! આવી આપણી પ્રાર્થના હો અને આવા આપણા પુરુષાર્થ હા ! મહારાષ્ટ્રી–બિનમહારાષ્ટ્રી
તા. ૩૦મી ઓક્ટોબર રવિવારે મુંબઈ ખાતે શિવાજી પાર્કમાં શિવસેનાની એક વિરાટ સભા યોજવામાં આવી હતી અને ત્યાં મુંબઈના પ્રજાજનોના મહારાષ્ટ્રી અને બિનંમહારાષ્ટ્રી—એવા મનાકલ્પિત ભેદને આગળ ધરીને બે વિભાગ વચ્ચે વૈમનસ્યને ઉત્તેજન મળે એવાં ઝેરીલા ભાષણા થયાં હતાં. તે સભા વિખરાતાં આશરે ૫,૦૦૦ માણસાના ટોળાએ દાદર વિભાગમાં મોટી ધાંધલ ઊભી કરી હતી., માલ મિલકતનું સારા પ્રમાણમાં નુકસાન કર્યું હતું, અને એ જ વિભાગમાં આવેલી પાંચ મદ્રાસી હોટેલોની સારા પ્રમાણમાં ભાંગફોડ કરી હતી. આ દુર્ઘટનાએ મુંબઈમાં વસતી પચરંગી પ્રજાના દિલમાં અસાધારણ બેચેની અને બિનસહીસલામતીની લાગણી પેદા કરી હતી અને ઉપર જણાવેલા વલણની વખતસર અટકાયત કરવામાં નહિ આવે તો વર્ષોથી આજ સુધી એક સાથે ભાઈભાંડુની માફક વસતા પ્રજાજને વચ્ચે મહારાષ્ટ્રી-બિનમહારાષ્ટ્રીના ભેદભાવ ઉપર આધારિત એવા સંઘર્ષો પેદા થશે એવી ભીતિ સર્વ કોઈના દિલને કંપાવી રહી હતી. આવી પરિસ્થિતિને લક્ષમાં લઈને મહારાષ્ટ્રના આજે સર્વોચ્ચ લેખાતા નેતા અને ભારતના ગૃહમંત્રી શ્રી યશવન્તરાવ ચવ્હાણે તા. ૭મી નવેમ્બરના રોજ શિવાજી પાર્કમાં ઊભી કરવામાં આવેલ શિવાજી મહારાજની મહાકાય અસ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરતાં નીચે મુજબ જણાવ્યું હતું—
પ્રાદેશિક ખ્યાલાના સ્થાને રાષ્ટ્રીય એકતાને વધારે મહત્ત્વનું સ્થાન અપાવું ઘટે છે. ‘મારો દેશ પહેલા’ એ આદર્શ લોકોએ હંમેશા પેાતાની સમક્ષ સૌથી આગળ રાખવાના રહે છે. આવી રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન મળે એ લક્ષ્યપૂર્વક લોકોએ સર્વ કોઈ પ્રવૃત્તિએનું સંચાલન કરવું જોઈએ. શિવાજી મહારાજના જીવનચરિત્રમાંથી તેમણે આ પ્રકારની પ્રેરણા મેળવવાની છે.
“શિવાજી મહારાજ આખા રાષ્ટ્રના નેતા હતા. તેઓ માત્ર કોઈ એક પ્રદેશ સાથે જોડાયેલા નહોતા. તેમની આ પ્રતિમા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનવી જોઈએ.
“જ્યારે મહારાષ્ટ્રનું ભાષાકીય રાજ્ય ઊભું કરવામાં આવ્યું ત્યારે મે સર્વ કોઈને ખાત્રી આપી હતી કે આ રાજ્યમાં વસતા