________________
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
✩
ભાઈ ઉમાશંકરને અનેક ધન્યવાદ !
થોડા સમય પહેલાં ભાઈ ઉમાશંકર જોશી અને શ્રી મગનભાઈ દેસાઈ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની “ફેકલ્ટી ઑઑફ આર્ટસ ”ના ડીનના પદ અંગે સ્પર્ધા થઈ હતી, અને તેમાં મગનભાઈના પરાજ્ય થયો હતો. ગયા ઑકટોબર માસની ૧૫મી તારીખે ગુજરાત યુનિવસિટીના વાઈસ ચેર્ન્સલર - ઉપકુલપતિ - ના પદ માટે એ જ બન્ને વ્યકિત વિશેષો વચ્ચે સ્પર્ધા થઈ અને ૧૧૮ વિરુદ્ધ ૧૦૭ મતે ભાઈ ઉમાશંકરના વય થયો. આ ઘટના અનેક રીતે સૂચક છે અને આગ મહત્ત્વ ધરાવે છે.
ભાઈ ઉમાશંકર માત્ર કવિ નથી, વિવેચક છે, કેળવણીકાર છે, સાહિત્યકાર છે, ગુજરાતની અસ્મિતાના અજોડ પુરસ્કર્તા છે, ભારતીય સંસ્કૃતિના એક પ્રતિનિધિ છે. આ રીતે જે પદ ઉપર તેમની નિમણુંક થઈ છે તે માટે તેઓ સર્વ પ્રકારે યોગ્ય છે અને તેથી આ પદ ઉપર આવવા માટે આપણા સર્વના અભિનંદનના તેએ અધિકારી બને છે.
આમ છતાં તેઓ સામાન્ય ક્રમમાં આ પદ ઉપર બીનહરિફ ચુંટાઈને આવ્યા હોત તો આ ઘટના સમગ્ર ગુજરાતનું આટલું ધ્યાન ખેંચત નહિ, શ્રી મગનભાઈ દેસાઈને બદલે બીજા કોઈ હરીફ હોત તો પણ આ ઘટનાને આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું ન હાત.
પણ મગનભાઈને કોંગ્રેસનો પૂરો ટેકો હતા; રાજકારણી નેતાઓનું તેમને પુરૂં પીઠબળ હતું; એક શિક્ષણકાર, સાહિત્યકાર અને પત્રકાર તરીકે પણ તેમની કારકીર્દિ ઉજ્જવળ હતી. આમ છતાં તેઓ હાર્યા અને ઉમાશંકર જીત્યા એ ઘટનાનો અર્થ એ છે કે આજ સુધી ગુજરાતના આવા વિશિષ્ટ અધિકારો ઉપર કોંગ્રેસ અને કૉંગ્રેસી રાજકારણનું સવિશેષ પ્રભુત્વ હતું અને ગુણવત્તા ગૌણ સ્થાને હતી. આજે આ ચૂંટણીદ્રારા રાજકારણ ઉપરકગ્રેસી પ્રભુ ત્વ ઉપર – ગુણવત્તાના—સંસ્કારીતાના – વિજય થયો છે. ઉમાશંકરને ગુજ રાતે ઉપકુલપતિપદ ઉપર સ્થાપીને નવા પ્રસ્થાનના આરંભ કર્યો છે.
બન્ને વિદ્નાન, બન્ને શિક્ષણપ્રિય, બન્ને નિડર તથા સ્પષ્ટવકતા ~ આમ છતાં ઉખાશંકરને વધારે મત કેમ મળ્યા અને મગનભાઈને ઓછા મત કેમ મળ્યા ? કારણ કે એકે ગુજરાતને અમૃત પિરસ્યું છે; બીજાએ ગુજરાતને સુદર્શન પિરસ્યું છે. એકમાં વિનમ્રતા છે; બીજામાં સચ્ચાઈની શેખી અને તાળુડાઈ છે. એકમાં અહંની માત્રા ઓછી છે; અન્યમાં અહંની માત્રા વધારે પ્રમાણમાં છે. આના પરિણામે એક અત્યન્ત લાકપ્રિય બન્યા છે; અન્ય એટલા જ અપ્રિય બન્યાં છે.
આ ચૂંટણી ઉપરથી નિષ્પન્ન થતા બોધપાઠ ગુજરાતના રાજકારણ ઉપર પ્રભુત્વ ભાગવતા શ્રી મેરારજીભાઈ અને શ્રી ઠાકોરભાઈ દેસાઈ પણ અંતરમાં ઉતારે એવી સૂચના અહીં અસ્થાને નહિં ગણાય. કારણ કેઆ બન્ને વ્યકિતવિશેષાએ ગુજરાતને ઘણી સેવા આપી છે. એમ છતાં, પોતાની કડવી વાણીના કારણે, સચ્ચાઈની શેખીના કારણે અને નાના લેખાતા માનવીઓ સાથેની તોછડાઈના કારણે તેમણે' આજ સુધી લોકોની નારાજી અને અપ્રિયતાની ખૂબ કમાણી કરી છે. તેઓ સમજી લે કે લોકો હજુ સત્તા સામે માથું ઊંચકતા નથી, પણ તેમના કટ્ વર્તનના કારણે અંદરથી લોકો ખૂબ જ નારાજ છે. કટુતાને સત્યના તેમણે સહચારી ગુણ માન્યો છે; પથ્ય પ્રિય અને મિત એવાં સત્યનાં બીજાં લક્ષણાની અવારનવાર ઉપેક્ષા કરવામાં આવી છે. આ ચૂંટણીનું પરિણામ તેમની ત્રિપુટીના આ સ્વભાવને પડકારરૂપ છે.
ભાઈ ઉમાશંકર જે પદ ઉપર આવ્યા છે તેને, શિક્ષણના ક્ષેત્રમાં નવા અભિક્રમ દાખવીને, ખૂબ શોભાવે, ઉજ્જવલ કરે, ગુજરાતને આજનો વિદ્યાર્થી ભારતમાં તેમ જ ભારતની બહાર અપ્રતિષ્ઠિત બન્યો
તા. ૧-૧૧-૧૯
✩
છે તેનાં કારણામાં ઊંડા ઉતરીને, તથા આજની શિક્ષણપદ્ધતિ અને નીતિમાં જરૂરી ફેરફારો કરીને તેને પુન: પ્રતિષ્ઠિત બનાવે–ઉમાશંકર વિષે આવી આકાંક્ષા આશા રાખીએ તે તે વધારે પડતી નહિ ગણાય. ભારત જૈન મહામંડળના અધિવેશનમાં પસાર કરવામાં આવેલ પ્રસ્તાવા
તા. ૧૪ તથા ૧૫ મી ઓક્ટોબરના રોજ વર્ધા ખાતે મળેલા ભારત જૈન મહામંડળના ૩૯મા અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવા નીચે મુજબ છે:
પ્રસ્તાવ ૧
આહાર - વિશેષજ્ઞોનું માનવું છેકે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય તથા માન્યતાની દષ્ટિથી શાકાહાર સર્વોત્તમ છે. આમ છતાં પણમાંસાહારની પ્રવૃત્તિ દિનપ્રતિદિન વધતી રહી છે, અને અનેક કારણાથી માંસાહારને ઉત્તેજન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં નિરામિષાહારીઓને એ કર્તવ્ય પ્રાત્પ થાય છે કે શાકાહાર પ્રતિ લોકોની રુચિ વધે એવું સાહિત્ય જનતાને તે ઉપલબ્ધ કરેં. શાકાન હાર પ્રતિ જ્યાં સરકારની ઉપેક્ષા જોવામાં આવે અને માંસાહારને ઉત્તેજન આપવાની સરકારની નીતિ જયાં જયાં નજરે પડે ત્યાં ત્યાં ભારત જૈન મહામંડળે જનતાનું તેમ જ સરકારનું ધ્યાન ખેંચવું તથા તેને લગતા પ્રચાર કરવા ઘટે છે અને યોગ્ય સરકારી અધિ કારીઓ સમક્ષ ઉચિત પ્રતિનિધિત્ત્વદ્રારા નિવેદનો કરીને એ રીતે શાકાહાર પ્રતિ અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવાનું રહે છે.
પ્રસ્તાવ ૨
ભારત જૈન મહામંડળ સર્વ સંપ્રદાયને તથા તેના પ્રમુખ લોકોને પ્રાર્થના કરે છે કે પોતપોતાની માન્યતાઓ પ્રતિ આસ્થા રાખવા છતાં, ભિન્ન સંપ્રદાયોની માન્યતાઓ પ્રત્યે તેઓ આદર રાખે તથા કોઈ એવા પ્રકારની ટીકા - ટીપણી તથા આલેાચના ન કરે, કે જેથી પ્રેમ ન વધતાં પરસ્પર કટુતા વધે. આ રીતે પારસ્પરિક કટુતા દર થશે. પરસ્પરના વિવાદોને ઉકેલ લાવવા માટે આ દિશામાં જરૂરી પ્રયત્ન કરે એવી એક સમિતિની નિમણૂક કરવાનું પ્રમુ ખને સૂચવવામાં આવે છે.
પ્રસ્તાવ–૩
સાત વર્ષ પછી ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થવાનાં છે. આ નિર્વાણ મહોત્સવ એવી રીતે ઊજવવામાં આવે કે જેથી ભગવાન મહાવીરના ઉપદેશ તથા સિદ્ધાન્તોનો જનતાને સમ્યક પરિચય થાય. આ માટે સર્વ સંપ્રદાયના વિધાનો, નેતાઓ, તથા કાર્યકર્તાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ આ મહાન કાર્યને સંપન્ન કરવા માટે ભારત જૈન મહામંડળના પ્રયત્નોમાં સહયોગ આપે. મંડળ વિભિન્ન સંસ્થાઓ સાથે સંપર્ક સાધીને આની રૂપરેખા તૈયાર કરે.
પ્રસ્તાવ ૪
ભારત જૈન મહામંડળનું આ અધિવેશન મદ્યપાનને સામાજિક દષ્ટિથી અત્યંત હાનિકાર લેખે છે, તથા આ માટે જે મદ્યપાનવરોધી પ્રયત્નો ચાલી રહ્યા છે તેનું સમર્થન કરે છે તથા આ બદી દૂર કરવામાં જૈન સમાજને યોગ દેવા અનુરોધ કરે છે. ભારત જૈન મહામંડળનું અધિવેશન; એક આવાચના
ઑકટોબર માસની તા. ૧૪મી તથા ૧૫મીના રોજ વર્ષી ખાતે ભારત જૈન મહામંડળનું ૩૯મું અધિવેશન મુંબઈ નિવાસી શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપણા નીચે ભરવામાં આવ્યું હતું. વર્ષાનિવાસી શ્રી ચિરંજીલાલ બડજાતે ભારત જૈન મહામંડળના ઘણા જૂના એક અગ્રગણ્ય કાર્યકર્તા છે, તેઓ વૃદ્ધાવસ્થાને પામ્યા છે અને • પક્ષઘાતની આછી અસરથી તેમનું હલનચલન અવરૂદ્ધ બન્યું છે.