SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મયુર જીવન કરી ધન્યતા અનુભવીએ છીએ. વીરતા દરેક માનવીના હૃદયમાં પડી એ સૂત્ર રજૂ કરતાં, વ્યાખ્યાન દરમ્યાન, તેમણે કેટલાક પ્રસંગા છે, માત્ર તેણે તેને સેવવી જોઈએ. અને ઉદાહરણા આપ્યાં હતાં. શ્રી ઉછરંગરાય ઢેબરના વ્યાખ્યાનનો વિષય હતો ‘ગાંધીજી અને વિનોબા.’ શ્રી ઢેબરભાઈએ આરંભ કરતાં કહ્યું કે થારોના ઉત્તરાધિકારી ગાંધીજી અને ગાંધીજીના ઉત્તરાધિકારી વિનાબા; વિવેકાનંદ, ટિળક અને ગાંધીજી ન હોય તો આજના વિનેાબાજી ન હોય. વિનૅબા કાશીમાં વ્યાકરણના અભ્યાસ કરતા હતા ત્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ કરેલા પ્રવચનના પ્રબળ પ્રભાવ તેના ઉપર પૉ. વિનોબા સાબરમતી આશ્રમમાં આવ્યા, ચાર વર્ષ રહ્યા. ગાંધીજી અને વિનોબાના સંબંધ પિતા–પુત્ર જેવા, ગુરુ-શિષ્ય જેવા, રામહનુમાન જેવા. બંનેમાં અદ્ભુત પ્રેમભાવ, ઉદારતા અને વિનય. બંનેમાં સામ્ય છતાં વૈષમ્ય પણ ખરું. ગાંધીજી રાજકારણમાં નિરત એવા કુટુંબમાં જન્મેલા, તેમની અહિંસા સક્રિય. વિનેબા સંતકુળમાં જન્મેલા અને વેદાન્તના અભ્યાસી : તેની અહિંસા શાન્ત, સૌમ્ય, રાજકારણથી અલિપ્ત-ભૂદાન-ગ્રામદાન જેવી પ્રવૃત્તિઓમાં વ્યકત થાય. બંનેને અહિંસા સત્યમાંથી ઉદ્ભવતી દેખાઈ. આમ આ બન્ને વચ્ચે મૂલગત ઐક્ય છતાં વૈવિધ્ય. શ્રી ઢેબરભાઈનું વ્યાખ્યાન વસ્તુને કારણે, વિવેચનાત્મક પદ્ધતિને કારણે અને પ્રસંગાના ઉલ્લેખાને કારણે ઘોતક અને રસપ્રદ નીવડયું હતું. શ્રી એચ. એમ. પટેલે ‘કેળવણી વિષેના વ્યાપક અસંતષનું વિશ્લેષણ' વિષે વ્યાખ્યાન આપ્યું હતું. કેળવણીનું ધ્યેય શું છે અને પ્રજા જીવનમાં કેળવણીનું શું સ્થાન છે એ પણ આપણે નક્કી કર્યું નથી. અનેક કમિશન નીમાયા, તેમના રિપોર્ટો આવ્યા છતાં, કેળવણીનો પ્રશ્ન એવા ને એવા જટીલ રહ્યો છે એમ જણાવીને તેમણે કહ્યું કે સાચી કેળવણીના પાયા પ્રાથમિક કેળવણી છે. પ્રાથમિક કેળવણીને સત્ત્વશીલ બનાવવી હાય તો શાળાઓ માટે સારાં મકાનો, સારા ક્ષિશકો અને ઊંચું વેતનધારણ આવશ્યક છે. આ જ ધારણે માધ્યમિક અને ઉચ્ચ કેળવણીના પ્રશ્નમાં ઉકેલ આણવા જોઈએ. શાળામાં જેમ શિક્ષકના પ્રભાવ બાળક ઉપર પડે છે તેમ ઘરમાં માતા પિતાના પ્રભાવ તેના જીવનને ઘડે છે. શ્રી પટેલના આ વિવરણને સંપૂર્ણ બનાવવા માટે ઉમેરવું જોઈએ કે શિક્ષક અને માતાપિતા ઉપરાંત આજના સમાજવાદી લાકશાહીના યુગમાં લોકનેતાઓના વર્તનનો પણ પ્રભાવ બાળમાનસ ઉપર પડે છે. સંસદ, વિધાનસભા, નગરપાલિકા વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નેતાઓના સભ્ય – અસભ્ય વર્તનની અસર નાનીસૂની નથી એ ધ્યાનમાં રાખવું આવશ્યક છે. શ્રી મૃણાલિની દેસાઈએ ‘ભકિતયોગ’નું નિરૂપણ કરતાં કહ્યું કે બાળપણમાં જે જીવન અને જગત-સુંદર લાગ્યું હતું તેમાં મેટી ઉંમરે અસુન્દરતા દેખાઈ. આનું કારણ અહમ ્, આ અહમ્ જીવનના કલેશે અને ભેદોના કારણરૂપ છે. એથી ઊલટું, ભકિત એટલે પ્રભુપ્રેમ અને સર્વસમર્પણ, ત્યાં સમન્વય અને ઐક્યની ભાવના. પ્રભુ પ્રેમની સાથે જ્ઞાનની આવશ્યકતા. સુંદર શૈલી અને ઉદાહરણોને લીધે વ્યાખ્યાન રોચક બન્યું હતું. શ્રી નવલભાઈ શાહના વ્યાખ્યાનનો વિષય હતા ‘સમૃદ્ધજીવન.' શરૂઆતમાં તેમણે આજના શહેરી જીવનનું નિરૂપણ કરતાં કહ્યું કે આજનું જીવન ઈન્દ્રિયપ્રધાન છે, માનવચેતનાના ઉપલા સ્તરનું જીવન છે. જીવનનું ધ્યેય ધનસંચય અને વાસનાના સંતાષ છે. આ જીવનદૃષ્ટિને સંપત્તિ હોવા છતાં જીવન ખાલીખમ લાગે છે, પોતાના કામમાં રસ કે તાદાત્મ્ય અનુભવાતું નથી. આનું કારણ છે. ઊંડા ચિન્તનનો અભાવ. માનવચેતનાના ઊંડાણને સ્પર્શાય, સર્વ જીવ પ્રત્યે પ્રેમ અને બન્ધુભાવ સેવાય તે માનવજીવન સમૃદ્ધ અને સંતૃપ્ત બને, કામમાં રસ પડે અને જીવન સાર્થક લાગે, જીવન જીવનું પણ સ્વાર્થ માટે નહીં-વ્યાપક ચૈતન્ય અનુભવવા માટે શ્રી કાકાસાહેબ કાલેલકરનું વ્યાખ્યાન ‘સંઘર્ષ અને સમન્વય વિષે હતું. કાકાસાહેબે સામાજિક અને રાજકીય ક્ષેત્રે આપણા દેશમાં અને અન્ય દેશામાં આજ સુધી જે સંઘર્ષ ચાલતો આવ્યો છે તેનું વર્ણન કરીને કહ્યું કે આજના વિજ્ઞાનયુગમાં માનવે જીવવું હશે તા સમન્વય સ્વીકાર્યા વિના ચાલશે નહીં. સંધર્ષ જરા પણ લાંબા ચાલશે તો સમન્વયનું આચરણ કરવાની ક્ષણ પણ નહીં આવે. . કાકાસાહેબની વાણીમાં સામાન્ય રીતે નજરે આવતા ઘોતકતા અને રોચકતાનાં તત્ત્વો આ વ્યાખ્યાનમાં પણ અનુભવાયા. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો વિષય સાહિત્ય-ક્ષેત્રના હતા : ‘ભાવકની જવાબદારી.’ ભાવક એટલે પ્રેક્ષક, કોાતા અને વાચક એવી સ્પષ્ટતા કરીને તેમણે આજે સાહિત્યસર્જનમાં જે અધિકારચેષ્ટા ચાલી રહી છેવિશેષત : નવલક્થા અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં, તેને માટે ભાવકની વિવેકહીન વૃત્તિને જવાબદાર ગણી હતી. કાવ્યની વ્યંજનાઓને અને તેથી કાવ્યને સમજવા માટે ભાવકને પક્ષે પણ પરિશ્રામની જરૂર છે એ વિધાનનું ‘મંદિરના ઘાંટ ઉપર પ્રસુપ્ત એક પતંગિયું' એ હાઈકુનુ અર્થવિવરણ કરી સમર્થન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સારા ભાવક હોય તો સારા સર્જનને આપેાઆપ ઉત્તેજન મળે છે. શ્રી બ્રહ્મભટ્ટ શ્રોતૃવર્ગને ધ્યાનમાં રાખીને પશ્ચિમમાંથી આપણે ત્યાં આવેલા આજના કેટલાક વાદોનો પોતાના વ્યાખ્યાનમાં ઉલ્લેખ ન કર્યાં તે યોગ્ય જ હતું. આ વર્ષની વ્યાખ્યાનમાળામાં સૌથી વધારે જિજ્ઞાસા અને રસ જગાડયાં હતાં ડૉ. એચ. એન, બેનરજીનાં અતીન્દ્રિય અનુભૂતિઓ' વિષેનાં બે વ્યાખ્યાનોએ પેરાસાઈકોલોજીનું વિજ્ઞાન ભૂતપ્રેતનું કે ભવિષ્ય ભાખવાનું શાસ્ત્ર નથી એમ સ્પષ્ટતા કરીને તેમણે સમજાવ્યું કે આજે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ત્રણ પ્રકારના ઉપાય શક્ય છે: હિનેસીસ, યોગ–સમાધિ અને ઔષધોપચાર. જગતમાં ઈન્દ્રિયગમ્ય જ્ઞાન ઉપરાંત ઈન્દ્રિયથી પર હોય એવા અનુભવો થતા આવ્યા છે. આ અતીન્દ્રિીય અનુભવાની વૈજ્ઞાનિક પદ્ધતિએ ચિકિત્સા— નિરૂપણ—કરવું એ પેરાસાઈકોલોજીનું ધ્યેય છે. આવા અતીન્દ્રિય અનુભવાને વૈજ્ઞાનિકો કાં તો આકસ્મિક અને કાં તો યોગાનુયોગે થતા ગણે છે. પણ એ નિરાકરણ વૈજ્ઞાનિક નથી. આવા અતીન્દ્રિય અનુભવા ત્રણ પ્રકારના છે: ટેલીપથી, કલ૨ વાયન્સ અને ભવિષ્યકથન. 'ડા. બેનરજીએ અનેક દૃષ્ટાંતો આપી પોતાના વકતવ્યની સ્પષ્ટતા કરી હતી. બીજા વ્યાખ્યાનમાં પુનર્જન્મના પ્રશ્નને સ્પર્શતા કેટલાક દાખલાઓ રજ કર્યાં હતા. વૈજ્ઞાનિકને છાજે તેવી નિખાલસતાથી તેમણે કહ્યું કે “આ વૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ શું ?’· એમ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય : અને એના ઉત્તર આપ્યો કે માનવમાત્ર યન્ત્ર-પંચમહાભૂતનું પૂતળુ' જ—છે કે તેથી વધારે ઊંડુ અને ગહનતત્ત્વ તેમાં રહ્યું છે તે શેાધવું એ આ સંશાધનનું લક્ષ્ય છે. આ તત્ત્વનો નિર્ણય થાય તે તેને આધારે જીવન દર્શન અને જીવન—વિધાન યોજી શકાય. અને અન્તે હતું આચાર્ય રજનીશનું વ્યાખ્યાન “ધર્મ શું છે..” એ વિષયનું વિવરણ શ્રી રજનીશજીએ પેાતાની આકર્ષક અને અલ્પ્સલિત વાશૈલિમાં કર્યું. રામ, કૃષ્ણ કે મહાવીરનું અનુકરણ શક્ય નથી. દરેક વ્યકિતએ પોતે પોતાનું સ્વરૂપ જાણવું અને પામવું એજ પ્રધાન પુરુષાર્થ છે—અન્તિમ ધ્યેય છે. શ્રી રજનીશજીની વિષયનિરૂપણ શૈલી અને અખંડ વાપ્રવાહ શ્રોતાઓને મુગ્ધ કરી દે છે એ તે જાણીતી વાત છે. ગૌરીપ્રસાદ ઝાલા
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy