SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-4. ભેળસેળ કરી પાંચ પૈસા કમાવાની તક લેવી - આ બધી પ્રવૃત્તિઓની પાછળ રહેલી મનોવૃત્તિ કેટલી માનવતાવિહોણી, કેટલી આસુરી છે? આ વૃત્તિની પરાકાષ્ઠા તે આપણા જ કોઈ પ્રતિષ્ઠિત વેપારીએ થોડા સમય પહેલાં પશ્ચિમ જર્મનીની એક યંત્ર - સામગ્રી બનાવનાર પેઢીને કરેલી પૂછપરછમાં વ્યકત થાય છે. આ વેપારીભાઈએ જર્મન પેઢીને પૂછાવ્યું હતું કે ચેખાના દાણા જેવા અને જેવડા પત્થરના દાણા પાડવાનું મશીન તમે બનાવી આપશે કે કેમ? જર્મન પેઢીવાળાને આ પૂછપરછથી આશ્ચર્ય નહીં પણ તેની પાછળ રહેલી માનવતાવિહોણી દૂર વૃત્તિ પ્રત્યે તિરસ્કાર ઉપજો; તેણે જર્મન સરકારને કાને આ વાત નાખી અને જર્મન સરકારે આપણા દેશની સરકારને આની જાણ કરી. લોભને નહીં થોભ ! ' - આ હકીકતને ઈન્કાર તે થઈ શકે તેમ નથી. પણ તે તે વર્ગના કોઈ કોઈ પ્રતિનિધિ તરફથી બચાવરૂપે કહેવાતું સાંભળીએ છીએ કે દરેક ધંધામાં કે ક્ષેત્રમાં બે પાંચ ટકા વ્યકિતઓ જ આવું કરતી હોય છે. તેને વાંકે એ આખા વર્ગને જવાબદાર ન ગણવો જોઈએ. દલીલ ખાતર આ બચાવ સ્વીકારી લઈને આપણે પૂછી શકીએ કે આજના સમયમાં દરેકે દરેક ધંધા કે વેપારના ક્ષેત્રમાં સંઘે (Council Chamber Association Corporation) સ્થપાયાં છે અને દરેક વર્ગના હિત સાચવવાના એ દ્વારા પ્રયને થાય છે. તે આ સંઘ પિતાના સભ્યોમાંના જે પાંચ સાત ટકા જેટલા સભ્ય ગેરરીતિઓ યોજતા હોય તેને તેમ કરતાં અટકાવવા માટે કેમ કંઈ પ્રવૃત્તિ કરતા નથી ? કોઈ પણ વેપારક્ષેત્રના આવા સંઘે નફાખોરી, ભેળસેળ વગેરે કરતા એક પણ સભ્યને કોઈ પણ પ્રકારે સજા કરી હોય કે વડો હોય એવો એક પણ દાખલો આપણે સાંભળ્યો નથી. હકીકતમાં તે આ અનાચાર માટે જવાબદાર સ્વાર્થવૃત્તિ કેટલી પ્રબળ બની છે અને આ અનાચાર કેટલો વ્યાપક બન્યો છે તેને ખ્યાલ આપતે એક પ્રસંગ હમણાં જ બન્યો છે. શ્રી જે. આર. ડી. તાતા અને શ્રી અરવીંદ મફતલાલ જેવા સાધનશુદ્ધિને આગ્રહ રાખનારા અગ્રણી ઉદ્યોગપતિએ.ને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ અને ધંધાદારીઓ માટે આ ર-સંહિતાની આવશ્યકતા જણાઈ છે અને થોડા દિવસ પહેલાં જ એ કાર્ય માટે એક સંસ્થાની સ્થાપના પણ કરાઈ છે. આ અત્યન્ત સ્તુત્ય અને અધમવૃત્તિ અને પ્રવૃત્તિ માંથી પાછા ફરવાની હાક્લ કરતી સંસ્થાને કેટલો અને કેવો સહકાર મળે છે એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે. . આવી સંસ્થાઓની સફળતા અંતે તો તેના સભ્યોના સહકાર અને નિષ્ઠા ઉપર જ અવલંબે છે. That government is the best, which governs the least (એ સરકાર કોષ્ઠ ગણાય જેમાં શાસન ઓછામાં ઓછું હોય.—આ વિધાનને પણ મર્મ પણ એ જ છે. જે દેશમાં દરેક વ્યકિત પોતાના ધર્મ, કર્તવ્ય, મર્યાદાઓ વગેરેને આપોઆપ અનુસરે તે દેશમાં સરકાર જેવી બાહ્ય સંસ્થાએ બહુ ઓછું જ અથવા ન જેવું–શાસન કરવાનું હોય. બીજા શબ્દોમાં કહીએ તે સ્વશાસન એ જ વ્યકિત અને સમષ્ટિના યોગક્ષેમને સાચે માર્ગ છે. આ સ્વ–શાસન આપણે કઈ રીતે સિદ્ધ કરી શકીએ તેના અનેક ઉપાયો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિરૂપાતા વિષયોમાંથી આપણને મળી રહે છે. માગે અનેક હોય ' અન્તિમ લક્ષ્ય એક જ છેમાનવ થવું તે. પ્રસ્તુત સમાલોચના '' આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા સપ્ટેમ્બરની ૧૧મીથી ૧૮ મી સુધી ‘બિરલા કીડા કેન્દ્રમાં યોજાઈ હતી. આ વર્ષે પણ શ્રી પરમાનંદભાઈ તથા શ્રી જૈન યુવક સંઘના નિમન્ત્રણથી આઠેય દિવસની 'સભામાં હાજર રહેવાની તક મને મળી હતી. આ વ્યાખ્યાનમાળાનું સ્વરૂપ આજે તે નિશ્ચિત થઈ ચૂકયું છે, સાચા અર્થમાં - એ જ્ઞાનસત્ર બની રહેલ છે. વિષયોમાં કે વકતાઓમાં કોઈ નિયન્ત્રણ નહિ, સંસારના વિશાળ પટમાંથી જેને જે કંઈ ઉદ્ધારક કે પાવક તત્ત્વ લાધ્યું હોય તે એ તત્વ શ્રોતાઓ સમક્ષ રજૂ કરે. સરવાળે, ઊર્ધ્વમુખ જયોતવાળી દીપમાળાની પેઠે આ વ્યાખ્યાનમાળા પણ ઊધ્વભિમુખ જ્યોતિપુંજ બની રહેશે. પહેલા દિવસનાં બે વ્યાખ્યામાં હું બહારગામથી આવતાં ટ્રેન ખૂબ મોડી થવાથી હાજર ન રહી શકયો. આમ શ્રી ગગનવિહારી મહેતાનું “થર અને ગાંધીજી વિશેનું અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ‘શું માનવી સ્વત્વવંચિત બની રહ્યો છે?” વિષેનું – એમ આપણા બે અભ્યાસનિષ્ઠ અને વિચારનિષ્ઠ વકતાઓનાં વ્યાખ્યાનને લાભ ન લઈ શકયો. શ્રી સૌદામિનીબહેન મહેતાએ ‘માર્ટીન લ્યુથર કીંગ’ વિષેના વ્યાખ્યાનમાં એ પ્રસિદ્ધ અમેરિકન હબસીને નાના જીવનનું નિરૂપણ કરતાં તેના બાલ્યકાળના કેટલાક પ્રસંગો, ધાર્મિક વૃત્તિ, હબસીઓને ગોરા તરફથી થતા અન્યાય સામે બળવાની વૃત્તિ વગેરેનું વિવેચન કર્યું હતું, એના ઉપર ગાંધીજીની અને થ ારોની કેવી અસર થઈ હતી અને અહિંસક માર્ગ સ્વીકારીને હબસીઓના રાજકીય અને સામાજિક જીવનમાં થતા અન્યાયને દૂર કરવામાં તેણે કેવાં કષ્ટો વેઠયાં અને સિદ્ધિ મેળવી તે દર્શાવ્યું હતું. શ્રી ગોકુળભાઈ ભટ્ટના વ્યાખ્યાનને વિષય હતો ‘સત્યશોધક જ્યોતિરાવ ફુલે.” સતારામાં માળીના કુટુંબમાં જન્મેલા જયોતિરાવ પૂના આવીને વસે છે. તેના ઘરમાં પાંચ છ નાના મોટાં બાળકો છે–પણ એ પોતાનાં સંતાન નથી: ત્યજાએલાં બાળકને સ્વીકારીને ઊછેરવાની તેણે હામ ભીડી. સમાજને પુણ્યપ્રકોપ અને વિરોધ સહન કર્યો. જાગ્રુતિવશ્વ પૂરુંની સ્થાપના કરી; મહાર અને અસ્પૃશ્યોનાં બાળકો માટે શાળા શરુ કરી. સત્યશોધ સંસ્થા સ્થાપી. એ જમાનામાં આ પ્રકારનું સામાજિક સેવાનું કામ કરનાર નિર્ભય જ્યોતિરાવનું રાણી વિકટોરિયાએ સન્માન કર્યું. જયોતિરાવને જીવનમંત્ર : સત્યાનેં વર્તાવ કે શ્રી ઉષા મહેતાના વ્યાખ્યાનને વિષય હતો હેલન કેલર’ -હેલન કેલરના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગે. ઉલ્લેખ કરીને આંધળા અને બહેશ, માનવીઓનાં જીવનને હળવું અને ઉપયોગી બનાવવા માટે હેલને કરેલા પ્રયત્નનું તેમણે નિરૂપણ કર્યું. હેલનના જીવનમાં એની સલીવાનની ચીવટ અને રસ, સપર્શદ્વારા જ્ઞાનવિતરણના કરાયેલા પ્રયોગ, કેળવણી, કલા વગેરે અનેક વિષયો વિષે હેલને વ્યકત કરેલા વિચારો વગેરેનું તેમણે વિગતવાર વિવરણ કર્યું. ભારતમાં પણ આવા ભગીરથ પ્રયત્નની ઘણી જરૂર છે એમ એમણે અન્તમાં કહ્યું હતું. શ્રી હર્ષિદા પંડિતે હેલન કેલર જેવી જ પણ બહુ ઓછી જાણીતી અમેરિકન મહિલા ડોરોથી પિકસને પિતાના વ્યાખ્યાનમાં પરિચય આપ્યો. ૧૮૦૨માં જન્મેલી ડોરોથી દસ વર્ષની ઉંમરે ઘર છોડીને ચાલી ગઈ અને દાદીની સંપત્તિને અને વિશાળ મકાનને ઉપયોગ ગરીબ બાળકોની શાળા ચલાવવા માટે કર્યો. તેને જેલમાં કેદીઓની સ્થિતિ નિહાળવાને પ્રસંગ મળ્યો ત્યાં ગાંડી થઈ ગયેલી એક બાઈ જોઈ. તેની સાથે જેલ અધિકારીઓને અમાનુષી વર્તાવ જોયો. તેને આત્મા કકળી ઊઠયો. ૧૮૪૨થી ૧૮૬૧ સુધી અવિરત પ્રયત્ન કરી પ્રજાને જાગ્રત કરી, કોંગ્રેસના સભ્યોને સહકાર મેળવ્યો: ૧૯૬૧માં કોંગ્રેસે ગાંડા ને પ્રત્યેની ડોરોથીએ સૂચવેલી નીતિને સ્વીકાર કર્યો. માર્ટિન લ્યુથર કિંગ, હેલન કેલર, જ્યોતીરાવ ફૂલે અને ડો. પી પિકસના જીવન અને કાર્યના પરિચયથી માનવસંકલ્પ અને મા વશકિતના પ્રભાવને ખ્યાલ આવે છે. સંજોગો માનવને ઘડે છે કે માનવ સંજોગે ને ઘડે છે. “Man makes the age of the age makes the man?”– એ પ્રશ્ન નિત્ય ચર્ચાત રહ્યો છે, છતાં જયોતિરાવ, ફલે, ડોરોથી પિટ્સ વગેરે સામાન્ય નહીં પણ તદૃન શુદ્ર પરિસ્થિતિમાં જન્મેલા માનવીઓ સંજોગેના કોટલામાં પુરાઈ ન રહેતાં સંકલ્પબળથી અને અવિરત પરિશ્રમથી કેવા મહાકાય જીવનઘડવૈયાઓ બની શકે છે એ જાણીએ ત્યારે માનવનાં દર્શન ત થઈ શકશે " આ વ્યાખ્યાન બની રહેલ છે
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy