SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-\ માનવી પાતાના પુરુષાર્થથી કરે... એ પુરુષાર્થના તર્કશુદ્ધ માર્ગ સર્વોદય વિચા૨ે બતાવ્યો છે. એવા સત્યયુગને ગાંધીજી રામરાજ્ય કહે છે. રામરાજ્યમાં સાધુ, સંન્યાસી, ગૃહસ્થ એવા કોઈ ભેદભાવ નથી. સુખ, સંતોષ અને શાંતિના અધિકાર માનવ માત્રને છે. સત્ય અને અહિંસાના પાલનથી જીવનસાધના કરવાથી માનવને એ પ્રાપ્ત થશે એવી એમની માન્યતા છે. અર્થ અને કામ એ બંનેની પ્રાપ્તિ ધર્મમાર્ગથી કેમ થઈ શકે એ વિશે વિચાર અને સંશોધન કરી વ્યકિતગત અને સમાજજીવનમાં એ પ્રત્યક્ષ કેમ લાવી શકાય એના પ્રયોગો કરવામાં ગાંધીજી અને વિનોબાજી બંનેએ પેાતાનું જીવન વ્યતીત કર્યું છે. યુદ્ધના નૈતિક પર્યાય તરીકે ગાંધીજીએ સત્યાગ્રહ શોધી કાઢ્યો. સત્યાગ્રહમાં અહિંસાત્મક અસહકાર પણ અભિપ્રેત છે. આક્રમણ અને અરાજક બંનેનો સામનો કરવાની શકિત સત્યાગ્રહમાં છે. સત્યાગ્રહથી બે શત્રુઓ વચ્ચે વેરાગ્નિ સળગતા નથી, પણ શાંત થઈ બંને મિત્ર બની જાય છે. અરાજક મટી સુવ્યવસ્થિત શાંતિપ્રિય સમાજનું સર્જન સત્યાગ્રહ કરે છે એવા ગાંધીજીના દાવા હતા. ગાંધીજીના નિર્વાણ પછી વિનોબાજીએ આ જ તત્વને આધારે શાંતિસેના સ્થાપન કરી છે. શસ્ત્રસજજ સૈન્યની માફક શાંતિસેનાની કલ્પના Standing army જેવી ના હોય, પણ રાષ્ટ્રના દરેક નાગરિક શાંતિસૈનિક હાય... અહિંસાનું પાલન કરી નિગ્રહથી પેાતાનું સ્વાતંત્ર્ય રક્ષે એ શાંતિસૈનિક. આવી શાંતિસેનાને તાલીમ આપવી એ સર્વોદય વિચારનું કાર્ય છે. આ કાર્યની પરિણતી એ સેના પણ વિરામ પામે અને માત્ર શાંતિનું અસ્તિત્વ જગતમાં રહે-એવી હોય. યુદ્ધ અવન આજે સમતા અને ન્યાય પર આધારિત સમૃદ્ધ, શાંત અને સંતોષી સમાજ એ એક સુંદર આભાસ-સ્વપ્ન લાગે. કારણ અર્થ અને કામની પ્રાપ્તિ માટે ધર્મવિહિત માર્ગ હોઈ શકે એ જ અશકય લાગે છે—એની શકયતા કોઈએ સિદ્ધ કરી બતાવી નહોતી, અને એટલે જ સમતા અને ન્યાય મેળવવા માકર્સે પણ હિંસાનું અવલંબન સ્વીકાર્યું, જેથી અમુક અંશે ભૌતિક સમૃદ્ધિ માનવીને મળી, છતાં ઈર્ષ્યા, સંઘર્ષ અને અશાંતિનું વર્ચસ્વ જીવનમાં વધતું ગયું. મારુંતારું—એ ભાવમાંથી ભય નિર્માણ થાય—અને એ ભયથી જ દંડનીતિ પર આધારિત એવી રાજનીતિ જન્મે. અવિશ્વાસ અને હિંસા પ્રબળ થાય. માનવની નૈતિક અને આધ્યાત્મિક શકિત વધે ત્યારે એ નિર્ભય બને. માનવમાત્ર સમાન છે એ સત્ય સમજ્યા પછી મારાતારાના ભાવ નષ્ટ થાય અને રાજનીતિને બદલે લોકનીતિની સત્તા સ્થાપિત થાય. વ્યવહારનું શુદ્ધ સ્વરૂપ પ્રેમ, વિશ્વાસ ને સહકારની ભાવનાથી લોકો પોતે જ ઘડશે. આ સાચી લોકશાહી. આ જે માત્ર સ્વપ્ન લાગતું હોય તો ‘સત્યુગ’ એ પણ સ્વપ્ન જ છે. એવું કહેવું પડશે. ગાંધીજીનું સત્યાગ્રહ એ શસ્ત્ર. એ શસ્રના પણ આજે દુરુપયોગ થાય છે. એનો અર્થ જ બદલાઈ ગયો છે. આગ્રહ' બલિષ્ઠ થઈ ‘સત્ય’ને દાબી નાંખે છે. આ વૃત્તિને અટકાવવા વિનાબાજી સત્યાગ્રહને અહિંસાત્મક સહકાર તરીકે ઓળખાવે છે અને એમણે પેાતાની જીવનસાધના તરીકે સત્યાગ્રહને સ્વીકાર કર્યો છે. ગાંધીજીએ પ્રથમ ‘સત્યાગ્રહ' શબ્દ વાપર્યો ત્યારે નિ:શસ્ત્ર પ્રતિકાર' એવા અર્થ એમાંથી અભિપ્રેત થયા હતા. છતાં ગાંધીજીને પોતાને નિશસ્ત્ર પ્રતિકારમાં અપ્રત્યક્ષ હિંસાને જે સ્થાન મળી શકે એમ છે તે માન્ય ના હાવાથી એમણે ‘સત્યાગ્રહ' શબ્દ વાપર્યો. પ્રતિકાર હોય કે સહકાર હાય પણ નમ્રતા, તટસ્થતા, અને અનાગ્રહી વૃત્તિ આ ગુણો સત્યાગ્રહીને માટે તો શું પણ વૈજ્ઞાનિકને માટે પણ આવશ્યક છે. આ વિવેચનના સાર તરીકે કહેવાય કે ‘સત્ય’–ધર્મનું આચરણ કરવાથી માનવી જીવનમાં અમૂલાગ્ર ક્રાન્તિ થશે અને નવમાનવનું નિર્માણ થશે. આ નવમાનવનાં જીવનવ્યવહારનાં મૂલ્યો પણ નવાં હશે. એમાં અસૂયા, હિંસા, ઈર્ષ્યા, અશાંતિને સ્થાન નહીં હોય. પ્રેમ, વિશ્વાસ, સહકાર એ એનાં જીવનમૂલ્યોના માનદંડ હશે. સર્વોદય વિચારને જે રીતે હું સમજ્યો છું તે સંક્ષેપમાં આ પત્રમાં રજુ કરવા મેં પ્રયત્ન કર્યો છે. અનુવાદ : સૌ. મૃણાલિનીબહેન દેસાઈ મૂળ મરાઠી: શ્રી શંકરરાવ દેવ પ પણ ટ ૧૯ વ્યાખ્યાનમાળા: સમાલાચના પ્રાસ્તાવિક ગાંધીજીના અવસાન પછીના લગભગ બે દાયકા જેટલા ગાળામ આપણું પ્રજાજીવન (વૈયકિતક અને સામૂહિક) ધારી ન શકાય તેટલી સ્વરાથી અને તેટલી હદ સુધી વિકૃત થઈ ગયું છે એમ તટસ્થ નિરૂપણકારને લાગ્યા વિના નહિ રહે. વિજ્ઞાન વિષે કહેવાય છેઅને તે સાચું છે—કે સામાન્ય સંજોગામાં વિજ્ઞાનને જે પ્રગતિ કરતાં ચારસો વર્ષ લાગે તે પ્રગતિ તેણે છેલ્લાં ચાલીસ વર્ષમાં કરી છે. આપણું પ્રજાજીવન પણ પ્રધાનપણે વિજ્ઞાનની સિદ્ધિઓ, બુદ્ધિવાદ અને પ્રત્યક્ષવાદના પ્રબળ પ્રભાવને લીધે છેલ્લાં વીસેક વર્ષમાં જે વિકૃતિ પામ્યું છે તે અન્ય સામાન્ય સંજોગામાં પામતાં સૌ વર્ષ નીકળી જાય. વિકૃતિ શબ્દ હું અહીં વાપરું છું તે તેના બંને અર્થમાં: વિકૃતિ એટલે કેવળ પરિવર્તન, ફેરફાર - જે ઉન્નતિ કે અવનતિ તરફ લઈ જાય. અને વિકૃતિનો બીજો અર્થ છે સડો, હ્રાસ, અવતિ, અધોગિત. એટલે આપણા પ્રજાજીવનમાં આમૂલ પરિવર્તન થયું છે અને વિનેં બાજી, જયપ્રકાશ નારાયણ, રવિશંકર મહારાજ, વિમલા ઠકાર વગેરે અનેક જીવન દષ્ટાઓના અવિરત પરિશ્રમ છતાં એ પરિવર્તન સરવાળે પ્રજાજીવનને અવનતિ તરફ લઈ જતું રહ્યું છે એ કટુ સત્ય સ્વીકારવું જ રહ્યું. ગાંધીજીના નેતૃત્ત્વના ત્રીસેક વર્ષના ગાળામાં અને તે પહેલાંના કોઈ પણ કાળમાં—પ્રજાજીવન સર્વથા દૂષણમુકત કે આદર્શરૂપનું તે નહોતું જ. આપણી સમાજવ્યવસ્થા, આચાર, વ્યવહાર, ધર્મ, નીતિ વગેરે જીવન - ક્ષેત્રામાં અનેક ઊણપો અને દૂષણો હતાં; છતાં જીવનના દરેક ક્ષેત્રમાં પાયારૂપે સ્વીકારાયેલા કોઈ આદર્શ હતા, સિદ્ધાન્તો હતા, મર્યાદાઓ અને આમન્યાઓ હતી. ગાંધીજીએ પ્રજાજીવનને સર્વથા વિશુદ્ધ બનાવવાના હેતુથી સાધ્યશુદ્ધિની સાથેાસાથ સાધનશુદ્ધિના આગ્રહ રાખ્યો. “End justifies the means; nothing succeeds like success”.- જેવાં જીવનસૂત્રેામાં પ્રતીત થતી સ્વાઈપરાયણ અને હિંસાપ્રધાન જીવનદષ્ટિથી દૂર રહેવા પ્રજાને ચેતવી, એટલું જ નહીં પણ, ખટપટ, છળ, કપટ, સ્વાર્થ, હિંસા વગેરે તત્ત્વોથી ઊભરાતા રાજકારણને સત્ય અને નીતિ સાથે સાંકળવાન ભગીરથ પ્રયત્ન પણ તેમણે કર્યો. અને આજે? આપણું વૈયકિતક અને સામૂહિક પ્રજાજીવન અપ્રતિષ્ઠ (પાયા વિનાનું) અને કેન્દ્રત (de–centred) થઈ ગયું છે. આજે આપણા જીવનવ્યવહારમાં કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ મર્યાદાઓ કે આમન્યાઓ નજરે આવતી નથી. કેવળ સ્વાર્થપરાયણતા અને ભાગવાસનાને ઘ્રુવતારક ગણીને જીવનવ્યવહાર કરીએ છીએ. આજે માત્ર રાજકારણને નહીં પણ ધંધારોજગાર, વેપાર વગેરેને પણ સિદ્ધાન્તો કે નીતિ - ધર્મ સાથે કઈ સંબન્ધ નથી એમ આપણે માનતા થયા છીએ. ભગવદ્ગીતામાં માનવીની હીન – આસુરી – વૃત્તિનું વર્ણન કરતાં કહ્યું છે કે આસુરીવૃતિવાળા માણસ માને છે કે કામેાપભાગ અને તેને માટે ધનસંચય એ જ પરમ પુ ુષાર્થ છે; તે અનેક ઝ ંખનાઓ કરે છે; અન્યાયથી પણ પોતાના સુખચેન માટે ધન એકઠું કરવા મથે છે અને માહથી સાચાં ખાટાંના ભેદ ભૂલી જઈને પ્રવૃત્તિઓ કરે છે. આ વર્ણનમાં આપણી આજની પરિસ્થિતિનું હૂબહૂ પ્રતિબિમ્બ નજરે નથી આવતું? કશા પણ સાચા કારણ વિના વસ્તુઓના ભાવ વધારી દેવા, કૃત્રિમ રીતે વસ્તુની અછત - તંગી - ઉપજાવવી, નકલી માલ સાચા માલ તરીકે ખપાવવા, પહેરવા ઓઢવાની જ નહીં પણ ખાવાપીવાની ચીજોમાં પણ સેળભેળ કરવી અને તે પણ માનવજીવનને હાનિ પહોંચાડે - ઈજા કરે તેવા પદાર્થોની, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા માંદગીને બિછાને પડેલા માણસને જોઈતી મોંઘી દવાઓમાં ચાકના ભૂકા જેવી
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy