SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૧-૧૦-૧૧ જ્ઞાન મળ્યું તે કારણે અનેક મહાપુરુષ અને ધર્મપુ૨- ના વિચારરસનું સેવન કરવાને મને નિરંતર મોકો મળ્યો, અને હજુએ મળતો રહે છેઆ રીતે ભાગ્યરાશિ બનતું જાય છે. પણ તે આખીયે કાલ્પનિક છે. મુખ્ય ભાગ્ય તો એક જ છે અને તે મારું, તમારું, સહુનું છે. તે એ છે કે આપણે પરમેશ્વરનાં અંગ છીએ, અવયવ છીએ, એના તરંગછીએ, એની ચિનગારીઓ છીએ. આ જ એક માત્ર ભાગ્ય છે, જે સહુ કોઈને મળેલું છે, અને જે આ એક ભાગ્યને અનુભવશે નહીં, એને બીજા સેંકડો ભાગ્યો મળ્યા હશે તો પણ તે એળે જશે.” આ છે વિનોબાની જીવન પ્રત્યેની દષ્ટિ, એ દષ્ટિમાંથી જ વિનોબાના જીવન-વિકાસનું છેલ્લું સંપાન જોવા મળે છે–સૂક્ષ્મ કર્મયોગના પ્રવેશનું. એ સ્વરૂપ છે બહુ આદુંલાદક. આમ તે એ વિનોબાની ચિંતન-સેરને જ મણકો છે, જૂનો વિચાર છે. મનથી ઉપર ઉઠવાની તેમની જીવનની સાધના છે. પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિમાં-નિવૃત્તિપરાયણ પ્રવૃતિમાં-ગીતાની પરિભાષામાં “વિકર્મ”માં–તેમને વધારે શકિત દેખાઇ છે. વાણી કરતાં મૌનને તે વધારે સમર્થ માને છે, અને એમના એ ચિંતનને જ સૂક્ષમ-કર્મયોગની વાત અનુસરે છે. ૭ જૂન, ૧૯૧૬ના રોજ ગાંધીજીનાં વિનેબાએ પહેલીવાર દર્શન કરેલાં. તેને આ વર્ષે ૫૦ વર્ષ પૂરાં થયાં. ત્યારે વિનોબાએ વિચાર્યું કે “૫૦ વર્ષ સુધી સ્થૂળ કર્મપગ રૂપ સેવા ભગવાનને સમર્પિત કરીને તેમાંથી સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશું. સમાજને છોડી દેવાને આમાં ખ્યાલ નથી. બલકે સમાજને અભિમુખ રહીને આ કરવાનું છે.”આવી છે વિકાસશિલ વિનબાના જીવનની વિલક્ષણ શકિત. અમૃત મોદી તીર્થોના સંઘર્ષ મિટાવવાનો સાચો માર્ગ [‘ તીર્થંકા સંઘર્ષ કો મિટાને કા સહિ માર્ગ' એ મથાળા નીચે પ્રગટ થયેલ હિંદી લેખને અનુવાદ ‘જૈન પ્રકાશમાંથી સાભાર ઉદધૃત કરવામાં આવે છે. તંત્રી. તીર્થોની માલિકી અથવા અધિકાર માટે ઝગડતાં જૈન સમક્ષ લાઓસની પ્રજાએ એક અનુકરણીય ઉદાહરણ રજ કર્યું છે. જુલાઈ - ઓગસ્ટનાં ‘મહાબધિ'ના અંકમાં બહાદુન ધગરાના લેખ વાંચ્યા, લાઓસની બૌદ્ધ જનતા પ્રસન્નચિત્ત છે અને ઘન તથા ઉત્સ- વિને કેવું પ્રાધાન્ય આપે છે તેનું એમાં સુંદર વર્ણન છે. એ લેખમાં લેખકે બતાવ્યું છે કે જનતા સાચા અર્થમાં ધાર્મિક છે; તેમનામાં બીજા પ્રતિ અનાદર કે તિરસ્કાર માટે સ્થાન નથી. થાઈલેન્ડ લાઓસ પર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે તેઓ ટિકની બૌદ્ધ મૂર્તિ લાઓસથી બેંકોક લેતા આવ્યાં અને તે ત્યારથી આજ સુધી ત્યાં જ છે. શ્રી ધીંગરાએ લાસવાસીઓને પૂછયું : “શું આપ એ મૂર્તિ પાછી લાવવાને પ્રયત્ન કરશે?' આને ઉત્તાર જે લાસવાસીઓએ આપ્યું તે તીના માલિકીપણા માટે ઝગડનારાઓ માટે બેધપ્રદ છે. એમણે કહ્યું }, "What does it matter whether it here or there. It is there for all to pay homage." Al Hararlaud sell કે મૂતિ અમારે ત્યાં હોય કે એને ત્યાં. જ્યાં હોય ત્યાં અમારે માટે પૂજનીય છે.” સાચા ધાર્મિક પુરુષ જેના હૃદયમાં ભગવાનની પૂજાનું મહત્વ છે અને આ જ ઉત્તર હોઈ શકે, જે લાઓસના સાચા ધામિકોએ આપ્યો છે! પરંતુ ખેદની વાત એ છે કે આપણે આપણી જાતને સાચા ધાર્મિક કહેવડાવવાવાળા છતાં, આપણે સૌ ધાર્મિકતાથી કેટલા દૂર છીએ! અગર જો એમ ન હોય તે આ તીર્થો માટેના ઝઘડા કેમ હોઈ શકે? જે વીતરાગ ભગવાને આપણને અપરિગ્રહને પાઠ ભણા વ્યો છે, આપણે એને જ પરિગ્રહની વસ્તુ બનાવી, આપસમાં એ માટે લડીને સંસાર સમક્ષ આપણી સંકુચિતતા અને અધાર્મિક્તાને પ્રક્ટ કરી છે. શું મૈત્રીને પાઠ પઢાવતા પર્યુષણ પર્વ પર આપણે એ નિર્ણય ન કરી શકીએ કે જે તીર્થની વ્યવસ્થા જે કરી રહ્યા છે, એમાં આપત્તિઓ ઉભી કરવામાં ન આવે. આખરે ત્યાં તે ભગવાનની પૂજા કરવી છે, એને અપમાન યા અનાદર તે કરવા નથી ને? પરંતુ આ પ્રકારના ઝઘડા ઉભા કરીને આપણે વાસ્તવમાં ભગવાનનું અપમાન કરીએ છીએ - અનાદર કરીએ છીએ અને ભગવાનના બતાવેલા અપરિગ્રહના સિદ્ધાંત વિરુદ્ધનું આચરણ કરીએ છીએ. કવેતામ્બર અને દિમ્બર બન્નેએ કમસેક્સ એટલું તો કરવું જોઈએ કે ભગવાનની પૂજા થાય, પરંતુ ભગવાનને અનાદર યા અપમાન ન થાય. શું શ્વેતામ્બર મંદિરમાં દિગમ્બર પૂજા કરવા ચાહે તે એ ચહ્યું હટાવીને પૂજા કરે તે જ શું સાચી પૂજા થઈ શકશે? અથવા દિમ્બર મંદિરમાં શ્વેતામ્બર ચક્ષુ લગાવે તે જ સાચી પૂજા કરી શકશે? અથવા શું અમુક રીતની મૂર્તિ અને એની જ પૂજાનું વિશેષ મહત્વ છે? મહત્ત્વ તે ભાવનું છે. સામેની મૂર્તિ તે નિમિત્તિ માત્ર છે. એનું અવલબન લઈને આપણા દિલમાં ભગવાનની પાષાણ મૂર્તિનું નહિ પરંતુ ગુણમયી મૂર્તિનું ચિત્ર ખડું કરવું જોઈએ. શું આ ચિતન માટે આખા કાઢી નાખવી કે લગાવવી જરૂરી છે? અગર મંદિરની વ્યવસ્થા અમુક સંપ્રદાયની વ્યકિત કરતી હોય તે, એ ગુણમૂતિના સંવેદનમાં બાધા આવે છે? એમ માનનારા ધર્મથી બહુ દૂર છે અને કેવળ બાહ્ય પૂજામાં લાગેલા છે. ભાવપૂજા જે વાસ્તવીક પૂજા છે એનાથી બહુ દૂર છે. એથી જ જેઓ પિતાને તટસ્થ માને છે, તેમનું કર્તવ્ય થઈ જ જાય છે કે જનતાને સાચી પુજાનું મહત્ત્વ સમજાવે અને આ સાચી પૂજાનું મહત્ત્વ વધારે. એને આ મંદિરની વ્યવસ્થા કોણ કરે એ માટે પ્રયત્ન ન હોવા જોઈએ. કારણ કે આ ઝગડાને કદિ અંત નહિ આવે. આથી ઉત્તમ માર્ગ એ છે કે આપણે એ પ્રબન્ધના ઝગડામાં નહિ પડતાં, જન તો અનુસાર સાચી પૂજા કઈ છે એ જનતાને બતાવવાને પયુર્ષણ પર્વ જેવા આત્મશોધનના પર્વ પર સંકલ્પ કરીએ. લાંબા સમયથી ચાલ્યા આવતા તીર્થોના આ ઝગડાથી આપણે એ બોધપાઠ લેવો જોઈએ કે કોર્ટે તો કોઈ એકના પક્ષમાં ફેંસલ કરશે યા કરી શકે. બન્ને પક્ષને સંતોષ મળે એવો નિર્ણય સંભવી શકે નહિ. આવી સ્થિતિમાં ભારત જન મહામંડળ જેવી સંસ્થાનું એ કર્તવ્ય હોવું જોઈએ કે એ લોકોને સમજાવે કે તેઓ કોઈ ઝઘડામાં ન પડે, વ્યવસ્થા તમારા હાથમાં હોય યા નહિ, સાચી પૂજા કરવાનું તમારા હાથમાં છે. બીજો માર્ગ અપનાવવામાં કડવાશ વધશે. બન્ને સંપ્રદાયમાં સમજુતી થાય અને સમજતીની વાત આગળ કરીને જેના પક્ષમાં કોર્ટને ફેંસલે ન હોય, એને ન્યાય મળવો જોઈએ એવી વાત ભારત જૈન મહામંડળ જેવી સંસ્થા કરે એ ઉચિત માર્ગ નથી, પરંતુ પિતાને તે જ કોઈ એક પક્ષમાં બાંધી લ્ય છે એમ મને લાગે છે. આથી એનું કર્તવ્ય એ છે કે એ જેને સાચી પૂજાનું મહત્ત્વ સમજાવે અને પ્રબન્ધના પ્રશ્નને ગૌણ સ્થાન આપે ત્યારે જ સાચી ધાર્મિકતાને વિકાસ થઈ શકે. અન્યથા આગળ જઈને એ પણ કહેવું પડશે કે મુસ્લિમોએ હિન્દુ અને જૈન મંદિરોની મજિદો બનાવી છે એ મજિદો પાછી આપે. પણ જો આપણે અહિ ઉદાર બનીએ છીએ અને લેકશાહી રાજ્યને હવાલે આપી લડવાનું પસંદ કરતાં નથી અને અહીં આપણે સમજૂતી અને ન્યાયની વાત કરતાં નથી. તે આપણે અહિ સાચી ધાર્મિકતાને હવાલે આપી ઉદાર કેમ ન બની શકીએ? આપણે જાહેર કરીએ કે તીર્થોને પ્રબંધ ભલે ગમે તે હાથમાં હોય, અમારી પૂજામાં બાધા પહોંચતી નથી. | સામ્પ્રદાયિકતાના કદાગ્રહને દૂર કરવાને આ જ માર્ગ છે અને એ અપનાવો આવશ્યક છે. - દલસુખ માલવણિયા
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy