________________
તા.૧૬-૧૦-૧૬
骤
પ્રબુદ્ધ જીવન
ઘેાડાંક અવલાકના
‘વેળુ અને ફીણ ” ખલિલ જિબ્રાનના પરિચય શ્રી રાજેન્દ્ર મયાભાઈ શાહ તરફથી (પ્રકાશ પ્રીન્ટર્સ, જાંબુલવાડી વૅસ્ટ, મુંબઈ-૨.) ખલિલ જિબ્રાન રચિત · Sand and Foam' એ પુસ્તકના ‘ વેળુ અને ફીણ' એ નામે ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. તે પુસ્તકના અનુવાદ કરનાર છે શ્રી લક્ષ્મીનારાયણ પંડયા અને શ્રી કાન્તિ ઉપાધ્યાય અને આ પુસ્તકના પાને પાને સૂચક ચિત્રા આપવામાં આવ્યાં છે. તેના દોરનાર છે, શ્રી યુસુફભાઈ ધાલા મરચન્ટ, આ પુસ્તકમાં શ્રી ધીરૂબહેન પટેલે ખલિલ જિબ્રાનના અત્યન્ત મિતાક્ષરી પરિચય આપ્યો છે જે નીચે મુજબ છે:
“૧૮૮૩માં પયગંબરોની પુણ્યભૂમિ લેબેનોનમાં જન્મ. માબાપ મધ્યમ વર્ગનાં, આર્થિક ભીંસ અને કૌટુંબિક ઘર્ષણના બચપણથી પરિચય. પિતાની દિલેરી અને માતાની સંસ્કારિતા. આ જીવન-કયારીમાં જિબ્રાનનો ઉછેર થયો. વર્તનની પહાડી પ્રકૃતિના પ્રેમે એના રખડુ જીવનને અન્તર્મુખતા અર્પી.
“પ્રેમ અને મૃત્યુ-જીવનનાં આ બે મહાન શિક્ષકોએ યુવાન જિબ્રાનનું ઘડતર કર્યું. લાડકી નાની બહેન સુલતાનાના અવસાને તેના અંતરને હચમચાવી નાખ્યું. મમતાળુ માતાએ પણ એ જ માર્ગ લીધેા, અને સૌથી અદકા પ્રેમાળ સાવકાભાઈ પિટરના મરણે જીવન અને મૃત્યુના મર્મનું મંથન જગાડયું. આમ આ કવિ, ચિન્તક અને ચિત્રકારના તરશિલ્પને આકાર મળ્યો. આ કપરી કસોટીમાં બાકી રહેલી બહેન મેરિઆનાએ એને હૂંફ અને હૈયાધારણ આપ્યાં.
“એના પ્રથમ ચિત્રપ્રદર્શને એને મિસ મેરી - હેસ્કેલના પરિચયમાં આણ્યો. આ કલાપારખુ સહૃદયી મહિલા પાછળથી એના જીવનની ધ્ર ુવતારક બની, આધ્યાત્મિક એકલતા અનુભવતા જિબ્રાનને એણે અનુભવ કરાવ્યો કે સ્ત્રી-પુરુષ વચ્ચે શારીરિક આકર્ષણ વિના પણ ઊંડી લાગણી સંભવી શકે છે. પણ મેરીની મદદનીશ શિક્ષિકા મિશેલનમાં એનું મન મોહ્યું. ોય અને પ્રેયની દ્વિધાના આ વલાણામાંથી વિચારનવનીત પ્રગટયું.
“એનાં ચિત્રાનાં પ્રદર્શન યુરોપનાં તમામ પાટનગરોમાં યોજાયાં. દુનિયાને ધિક્કારનાર આ કલાકારનું અંતર દુનિયાની વાહ વાહ માટે ઝંખતુ. એના વ્યકિતત્વની આ વિભકત વિચિત્રતાથી એનું વર્તન વિસંવાદી અને અગમ્ય બની જતું. પહેલી અરબ્બી નવલ ધ બ્રોકન વિંગ્ઝ’ અને નિત્નેની સ્પષ્ટ અસર દાખવતા ધ ગ્રેવ ડિગર' પછી એણે અંગ્રેજીમાં લખવાનું વિચાર્યું અને ‘ધ મેડ મેન’ નામની પહેલી જ કૃતિએ એને કીતિ અને કલદાર કમાવી આપ્યાં. મૂળ અરબ્બીમાં લખેલી વિચારકળીઓના ‘સેન્ડ એન્ડ ફોમ ’ના નામે એણે અંગ્રેજીમાં અનુવાદ કર્યા. ધી ટેમ્પેસ્ટ, ધી ફોરરનર, ધી વન્ડરર, સ્પીરીટ રિબેલિયસ, ટિચર્સ એન્ડ લાફ્ટર, સિર ધ સન ઓફ મેન, ધ અર્થ ગડઝ જેવી કૃતિઓ તેની કલમમાંથી સરજાઈ. પરંતુ વિશ્વસાહિત્યમાં એના કિતિધ્વજ તો “ધ પ્રોફેટ’ (અલમુસ્તફા)એ લહેરાવ્યો. એની અન્તસૃષ્ટિનું આ નિષ્ઠાભર્યું કલાત્મક નિરૂપણ આપણને રવિ ઠાકુરની ‘ગીતાંજલિ’ની તો એનાં ચિત્ર વિલિયમ બ્લેઈકની યાદ આપે છે. પ્રશંસા અને નજરાણું લઈ દુનિયા એને દ્વારે આવી ત્યારે એના શરીરે એને સાથ ન આપ્યો અને ૪૮ વર્ષની વયે ૧૯૩૧ની સાલમાં એ ચિરનિદ્રામાં પોઢી ગયો.”
જિબ્રાનની ભાષા વિષે આ પુસ્તકનાં અનુવાદકો યર્થાથપણે જણાવે છે કે “તેની ભાષા સમાધિભાષા છે. એનામાં પૌર્વાત્ય પ્રતિભાનાં વિવિધ પાસાં એકત્ર થયેલાં જોવા મળે છે. . એ સમર્થ ચિન્તક અને કવિ તો છેજ, પણ તેથીયે વધુ તો એ એક મોટો મહર્ષિ છે. એ નિષ્ઠાવાન સાધકના સ્વાનુભવના રણકા એની
- ૧૨૫
વાણીમાંથી ઊઠે છે. એમાં સંતાની અકળ અને અવળ વાણી પણ દેખા દે છે. ''
ખલિલ જિબ્રાનના લખાણને ગુજરાતીમાં ઉતારવું એ સહેલું કામ નથી. ઘણી વખત ખૂબ જ દુધિ હોય છે. અને તેથી અનુન વાદકની ઠીક ઠીક કસોટી થાય છે. આવી સ્થિતિમાં પ્રસ્તુત અનુવાદ કોઈ કોઈ ઠેકાણે દુર્ગંધ બની ગયો છે, પણ એ ક્ષતિ પ્રસ્તુત પરિસ્થિતિમાં ક્ષમ્ય લેખાવ ઘટે છે.
આ પુસ્તકની છાપણી અને ઉઠાવ બન્ને બહુ આકર્ષક છે. વળી પાને પાને આપેલ ચિત્રો વડે પુસ્તક વધારે માહક બન્યું છે. ખલિલનાં વાકયો સૂત્રાત્મક અને વેધક હોય છે અને વાચનારની બુદ્ધિ અને કલ્પના બન્નેને પકડે છે. આવું પુસ્તક શરૂ કર્યા બાદ તેની પકડના કારણે અન્ત સુધી પહોંચ્યા સિવાય ચેન પડતું નથી. કોઈ પણ શુભ પ્રસંગે અથવા પ્રેમસ્મરણ નિમિત્તે ભેટ આપવા લાયક એવી સુન્દર આ નાના સરખા ગ્રંથની રચના છે. આ પુસ્તક મેસર્સ એન. એમ. ત્રિપાઠીની કંપની, કાલબાદેવી રોડ, મુંબઈ-૨ ઉપરથી મળી શકે તેમ છે. પાનખર અને વસન્ત
4
'
અમદાવાદના એક જાણીતા સામાજિક કાર્યકર શ્રી સત્યવતી બહેન શાહના આ વાર્તાસંગ્રહ વાંચીને પ્રસન્નતા અનુભવી. આ વાર્તાઓ આપણા સામાજિક પ્રશ્નોને સ્પર્શતી હોય છે. કલ્પના સાથે અનુભવનું મિશ્રણ હોઈને આ વાર્તાઓ આજની સામાજિક પરિસ્થિતિનું સુન્દર અને સ્વચ્છ પ્રતિબિંબ રજુ કરે છે. સત્યવતી બહેન અદ્યતન જીવનદષ્ટિથી સંપન્ન છે અને ઉન્માર્ગે ઘસડાઈ જતી બહેન પ્રત્યે તેમના દિલમાં ઊંડી સહાનુભૂતિ છે અને તેથી ઉન્માર્ગને વખોડી કાઢવાને બદલે ઉન્માર્ગના ઊંડાણમાં જવા તેઓ પ્રયત્ન કરે છે. તેમના વાર્તાદેહ બે રીતે કાચા લાગે છે. ઘણી વાર વાર્તાની શરૂઆતમાં જ તેઓ આપણને કયા મુદ્દા ઉપર લઈ જવા માગે છે. તેની એકદમ ખબર પડી જાય છે. બીજું પાત્રાની વાણી કદિ કદિ પ્રચારાત્મક બની જાય છે. ધ્વનિ અથવા વ્યંજના દ્વારા સૂચન અને મિતાક્ષરી નિરૂપણ એ બે તત્ત્વો વાર્તાનિર્માણ માટે બહુ મહત્ત્વનાં છે. સત્યવતીબહેન આશાસ્પદ લેખિકા છે. અનુભવની એરણ ઉપર તેમનું ચિન્તન ઘડાતું જાય છે. તેમની લેખનશૈલીના વિકાસ સાથે તેમની વાર્તાઓ અધિકતર કલામય બનતી જશે એવી આશા રહે છે. ભાષા ઉપર તેમણે સારું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. નિરૂપણ પણ સુંદર લાગે છે.
આ પુસ્તક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે (ગાંધી રસ્તા, અમદાવાદ), પ્રગટ કર્યું છે અને તેની કિંમત ગ઼. ૩-૫૦ છે.
4
‘સમર્પણના જય ’
શ્રી જીવન-મણી સદ્ વાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રગટ થયેલ ‘સમર્પણની જય’ નામના વાર્તાસંગ્રહના લેખક છે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. આ જ ટ્રસ્ટ તરફથી આ જ લેખકની બીજી ચાર કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. ૧. કામવિજેતા, ૨. રચિત્રાકુમારી, ૩. અદ્વૈત, ૪. પ્રભાતનાં પુષ્પો. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ સિદ્ધ વાર્તાલેખક છે. તેઓ અત્યન્ત ભાવુક પ્રકૃતિનાં છે અને તીવ્ર સંવેદનશીલ તેમનું હૃદય છે. આ વાર્તાઓમાં તેમની આ ભાવુકતા અને સંવેદનશીલતા સારા પ્રમાણમાં પ્રતિબિંબિત થઈ છે અને સમર્પણની ભાવનાને મુખ્યતા આપીને બધી વાર્તાઓની વસ્તુઓ નિર્માણ થઈ છે, સિવાય કે ‘કુડું અને કથરોટ–કોણ કોને હસે ?' આ વાર્તા આજની રાષ્ટ્રીય તેમ જ સામાજિક પરિસ્થિતિ અંગેનું એક કટાક્ષચિત્ર રજુ કરે છે. આ ભાવનાત્મક વાર્તાસંગ્રહમાં આ વાર્તા અસ્થાને લાગે છે.
આ સંગ્રહની કિંમત રૂા. ૧-૫૦ છે અને ઉપર જણાવેલ ટ્રસ્ટ ઉપર હઠીભાઈના દેરા સામે, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ એ 5 સરનામે લખવાથી મળી શકે તેમ છે. પરમાનંદ
G