________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૧૧
-
હિમાલયની વિભૂતિ
હિ
થાય છે અને કે
પણ અનુભવ
હિમાલયની
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી કિસનસિંહ ચાવડાનું ‘હિમાલયની વિભૂતિ’ એ વિષય ઉપર એક વ્યાખ્યાન, શનિવાર, તા. ૨૭-૮-૬૬ નાં સાંજના ઓઈલ સીડઝ મરચન્ટ્સ એસોસીએશનનાં સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે શ્રી કિસનસિંહને આવકાર આપ્યો અને કહ્યું “જૈન યુવક સંઘ વતી શ્રી કિસનસિંહભાઈને આવકાર આપતાં હું આનંદ અનુભવું છું. શ્રી કિસનસિંહ ચાવડાને પરિચય આપવાની જરૂર નથી. તેઓ જાણીતા સાહિત્યકાર, વિવેચક અને સાધક છે અને પરમાનંદભાઈ આજે અમદાવાદથી આવી શકયા નથી–એ પણ પુરવાર કરે છે કે એમનાં પરિચયની જરૂર નથી– આમ છતાં ય જે શી પરમાનંદભાઈ ઉપસ્થિત હોત તે શ્રી કિસનસિંહભાઈને તેમણે વિશિષ્ટ પરિચય આપ્યો હોત. લગભગ દોઢ વર્ષ પહેલા મેં શ્રી રસિકભાઈ ઝવેરીને ત્યાં તેમને પ્રથમ વાર સાંભળ્યા- લગભગ દોઢ કલાક સુધી તેઓ બેલેલા અને ત્યારે મને ખૂબ મઝા આવેલી – આવી જ મઝા માણવા આપણે સૌ અત્યારે ભેગા થયા છીએ. મઝાની સાંજ છે– મઝાનું વાતાવરણ છેમઝાનાં વકતા છે અને મઝાનો વિષય છે. હું શ્રી ક્સિનસિહભાઈને એમનો આનંદરસ વહેતો મૂક્વા વિનંતી કરું છું.”
શ્રી સિનસિંહે એમના વકતવ્યમાં કહ્યું “હિમાલયની વિભૂતિ એ ભાવાત્મક વિષય છે. પરમાનંદભાઈને વાસ્તવિક વિષય ગમે છે. એટલે તેમણે મને જણાવેલું કે મારે હિમાલયને મનુષ્યનાં સંદર્ભમાં ગોઠવીને એનાં વિષે પૂરેપૂરું કહેવું. હવે હિમાલય આમ તે એક મોટો પથ્થર – બરફને પહાડ છે. એને માણસનાં હૃદય સુધી હું કેવી રીતે પહોંચાડું? હિમાલયની વિભૂતિ ઉપર બોલતા વારંવાર ભાવાત્મક થઈ જવાશે. હિમાલયનું વર્ણન હું કયા શબ્દોમાં કરું?મેં અમેરિકા-યુરોપઆફ્રિકામાં ય બરફના પર્વતે જોયા છે, પણ હિમાલયમાં જે આત્મીયતા હું અનુભવી શકો છું તે મેં ક્યાંય અનુભવી નથી. જ્યાં મનુષ્યને બહુ વસવાટ થાય છે ત્યાં આત્મીયતા સધાતી નથી. પરદેશના પર્વતેમાં આત્મીયતા નહિ સધાવાનું આ પણ એક કારણ હોઈ શકે. તમે હિમાલય આઠ દશ હજાર ફીટ ઉપર ચઢવા માંડે એટલે તમને એમ થશે કે માણસ કેટલો મહાન અને નાને પણ છે. માણસ પાસે સ્વપ્ન છે, બુદ્ધિ છે, પ્રતિભા છે, અલ્પતા અને મહત્તા બંને પ્રકટ કરવાની શક્તિ છે, પણ પ્રકૃતિ ઉપર વિજય મેળવતાં તે ડરે છે....તે ચઢતાં ચઢતાં પણ ડરે છે અને પ્રકૃતિ -- તે તે એનાં એક પછી એક સતરો ઉઘાડતી જાય છે, માણસને તે કેટલું નાનું છે એને અનુભવ કરાવતી જાય છે. આપણે પ્રકૃતિથી ડરીએ છીએ, કારણ એની સાથે આપણે સમાગમ મેળવાળે નથી. હાથ મિલાવવામાં અને આલિગનમાં ફરક છે. પ્રકૃતિ સાથે હાથ ન મિલાવવાના હોય. એની રડાથે તે આલિંગન જ હોય. અને એમાં આખા અસ્તિત્વનું મિલન હોય પ્રકાશની પૂરેપૂરી વ્યવસ્થા હોય તે જ અરિસામાં પૂરેપૂરું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. એવું જ પ્રકૃતિનું છે. પ્રકૃત્તિને તમે એક અંશી ન જોઈ શકે, પણ મનુષ્યને પોતાનો અહંકાર છે. એ હિમાલયની મહત્તા-ઓળખવાને સમજવાને-પ્રયત્ન કરે છે, પણ પછી એને જેટલું સમજાય તેટલું જ એ સ્વીકારે છે. ઘરના પ્રકાશને બહારના સમસ્ત સૂર્યના પ્રકાશને એ મેળવતો નથી. ખરી રીતે તે માણસે આખે આખા ઉઘડી જવું જોઈએ. તે જ એને પ્રકૃતિનું અભિનવ લાવણ્ય, ચાર તા, આકૃતિ અને નવું સ્વરૂપ દેખાય. બાકી, માણસને એનું પોતાનું અભિમાન એટલું બધું છે કે એ એમ માને છે કે એને બધું જ સમજાય છે. એને વસ્તુની પૂર્વભૂમિકા ખબર નથી. આથી એ જ્ઞાનને સ્પર્શ પામી શકતો નથી. એ વસ્તુને અંશથી અંડે છે અને સમગ્ર ખ્યાલ કરે છે. આપણાં કાટલાં ખોટાં છે તે સ્વીકારવા આપણે તૈયાર નથી. ગાંધીજીએ એક વાર કહેલું કે મને અહિ યાદ આવે છે કે “હું અજ્ઞાન માણસ સામે ઊભા રહેવા તૈયાર છું, પણ જ્ઞાનના અભિમાનવાળા માણસ સામે ઊભા રહેવા તૈયાર નથી.”
હિમાલયમાં અમારે ત્યાં એક મિત્ર આવ્યા. મને કહે “I am frightfully confused.” મેં કહ્યું:“confusion કાઢવા
પ્રયત્ન કરો.” તમે અપૂર્ણતાનો ખ્યાલ કરો. તમારામાં જ contradictions છે. માણસ પિતાની અજ્ઞાનની શૈયામાં સૂતો છે અને વળી પાછું અભિમાન કરે છે. એટલે અજ્ઞાન - અભિમાન ભેગા મળીને આ લીલા રચાય છે અને પ્રકૃતિને સીધો સંપર્ક એને થવા જે પામત નથી. “હિમાલયમાં માણસને બે લાગણી થાય છે
(૧) મારામાંથી છૂટું –
(૨) હિમાલય કેવળ સ્થળ નથી. “પહેલી લાગણી માણસ હિમાલયમાં લાંબા સમય વસે છે ત્યારે થાય છે.
સંસારનો ભાર, કામ - વાસનાઓ, વિચારે ડાળીમાંથી પાંદડાં ઊગે તેમ પાંખાં થઈ જાય છે–thin -પાતળાં થાય છે. પોતા તરફનું દર્શન બદલાય છે. “પહેલા હુ” પહેલા હું” વર્ષો સુધીનું આપણું આ ગીત ત્યાં સંભળાતું બંધ થાય છે અને કોઈ માટી, વિરાટ વસ્તુને જાણે અનુભવ થતો હોય તેમ લાગે છે. આ છે હિમાલયની વિભૂતિના સંપર્કનું પ્રથમ પરિણામ.
હિમાલયમાં ઋષિઓ અને ઋષિપત્નીએ નિર્મળ પ્રેમની નદીઓ વહેવરાવી છે. આ બધું પિલા જેમ કહે છે“હશે - હશે” એમ હું નથી કહેવા માંગતા.” છે – છે” એમ હું કહેવા માંગું છું. આજે શહેરનાં અવાજમાં પ્રકૃતિને જે સૂર- શબ્દ- અવાજે ઊઠે છે તે કોઈ દિવસ શું સંભળાય છે? ત્યારે ત્યાં વિરાટ પિતાસાગર–સમુદ્ર છે. તમે કદિય એનાં કિનારે મધરાતે બેઠા છે? અલી અકબરખાનના પિતા અલાઉદ્દીનખાંએ સમુદ્રના કિનારે ત્રણ કલાક બેસીને સમુદ્રતરંગનાં સૂરનું સર્જન કર્યું હતું. હું કહું છું કે તમે ગર્જનને શ્રુતિ સુધી લઈ જાઓ. તમે એટલા શાંત થાઓ. બાકી આજે આ બધે ઘોંઘાટ બહાર દેખાય છે તે અંદરના ઘોંઘાટનું Projection છેબહારના ઘોંઘાટ એ બીજું કશું જ નહિ અંદરનો Noises છેઈચ્છાઓની પાછળની આપણી આ બધી દોડધામ છે. જે દિવસે ઘોંઘાટ ઓછો લેશો...શાંત થશે ત્યારે એક સૂર–એક શબ્દ સંભળાશે– અને આ છે હિમાલયની બીજી લાગણી –
હિમાલયની શાંતિની તે તમને શું વાત કરું !
કેટલાક મિત્રો અમારે ત્યાં આવેલા. તેઓ મને કહે કે અહિની શાંતિ અમને અશાંત કરી દે છે. આની પાછળ આપણું અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત, અરાજકતાવાળું જીવન છે. પેલી શાંતિમય અશાંતિ સાથે પ્રવેશે છે. માણસને એમ થાય છે કે હું સાચે કે સ્થળ સાચું. માણસ પોતાની અંદરની ભયંકરતાને સહન કરી શકતા નથી. માણસ ચાર સ્વરૂપે જીવે છે. શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. હિમાલયમાં ક્ષુદ્ર સ્વરૂપે આવે તો નમસ્કાર કરી ‘બરાબર છે કહી ચાલ્યો જાય. વૈશ્ય સ્વરૂપે સમાધાન કરીને માંડ બે ચાર દિવસ રહે. ક્ષત્રિય સ્વરૂપે એ થોડું મથન કરે, પણ બ્રાહ્મણ સ્વરૂપે એ આ શાંતિમાં વધારે અકળાય છે, પણ અંતે સંઘર્ષમાંથી સંવાદિતા જન્માવે છે. આમ આપણે અંદરથી બ્રાહ્મણ થવાની જરૂર છે, અંદરથી ઊંચે ચઢવાનું છે. હિમાલય ચઢવાનો અર્થ પણ આ જ છે. ગંગાના મુખને મળવું હશે તો એના પ્રવાહ સાથે નહિ, પણ પ્રવાહની વિરુદ્ધ જવું પડશે. તે જ ગંગોત્રીનું દર્શન થશે. અંતમાં જે દી બૂઝાવાની તૈયારીમાં છે અને પ્રક્ટાવવાની શક્યતા હિમાલયની વિભૂતિ બતાવે છે.
અને એક વાત આપણે સમજી લઈએ. મનુષ્ય માત્ર મરવાના છે. મૃત્યુ સૌનું ચોક્સ છે. છતાં મૃત્યુ વિશે જ મનુષ્ય બેદરકાર છે અને જે મૃત્યુ વિષે બેદરકાર છે એ જીવન વિશે પણ બેદરકાર છે. આપણે એકલતા, એકાંત અને શાંતિસાથે મૈત્રી કરીએ તો શ્રુતિ તેજ થશે, આંખે નિર્મળ થશે, ખરાબ વિચારો દૂર થશે.” આમ જણાવીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેમને પિતાને અનુભવ રજૂ કરવાની જે તક આપી તે બદલ શ્રી કિસનસિહભાઈએ સંઘને આભાર માન્યો અને ત્યાર બાદ સંઘના અન્ય મંત્રી શ્રી સુબોધભાઈએ લાભારદર્શન કર્યું અને આવા વ્યાખ્યાનને લાભ શ્રી કિસનસિંહભાઈ અવારનવાર આપતા રહે એ માટે તેમને અનુરોધ કર્યો. : - સંપાદક: ચીમનલાલ જે. શાહ