SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૧-૧૦-૯૬ લોકશિક્ષણના આ પવિત્ર કાર્યમાં ભાગ લેવા માંગતા હોય, તેઓ નાની સભાઓ યોજી લાકોને આ હાકલનો મર્મ સમજાવે. જે પેાતાના સમય, શકિત અને નાણાંને કંઈક ભેગ આપવા ઈચ્છતા હોય, તે અસપાસનાં ગામડાંઓમાં જઈને લોકો પ્રત્યેની આ હાકલ ગ્રામજનોને સમજાવે. હું બહેનેા એમની સંસ્થાઓમાં આ હાકલને પ્રચાર કરે. દુનિયાની કોઈ પણ તાકાત માતાના અવાજને દબાવી શકે તેમ નથી. બહેન પ્રેમના આ પયગામ દેશના ખૂણેખૂણે પહોંચાડવાનું પોતાના માથે લે. અંતમાં સામૂહિક પુરુષાર્થની આવશ્યકતા ઉપર મને ભાર મૂકવા દા. વ્યકિતગત જીવનના વ્યકિતગત આચરણના વ્યાપક પ્રભાવ વિશે મને ખૂબ શ્રદ્ધા છે. એ પ્રભાવનો પૂરેપૂરો ખ્યાલ આપણને આવ્યો નથી. તેમાં જબરદસ્ત સંભાવનાઓ પડી છે. મુઠ્ઠીભર પ્રબુદ્ધ, તત્પર અને જાગરૂક વ્યકિતઓ જે દઢ નિશ્ચય કરે તો આખાયે રાષ્ટ્રના ગૂંગળાવનારા વાતાવરણને પલટાવી શકે. જાગા! ઉઠો ! કાર્યરત બના! વિમલાબહેનના ગુજરાતના કાર્યક્રમ ૧૯ ઑકટોબર २० ૨૧ ૨૨ ૨૩૨૪. ૨૫ ૨૬ 11 39 39 પાલણપુર પાટણ મહેસાણા મોડાસા - પ્રાંતિજ અમદાવાદ વાડાશિનાર આણંદ પ્રબુદ્ધ જીવન ૨૭ ઑકટોબર વલસાડ ૨૮ ૨૯ ૩૦૩૧ ૧ ૨ થી ૬ 6 39 93 નવેમ્બર સુરત ભરૂચ વડોદરા નડિયાદ - સૌરાષ્ટ્ર ભુજ શ્રી વિજ પટનાયક [આજે જ્યારે. ઓરિસ્સાના કોંગ્રેસી મંત્રીમંડળમાં પરસ્પર ઊભા થયેલા વિખવાદના સંદર્ભમાં શ્રી વિજ પટનાયકનું નામ આજના સામિયકોમાં અવારનવાર જોવામાં આવે છે ત્યારે તા. ૧૯-૯-૬૬ના જન્મભૂમિ-પ્રવાસીમાં પ્રગટ થયેલા તેમના રેખાચિત્રનું અહિં નીચે કરવામાં આવતું અવતરણ અત્યંત પ્રસ્તુત બન્ને છે. આજે આવી વ્યક્તિ કાગ્રેસની કારોબારીમાં છે અને કોંગ્રેસ પ્રમુખ : કામરાજ આવી વ્યક્તિને ઓરિસ્સામાં કોંગ્રેસની ગુંથાયેલી પરિસ્થિતિને, આગામી ચૂંટણીના સંદર્ભમાં, સરખી કરવાની જવાબદારી સોંપે છે, જ્યારે શ્રી નવકૃષ્ણબાબુ અને શ્રી હરેકૃષ્ણ મહેતાબ જેવી ઉચ્ચ કોટિની વ્યકિતઓ કૉંગ્રેસ સામે વિદ્રોહ જગાવી રહેલ છે—આ હકીકત આપણી કૉંગ્રેસનું નૈતિક સ્તર. કેટલું. નીચે ઉતરી ગયું છે તેને ખ્યાલ આપવા માટે પૂરતી છે. પરમાનંદ] વિજયાનંદ પટનાયકે હમણાં ઓરિસ્સામાં અભૂતપૂર્વ રાજકીય કટોકટી સર્જી હતી. તેમના દોરીસંચારથી ઓરિસ્સાના ૧૩ પ્રધાનામાંથી ૧૨ પ્રધાનોએ રાજીનામાં આપ્યાં, અને મુખ્ય પ્રધાન સદાશિવ ત્રિપાઠીની ઝાટકણી કાઢી નાખી. આખરે ગયે અઠવાડિયે કોંગ્રેસપ્રમુખ કામરાજે જયારે વિજુને બાલાવીને તેમની ખબર લઈ નાખી ત્યારે બારે પ્રધાનોએ સીધાદાર બનીને રાજીનામાં ખેંચી લીધાં. આપણી કેંગ્રેસની લીલા પણ અજબ છે ! તે સમાજવાદનું ધ્યેય ધરાવે છે, પણ કરોડપતિએ અને કરોડપતિઓના ટેકેદારો પણ કૉંગ્રેસના થાંભલા છે. વિજુ પટનાયક એક મોટા ઉદ્યોગપતિ છે, અથવા એમ કહો કે તેમની પત્ની ઉદ્યોગ-પતિ છે. તેઓ એરિસ્સાના મુખ્ય પ્રધાન હતા, અને તેમની પત્નીના નામે ચાલતી પેઢી તેમની સરકારને માલ પૂરો પાડતી હતી ! કાગ્રેસપ્રમુખને લાગ્યું કે આવતી ચૂંટણીમાં સૌથી ગરીબ ઓરિસ્સામાં કાગ્રેસે જીતવું હોય તે સૌથી ધનવાન અને સાહસિક પટનાયકને ચૂંટણી જંગના નાયક બનાવવા જોઈએ. આથી તેમણે આ જવાબદારીના ભાર નાખતો પત્ર વિજુ પટનાયકને લખી નાખ્યો. ૧ વિજને લાગ્યું કે આવી મોટી જવાબદારી મારે ઉઠાવવી હોય તે મારે મુખ્ય પ્રધાનની ખુરશી ઉપર બેસવું જોઈએ, આથી તેમણે મુખ્ય પ્રધાન સદાશિવ ત્રિપાઠીના સિંહાસનના તેર પાયામાંથી બારને ખસેડી નાખ્યા. માંદા માંદા ત્રિપાઠીએ પણ એક પાયા પર ટકી રહીને કામકારાજને 'આધાર લઈ લીધા. વિવેકબુદ્ધિનું ઉલ્લંઘન કરવું એ પટનાયકની પ્રકૃતિમાં છે. ૧૯૬૩માં પંડિત નહેરુએ તેમને વોશિંગ્ટન મોકલ્યા હતા તે પહેલાં તેઓ હોળી પ્રસંગે મૂર્ખાઓની પરિષદના અધ્યક્ષ બન્યા હતા.. પણ જયારે તેઓ વાશિંગ્ટન ગયા ત્યારે તેમના મગજમાંથી મૂર્ખાઓના પ્રમુખ હોવાનો ખ્યાલ હજી ખસી ગયા ન હતો. પરિણામે તેમણે વોશિંગ્ટનમાં ઓરિસ્સાના મુખ્ય પ્રધાન અને પંડિતજીના પ્રતિનિધિ તરીકે વર્તવાને બદલે મૂર્ખાઓની પરિષદના પ્રમુખ જેવા છબરડા વાળ્યા ! નહેરુને પટનાયકનાં સાહસો માટે માન હતું; પરંતુ તેમનાં દુ:સાહસે જયારે વધી ગયાં ત્યારે તેમને “કામરાજ યોજના’ વડે સંભાળથી લપેટી લઈને ખુરશી પરથી ટોપલીમાં મૂકી દીધા. (બીજે વર્ષે વિજુએ કહ્યું કે કામરાજ યોજન! દયાજનક રીતે નિષ્ફળ ગઈ છે!) ત્રણ વર્ષ અને એક માસ પછી ખુદ કામરાજે જ તેમને ટોપલીમાંથી બહાર કાઢયા તો, વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ ન ભૂલે તેમ, હજી વયથી કે અનુભવથી વૃદ્ધ નહિ થયેલા વિજુએ ખુરશી પર ચડી જવા છલાંગ મારી ! વિજુએ નહેરુના જમાનામાં ત્રિવિધ પાઠ ભજવ્યો હતોઓરિસ્સાના મુખ્ય પ્રધાન તરીકે, નેહરુના બિનસત્તાવાર સંરક્ષણપ્રધાન તરીકે અને બિનસત્તાવાર વિદેશપ્રધાન તરીકે ! જયારે સંરક્ષણ સહાય માટે વાટાઘાટ કરવા નેહરુએ તેમને અમેરિકા મોકલ્યા ત્યારે અમેરિકન પત્રકારોએ તેમને શીશામાં ઉતાર્યા. લેક્સભાના અધ્યક્ષ હુકમસિંહે પણ કહેવું પડયું કે સંરક્ષણને લગતી જે વાતો સસંદમાં ન થઈ શકે તે અમેરિકામાં પણ ન કરવી જોઈએ. કગાળ એરિસ્સાએ એક નહિ બે કરોડપતિ પંત પ્રધાન જોયા છે. બીજા હરેકૃષ્ણ મહેતાબ—વિજુના ગુરુ અને હવે શત્રુ! વિજુ માટે પંડિતજીને આકર્ષણ થવાનાં કારણેા છે. નેહરુ શૌર્ય અને સાહસના પ્રશંસક હતા. વિજ એક બાહોશ વિમાની છે. ૧૯૪૫ માં સુકર્ણ ઈન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સંગ્રામ લડી રહ્યા હતા. ત્યારે ડચ સૈન્યથી ઘેરાયેલા સુકર્ણને અને તેમના સાથી ડો. શેરીઅરને પટનાયક વિમાનમાર્ગે ઉઠાવી જઈને દિલ્હીમાં નેહરુ સમક્ષ હેમખેમ રજૂ કર્યા હતા! ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર પર ચડાઈ કરી ત્યારે શ્રીનગરમાં પહેલું વિમાન ઉતારનાર પટનાયક હતી. વિજયાનંદ અને તેમના બે ભાઈઓ (એક હવાઈ સેનામાં છે, બીજા ડૉકટર છે.) ઉડિયા સ્ત્રીઓને નથી પરણ્યા. વિજુ પંજાબીને પરણ્યા છે. વિજયાનંદ પ્રકૃતિથી સાહસવીર છે, પણ રાજકારણમાં તેમણે દુ:સાહસ ન કર્યાં હોત તો વધુ લોકપ્રિય હોત. વિષયસૂચિ સેહમ . પ્રકીર્ણ નોંધ : આગામી ચૂંટણી અંગે વિમલાબહેન ઠકારનું નિવેદન, આજે અમલી બનેલી લોકશાહી વિષે થોડીક વિચારણા, તીથેના સંઘર્ષ મિટાવવાના સાચા માર્ગ? શેખ અબદુલ્લાના છૂટકારાના પ્રશ્ન, પુનર્જન્મ અને વૈજ્ઞાનિક સંશોધન. પ્રેમનું આવ્યાહન શ્રી વિજા પટનાયક હિમાલયની વિભૂતિ સમન્વયસાધક સન્ત વિનાબા તીર્થોના સંઘર્ષ મીટાવવાના સાચા માર્ગ થોડાંક અવલોકન : ‘વેળુ અને ફીણ : ’ ખલિલ જિબ્રાનના પરિચય, પાનખર અને વસંત, સમર્પણના ય. એ દેશની ખાશે દયા (કાવ્ય) The Sept પરમાનંદ વિમલા ઠકાર - સાહમ કિશનસિંહ ચાવડા અમૃત મોદી દલસુખ માલવણિયા પરમાનંદ મકરન્દ દવે.. પૃષ્ઠ ૧૧૭ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ :: ૧૨૬
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy