________________
૧૩૦
પ્રબુદ્ધ જીવન
પ્રેમનું આન્હાહન : CALL OF LOVE
☆
[આ નિવેદન એક પ્રેમની હાકલ છે. ભારતના જાગૃત અને સંવેદનશીલ નાગરિકોને ઉદ્દેશીને તે કરવામાં આવી છે. આ એક એવ વ્યકિતની હાલ છે, જે તીવ્રપણે એમ અનુભવી રહી છે કે ભારતમાં રહેતા વિરાટ માનવસમુદાયના જીવનમાંની આ કટોકટી વેળાએ આપણે સહુએ આપણા સામૂહિક અવાજ ઊઠાવવાની તાકીદની જરૂર છે. વિમલા ]
ત્યારે કરીશું શું?
આપણા અવાજ આપણે કઈ રીતે બુલંદ કરીશું? આપણે પહેલું કામ તે એ કરવાનું છે કે આ દેશમાં પાર્લામેન્ટરી લોકશાહીના રક્ષણ માટે આપણે શપથ લઈએ; ચાતરફ મુકતકંઠે આપણે એવી ઘોષણા કરીએ કે આપણે આપણા વાણી-સ્વાતંત્ર્ય અને વિચાર - સ્વાતંત્ર્યના ઉપયોગ એક એવી યથાર્થ અને જીવંત લેાકશાહીના નિર્માણ માટે કરવા માગીએ છીએ, જેમાં ખરેખર લોકો રાજ્ય ચલાવતા હોય; વિશિષ્ટ વર્ગ તેમ જ સમગ્ર જનસમુદાયનો અભિક્રમ જગાડવા આપણે ક્મર કસીને ભારોભાર પુરુષાર્થ કરીએ.
આવતી સામાન્ય ચૂંટણીના પ્રસંગનો લાભ લઈને આપણે નીચેની બાબતો વિશે આપણા અવાજ ઊઠાવીએ :–
ચૂંટણી વખતે બધા રાજકીય પક્ષ દ્વારા થતા નાણાંનો ગુનાહિત દુર્વ્યય અમે કદાપિ સાંખી લઈશું નહીં.
ચૂંટણીમાં ભાગ લેતા બધા ઉમેદવારોને વાહનવ્યવહાર તેમ જ સંદેશાવ્યવહારની સગવડ સરકાર જ પૂરી પાડે, અને ચૂંટણીપ્રચાર માટે
વાહનવ્યવહાર તેમ જ સંદેશાવ્યવહારનાં ખાનગી સાધનોના ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવે.
આમ કરવાથી દરેકે દરેક ઉમેદવારને એકસરખી તક મળશે, પછી ભલે તે કોઈ પણ રાજકીય પક્ષના હોય કે ન પણ હોય. આજે તે ચૂંટણી એ સત્તા કબજે કરવા માટેની એક હોડ બની ગઈ છે, જેમાં ભાગ લેવાનું ધનાઢય, નામના પામેલાઓ કે ગુંડાઓને જ પાલવી શકે તેમ છે. કોઈ પણ પ્રામાણિક, ગરીબ અને સાદા–સીધા માણસ ઉમેદવાર તરીકે ઊભા રહેવાના કદી વિચાર પણ કરી શકે તેમ નથી. આમ, .ખીતું છે કે જેઓ ચૂંટાઈને આવે તેઓ પ્રજાના અને પાની ચેતનાના પ્રતિનિધિ હોય ? એમ ન કહી શકાય.
આ સ્થિતિ દૂર થવી જ જોઈએ, અને તે દૂર ન થાય ત્યાં સુધી આપણે – ભારતની જનતા – કદી જંપીશું નહીં.
આપણે આપણેા અવાજ બુલંદ કરીને બધા રાજકીય પક્ષાને જણાવી દઈશું કે:
(૧) સાભૂખ્યા રાજકીય પક્ષના હેતુ પાર પાડવા માટે જ્ઞાતિવાદના લાભ લેવાવા જોઈએ નહીં. જ્ઞાતિ, જાતિ કે ધર્મના નામે અમે મતદાન કરીશું નહીં.
(૨) બધા પક્ષાના નેતાઓએ પોતાનો ચૂંટણી - પ્રચાર એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી કોઈ પણ એક મતદાર વિભાગના બધા જ ઉમેદવારો એક સાથે તે વિભાગના પ્રવાસ કરે અને એક જ મંચ પરથી એફી વખતે ચૂંટણી – સભાઓને સંબાધે, આને પરિણામે સમય, શકિત અને પૈસાના મુળ બચાવ થશે.
ઉમેદવારો એક્બીજા સામે ચારિત્ર્યના આક્ષેપ, ગાળાગાળી, બદનક્ષી ને નિદા નહીં કરે, ખોટા ગપગોળા નહીં ઉડાવે, નાહકનાં ખોટાં વચના નહીં આપે, તથા સંકીર્ણ પ્રાદેશિક લાગણીઓ, તુચ્છ મહત્વાકાંક્ષાઓ અને જૂથવાદી ઈર્ષાખોરીને નહીં ઉશ્કેરે.
✩
રાજકીય પક્ષા તરફથી શિક્ષણસંસ્થાઓને પ્રચારનાં કેન્દ્રો બનાવી મૂક્વાની જે કમનસીબ પ્રણાલી શરૂ થઈ છે તેની સામે આપણે ભારપૂર્વક આપણા અવાજ ઊઠાવવાનો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે
તા. ૧૬-૧૦-૧
>
સત્તાની સ્પર્ધામાં પડેલા રાજકીય પક્ષાના હાથમાં પ્રચારનાં સાધન બની ગયા છે. આને લીધે શિક્ષણસંસ્થાઓના ગૌરવ તેમજ પવિત્રતાનું ખંડન થયું છે.
આપણે તમામ શિક્ષણસંસ્થાઓને વિનંતી કરીએ કે તેઓ પ્રલાભનો કે ડરામણીઓના શિકાર ન બને, પેાતાની સંસ્થાનાં મકાન અને પટાંગણાના વિભિન્ન રાજકીય પક્ષાના પ્રચાર- કેન્દ્રો તરીકે ઉપયોગ કરવા દેવાના તે ઈનકાર કરી દે, કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈ ચૂંટણી ઝુંબેશ ચલાવવાની તેઓ ના પાડી દેં, અને નિર્દોષ યુવાનોનું માનસ પક્ષાપક્ષીના વિષથી કલુષિત ન થવા દે.
શિક્ષણસંસ્થાઓ વિદ્યાની પવિત્ર ભાવના જાળવી રાખે અને સત્તાના રાજકારણ તેમ જ પક્ષાપક્ષીના રાજકારણથી દૂર રહે. ✩
અખબારો, જાહેર સભાઓ તેમ જ પરિપત્રો દ્વારા આપણે જાહેર કરવું જોઈએ કે:
કોઈ પણ પક્ષને નામે અમે મતદાન નહીં કરીએ. અમે તો એ જોઈશું કે ઉમેદવાર અમારું પ્રતિનિધિત્વિ ધરાવવા સારું ‘યોગ્ય માણસ છે કે નહીં.
>
‘યોગ્ય માણસ' કહેવા પાછળ અમારી મતલબ છે - (અ) લેાકોનું પ્રતિનિધિત્વ કરવું એટલે શું એ સમજવાને તે ઉમેદવાર સમર્થ હોવા જોઈએ.
(બ) પોતાની જવાબદારી અદા કરવા માટે તે ઉમેદવાર શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક દષ્ટિએ સુસજ્જ હોવા જોઈએ.
(ક) પોતાના વ્યકિતગત જીવનમાં ગેરરીતિઓ માટે, પાતાના સામાજિક સંબંધામાં ગેરશિસ્ત માટે, તથા આંતરજાતીય, આંતરપ્રાંતીય અને આંતરધર્મીય સંબંધામાં અવરોધ નાખવા માટે તે ઉમેદવાર નામચીન ન હેાવા જોઈએ.
ઉપરની યોગ્યતા ધરાવતો એક પણ ઉમેદવાર જો અમને નહીં જડે, તો અમે ‘મત ન આપવાના 'અમારા અધિકારને ઉપયોગ કરીશું, અર્થાત અમે મતદાન નહીં કરીએ.
ચૂંટણી થઈ ગયા પછી ચૂંટાયેલા પ્રતિનિધિએ પણ તકેદારી રાખવા દરેકે દરેક ગામ, કસબા અને શહેરમાં આપણે ‘જાગરૂક સમિતિઓ ’ ( વિજિલન્સ કમિટી ) ની રચના કરીએ.
આ રચનાત્મક ક્રાંતિમાં કસબાઓ અને શહેરોએ પહેલ કરવી જોઈએ. એમણે ધારાસભા અને લાકસભામાંના પોતાના પ્રતિનિધિએને એવી સૂચના આપી દેવી જોઈએ કે દરેકે દરેક ધારાસભ્ય તથા દરેકે દરેક લેાકસભાના સભ્ય વરસમાં ત્રણ વાર જાગરૂક સમિતિને પેાતાના અહેવાલ આપવા, અને ધારાસભામાં કે લોકસભામાં જ્યારે કોઈ વિવાદાસ્પદ બાબત ઉપસ્થિત થાય ત્યારે તેમણે જાગરૂક સમિતિની સલાહ લેવી. .
ઉમેદવાર એક વાર ચૂંટાયો કે લોકોનો પ્રતિનિધિ બની જાય છે. આપણે ધારાસભ્યો અને લોકસભાના સભ્યોને એવી કેળવણી આપી પડશે કે જેથી રાષ્ટ્રીય પ્રશ્નો વિશે તે પક્ષાપક્ષીની દષ્ટિએ ન વિચારે તથા લોકોના હિત કરતાં પેાતાના પક્ષની પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વની ન માને. જાગરૂક સમિતિઓ દ્વારા આ સિદ્ધ કરવું પડશે,
આ બધું કરશે કોણ?
તમે અને હું.
ચાલો આપણે દરેક વોર્ડમાં આ પત્રિકા પહોંચાડી દેવા નાનાં નાનાં મંડળા ચીએ.
ચાલો આપણે આ સંદેશા આપણા વાર્ડના એકેએક મતદાતા સુધી પહોંચાડી દઈએ,
ચાલે! આપણે પોતાના ગામ કે શહેરથી જ આરંભ કરીએ,
મ