________________
તા. ૧૬-૧૦-૧૧
છે. કારણ કે તેમને ફરીવાર પરહેજ કરવાનું કારણ તે એ હતું કે તેઓ હજના બહાને ભારત બહાર ગયા હતા અને પાકિસ્તાનની દરમ્યાનગીરી દ્વારા તેઓ ચાલુ-એન-લાઈને મળ્યા હતા. આ તેમનું વર્તન તરેહતરેહની શંકા ઉપજાવે તેવું હતું. તેથી આ બાબતમાં જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય અથવા તો ન કરવામાં આવે ત્યાં સુધી શેખ અબ્દુલ્લાને મુકત કરવામાં અમુક જોખમ રહેલું છે એમ મારા જેવા અનેકને લાગવા ભવ છે.
બુદ્ધ જીવન
શ્રી જયપ્રકાશજી નાગાલેન્ડના પ્રશ્નના સંદર્ભમાં ડા. માઈકલ સ્કાટ અંગે કેવી રીતે છેતરાયા એ બાબત આપણા સ્મરણમાં હજુ તાજી છે. ડા. માઈકલ સ્કોટને તેમણે નાગાલેન્ડ અને ભારતના સાચા મિત્ર તરીકે લેખ્યા અને બન્ને વિભાગ વચ્ચે સમાધાની થાય અને સ્વાભાવિક સંબંધાની સ્થાપના થાય એમ ડૅા. માઈકલ સ્કોટ અન્તરથી ઈચ્છે છે એમ શ્રી જયપ્રકાશજી માનતા રહ્યા અને તેમની સાથેના પીસ મિશનમાં તેઓ લાંબા વખત સુધી જોડાયલા રહ્યા. પણ સમય જતાં શ્રી જયપ્રકાશજીને આ પીસ મિશનથી છૂટા થવું પડયું અને ડૅ. માઈલ ર્કેટને તેમના ભારતિવરોધી વર્તનના કારણે ભારત છેાડી જવાની ફરજ પડી. આ બધી ગઈ કાલની હકીકત છે.
શ્રી જયપ્રકાશજી શેખ અબદુલ્લાની ઉપર જણાવ્યા મુજબની ભારતનિષ્ઠા અંગે પૂરી પ્રતીતિ ધરાવતા હોય, એમ છતાં પણ, રખેને જયપ્રકાશજી શેખસાહેબ સંબંધમાં પણ છેતરાતા હોય એવો વિચાર આવે છે. શેખ અબદુલ્લા એક ગૂઢ વ્યકિત છે અને તેમના અંગેના ઉપરના ખુલાસા હોવા છતાં પણ, શેખસાહેબના મનમાં અનેક reservations અપ્રગટ ધારણાઓ–હોવા સંભવ છે. અને તેથી કાશ્મીરના અન્તિમ સમાધાનમાં શેખ અબદુલ્લાના સાથ અને સહકાર ગમે તેટલા ઈષ્ટ હોય તો પણ “તેમને છૂટા કરો કશી પણ સ્પષ્ટતાની અપેક્ષા રાખ્યા સિવાય તેમને સત્વર છૂટા કરો.” એમ મુકત મનથી કહી શકાતું નથી. શ્રી મનુભાઈ પંચાળી પણ પેાતાના નિવેદનમાં આ પાયાની સ્પષ્ટતા ઉપર એટલા જ ભાર મૂકે છે. પણ સાથે સાથે જયપ્રકાશજીની શેખ અબદુલ્લા સાથેની મુલાકાતે આ અણુઉકેલ આંટીમાંથી નીકળવાની કેડી નિર્માણ કરી છે એમ તેઓ માને છે અને આ તકનો આપણા રાજપુરુષો લાભ લેશે એવી તેઓ આશા સેવે છે. શેખ અબદુલ્લાને છૂટા કરવામાં જેખમ નથી એવી પરિસ્થિતિ અને આપણા દિલમાં એવી પ્રતીતિ ઉભી થાય એમ આપણે પણ ઈચ્છીએ છીએ. પુનર્જન્મ અને વૈજ્ઞાનિક સંશોધન
ગઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રાજસ્થાન યુનિવર્સિટીના પેરસાઈકૉલાજીના અધ્યાપક ડૅ. એચ. એન. બેનરજી અતીન્દ્રિય અનુભૂતિ’ એ વિષય ઉપર બે વ્યાખ્યાનો આપી ગયા અને તેમાં બીજું વ્યાખ્યાન ‘પુનર્જન્મ’ એ વિષય ઉપર હતું. આ વ્યાખ્યાન દરમિયાન તેમણે એ મતલબનું જણાવેલું કે આજ સુધી પુનર્જન્મ એ ધાર્મિક માન્યતાનો વિષય રહ્યો છે. અને તેનું કોઈ વૈજ્ઞાનિક સંશોધન થયું નથી, એટલે કે તે માન્યતાને લગતા સત્યાસત્યની આજ સુધી કોઈ ચકાસણી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવામાં આવી નથી. આજે હિન્દુધર્મ જેમાં વૈદિક, જૈન તથા બૌદ્ધ ધર્મના સમાવેશ થાય છે તેના પાયામાં પુનર્જન્મને લગતી માન્યતા રહેલી હોઈને માત્ર હિન્દુઓ જ આ પુનર્જન્મના સિદ્ધાન્તને સ્વીકારે છે, જ્યારે અન્ય ધર્મના અનુયાયીઓ આવા કોઈ સિદ્ધાન્તને સ્વીકારતા નથી. પરિણામે, હિન્દુ સમુદાયમાં જ્યારે કોઈ અલૌકિક સ્મરણજાગૃતિની ઘટના બને છે ત્યારે તેને તેઓ પૂર્વજન્મ સાથે જોડી દે છે, જ્યારે હિન્દુ એ નહિ એવા જનસમુદાયમાં અને ભારત સિવાયુના અન્ય દેશમાં જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે તે ઘટનાઓના એક યા અન્ય પ્રકારના મનોવૈજ્ઞાનિક વિભ્રમ તરીકે અથવા તે એકના અનુભવનો અન્યના ચિત્તમાં થતા સંક્રમણ તરીકે તે તે સ્થળના મનોવૈજ્ઞાનિકો ખુલાસો કરે છે. આમ બનવાનું એક એ પણ કારણ છે કે જેમ આપણા જન્મજાત સંસ્કારના કારણે આપણી સામે પુનર્જન્મની કલ્પનાના વિકલ્પ ઊભેલા જ હાય છે તેવા કોઈ
3
૧૧૯
વિકલ્પ તે લોકોની સામે હોતો જ નથી. આ પરિસ્થિતિમાં પ્રશ્ન થાય છે કે પુનર્જન્મનું વૈજ્ઞાનિક સંશાધન એટલે શું?
પુનર્જન્મના વૈજ્ઞાનિક સંશાધનનો અર્થ એ છેકે પુનર્જન્મના વિચારને કોઈ વાસ્તવિક પાયો છે કે નહિ અને જો હોય તો તેવા સ્મરણને કારણકાર્યના કોઈ નિયમ સાથે જોડી શકાય તેમ છે કે નહિ તેની તટસ્થ તપાસ કરવી. આ માટે સૌથી પહેલાં પુનર્જન્મ-મરણની ઘટનાએ જ્યાં જ્યાં બનતી હોય ત્યાં ત્યાં તેની વિગતે સંબંધમાં આ વિષયના સંશોધકે પોતે જાતે અથવા તો પેાતાના વિશ્વાસપાત્ર પ્રતિનિધિ મારફતે તપાસ કરવાની રહે છે અને જેકાંઈ વિગતો મળે તેના સાચાખોટાપણા વિષે પૂરી ચકાસણી કરવાની અને તેમાંથી પૂરી વિશ્વસનીય હોય એવી વિગતો તેણે તારવવાની રહે છે.
આ રીતે તૈયાર થયેલા કિસ્સાની મનાવૈજ્ઞાનિક ધારણે વધારે ઝીણવટથી તપાસ કરવી અને આવા પૂર્વજન્મની કલ્પના સાથે સંક ળાયેલા કિસ્સાના ખુલાસા અંગે પુનર્જન્મ સિવાયના અન્ય જે કોઈ વિકલ્પો વિચારવામાં કે રજૂ કરવામાં આવતા હોય તેમાંના કોઈ પણ એક વિકલ્પ લાગુ પાડવાથી આવા અતીન્દ્રિય અનુભવના ખુલાસા થઈ શકે તેમ છે કે નહિ તેના પૂરી તટસ્થ દષ્ટિથી વિચાર કરવા એ પ્રસ્તુત સંશાધન અંગેનું બીજું પગલું છે.
આ દુનિયામાં પુર્વજન્મસ્મરણના કિસ્સાએ માત્ર ભાતરમાં જ બને છે એમ નથી. શ્રી બેનરજીએ દેશ દેશમાં બનતા આવા કિસ્સાઓ તેને લગતી પ્રમાણભૂત વિગતો સાથે આશરે ૫૦૦ ની સંખ્યામાં એકઠા કર્યા છે, અને હજુ પણ જ્યારે પણ દુનિયાના જે કોઈ ખૂણેથી આવા સ્મરણના સમાચાર આવે છે તો તેઓ પોતે ત્યાં દોડી જાય છે, તે સ્મરણાની વિગતા હકીકત સાથે બંધબેસતી આવે છે કે નહિ તેની પૂરી તપાસ કરે છેઅને તેના case—history ચોક્કસ કિસ્સાની પ્રમાણભૂત વિગતોની વ્યવસ્થિત નોંધ તેઓ તૈયાર કરે છે. આવી નોંધા દ્વારા કઈ વ્યકિતને કઈ ઉમ્મરે કેવા સંયોગામાં આવા પૂર્વસ્મરણાની જાગૃતિ થાય છે તેનું તેઓ સંશાધન કરે છે.અને એને લગતા કોઈ નિયમા હોય તે તેની તારવણી કરવાના પ્રયત્ન કરે છે. દેશ—દેશના અને ધર્મ-ધર્મના લોકો સાથે સંબંધ ધરાવતા આ બધા કિસ્સાઓનો ખુલાસો પુનર્જન્મના સ્વીકાર સિવાય બીજી કોઈ રીતે થતા જ નથી એવા અનુમાન ઉપર જ્યારે આ વિષયના સંશેાધક આવે ત્યારે જ તે સંશાધક પૂર્વજન્મને એક હકીકત રૂપે દનિયા આગળ રજૂ કરી શકે છે. ડા. બેનરજીના કહેવા પ્રમાણે હજુ સુધી તેઓ આ સ્થિતિએ એટલે કે પૂર્વજન્મને એક નિશ્ચિત હકીકત તરીકે જાહેર કરવાની સ્થિતિએ પહોંચ્યા નથી.
પણ ધારો કે ઉપર જણાવેલા સંશોધનની સર્વ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ પુનર્જન્મનો એક હકીકત રૂપે સ્વીકાર કર્યા સિવાય બીજો વિકલ્પ ન રહે તો એ સ્થિતિએ પહોંચાયું તો પછી પ્રસ્તુત સંશોધનનું પછીનું પગલું કોઈ પણ વ્યકિતમાં તેના પુનર્જન્મનું સ્મરણ જાગૃત કરવાનું શક્ય છે કે નહિ તેને લગતું રહેવાનું. આજે કોઈ પણ વ્યકિત ઉપર મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રયોગ કરીને તેને અમુક ‘હિપ્નોટિક ’પરિસ્થિતિમાં મૂકીને તેનાં ભૂતકાળનાં સ્મરણા જાગૃત કરી શકાય છે અને આ અસર નીચે તેના અજાગૃત મનમાં રહેલી અનેક બાબતે જાગૃત મનમાં ઉપર લાવી શકાય છે અને પ્રયોગપાત્ર વ્યકિત તે બાબતે એક પછી એક કહેવા માંડે છે. પચ્ચાસ વર્ષની વ્યકિતને તેના ભૂતકાળમાં ૪૦-૩૦ ૨૦–૧૦ વર્ષ અને એમ છેક બાળપણ સુધીના ભૂતકાળમાં—પ્રસ્તુત મનોવૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા લઈ જઈ શકાય છે અને જાગૃત સ્થિતિમાં જેનું સ્મરણ સર્વથા લુપ્ત થઈ ગયું હોય એવી અનેક બાબતો તે એક પછી એક ક્રમસર કહેવા માંડે છે. આવી જ રીતે જો પુનર્જન્મ એક હકીકત રૂપે પુરવાર થાય તો અમુક પ્રકારના મનોવૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા—હિપ્નોટીઝમ દ્રારા પુનર્જન્મનાં સ્મરણાને પણ જાગૃત કરી શકાય—આવી કલ્પના પ્રસ્તુત પુનર્જન્મના વિષયના સંશોધન પાછળ રહેલી છે અને પૂર્વજન્મનું સ્મરણ જાગૃત કરવાને લગતી આવી કોઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શોધી કાઢવી—આવા કોઈ નિયમ તારવવા—એ આ સંશોધન પાછળ રહેલા મનોરથ છે. આનું નામ છે પુનર્જન્મ અંગેનું વૈજ્ઞાનિક સંશોધન.
પરમાનંદ