________________
પ્રબુદ્ધ જીવન
૧૧૮
સ્તર ઉપર ચાલે તે માટે બધા રાજકીય પક્ષાને સ્વીકાર્ય એવી એક આચારસંહિતા ઊભી થવાની જરૂર છે. અને બીજું ચૂંટણીના પરિણામે પક્ષતંત્રની રચના થયા બાદ કેવળ બહુમતીના જોરે રાજ્ય નહિ ચલાવતાં, જે પક્ષા અલ્પમતીમાં હોય તેમને વહીવટી સર્વ કાર્યમાં બને તેટલા સાથે રાખવાનો પ્રયત્ન શાસક પક્ષે કરતા રહેવું-આવા સંકેત ઊભા થવાની અથવા તો ઊભા કરવાની ખાસ જરૂર છે. આમ બનતાં, આપણે ત્યાં આજે અમલી બનેલી લાકશાહી વધારે સાચા અર્થની લોકશાહીમાં પરિણત થવાની શકયતા ઊભી થશે. “તીર્થનું ઘર્પ મિટાવવાનો સાચો માર્ગ"?
આ અંકમાં અન્યત્ર અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવિણયાના ઉપર જણાવેલ મથાળા નીચેના એક લેખના અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. જો દિગ્બર મૂર્તિપૂજક જૈનેાની અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની જૈન મૂર્તિ અને મૂર્તિપૂજા અંગેની પરંપરા તથા પૂજાપદ્ધતિ એકસરખી હોત તે તેમણે તીર્થોના સંઘર્ષ મિટાવવા માટે સૂચવેલા માર્ગ કદાચ વ્યવહારુ લેખાત, પણ આ જૈન મૂર્તિ અને પૂતિપૂજા અંગે પ્રત્યેકની માન્યતા ભિન્ન ભિન્ન હોઈને અને તેની જડ પ્રત્યેક સમુદાયમાં ઘણી ઊંડી હાઈને શ્રી દલસુખભાઈએ સૂચવેલા ઉપાય નથી વ્યવહારુ લાગતો કે નથી વાસ્તવિકતાલક્ષી લાગતો. આ માટે પ્રસ્તુત સમસ્યાને વધારે ઊંડાણથી જોવા-તપાસવાની જરૂર છે.
જ્યાં કેવળ એક જ સમુદાયનું મંદિર અથવા તો તીર્થ હોય અને તેનો વહીવટ તે જ સમુદાયના પ્રતિનિધિઓના હાથમાં હોય ત્યાં પરસ્પર સંઘર્ષના કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. દા. ત. શત્રુંજય, અથવા તો શ્રાવણ બેલગોડા. જ્યાં ઉભયમાન્ય તીર્થ હોય પણ પ્રત્યેકનાં દેવસ્થાનો અને વહીવટ અલગ અલગ હોય ત્યાં પણ આવા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દા. ત. તારંગાજી અથવા પાવાપુરી, પણ જ્યાં તીર્થ ઉભયમાન્ય હોય અને દેવસ્થાન—પછી તે દેરી હોય કે મંદિર હોય—અલગ અલગ ન હોય ત્યાં જ આ પ્રશ્ન ઉભા થાય છે. દા.ત. શિખરજી, કેશરિયાજી, મક્ષીજી, અન્તરિક્ષજી. આા તીર્થોમાં વહીવટ ગમે તેના હાથમાં હોય, તમારે તે પૂજા ઉપાસના કરવી છે ને, તેમાં કોઈ આડે આવતું ન હોય તો પછી વહીવટની બાબતમાં તકરાર કર્યા કરવી એ યોગ્ય નથી.” એમ જે સમુદાયને પ્રસ્તુત તીર્થના વહીવટથી અલગ રાખવામાં આવ્યો હોય તે સમુદાયને કહેવાથી તે સમુદાયનું કોઈ કાળે સમાધાન થઈ શકવાનું નથી. આનું કારણ બન્ને વચ્ચે રહેલા પાયાના માન્યતાભેદ છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાની મૂર્તિ કચ્છધારી હાય છે અને દિગમ્બરોથી પેાતાની મૂર્તિને અલગ દેખાડવાના હેતુથી મુખાકૃતિ ઉપર સ્ફટિક કે કોડીનાં ચક્ષુએ ચોડવામાં આવે છે, જ્યારે દિગમ્બરોની મૂતિ નગ્ન હોય છે અને તેનાં અર્ધનિમીલિત ચક્ષુ મૂળ મૂતિમાં કોરેલાં હાય છે. બીજું શ્વેતાંબરો મૂર્તિ ઉપર ટીલાં ટપકાં કરે છે, ઢગલાબંધ પુષ્પા ચઢાવે છે, આંગી રચે છે અને મુગટ, બાજુબંધ, મેાતીની માળા, રત્નજડિત હાર વગેરે આભૂષણા મૂર્તિને પહેરાવે છે, જ્યારે દિગંબરો પેાતાની મૂર્તિ ઉપર કોઈ પણ જાતના શાભાશણગાર કરતા નથી કે ફ્લાના ઢગલા કરતા નથી. હવે કોઈ પણ ઉભંગમાન્ય તીર્થ યા મંદિર ઉપર કોઈ એક જ સમુદાયના પ્રતિનિધિઓના વહીવટ હોય તે તેઓ પોતપોતાની માન્યતા મુજબની મૂર્તિઓ બેસાડવાની તથા જૂની મૂતિઓમાં જ્યારે શકય હાય ત્યારે પોતાની માન્યતા મુજબના ફેરફારો લાદવાની પેરવીમાં રહેવાના અને મૂર્તિપૂજા અંગે પણ પોતપોતાની માન્યતા મુજબની રીતરસમ અને પદ્ધતિને દાખલ કરવાની વૃત્તિ ધરાવવાના, અને તે કારણે બન્ને વચ્ચે અવારનવાર સંઘર્ષોનાં નિમિત્તા પેદા થતાં રહેવાનાં. આમાંથી કોઈને પણ પોતાની માન્યતા છેડવાના આગ્રહ કરવાના કોઈ અર્થ જ નથી. જેમને મૂર્તિપૂજાનો જ આગ્રહ ન હોય અથવા તો જે મૂર્તિ અને મૂર્તિપૂજા અંગેના માન્યતાભેદો અંગે ઉદાસીન હોય તેમને દલસુખભાઈના માર્ગદર્શનમાં જરા પણ અનૌચિત્ય કે અવ્યવહારુપણા જેવું નહિ
તા. ૧૬-૧૭**
લાગવાનું, પણ આપણે તો કામ લેવાનું છે પોતપોતાની માન્યતાના આગ્રહને વળગી રહેવા માગતા બન્ને સમુદાયો સાથે અને તેના આગેવાન પ્રતિનિધિઓ સાથે. તે પછી આજના સંઘર્ષો ટાળવાના ઉપાય, આ પ્રતિનિધિઓને પોતપોતાના માન્યતાભેદો બાજુએ મૂકવાનું કહેવામાં નથી રહેલા, પણ જ્યાં જ્યાં ઉભયમાન્ય તીર્થ કે મંદિર હોય ત્યાં ત્યાં બન્ને સમુદાયની સંમુકત વહીવટી રચના ઊભી કરવામાં અને શકય હોય ત્યાં સમાન પૂજાપદ્ધતિ નિર્માણ કરવામાં અને એ શકય ન હોય ત્યાં પ્રત્યેકની પૂજાપદ્ધતિને પૂરો અવકાશ મળે એવી ગાઠવણ ઊભી કરવામાં રહેલા છે. આ કામ છે જેઓ જૈને જૈને વચ્ચે અથડામણના સંયોગે ઘટે અને પરસ્પર એકતા અને સંન્ડ્રુગન વધે એવી ભાવના ધરાવતા જૈન આગેવાનોનું અને એવી ભાવનાને વેગ આપવા એ જેનું મુખ્ય ધ્યેય છે એવી ભારત જૈન મહામંડળ જેવી સંસ્થાનું. આ પ્રશ્નોના ઉકેલ વાસ્તવિકતા સામે આંખમીંચામણા કરવામાં નહિ પણ વાસ્તવિકતાના સાચા સ્વીકારમાં રહેલા છે.
શ્રી દલસુખભાઈએ પોતાના લેખના પ્રારંભમાં જે દાખલા આપ્યો છે કે થાઈલેન્ડ લાઓસ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, થાઈલેન્ડના લશ્કરે લાસમાં રહેલી સ્ફટિકની એક ભવ્ય બૌદ્ધ મૂર્તિનું અપહરણ કર્યું અને તે મૂર્તિને પોતાની રાજ્યાની બે કોમાં અમુક બૌદ્ધ મંદિરમાં પધરાવી અને અમુક વ્યકિતએ લાસવાસીઓને પૂછ્યું કે “શું આપ સૌ મૂર્તિ પાછી લાવવાના પ્રયત્ન કરવાના ?” તેના જવાબમાં એ મૂર્તિ અહીં હોય તે પણ શું અને ત્યાં હોય તા પણ શું ?? એમ જણાવીને લાગ્ગેાસવાસીએ તે વિષે તદૃન ઉદાસીનતા દાખવી. —આ દાખલાનો અર્થ જો એમ થતા હોય કે “એ મૂર્તિ પાછી લાવવા ખાતર અમે લાઓસવાસીએ થાઈલેન્ડ સામે યુદ્ધ નોતરવા માગતા નથી.” તા એ વલણ તદૃન વ્યાજબી અને બરોબર છે, પણ જો એન અર્થ એમ થતો હોય કે “એ બાબતનો અમને લેશ માત્ર રંજ નથી” જે સૂચવવાના દલસુખભાઈના આશય છે, તે તેમ બનવું અશક્ય છે અને તેવું તેમનું અનુમાન કોઈને પણ સ્વીકાર્ય બની શકે તેવું નથી. સામાન્યત: બન્ને સમુદાયના લોકોને ગળે ન ઊતરે એવી વાત ગળે ઊતરાવવા માટે તેમણે ઉપરની ઘટનાનો ઉપયોગ કર્યો છે અને આ તેમનું બુદ્ધિચાતુર્ય સૂચવે છે.
આખી ચર્ચાના સાર એ છે કે કોઈ પણ તીર્થના વહીવટ કોઈ પણ કરે તેનું કોઈ મહત્ત્વ જ નથી એ વિચાર જ ભૂલભરેલા છે. શ્વેતાંબરના સુવાંગ લેખાતા તીર્થના વહીવટ દિગંબર કરે એ જેમ કલ્પનામાં આવતું નથી એટલા જ કઢંગા દિગંબરના તીર્થનો વહીવટ શ્વેતાંબરો કરે એ વિચાર છે. તો પછી જે ઉભયમાન્ય તીર્થ હાય તેના વહીવટ ઉભયસાન્ય પ્રતિનિધિઓ વડે જ થવા ઘટે એ સ્વત: ફલિત છે અને તેથી જ્યાં જ્યાં તીર્થોના કારણે સંઘર્યાં પેદા થાય ત્યાં ત્યાં વાટાઘાટ કરીને બન્ને સમુદાય વચ્ચે સમાધાનના માર્ગો શોધવા એજ એકતાલક્ષી સૌ કોઈ જૈનના અનિવાર્ય ધર્મ બને છે. શેખ અબદુલ્લાના છૂટકારાનો પ્રશ્ન
શેખ અબ્દુલ્લાને છૂટા કરવાની માગણી શ્રી જયપ્રકાશજી કેટલાય સમયથી કરી રહ્યા છે. શ્રી વિમલાબહેન કારે પણ પેાતાના પ્રવ ચનમાં (જે પ્રબુદ્ધ જીવનના આગળના બે અંકમાં પ્રગટ થઈ ચૂકેલ છે) આ જ બાબતની વધારે આગ્રહપૂર્વક માગણી કરી છે. થોડા સમય પહેલાં શ્રી મનુભાઈ પંચાળીએ પણ આ જ વિચારની ‘જન્મભૂમિ’માં દર સેામવારે પ્રગટ થતી તેમની એક નોંધમાં હિમાયત કરી હતી અને એ નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી જયપ્રકાશજીના કહેવા મુજબ શેખ અબદુલ્લાને, પ્રારંભમાં કાશ્મીર ભારત સાથે જે સંબંધથી જોડાયલું હતું તે સંબંધથી, સંતાપ રહેશે અને આ રીતે કાશ્મીર ભારતનાં બીજા રાજ્યો કરતાં વિશેષ સ્વાયત્તતા ધરાવતું હશે, એમ છતાં, ભારતના અન્તરભાગ તરીકે ભારતીય સાર્વભૌમત્વ નીચે રહે એ શેખ અબદુલ્લાને સ્વીકાર્ય રહેશે. આ મુજબ સ્પષ્ટ શબ્દોમાં શેખ અબદુલ્લા ભારત સરકારને જણાવે તે તેમના છુટકારા અંગે તેમની અને ભારત સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ કરવાની શક્યતા જરૂર ઊભી થાય એમ લાગે છે. આમ છતાં શેખ અબદુલ્લા પક્ષે આટલી સ્પષ્ટતા કદાચ પૂરતી માલુમ ન પડે એમ પણ બનવાજોગ