________________
(90
૧૧૬
પ્રબુદ્ધ જીવન
ખાતાનું કાર્યાલય, કલેકટર, મજૂરોની એજન્સી, હોસ્પીટલ, વિદ્યાલય, બજાર, સદાવ્રત, પાલીસ ને પેસ્ટઓફિસ વગેરે શહેરની નિત્ય પ્રયોજનીય વસ્તુઓ જોવા મળી. અશકિતમાન યાત્રીઓ અહીંથી બદરીનાથ સુધી પૈસા આપીને ઘેાડો ભાડે કરી શકે.
ધર્મશાળામાં ડોશી અને ગેાપાલદાનો ભેટો થયો, પણ એમની જોડે વાત કરવાની રૂચિ થઈ નહિ. તેણે ફકત એકવાર મારી તરફ જોઈને પૂછ્યું, “તમને શું થાય છે દાદા’
હું બાલી શક્યા નહિ. ફકત કામળા ગમે એમ પાથરીને હું સૂતા. આંખ બંધ કરીને કશું બાલ્યા વિના હું પડયો રહ્યો. મને એમ લાગતું હતું, કે માટીની અંદર હું ઊંડો ઉતરતા જાઉં છું. ગોપાલદા મારી પાસે આવ્યા ને શરીર પર ને માથા પર થોડો સમય હાથ ફેરવીને બાલ્યા, “હું ધારતા હતા એમ જ થયું છે. આ કઈ તડકાની ગરમી નથી. તમારું શરીર તે તાવથી ધખી ઊઠયું છે. શું થશે. હવે?"
શું થશે તેની બધાને ખબર હતી, ગાપાલદાને પણ એની ખબર હતી. એનાં સ્નેહભર્યા વચનો શૂળની જેમ શરીરમાં વાગ્યાં. પણ જવાબ આપવાની શકિત મારામાં નહોતી, માથું ઊંચું કરવાની પણ શિકત નહોતી. અમારો મોટો યાત્રીઓના સમૂહ એક દિવસ હૃષિકેશથી યાત્રા કરતા દેવપ્રયાગ સુધી પહોંચ્યા હતા, તે અમારો સમૂહ આજે છિન્નભિન્ન થઈ ગયા હતા. કોઈ પાછા ગયા હતા, કોઈ રસ્તામાં જ અટકી ગયા હતા, કોઈ શકિતહીન બનીને રસ્તામાં કર્યાંક પાછળ ખાવાઈ ગયા હતાં, કોઈ મરી ગયા હતા. અમારા સમૂહના ત્રણ જણ નહોતા, આજે મારે પણ અટકી જવું પડ્યું. બાવીશ દિવસમાં અમે અત્યાર સુધીની બધી યાત્રા પૂરી કરી હતી. હવે માત્ર સામાન્ય રસ્તા જ વટાવવાના હતા. બહુ સામાન્ય રસ્તા, ફકત અડતાલીસ માઈલ. એક જ દોટમાં આ અડતાલીશ માઈલ પૂરાં કરી શકત, પણ તે હવે બની શકે એમ નહાતું. તાવથી પીડાતા, પંગુ થઈને આ રસ્તા પર અનિર્દિષ્ટ કાળ સુધી હું પડી રહેવાના. ગોપાલદાએ તે ફકત હોસ્પિટલ બતાવી દીધી.
ગમે એમ કરીને અમારા પ્રિય યાત્રીસમૂહે ભાજનાદિથી પરવારી આગળ યાત્રા શરૂ કરી. મને એ લાકોએ બાલાવ્યો નહિ, મારામાં બાલવાની શકિત રહી નહોતી. એમને વિદાય આપવાન ઉત્સાહ પણ મારામાં નહોતો. ફક્ત કાંઈ બાલ્યા વિના હું પડયા રહ્યો. જતી વખતે ચારૂની માએ પાણી પાયું ને ગેાપાલદાએ સહાનુ ભૂતિ અને શુભકામના આપી. એણે કહ્યું, “દુ:ખી થશેા નહિ. જેવી ભગવાનની ઈચ્છા. પાછા ફરતી વખતે આ જ રસ્તે આવવાનું થશે, ત્યારે આવીને અમે જોઈશું કે તમે તદ્ન સારા થઈ ગયા હશે. તાવ જરા નરમ પડે પછી જ ખાવાના વિચાર કરો
આટલું પણ મળવાની આશા નહોતી, આ સામાન્ય મમતાભર્યા શબ્દોના સ્પર્શથી મારું હૃદય ભરાઈ આવ્યું. આ માણસ મને કયારેય ગમ્યો નહોતા, પણ આજે મને એમ લાગ્યું કે આ માણસ મારા ભલામાં રાજી હશે. કામળામાંથી મોઢું બહાર કાઢીને હું સૂઈ જરહ્યો, એણે ધીરે ધીરે વિદાય લીધી, ને જતી વખતે પાછા મને કહેતા ગયા, “ત્રણ ચાર દિવસથી તમારો મિજાજ જે પ્રકારે ગરમ થઈ જતા હતા, ત્યારથી જ મને લાગેલું કે તમારું શરીર સારું નથી.”
નિર્જન ધર્મશાળા, મારા માથા તરફ નીચે અલકનંદાના ક્લકલ અવાજ મને સંભળાતા હતા, પાસે જ કોણ જાણે ક્યાંથી સ્પષ્ટ અસ્પષ્ટ માણસનો અવાજ કાને સંભળાતા હતા. જોતજોતામાં માથા આગળ નમતી બપારના તડકો આવ્યા. હૂ હૂ કરતા વસન્તના પવન વાતા હતા, સામે જ લાલ અને સફેદ પત્થરના બે પહાડ હતા. તે સૂર્યનાં કિરણો એની પર પડવાથી અત્યંત સુંદર રૂપ ધારણ કરતા હતા. નદીની પેલી પારથી જે રસ્તે અમે આવ્યા હતા તે પથરેખા સ્વપ્નલોક જેવી દેખાતી હતી. ધીરે ધીરે મારી લાહીયાળ, બીમાર ને રુંધાયેલી ચેતના પાછી સતેજ બની. આખા શરીરમાં તાવની અસહ્ય જવાળા ને દર્દ થતાં હતાં, હવે મારે જીવવાની કોઈ આશા રહી નહોતી. મનમાં ને મનમાં મેં બધાની વિદાય લીધી. ને જન્મભૂમિની દિશા તરફ દષ્ટિ સ્થિર કરીને મે એને વંદન કર્યા .
તા. ૧-૧૦-૧૯ સન્યાસી અહીં ત્યાં આસન જમાવીને બેસી રહ્યા હતા. હિતાહિનજ્ઞાન ન હોવાથી હું પાણીમાં ઉતર્યો, પ્રવાહ અત્યંત વેગીલા હતા, થોડે દૂર પાણીમાં જઈને એક મેટા પથ્થરને પકડીને મે' પાણીમાં ડૂબકી મારી, લગભગ અર્ધો કલાક કશીય પરવાહ રાખ્યા વિના નાહીને જ્યારે ધર્મશાળામાં પાછા આવ્યા ત્યારે શરીર થોડું સ્વસ્થ થયું હતું. વિષથી વિષ દૂર થયું હતું. હવે કોઈ પણ દિશા તરફ જોયા વિના ઝાળા ને લાઠી લઈને એકલા રસ્તા પર આવી પહોંચ્યા. સાંજ પડવા આવી હતી. ભલે સાંજ પડતી, પણ થોડો રસ્તો તે પાર કરું જ. હું આમ તો મરેલા જ હતા.
કેટલીવાર પડયો રહ્યો હાઈશ તે યાદ નથી. પણ હું ઊઠીને ગાંડાની જેમ દોડતા ધર્મશાળાના પાછળને રસ્તે ઉતરી પડયા, ત્યારે ઢળતા બપોર હતા. હવે બહુ સમય બાકી નહોતા. રેતી અને પત્થરના કઠણ માર્ગે થી સીધા ઉતરીને હું નદીને કિનારે આવી પહોંચ્યા. બે ચાર સાધુ
શી રીતે કેટલીક ચટ્ટીઓ વટાવી આજે મને એ સ્પષ્ટ રીતે યાદ નથી, રાત્રે એક જગ્યાએ આશરો લીધા. બીજે દિવસે સવારે પીપળકોટી વટાવી. રસ્તાની એક બાજુએ કેટલાક ગુલમહારનાં વૃક્ષા જોવામાં આવ્યાં. લાલફ લની મહેફિલ ઉપર ઉગતા સૂર્યનાં કિરણે પડતાં હતાં. અહીં વાઘ ને રીંછનાં ચામડાં ખૂબ સસ્તે ભાવે મળતાં હતાં. પીપળકોટીમાં ગઢવાળી સ્ત્રીઓ કામળાના વેપાર કરવા આવે છે. બપોરે ગરૂડગંગાની ચટ્ટીમાં આવી પહોંચ્યા. અહીં ગરૂડગંગાને અલકનંદાના સંગમ છે. અહીં ગરૂડનું મંદિર છે ને સામાન્ય ગામ છે. જ્યારે અજવાળું દિશા બદલતું હોય ત્યારે ગરૂડગંગામાં એક ડૂબકી મારીને અંદરથી એક પત્થરનો ટુકડો કાઢો હોય, ને ઘેર લઈ જઈએ, એની પૂજા કરીએ તો સાપનો ડર રહે નિહ. ગરૂડગંગાથી પાતાલગંગાના ચાર માઈલના ચઢાણના રસ્તો છે. રસ્તો ચીડ ને પાઈનનાં જંગલાથી વીંટળાયલા છે, તે રસ્તા પર એ વૃક્ષોની ઘેરી છાયા પથરાયેલી રહે છે. સાંજને સમયે પાતાળગંગાની ચટ્ટીમાં આવીને મે આરામ લીધા. પાસે જ ગણપતિનું મંદિર હતું. ત્યાં અલકનંદામાં પાતાળગંગા સમાઈ જતી હતી.
બીજે દિવસે સવારથી જ રસ્તો કાપવા માંડયો. મારી જોડે કેટલાક અપરિચિત યાત્રીઓ ચાલતા હતા. ગોપાલકુટી વટાવીને બપોરે અમે કુમારચટ્ટીમાં આવી પહોંચ્યાં. સમતલ માર્ગ હતા. પ્રાકૃતિક શાભાથી ચટ્ટી સમૃદ્ધ હતી, પાસે જ કર્મનાશા નદી વહેતી હતી. જમીને થોડી ક્ષણ આરામ લઈને હું બહાર નીકળી પડયો. કોઈ પણ સ્થળે વધારે વખત રહેવાનું મને ગમતું નહિ. રસ્તે જ આરામ લઈ લેવા. રસ્તા જ મારું સર્વસ્વ થઈ પડયો હતો.
(fo
ઝડકુલા ને સિંહદ્ગાર વટાવીને સાંજ પહેલાં જ્યાં આવી પહોંચ્યો તે સ્થાન મારું નાનપણનું સ્વપ્નસ્થાન જોશીમઠ હતું. થોડો થોડો વરસાદ વરસતા હતા. પાછું ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. આ નાનું સરખું શહેર જોશીમઠ નામે ઓળખાતું હતું. એનું સંસ્કૃત નામ જ્યોતિર્મઠ હતું. અહીંથી શંકરાચાર્યનું ઉત્તરધામ શરૂ થાય છે. બદરીનાથના પૂજારી રાવળજી અહીં જ રહે છે. શિયાળામાં અહીંથી જ તે બદરીનાથની પૂજા કરે છે. નૃસિંહ દેવ ઈત્યાદિ અનેક દેવાનાં મંદિર પણ અહીં જ છે. બધાં મંદિરો એક મોટા ચોતરાની આસપાસ જ આવેલાં છે. અહીં નભાગંગાના સ્નાન કરતાં દંતધારાનું સ્નાન વધારે પુણ્યદાયી ગણાય છે. ખરૂ જોતાં તે બેમાંથી એકમાં ન્હાવા જેવું નથી. જોશીમઠ શહેર તા નાનું છે, પણ ઉખીમઠ કરતાં મોટું. બજાર, ટપાલફિસ, છાપખાનું, સદાવ્રત શું ત્યાં નથી? ઘણા અહીંથી કૈલાસ અને માનસરોવર જાય છે. ત્રણેક માઈલ જઇએ ત્યાં ભવિષ્યબદરીનાં દર્શન થાય. ધર્મશાળામાં જઈને થોડો આરામ લીધા ત્યાં તે, ઠંડીની ધ્રૂજારી શરૂ થઈ. પાસે જ પર્વતશિખર પર સફેદ બરફ દેખાવા માંડયો. બરફ વિષે મારા મનમાં બીક પેસી ગઈ હતી. જોશીમઠનું કુદરતી દશ્ય અત્યંત સુંદર હતું.
રાત પૂરી થઈ, એટલે ઠંડીથી થરથરતા એકલા જ જોશીમઠની વિદાય લઈને હું ઉતરાણને માર્ગે ચાલ્યા, ત્રણ માઈલનું ઉતરાણ હતું. પગમાં વેદના પાછી શરૂ થઈ. ત્રણ માઈલનો રસ્તો વટાવી નદીને પૂલ પાર કરીને જ્યારે હું વિષ્ણુપ્રયાગ પહોંચ્યો ત્યારે સવાર પડી ગઈ હતી. ત્યાં વિષ્ણુગંગા, અથવા અલકનંદા ને ધવલી ગંગાના સંગમ છે. પુરાણકાળમાં વિષ્ણુની આરાધના કરીને નારદમુનિએ સર્વજ્ઞતાનું વરદાન અહિં પ્રાપ્ત કર્યું હતું. નીલવસના અલકનંદાના ખોળામાં ગેરૂઆવાધારી ગંગાનું આત્મસમર્પણ આ સ્થળમાં એક અત્યંત રોમાંચકર નયનાભિરામ દૃશ્ય છે. અહીંથી બદરીનાથ ફકત સાળ માઈલ દૂર છે. ક્રમશ : મૂળ બંગાલી : શ્રી. પ્રબોધક માર સંન્યાલ
અનુવાદક :
ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
માલિક શ્રી સુખઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ંબઇ-૩. મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ