________________
તા. ૧-૧૦-૬૬
પ્રબુદ્ધ જીવન
પ્રકી નોંધ
ર
મહાભારતના અન્તિમ પૂર્વનું પ્રકાશન: પચાસ વર્ષના સંશોધન કાર્યની પૂર્ણાહૂતિ
પૂનાના ભાંડારકર ઓરિયેન્ટલ રીચર્સ ઈન્સ્ટીટયુટ તરફથી આજથી પચાસ વર્ષ પહેલાં મહાભારતની સંશોધિત અને સર્વગ્રાહી આવૃત્તિ. ૧૯ વિભાગમાં પ્રગટ કરવા માટે એક વિરાટ યોજના કરવામાં આવી હતી. આ કાર્યની સ્વ. ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકરે શરૂઆત રેલી અને એ મહાન કાર્ય ડૉ. વી. એસ, સુખાંકર, ડૉ. એસ. કે. બેલવકર, ડૉ. પી. એલ. વૈદ્ય અને ડી. આર. એન. ડાંડેકર જેવા અનેક વિદ્વાન સંશોધકોના સહકાર વડે તાજેતરમાં પુરૂ કરવામાં આવ્યું છે. તેના ૧૯મા વિભાગ ‘અનુશાસન પર્વ’નું પ્રકાશન તા. ૨૨-૯-૬૬ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હાથે પૂના ખાતે યોજાયેલા એક
ભવ્ય સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ‘અનુશાસન પર્વ”નું
સંપાદન ડૉ. આર. એન. ડાંડેકરે કર્યું છે.
આ પ્રસંગને અનુલક્ષીને ડા. રાધાકૃષ્ણને જણાવ્યું છે કે “મહાભારત ભારતના ઈતિહાસના એક પ્રાણવાન તબક્કાની પ્રત્યક્ષ ચિરસ્મરણીય તવારીખ છે. પાર વિનાનાં પાત્રા અને ઘટનાઓને જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેવા આ મહાભારત ગ્રંથના એક પાયાન સિદ્ધાન્ત એ છે કે, દુનિયા ઉપર કોઈ એક મહાન શકિતનું શાસન પ્રવર્તે છે. તેના એ સંદેશ છે કે આ વિશ્વમાં ધર્મ જેવું એક તત્ત્વ છે અને આ સંસાર કોઈ પણ પ્રકારના અનુબંધ વિનાની હેતુશૂન્ય ઘટનાઓનું કોઈ આંધળું આકસ્મિક પરિણામ નથી. મહાભારત માનવજાતને કહી રહેલ છે કે અસત્યને પરાજય છે અને સત્યના આખરે વિજ્યું છે. મહાભારતના મુખ્ય બાધપાઠ એ છે કે, દુનિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો ધર્મની કોષ્ટતાનો અને તેને અનુસરતા શાસનના સ્વીકાર તેમ જ આદર કર્યા સિવાય ચાલશે જ નહિ. એ યાદ રાખવું અત્યન્ત જરૂરી છે કે તત્કાળ ગમે તે પરિણામેા આવે, પણ જેઓ ધર્મની અવજ્ઞા કરશે તેમને આખરે વિનાશ થશે, જયારે જેઓ ધર્મને અનુસરશે તેમને તેના બદલા જરૂર મળી રહેશે. આ ધર્મ સમાજને સુભાજિત તથા સુગ્રથિત કરે છે, જયારે અધર્મ સમાજને વિભાજિત અને વિચ્છિન્ન કરે છે. જેઓ નૈતિક કાનૂનને અને ધર્મને વળગી ને ચાલ્યા છે તેમને ધન્ય છે!
“ભારતની આજની જનતા યારે દુન્યવી ભાગવિલાસ, ભૌતિક લાભ અને ઉપરછલ્લી સુખ–સગવડ પાછળ દોડી રહી છે, અને આ દોડના પરિણામે પેાતાના મૂળ સત્ત્વથી વિચ્છિન્ન બની રહી છે. ત્યારે આજની પરિસ્થિતિના આવા સંદર્ભમાં—મહાભારતમાંથી નીકળતા બાધપાઠોનું સવિશેષ મહત્ત્વ છે, તેમ જ પ્રસ્તુતતા છે.
“આટલા મોટા ઐતિહાસિક કાર્ય પાછળ અને આટલા મેટા સાહસ પાછળ માત્ર ૧૬ લાખ રૂપિયાનો જ ખર્ચ થયા છે એ જાણીને મને ભારે આશ્ચર્ય થાય છે. કોઈ પણ અન્ય દેશમાં આટલું મોટું કામ આથી ચારગણી રકમ ખરચ્યા સિવાય નિર્માણ થઈ શક્યું જ નહેાત. મહાભારતની આટલી મોટી સંચેોધિત આવૃત્તિ નિર્માણ કરવા પાછળ જે વિદ્વાનો અને પંડિતાએ પાર વિનાના પરિશ્રામ ઉઠાવ્યો છે અને ભાગ આપ્યા છે તેમને અનેક ધન્યવાદ ઘટે છે. મહાભારત જેવા વિપુલ જ્ઞાનભંડાર સામાન્ય જનતાને આજે સુલભ બની શક્યો છે તે ઘટના તેમની વિદ્યુતા અને બલિદાનને આભારી છે. મને ખાત્રી છે કે, આ મહાભારત ગ્રંથમાંથી સૌકાઓ સુધી લોકોને પ્રેરણા અને
સમાધાન મળતાં રહેશે.”
આજથી પચ્ચાસ વર્ષ પહેલાં જે મહાનકાર્યની આચાર્ય ડો. રામકૃષ્ણ ભંડારકરની પ્રેરણા અને આયોજન-કુશળતા નીચે શરૂઆત થઈ હતી તે કાર્યની પૂર્ણાહુતિનો સમારોહ એમના જ સમક્ષી તત્ત્વવેત્તા ડૉ. રાધાકૃષ્ણનના હાથે ઉજવાય એ કાળના ભારે ઔચિત્યપૂર્ણ
૧૧૩
✩
સંકેત લાગે છે અને તે કારણે ભારતની વિદ્ભુત જનતા પરમ આનંદ અને ધન્યતાનો અનુભવ કરે છે.
શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયને મળેલું
મેગસેસે પારિતાષિક
તા. ૩૧-૮-૬૬ ના રોજ ફીલીપાઈન્સની રાજધાની મનીલા ખાતે શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયને, તેમણે ભારતના સામાજિક ક્ષેત્રે કરેલી અપૂર્વ સેવાની કદર તરીકે, ફીલીપાઈન્સના પ્રમુખ શ્રી.ફરડીનંડ માર્કેઝ તરફથી, જે પારિતોષિક શ્રી વિનોબા ભાવેને અને શ્રી જયપ્રકાશ નારાયણને આપવામાં આવેલ છે તેજ માન મેગસેસે' પારિતાષિક અર્પણ કરવામાં આવ્યું છે. શ્રીમતી કમલાદેવી ઈન્ડિયન કોઓપરેટીવ યુનિયનના સ્થાપક અને અધ્યક્ષ છે. આ પરિતાષિકના સ્વીકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, “જયારે છાપાવાળાઓએ આ બાબતની મને પહેલી ખબર આપી ત્યારે હું એકાએક બાલી ઊઠી કે, આમ બને જ નહિ, આ સમાચારમાં કાંઈ ભૂલ હોવી જોઈએ, કારણ કે, આ પારિતોષિક માત્ર મહાપુરૂષોને જ આપવામાં આવે છે.
“આમ છતાં આ પારિતોષિક માટે મારી પસંદગી કરવામાં આવી છે તે અંગે, એક કારણસર હું આનંદ અનુભવું છું, અને તે કારણ એ છે કે કોમ્યુનીટી સર્વીસ જેવું કશા પણ આડંબર, દેખાવ કે જાહેરાત વિનાનું કાર્ય કે જે તરફ ભાગ્યે જ જાહેર જનતાનું ધ્યાન ખેંચાય છે, તેની આ દુનિયાના કોઈ એક ખુણે પણ આવી કદર સંભવે છે.”
શ્રીમતી કમલાદેવીએ આગળ બેાલતાં જણાવ્યું કે, “આ રોકેટ ઉડ્ડયનની અને અણુશસ્ત્રોના યુગની સતત વધતી જતી ગતિશીલતા સાથે આપણી જાતને સતત ગોઠવતા રહેવાની વિટંબણા વડે આપણુ જીવન વધારે ને વધારે ઘેરાતું રૂંધાતું જાય છે. પરિણામે આપણે જાણે કે હારી રહ્યા હોઈએ, નગણ્ય જેવા બની રહ્યા હોઈએ, અને ચોતરફ્થી ભીંસ અનુભવી રહ્યા હોઈએ—આવી લાગણી આપણા ચિત્ત ઉપર અવારનવાર અસવાર થતી આપણે અનુભવીએ છીએ.
“જુના સામાજિક ચોગઠા તૂટી રહ્યા છે અને જુના રીતરિવાજો અને જુના ચીલાઓ આપણા માટે નકામા બની રહ્યા છે અને આજની જટિલ દુનિયા સાથે બંધ બેસે એમાં નવાં મૂલ્યો અને નવા માર્ગદર્શનની અપેક્ષા ખૂબ જ વધી રહી છે.
“જયારે રાત્રીના અંધકાર આપણને ઘેરી લીધા હતા ત્યારે મહાત્મા ગાંધી અને અન્ય મહાન વ્યકિત દ્રારા જેવી રીતે આપણે ત્યાં પ્રકાશનું અવતરણ થયું હતું તેમ આજે પણ નવી સર્જનશીલ જાતિ પ્રગટ થવાની ખૂબ જ જરૂર છે. આજની માનવજાતના અસ્તિસ્વને ભયરૂપ બનેલી એવી નૈતિક કટોકટીના ભયાનક પ્રવાહથી માનવીના આધ્યાત્મિક વારસાને બચાવવા માટે કોઈ નવા સેતુ યોજાવાની અત્યન્ત આવશ્યકતા છે.
“આજની કટોકટીની પળે, મહાત્મા ગાંધીએ જે કહેલું જ તેનું હું પુનર્ ઉચ્ચારણ કરીશ:
“તરવારને બાજુએ ફેંકી દીધા બાદ માત્ર પ્રેમનો પ્યાલો જગતની સામે ધરવા સિવાય મારી પાસે બીજું કશું છે જ નહિ. એ પ્યાલા તેમની સામે ધરીને તેઓ મારી વધારે નજીક આવે એવી ઉત્સુકતા હું સેવું છું. માણસ માણસ વચ્ચે સ્થાયી શત્રુતા હું કદિ કલ્પી જ શકતા નથી. દુનિયા પાસે પ્રેમ જેટલી બળવાન બીજી કોઈ શકિત નથી, અને એમ છતાં તેમાં અપાર નમ્રતા રહેલી છે.”
આવાં સેવામૂર્તિ કમલાદેવી ચટ્ટોપાધ્યાયને આ પારિતોષિક મળવા બદલ આપણા અન્તરના અભિનંદન હો! તેમના સ્વારથ્ય તથા ચિરાયુષ માટે આપણી પ્રાર્થના હા !. પરમાનંદ
!