SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રબુદ્ધ જીવન તેની ઓલાદ સુધારી, તેનું ઉત્પાદન વધારવાના તેમ જ નબળા સાંઢ અશકત અને અનુપયોગી ગાયોનું પ્રજનન બંધ કરવાના પ્રયાસે કરવા જોઈએ. દેશના સર્વોચ્ય નિષ્ણાતેના અભિપ્રાય પછી પણ, આપણા પાશ્ચાત્ય વિચારધારવાળા નવા નિષ્ણાતોએ એફ. એ. ઓ.ના નિષ્ણાતાની સલાહ અને દબાણથી કે લાભલાલચને વશ થઈ, તેમની ના- . થિંક પશુઓની હત્યાની નીતિ ચાલુ રાખી છે, એટલું જ નહિ પણ, તેમાં વધારો કર્યો છે. પરિણામે દેશ પહેલાં હતા, તેના કરતાં વધારે વિક્ટ સ્થિતિમાં આવ્યા છે. આમ નિષ્ણાતો પાછળ સરકારે કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ નકામા ગયો છે, અને ગોવંશને બદલે કહેવાતા ભારતીય દૃષ્ટિવાળા નિષ્ણાતે જ અનાર્થિક બન્યા છે. તેઓએ બીજી બૅંકર ભૂલ એ કરી છે કે, ઓલાદ સુધારવા અને દૂધનું ઉત્પાદન વધારવાના પ્રયાસોથી પ્રારંભ કરવાને બદલે વિદેશી સહાયતાથી લેાભાઈને કરોડો રૂપિયાની ડેરી સામગ્રી મંગાવી, વિશાળ ડેરીઓ ઊભી કરી, કરોડો રૂપિયાના ચાલુ ખર્ચ વધાર્યો છે. ડેરીને રચલાવવા માટે જે દૂધ મળે તેનાથી ડેરી ચલાવવામાં તેમણે પોતાની “ગાડી આગળ અને ઘોડો પાછળ” જોડવાની ભૂલ ઢાંકવા, ભેસાને વધારે ઉત્તેજન આપી, ગાયને અનાર્થિક બનાવી છે. મી. કુરીઅને ગુજરાતના જાણીતા ભેંસભકત છે. તેમણે ગામડાંમાં પણ જોયું હશે કે ભેંસાના ૫૦ ટકા બચ્ચાં પાડાને પણ શહેરોની ભેંસની દશાની માફક અકાળે મારી નાંખવામાં આવે છે. અને માત્ર ૧૦થી ૧૫ ટકા પાડાઓ ઉછેરવામાં આવે છે. સરકારની કાફ્રીઅરિંગ સ્કીમના અનુભવથી જણાય છે કે, ભેસાની પાડીઓ ઉછેરવામાં પણ ૨૫ ટકા જેટલું મરણ પ્રમાણ આવે છે, જ્યારે ગાયાના બચ્ચામાં ભાગ્યે જ ૧-૨ ટકા જેટલું મરણ પ્રમાણ આવે છે. એટલે શહેરોમાં ગુજરાતમાંથી તેમ જ પંજાબમાંથી જતી ભેંસાના બચ્ચાંની આજે દયા ખાવી પડે છે. પણ જો મી. કુરીઅન જેવા નિષ્ણાતોએ ભારતીય દષ્ટિને અપનાવી, સને ૧૯૪૮-૪૯માં ભારત સરકારે નીમેલી કેટલ પ્રીઝર્વેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટીના નિર્ણયા મુજબ બે હેતુ સિદ્ધ કરતી ગાયા નિર્માણ કરવી, ભે'સાને જ્યાં ચારાની વિપુલતા હોય, ત્યાં જ તેના દૂધનાં માખણ, ઘી, પાઉડર, આદિ બનાવટો તૈયાર કરવી, અને શહેરોમાં જાનવરો ન જવા દેતાં ગ્રામવિસ્તારોમાંથી દૂધ મોકલવા તથા ચારા આદિનું ઉત્પાદન વધારવું, અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવા તથા નકામા સાંઢને ખસી કરવી—આવા વિવિધલક્ષી હેતુ સિદ્ધ કરવા માટે પ્રમાણિકતાથી કામ કર્યું હોત તે, આજે તેમણે ભારતને દૂધ, ઘી માટે, ખાતર માટે, અને ખેતી અને અનાજ માટે સ્વાવલંબી બનાવ્યું હોત, મિ. કુરીયન કતલ દ્વારા ૧૧,૦૦૦ કરોડ રૂપીયાનું એકસ્ચે જ કમાવા, સરકાર તાળવે ગાળ ચોંટાડે છે. શું તેઓ એક જ વરસમાં તેમના મત મુજબનાં બધાં જ અનાર્થિક જાનવરોનો નીકાલ કરવાની હિંમત ધરાવે છે? શું એ જાનવરો કપાતાં સુધી હવા ઉપર રહેશે ? દૂધના ઉત્પાદનમાં પડનારી ઘટ તે ભીખ માંગીને પૂરી કરશે ? એ બધી બાબતાના ભારતીય દષ્ટિએ વિચાર કર્યા વગર મિ. કુરીયનની કતલ કરી હૂંડિયામણ કમાવાની સૂચના અવ્યવહારૂ જ નહિ, પણ એક નરી મૂર્ખાઈભરી છે. મિ. કુરીયન સીલેાન સરકાર પર ખુશી થઈને ભેંસના બચ્ચાં તેમને આપવાની ઉદારતા કરવા માગે છે. જો ભેસના બચ્ચાં ઉછેરી શકાતાં હોય તે, તેના ઉપયોગ તેએ ભારતમાં શા માટે નથી કરતાં કે જયાં તેમના કહેવા મુજબ સારાં દૂધાળાં જાનવરોની જરૂર છે. જો કતલ માટે તેઓ આપવા માંગતા હોય તો, તેમણે સમજી લેવું જોઈએ કે, ભારતીય જનતા તેમની એ મૂર્ખતા સહન નહિ કરે. એક બાજુથી સરકારી સલાહકાર મિ. કુરીયન ઘાસચારાની દષ્ટિએ જાનવરો અધિક હોવાની ફરિયાદ કરે છે, જયારે બીજી બાજુથી સરકાર મરઘાં, ડુક્કર, ભેંસાનો વધારો કરે છે, જેને પણ અનાજ, ખાણ આદિની આવશ્યકતા છે. તેના તેઓ કેમ વિરોધ કરતા નથી? સરકારનાં સલાહકારે સંતુલિત દષ્ટિએ વિચાર કરવા જોઈએ, અને જનતાની ભાવના, જેના કલ્યાણને નામે તે સૂચન કરે છે, તેમ જ દેશનાં સાધનાને તેમણે નિષ્પક્ષપાત રીતે વિચાર કરવા જોઈએ. તા. ૧૧૦ ભાવિને વધારે ગુંચવનાર નિષ્ણાતે આજે સરકારના સલાહકાર બો છે અને સરકાર અને જનતાની આંખે પાટા બંધાવી, દેશમાં હિંસા અને હિંસક વ્યાપાર વધારવા માગે છે, અને તે જ નીતિના નિર્માતા બને છે. જનતાએ સાવધાન રહેવાની જરૂર છે અને દરેક પ્રસંગે એવા અભારતીય વિચારો, સૂચનો, અને યોજનાઓનો સખ્ત વિરોધ કરવા ઘટ છે. જયન્તીલાલ એન. માકર મંત્રી, મુંબઈ જીવદયા મંડળી. સંઘ સમાચાર દેશની એ કમનસીબી છે કે, અભારતીય દૃષ્ટિવાળા અને ટૂંકા સમયમાં ચમત્કાર દેખાડી પેાતાનો ઉદય ચાહનારા, અને દેશના તા. ૨૫-૯-૬૬ સના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્ય વાહક સમિતિની એક સભા સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહના નિવાસ સ્થાને (સાગર-દર્શન, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ) મળી હતી. આ સભામાં કા. વા. સમિતિના સભ્યો ઉપરાંત કેટલાક શુભેચ્છક મિત્રોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રાર ંભમાં થોડી વહીવટી બાબતોનો વિચાર પુરો થયા બાદ પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા કેમ વધારવી અને પ્રબુદ્ધ જીવનના સંપાદન કાર્યને કેમ વધારે પુષ્ટ કરવું તે અંગે કેટલીક ચર્ચા વિચારણા થઈ હતી અને પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો વધારવાની દિશાએ કાર્યવાહક સમિતિના સભ્યોને સક્રિય બનવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંઘ માટે પોતાનું મકાન અથવા ફ્લેટ પ્રાપ્ત કરવા અંગે પણ સારા પ્રમાણમાં ચર્ચા થઈ હતી અને જુદા જુદા સભ્યો તરફથી એ અંગે કેટલાક વિધાયક સૂચના રજુ થયાં હતાં અને હાજર રહેલા સભ્યોએ અને સ્વજનોએ આ બાબતમાં પૂરો સહકાર આપવાની ઉત્સુકતા દાખવી હતી. કામકાજ પૂરું થયા બાદ સભ્યોનું શ્રી સુબોધભાઈએ, બાદશાહી ઉપહાર વડે ભાવભર્યું આતિથ્ય કર્યું હતું. શ્રી મુંબઈ જૈન યુવક સંધની અસાધારણ સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની એક અસાધારણ સામાન્ય સભા તા. ૮-૧૦-૯૬ શનિવારના રોજ સાંજના ૫-૩૦ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩) ભરવામાં આવશે. જે વખતે, તા. ૨-૯-૬૬ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ આગામી ૧૯૬૭ના જાન્યુઆરી માસની પહેલી તારીખથી સંઘના સભ્યોનું ચાલુ વાર્ષિક લવાજમ રૂ. ૫ છે તે વધારીને રૂ. ૧૦ કરવું એ મુજબનો જે ઠરાવ કર્યો છે તે ઠરાવ સામાન્ય સભાની મંજુરી મેળવવા માટે કાર્યવાહક સમિતિ તરફથી રજુ કરવામાં આવશે. આ સભામાં વખતસર ઉપસ્થિત થવા સર્વ સભ્યોને વિનંતિ કરવામાં આવે છે. આચાર્ય રજનીશજીની આધ્યાત્મિક શિબિર શ્રી જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી ઑકટોબર માસની ૨૩, ૨૪ તથા ૨૫ એમ ત્રણ દિવસ માટે માથેરાન ખાતે આચાર્ય રજનીશજીની નિશામાં એક શિબિર યોજવામાં આવેલ છે. આ શિબિરમાં જોડાવા ઈચ્છતા ભાઈ - બહેનોએ તેને લગતું પત્રક જીવન જાગૃતિ કેન્દ્રના કાર્યાલમાંથી (૫૦૫, કાલબાદેવી રોડ, એડવર્ડ સીનેના સામે, ટે. નં. ૨૨૩૩૧) મેળવીને તથા ઓકટોબર માસની તારીખ ૫ સુધીમાં ભરીને રૂ. ૫૫૦૦ સાથે એ સંસ્થાના કાર્યાલયમાં પહોંચાડવાનું છે. આ શિબિરાર્થીએ તા. ૨૨મી ઓકટોબર સાંજ પહેલાં માથેરાન પહોંચવાનું છે. અને માથેરાન જવા આવવાની વ્યવસ્થા પોતે જાતે કરવાની છે. જે ભાઈ બહેન માથેરાનમાં રહેવા ખાવાની સ્વતંત્ર વ્યવસ્થા કરવા માગતા હોય અને એ રીતે શિબિરમાં સામેલ થવા ઈચ્છતા હોય તેમના માટે રૂ. ૧૫–૦૦ પ્રવેશશુલ્ક રાખવામાં આવી છે. આચાર્ય રજનીશજીની આ પ્રકારે ગાઠવાતી શિબિર દ્વારા આપણા વિચારોનું પાયામાંથી સંમાર્જન થાય છે, આપણા મનન ચિન્તનને નવી તાજગી મળે છે, સામુદાયિક મિલનનો યોગ સહજ પ્રાપ્ત થાય છે અને સુખદ પર્યટનની તક પણ મળે છે. તે સંઘના સભ્યોને આ શિબિરનો લાભ લેવા અનુરોધ છે. આ શિબિરમાં જોડાવા માટેનાં પત્રકો સંઘના કાર્યાલયમાંથી પણ મળી શકશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy