________________
તા. ૧-૧૦-*
પ્રમુખ જીવન
પશુસવર્ધન અને ડેરી
જ્યારથી રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો છે, ત્યારથી સરકાર અને સરકારી નિષ્ણાતોએ ભારતમાં જાનવરોની સંખ્યા અધિક હોઈ તેની કતલ કરી, ગામાંસની નિકાસ દ્રારા વધારે એકસ્ચે કમાવાના તથા રૂપિયાની કિંમત ઘટવાને કારણે વિદેશાનું દાટું થયેલું કરજ ફેડવા માટેની પૂર્વભૂમિકા સરજવાના પ્રયાસ ચાલુ કર્યા છે. પ્લાનીંગ કમિશન અને પ્રધાને નિકાસ વધારવાની મેાધમ વાતો કરે છે, પણ તેના સંદર્ભમાં કતલ વધારી, કતલ થયેલાં જનાવરોનાં માંસ અને અન્ય અંગઉપાંગોની નિકાસની તત્પરતા રહેલી છે. અહિંસામાં માનનાર જનતાએ અને પશુધન પર દેશની ખેતીના આધાર હોવાનું માનનાર નેતાઓએ જાગૃત રહી, પ્રસરી રહેલી ભારત–હિત–વિરોધી વિચારધારાને જડમૂળમાંથી ઉખેડી નાખવાનાં પ્રયત્નો આજથી જ કરવાં પડશે.
રૂપિયાની કિંમત ઘટાડવાની પાછળ પણ વિદેશી રાષ્ટ્રોના—વિદેશી સહાયતાના ટુકડા ફેંકી ભારતને આર્થિક ક્ષેત્રે પરાધીન બનાવવાના કાવતરાને કમનશીબે ભારતીય નેતાઓ અને પ્રધાના સમજી શકયા નથી. અને પરિણામે સ્વરાજ્યના મૂળ હેતુ-સ્વાવલંબનને—નિષ્ફળ નિવડયો છે, એટલું જ નહિ પણ, પરાવલંબન એ શાસનની નીતિ બની છે એ ખેદની વાત છે. પી. એલ. ૪૮૦ અન્વયે ભારતને અન્નસહાયતા આપવાની સાથે વિદેશી સત્તાઓએ ભારતની લાગણી— પ્રધાન જનતા નકામાં જાનવરોને અનાજ ખવડાવી દે છે તેવા ખોટો ભ્રમ પ્રધાનોમાં પેદા કર્યો, અને પશુવિશેષજ્ઞેશ જેઓ પશુ સંવર્ધનમાં નિષ્ફળ નીવડયા છે, તેમના મનમાં—જ્યાં સુધી અનાર્થિક પશુઓની કતલ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતના પશુધનની સુધારણા શકય નથી.—તેવા ભ્રામક ખ્યાલો પેદા કર્યા, ત્યારથી દેશના પશુવિશેષશેા નકામાં પશુઓની સંખ્યા ઘટાડવા અને તેને માટે જંગી કતલખાનાની યોજના કરવા તલસી રહ્યા છે.
તાજેતરમાં નાપે સંસ્થાના ઉપક્રમે તા. ૩૦ જૂનના રોજ એલ ઈન્ડિયા ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રમુખ શ્રી કુરીઅનના ભાષણના પ્રગટ થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ શ્રી કુરીઅને ખાસ કરીને દેશમાં જાનવરોની વધતી જતી સંખ્યાને ડામવાની અગત્ય પર ભાર મૂકી આખરે જણાવ્યું કે, “ભારતની વસ્તીને દૂધ પુરું પાડવા સારાં ઢોર હોય તો, માત્ર બે કરોડ ઢાર જોઈએ. આઠ કરોડ ઢોર તદ્દન નકામા છે. તેની કતલ કરી, વસ્તુઓ નિકાસ કરવામાં આવે તો, રૂ. ૧૫૦૦૦ કરોડ ઉપરાંત હૂડિયામણ મળે તેમ છે; અને બીજી બાજુ તેનું નિભાવણીનું ખર્ચ ઓછું થાય.” તેમણે વિશેષમાં જણાવ્યું કે, “શહેરમાં જાનવરનાં બચ્ચાંને ભૂખે મારી નાખવામાં આવે છે. આ રીતે ઉત્તર ગુજરાતમાંથી દર વષૅ જતાં એ શી હજાર દુધાળાં ઢોરનાં બચ્ચાંને મુંબઈમાં ભૂખથી મારી નાંખવામાં આવે એ રીત બરાબર નથી. કારણ કે સારાં જાનવરનાં બચ્ચાંની ઓલાદ સારી હોય છે. સિલાનની સરકારે મને ડેરીની ખીલવણી માટે આમંત્રણ આપતાં હું સિલાન જનાર છું અને તેમને આવાં ભેંસનાં બચ્ચાં આપવા માટે વાટાઘાટ કરવા માગું છું. આ વાટાઘાટ સફળ થતાં ભૂખથી મારી નખાતાં બચ્ચાં જીવતાં રહેશે અને સરકારને હૂંડિયામણ મળશે.”
જો મી, કુરીઅને ભારતની અર્થવ્યવસ્થા અને વ્યવહારુ દષ્ટિએ આ પ્રશ્ન અંગે વિચાર કર્યો હોત તો તેઓ કદાચ આવા ભ્રામક ખ્યાલા રજૂ કરી શકત નહિ. વળી તેઓ જો અસલી ભારતનું હિત ચાહતા હોત તો, કતલના માર્ગને બદલે દેશની લાંબા ગાળાની હિતલક્ષી સુધારણાની કોઈ વ્યવહારુ યોજના સૂચવી શકત, પણ કમનસીબે તેઓ પણ આજે વિદેશી રાષ્ટ્રોની ભારતને હંમેશ માટે પરાવલંબી અને ભીખ માગતા રાખવાની નીતિના સમર્થક છે, એટલું જ નહિ પણ, તેમના એજન્ટ છે. તેથી એમના અભારતીય વિચારો અને સૂચનોથી નવાઈ પામવાને બદલે તેમને અમેરિકા કે તેવા દેશોમાં મોકલી આપવા જોઈએ કે, જેથી જાનવરોની અનિયંત્રિત કતલ કરાવી પેાતાના આત્માને તેઓ સંતોષી શકે.
૧૧૧
નિષ્ણાતાના મતિભ્રમ
✩
તેમણે કરેલાં વિધાનો સત્ય હકાકતથી તદૃન વેગળાં છે. બીજા દેશની સરખામણીમાં ભારતમાં પશુધન વધારે નથી એ હકીકત છે. માંસાહારી અને યંત્રવાદી દેશમાં ગાય માત્ર દૂધ અને માંસ માટે રાખવામાં આવે છે, જ્યારે ભારતમાં દૂધ માટે ગાયો અને ખેતી માટે બળદ, અને ઘેર ઘેર પેદા થતાં સેન્દ્રિય ખાતર માટે બન્ને અનિવાર્ય છે. ભારતમાં આજે ખેડાતી આશરે ૩૫ કરોડ એકર ભૂમિ માટે ઓછામાં ઓછા આશરે . ૭ થી ૮ કરોડ બળદોની આવશ્યકતા છે, જ્યારે આજે દેશમાં આશરે ૬ાા કરોડ બળદો ખેતી માટે ઉપલબ્ધ છે. વળી સરકાર અને નિષ્ણાતોની જમીન— વિષયક અને ડેરી—વિષયક વળી નીતિ અને જનતાની ઉદાસીનતા તથા ઘાસચારાની કમી અને ઓલાદ સુધારણાની નિષ્ફળતા—આ બધાં કારણોને લીધે જે બળદો છે તે પણ અગાઉના જેવા સશકત રહ્યા નથી. દર વરસે આશરે ૧૦ ટકા જેટલા બળદો થાકે કે વૃદ્ધ થાય તેના સ્થાને દર વરસે ૧૦ ટકા જેટલા નવા બળદો કામને લાયક ઉછેરવા માટે ઓછામાં ઓછી ૪ કરોડ પ્રજનન કરી શકે તેવી ગાયોની આવશ્યકતા છે કે, જેથી અરધી ગાયો નિયમિત બચ્ચાં આપે, અને તેમાં ૫૦ ટકા બચ્ચાં નર હોય તો જ દર વરસે થાકતા એક કરોડ બળદોને બદલે નવા જન્મેલા બળદો કામમાં લઈ શકાય. આજે ભારતમાં ૨૪ કરોડ પશુઓ ઓછામાં ઓછું દર વરસે ૪૦ કરોડ ટન છાણ, મૂત્ર વગેરે આપે છે. તેનાં ખાતરનાં તત્ત્વોના વિચાર કરતાં દર વરસે તેમાંથી ૪૦ કરોડ રતલ નાઈટ્રોજન, ૪૦૦ કરોડ રતલ પોટાશિયમ, ૨૦૦ કરોડ રતલ ફોસફરસ વગે૨ે સેન્દ્રીય સ્વરૂપનું ખાતર મળી શકે છે, જેની કિંમત બજાર ભાવે અબજો રૂપિયા થાય છે. તેમાં નથી નવી મૂડીનું રોકાણ, કે નથી હૂંડિયામણના પ્રશ્ન. આ સેન્દ્રીય ખાતર સીંદરીના ખાતરના કારખાનાની પેદાશ કરતાં નવગણું વધારે છે. છતાં વિદેશી પાશ્ચાત્ય દષ્ટિવાળા નિષ્ણાતો અને પ્રધાનોની સલાહથી દેશમાં કરોડો રૂપિયાની મૂડી નાંખી મશીનરી માટે હૂંડિયામણ ખર્ચ કરી, ખેડૂતો જેમની પાસે રોકડેથી ખાતર ખરીદવાના પૈસા હોતા નથી, તેને સબસીડી કે તગાવીથી મોંઘું ખાતર આપવામાં કર્યું ડહાપણ છે તે સમજી શકાતું નથી.
ઉપર જણાવ્યા મુજબ ભારતના ગોવંશના આર્થિક મૂલ્યાંકનો કેવળ દૂધની દષ્ટિએ કરવાં એ અજ્ઞાનતા અને મૂર્ખાઈ છે. વિલાયતની ગાયો જેમ દૂધ અને માંસના વ્યવહારથી અર્થક્ષમ ગણાય છે. તેમ ભારતની ગાયો દૂધ, બળદ, ખેતીનું ઉત્પાદન અને ખાતરથી વિલાયતની ગાયા કરતાં પણ વધારે અર્થક્ષમતા ધરાવે છે, અને વધારામાં કુદરતી મોતે મરતાં આશરે એક કરોડથી વધારે પશુ ચામડાં, હાડકાં, ઈત્યાદિ આપી, દેશને ફાયદો આપે છે. મી. કુરીઅન અને તેમના જેવા પશ્ચિમી વિચારવાળા નિષ્ણાતો એ ભૂલી જાય છે કે તેઓ ભારતમાં છે, અને ભારતની અર્થવ્યવસ્થા, સાધનો, આબાહવા, અને જનમાનસનો વિચાર કરીને તેમણે પશુસંવર્ધન અને દૂધ વ્યવસાયના વિચાર કરવાના છે. કેવળ પશ્ચિમનું અનુકરણ કરી, અહીંની વિકાસ યોજના વિચારનારા ભારતના હિતશત્રુઓ છે.
સને ૧૯૫૪માં ભારત સરકારે હ્યુમન ન્યુટ્રીશન વીસા—આ વીસ એનીમલ ન્યુટ્રીશન માટે સર્વોચ્ય તજજ્ઞનોની કમિટી નીમેલી. તેમણે બધી દષ્ટિએ વિચાર કરી, નીચેની મતલબની ડહાપણભરેલી ભલામણ કરી હતી. ભારતની ગાયોની દૂધ-ઉત્પાદનની શકિત સર્રેરાશ ગાય દીઠ બે પાઉંડની ગણતાં, તેરમા અનાર્થિક ગણાય. પણ આજે દેશમાં ૪૫ ટકા ગાયનું દૂધ અને ૫૫ ટકા ભેસનું દૂધ એવી જ ઓછી ઉત્પાદનવાળી ગાયો-ભે સામાંથી મળે છે. વળી દેશમાંથી ૬થી ૭ કરોડ બળદોને ખેતીના કામમાં રાખવા માટે દર વરસે થાકતા બળદોને બદલે દર વરસે એક કરોડ જેટલા નવા બળદો તૈયાર કરવા માટે પણ ઓછાં દૂધ દેવાવાળી પણ વાછરડા દેનારી ગાયોની આવશ્યકતા છે. કતલ દ્વારા અનાર્થિક પશુઓની સંખ્યા ઘટાડવાથી દેશનાં આજના દૂધના ઉત્પાદનમાં, બળદામાં, અને ખેતીના ઉત્પાદનમાં ઘટાડો થશે. વ્યવહારૂ માર્ગ એ જ છે કે હાલના ગોવંશને સંભાળી,