SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૦ આ દેશમાં કોઈ દિવસ જાગશે નહિં. દેશ એ ભીખારીને દેશ કહેવાશે, એમ કહેવાયું ૪ છે. હવે આ કોણ કહે? જનતા કહે કે, “અમારે આવી મેોટી મોટી યોજનાઓ નથી જોઈતી, અમારા મનુષ્યબળનો ઉપયોગ થવા જોઈએ. અમારે નાના પાયા ઉપર નાના નાના યંત્રો જોઈએ, જે અમાર ખેડૂત પણ વાપરી શકે. બહુ જ થોડા શિક્ષણમાં અમારે આવી જાતની યોજનાઓ જોઈએ છીએ.” જયાં સુધી નાગરિક આ અવાજ ોરશેરથી નહિ ઉપાડે, કોઈ પણ રાજનૈતિક પક્ષમાં પેાતાનું સ્થાપિત હિત નથી એવા નાગરિક જયાં સુધી પોતાના અવાજ ના ઉઠાવે ત્યાં સુધી આ બધું આમ જ ચાલવાનું છે. હું આજે નાગરિકોને અપીલ કરવા આવી છું કે, ભાઈ આપનામાં મનુષ્યનું જે બળ છે તેને વિનિયોગ થવો જોઈએ, હિંમત કરીને એના ઉપયોગ તમારે અને મારે કરવા જોઈએ. એક વાત વધુ કહું. આ ત ઉન્મુકત સહચિંતન છે, તો એક વાત જે મારા મનમાં આવે છે તે કહી દઉં, વાત મનમાં એવી આવે છે કે, મતદાન સંબંધે નાગરિકના જે અધિકાર છે તે અધિકારના ઉચિત ઉપયોગ આપણે કરવા રહ્યો. સજાગ થઈને, સાવધાન થઈને એના ઉપયોગ કરવા જોઈએ. ખબર નથી કે પાંચ વર્ષ પછી લોકશાહી ચૂંટણી આ દેશમાં થશે કે નહીં? ઘણી તકો મળી. હજુ પણ પાંચ વર્ષની એક વધારે તક આપણને મળે છે. આ દેશમાં જે લોકશાહી છે તે હજુ કાગળ ઉપર છે. વ્યવહારમાં કેટલું છે એ તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ જે કાંઈ બચ્યું છે તે હવે પછીનાં વર્ષોમાં બચશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. આવી સલાહ આપનામાં નિરાશા પેદા કરવા માટે હું નથી આપતી, પણ વસ્તુસ્થિતિ આ છે. લાકશાહી સંસ્થાઓ) જેટલી છે તેમાંથી એક પણ સંસ્થામાં કોઈને શ્રાદ્ધા નથી. આપ જાણો છે કે બંગાળની વિધાનસભા હોય કે ઉત્તર પ્રદેશની, બીજી વિધાન સભાની વાત દૂર રહી. આપ આ સભામાં જૂઓ શું વ્યવહાર ચાલે છે? વિરવાર માર્શલને બાલાવીને રાભ્યાને ઉઠાવીને બહાર લઈ જવા પડે છે. એ લોકશાહીની હાંસી છે, એ લોકશાહી સંસ્થાઓની હાંસી છે. બધી પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે. આથી અંદેશા રહે છે કે, ફરી અવસર મળવાના છે કે નહીં. પરંતુ હાલ એક તક ૧૯૬૭માં આવવાની છે. આ અવસરને ઉપયોગ દેશના નાગરિકો કેવી રીતે કરશે? રાજનૈતિક પક્ષ કેવી રીતે કરશે? એ એક સર્વવિદિત છૂપી વાત છે કે ચૂંટણીમાં વિજય મેળવવા માટે બધાં પ્રકારનાં સાધનો વાપરવામાં આવશે. એમાં કોઈ પણ વિવેક રાખનાર નથી. બધાં પ્રકારનાં સાધનાના ઉપયોગ થશે. તા. ૧-૧૧-૧ મત ના દેશી. લોકશાહીને જે ઢાંચો બચ્યા છે, તેને બચાવવાની જવાબદારી આપણી પોતાની છે, પક્ષની નહીં. હવે એ તમારે અને મારે જાવું જાઇએ કે જે વ્યકિતને આપણે મત આપશું તે લોકસભામાં મોકલવા યોગ્ય છે કે નહીં. વિધાનસભામાં મોકલવા યોગ્ય છે કે નહીં? જ્ઞાતિના નામે એની પાત્રતા ન ગણવી જોઈએ, ધર્મના નામે તેની પાત્રતા ન ગણવી જોઈએ, સંપત્તિના નામે પણ એની પાત્રતાનું માપ ન રાખવું જોઈએ અને આ હું ખૂબ જવાબદારી સાથે કહી રહી છું. હું જાણું છું કે સવાલ ઉઠાવવામાં આવશે કે પક્ષના નામે જો નહીં ચૂંટશું તે ટીમ કેવી રીતે બનશે? કામ કેવી રીતે થશે? સવાલોના જવાબ તો હોઈ શકે છે. પણ લાયક વ્યકિતઓને ચૂંટવાથી જે પરિસ્થિતિ નિર્માણ થશે તે આજની પરિસ્થિતિ કરતાં ખરાબ નહીં હાઈ શકે. આજે જેદશામાં રાજનૈતિક વાતાવરણ પહોંચી ગયું છે એનાથી વધુ ખરાબ હાલત કઈ પેદા થવાની છે? અરાજકતાની વાત કોઈ કરે છે તો આ દેશમાં અરાજકતા કર્યાં નથી ? શિક્ષણના ક્ષેત્રમાં નથી ? જઈને જૂઓ કે બનારસ યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે? રાજનૈતિક ક્ષેત્રમાં નથી? આર્થિક ક્ષેત્રમાં નથી? કયાં નથી ? અરાજકતામાં તો આપણે રહીએ જ છીએ. આનાથી બૂરી દશા બીજી કઈ કઈ હશે ? આથી કોઈ ‘પીપલ્સ નેશનલ ફોરમ” બનાવવું જોઈએ. એક “પીપલ્સ નેશનલ ફોરમ” બને. જે જવાબદાર વ્યકિતઓ છે જેવી કે હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, વિચારક– સાહિત્યકાર વગેરે લોકોએ એક મંચ ઉપરથી લોકોને અપીલ કરવી જોઈએ કે ભાઈઓ તમે ન્યાતજાત, ધર્મસંપ્રદાય અથવા પક્ષના નામે સરકારને આમ કહેવાવાળા નાગરિક ઊભા થવા જોઈએ અને એક મંચ ઉપરથી એમણે બાલવું જોઈએ. દેશમાં ચૂંટણીના ૪૫ મહિના પહેલાં જો આ હવા તૈયાર થાય તે સંભવ છે કે નાગરિકોને આજે પણ પોતાની જવાબદારીનું ભાન થાય. પછી તેને પૈસાના માહ કે દંડાનો ભય અ રસ્તા પરથી હઠાવી નહીં શકે. હવે તમે પૂછશો કે “એ દેશમાં જઈને આપ શું કહે છે?”’ યુરોપવાસી મને પૂછે છે કે “ભારતમાં આપ જાઓ છે ત્યારે મનના મનોવૈજ્ઞાનિક રેવોલ્યુશન ઉપર આપ બોલો છે. ખરા ?” મેં કહ્યું કે “ના, ત્યાં હું આ વિષય ઉપર નથી બોલતી.” તેઓ પૂછે છે કે “શા માટે નથી બોલતા ?' મેં કહ્યું કે, “આફ્રિકા અને એશિયાની સામે સવાલ છે જીવવાનો, ખાવાનો, કપડાં પહેરવાના. એ નાગાં છે, ભુખ્યાં છે તેમની સામે અધ્યાત્મની હું શું વાત કરૂ ? જેને સાંજનું ભાજન શું મળશે, કાલે ભાજન મળશે કે નહીં એની ફિકર છે, જેને ભૂખના કારણે પોતાના છે.કરો એક સીલીંગ ચાર પેન્સમાં વેચવા પડે છે એની સામે હું આધ્યાત્મિક શું બોલું ?” મેં કહ્યું કે “આ બધી યુરોપીયનોની દેણ છે. આફ્રિકા અને એશિયાના દેશોમાં આજે ભૂખ ભરેલી છે, આજે તંગી છે, એ જે લોકોએ ત્યાં કૉલોનીઓ બનાવ્યાં તેમની દેણ છે. આપની ઔદ્યોગિક ક્રાંતિ અને સમૃદ્ધ એશિયાના અને આફ્રિકાના લોકોને ભાગે મળી છે. તા અધ્યાત્મ આપે સમજવું જોઈએ.’' હું જાણું છું કે માનવમનના ટુકડા થઈ ગયા છે અને જયાં સુધી મન ભગ્ન છે ત્યાં સુધી માનવીય સમાજ આગળ પગલાં ભરી નહીં શકે. આથી યુરોપમાં આ વાત હું કહું છું. હું તેમને કહું છું કે “આ માનવીય મન છે. તેને લઈને દુનિયાના સવાલો ઉકેલવા જશો તો ઉકલવાના નથી. એને ઓળખવું એ આત્મદર્શનના પ્રારંભ છે. તેા ભાઈઓ! તમે લોકોએ સાયન્સ અને ટેકનોલાજીમાં ઘણા વિકાસ કર્યો છે. સુખસગવડનાં સાધનો મેળવ્યાં છે, હવે તમારું ખાવાપીવાની ચિંતા નથી. રાજનૈતિક અને આર્થિક સંરક્ષણ છે. હવે વિચારો તે ખરા કે તમારા માનવશરીરમાં મન છે તે મનુષ્યનું કે વાનરનું? શિવનું છે કે શિયાળનું? મતલબ કે આપ આકારમાં મનુષ્ય તે છે પણ આશયથી મનુષ્ય છે કે નહીં એ તે વિચારો,” આ વાત કહેવા માટે ત્યાં જાઉં છું, ત્યાં કહેવી પડે છે માનસશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા સમક્ષ, ફિલાસાફીની સંશોધન સંસ્થા સમક્ષ. દરેક દેશમાં જ્યાં હું જાઉં છું ત્યાં હું કહું છું કે, જુઓ, આ મન અથવા બુદ્ધિ જે છે તે એક યંત્ર છે. જેવી રીતે શરીર યંત્ર છે તેવી રીતે મન યંત્ર છે. એના આપણે ગુલામ બન્યા છીએ. એની ગુલામીથી મુકત થવું એ જ માનવતા છે. મનની ગુલામીથી જે મુકત થાય તે ખરા માનવ કહેવાય. તે માનવી કેવી રીતે બનાય? તે એ વિચાર જુદી જુદી રીતે મૂકવો પડે છે. ચેતન મન શું છે? અચેતન અને ચેતનના શે. સંબંધ છે? માણરોએ આજ સુધી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, અનુભૂતિ પ્રાપ્ત કરી, એના સાર અચેતન મનમાં કેવી રીતે પડયો છે, જ્ઞાનના, અનુભૂતિના આધારથી અચેતન મન શી રીતે ચેતન મનને કાબુમાં રાખે છે, ચેન મનની ક્રિયા પર નિયંત્રણ કરે છે એ સમજો, વિચાર, ભાવના, પ્રતિક્રિયાઓ એ યાંત્રિક કર્મ છે. એને આપ કા છે. મારા વિચાર, મારી ભાવના, મારી પ્રતિક્રિયા. એમાં ગૌરવ પણ માના છે. તો પ્રતિક્રિયાઓ નથી મારી, નથી તમારી, એ સામૂહિક સંયોજનનું પરિણામ છે.” યુરોપમાં એ જ્ઞાન કરાવવું પડે છે કે મન એક યંત્ર છે, મન અને બુદ્ધિથી પર માનવતા છે; અને એ સમજવા માટે જિજ્ઞાસુ લોકો આવે છે. વિચાર પણ કરે છે. ૫૦ મિનિટમાં આપણે એ જોયું કે દુનિયાની નજરમાં ભારત કા દેખાય છે. એ જોયું કે ભારતની સમશ્યાઓમાં મુખ્ય સમશ્યા કઈ છે. આપણે જોયું કે જનતા યાં નંદ્રા, જડતા, નિક્રિષ્ણતામાં ફસાઈ જાય છે ત્યાં સરકાર બદલવાથી, નેતા બદલવાથી દેશનું ઉત્થાન નહીં થઈ શકે. અનું જેટલી વખત પુન: ઉચ્ચારણ કરું એટલું ઓછું છે. ઉઠેલા, જાગેલા નાગરિકોને કહેવાનું છે કે આ નાગરિક સંગઠન કેવી રીતે થઈ શકે? ‘પીપલ્સ નેશનલ ફોરમ’ થઈ શકે છે. આપણા અવાજને કેવી રીતે બુલંદ કરીએ એ તે યોજના ઘડવાનો સવાલ છે. કરવું હોય તો કઈ `અશકય નથી. પરંતુ એ નહીં થાય તો મને બીજો રસ્તો દેખાતા નથી. સમાપ્ત : વિમલાબહેન ઠકાર
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy