________________
૧૦૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૬
અન્તિમ વ્યાખ્યાનસભાનું એક શબ્દચિત્ર
સમુદાયને અત્યંત આભાર માનવો ઘટે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા વર્ષોથી યોજાતી આવતી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની એક વિશિષ્ટ અને પરંપરાભંજક પ્રવૃત્તિ છે. તેમાં ભાગ લેવા માટે આવતાં સંખ્યાબંધ ભાઈ-બહેને કોઈ મને રંજન માટે નથી આવતા, પણ કાંઈક નવું જાણવા-સમજવા-બાર મહિનાનું ભાતું બાંધવાના આશયથી આવે છે અને તેમના માટે આવી સભાઓમાં શિસ્ત જાળવવી-શાંતિ જાળવવી—એ સહજ અને સ્વાભાવિક બની ગયું છે. આચાર્ય રજનીશજીની સભા પણ ઉપર જણાવ્યું તે મુજબ સાંગોપાંગ શાન્તિપૂર્વક પાર પડી એ અમારા શ્રોતાઓના ગૌરવભર્યા વન તથા સહકારના ઘાતક છે. તેમના વિશેને અમારે વિશ્વાસ આવા સુખદ અનુભવથી વધારે સુદઢ થાય છે.
અન્ય પ્રત્યેના આભારનિવેદન સાથે, આ વખતની વ્યાખ્યાનમાળાના પ્રમુખ પોતાનાં અનેક રોકાણમાંથી સમય કાઢે છે, બધી સભાઓમાં હાજરી આપે છે, વ્યાખ્યાનના પ્રારંભમાં કે અન્તમાં દરેક વ્યાખ્યાનની જરૂરી છતાં મિતાક્ષરી આલોચના કરે છે, અને વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ સમય કાઢી આખી વ્યાખ્યાનમાળાની ચિત્તનપૂર્ણ આલેચના પ્રબુદ્ધ જીવન માટે લખી આપે છે–આ માટે ઝાલાસાહેબ પ્રત્યે અમે અમારા સંઘ વતી ઊંડી કૃતજ્ઞતાની લાગણી 'પ્રગટ કરીએ છીએ. જેઓ સાચા અર્થમાં બ્રાહ્મણ છે તેવા ઝાલાસાહેબ અમારી વ્યાખયાનમાળાને પ્રમુખ મળે એ અમારી વ્યાખ્યાનમાળા તથા અમારા સંઘનું ખરેખર એક મોટું સદ્ભાગ્ય છે.
અમારા સંઘને વિવિધ પ્રવૃત્તિઓના કારણે થતા ખર્ચને બેજે હળવો કરવામાં આ અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા એક પ્રબળ નિમિત્ત બને છે. સંઘના મિત્રો, સ્વજનો, પ્રશંશકો પ્રત્યે અમારા સંઘના ફાળામાં યથાશકિત રક્સ ભરવા અમે અપીલ કરીએ છીએ અને અમારી જરૂરિયાતના પ્રમાણમાં મોટા ભાગે ફાળે પૂરે ભરાઈ જાય છે. આ વખતે પણ અમે રૂ. ૧૫,૦૦૦ની માગણી કરી છે. આજ સુધીમાં આશરે રૂ. ૧૦,૦૦૦ ભરાયા છે. હજુ ઘણા મિત્રો એવા છે કે જેમના તરફથી રકમ ભરાવી બાકી છે. તો અમે આશા રાખીએ છીએ કે અમારા આ લક્ષ્યાંકને પહોંચી વળવામાં અમને મુશ્કેલી નહિ આવે.
આ ફાળો ભરનારાઓને તેમ જ આ ફાળો ભરવામાં મદદરૂપ બનનાર અનેક સાથીમિત્રોને અમારે ખાસ આભાર માનવો ઘટે. આના અનુસંધાનમાં અમારે ખાસ ઉલ્લેખ કરવાના છેઅમે સર્વના મુરબ્બી માતુશ્રી તુલ્ય ૭૫ વર્ષની ઉમ્મરના વયોવૃદ્ધ પવિત્રમૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી. જી. શાહને. તેઓ હંમેશા વ્યાખ્યાનરાભા શરૂ થાય તેની અડધા કલાક પહેલાં સભાસ્થળે આવી પહોંચતા અને તેના પ્રવેશદ્વાર ઉપર “ભાઈઓ ઝોળીમાં કાંઈ ને કાંઈ નાંખતા જાઓ” એમ કહેતાં કહેતાં ઝોળી લઈને લગભગ એક કલાક સુધી ઊભા રહેતા. છેલ્લા દિવસે સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી નીરૂબહેન સુબોધભાઈ શાહ પણ ઝોળી લઈને ઊભા રહેલાં આ રીતે ઝોળી દ્વારા, અમને જણાવતા આનંદ થાય છે કે, સંઘને રૂા. ૧૪૫૦ની પ્રાપ્તિ થઈ છે.
અહીં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે અમારા સંધ માટે મોટા ફંડફાળા કરવાને અમે કદિ વિચાર કર્યો નથી. સંઘની જે પ્રવૃત્તિઓ ચાલે છે–આ પર્યુષણ વ્યાખ્યાનમાળા, પ્રબુદ્ધ જીવન, શ્રી મણિલાલ ગોકમચંદ શાહ, સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય તથા વૈદ્યકીય રાહતપ્રદાન--આ પ્રવૃત્તિઓને બને તેટલી લિસાવવી-- આ અમારું લક્ષ્ય છે. પણ આ લક્ષ્યની પરિપૂર્તીને આધાર તેને મળતાં આર્થિક સિંચન ઉપર રહેલું છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા સમય જતાં આન્તરભારતીય સ્વરૂપ ધારણ કરે અને પ્રબુદ્ધ જીવન આજના વિચારપ્રવાહોને સમપણે અભિવ્યકત કરવું અને અશ્વિની સમસ્યાઓ અંગે નિડર તેમ જ સત્યપરાયણ માર્ગદર્શન કરાવતું ગુજરાતી ભાષાનું મુખપત્ર બને–આવું અમાર: સ્વપ્ન છે. આ સ્વપ્ન સિદ્ધ કરવા માટે અનેક દિશાના-અનેક પ્રકારના–સહકારની અપેક્ષા છે. આવા સહકાર, જે અમારામાં કાર્યનિષ્ઠા હશે તે, અમને સમયના વહેવા સાથે જરૂર સાંપડતો રહેશે એવી અમારી છાધા છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રારંભદિવસ માર્ક વ્યાખ્યાનમાળાને અનિત્તમ દિવસ પણ રવિવાર જે હતા–ના, એ ક્કિત રવિવાર જ નહિ, પરંતુ પર્વાધિરાજ પર્યુષણની સંવત્સરિને દિવસ હતો-ના, એ સંવત્સરિનો જ નહિ, પણ જેમણે ધર્મવિચારમાં કાન્તિના બીજ રેપી–સિંહનાદ કરી–જ્યોતિશિખા પ્રગટાવી છે એવા આચાર્યવર શ્રી રજનીશજીના વ્યાખ્યાનો દિવસ હતો. વહેલી સવારથી જ ચિન્તનયાત્રાના–જ્ઞાનયાત્રાના–આ ઉચ્ચતમ શિખરનાં દર્શન કરવા માનવ મહેરામણ ઊમટી પડયો હતો. ઘડિયાળમાં હજુ તા. આઠ પણ થયા નથી અને હાલની ખુરશીઓ, જવા આવવાનાં માર્ગો, સ્ટેજ અને સ્ટેજ બહાર-બધી જ જગ્યા ભરાઈ ગઈ. હજ, લેકો. તો આવતા જ જતા હતા. કાર્યકરોની મૂંઝવણ વધતી જતી હતી, લાઉડસ્પીકરથી બને તેટલે દૂર દૂર અવાજ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, આમ છતાંય કેટલાય મિત્રો નિરાશ થયા, કેટલાંક પાછા પણ ગયા. સાડા આઠ થયા અને સંગીત યુગલ શ્રી અજિત શેઠ અને નિરૂપમા શેઠે બુલંદ અવાજે પ્રાર્થના શરૂ કરી અને અસ્વસ્થ વાતાવરણમાં સ્વસ્થતા વી. વાતાવરણ સંગીતસભર બન્યું, સર્વત્ર શાંતિ પ્રસરી. એક પછી એક સુંદર ભજને કર્ણમધુર હતા. બહાર દરિયો શાંત હતો, સૂરજ ઉપર ચડતો હતો, બગીચાનાં રંગબેરંગી પુષ્પ જાણે જીવનની તાઝગીનું દર્શન કરાવતા હતા. વખત વહેતે હતા. ઘડિયાળમાં સાડા નવ થાય છે અને ખલીલ જિબ્રાનના વ્યકિતત્વમાં આચાર્યશ્રી રજીસીશજીનો પ્રવેશ થાય છે વાતાવરણમાં ટાંચણી પડે તો ય સંભળાય એવી શાંતિ પ્રસરે છે– અને આચાર્યશ્રી રજનીશ એની અખલિત વધારા વહેતી મૂકે છે. આ ફકત વાકધારા જ નહિ પણ એક નવી વિચારધારા છે, અને સૌના હૃદયના તાર ઝણઝણી ઊઠે છે. “માણસને એનું નિજ વ્યકિત ત્વ છે–એ નિ જે વ્યકિતત્વને જ પ્રાપ્ત કરવાનું, છે, કોઈની પણ નકલ થવાનું નથી, ન એણે મહાવીર કે બુદ્ધ થવાનો પ્રયત્ન કરવો ઘટે. સત્ય અને પ્રેમનાં દ્વાર ઉપર જ પરમાત્મા છે. આ દ્વારને ધક્કો મારવાની જરૂર નથી. ફકત હાથ જ લગાડો-અરે હાથ લગાડવાની ય જરૂર નથી–આંખ ખોલીને એના તરફ જુઓ અને એ દ્વાર ખૂલી જશે”...શ્રોતાઓની આંખ આનંદના અશ્રુથી સજળ બને છે, હૃદય કૂણું બને છે, અને કહે છે સૌ કોઈ- “હા, આજ સાચું છે. આવું જ અમે વરસેથી સાંભળવા ઝંખતા હતા-આજે અમને તૃપ્તિ થઈ-પરમ તૃપ્તિ થઈ.”
અંતમાં રાષ્ટ્રગીત ગવાય છે અને પ્રસન્ન વાતાવરણમાં સૌ વિખરાય છે.
આલેખક : ચીમનલાલ જે. શાહ
ક્ષમાપની પર્યુષણ પર્વને અંતિમ દિવસ - સાંવત્સરિક પર્વના રોજ જેને સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ દાખવે છે અને ક્ષમાપ્રદાન કરે છે. આ ભાવના નીચે આપેલા ચાર શ્લોકોમાં વ્યકત કરવામાં આવી છે:
खमिअ खमाविअ मइ, खमह सव्वह जीव-निकाय । सिद्धह साख आलोयण मज्झ (न) वइए न भाय ।
હે જીવ-સમૂહ! તમે સર્વે ખમત ખામણાં કરીને મારા પર ક્ષમા કરે. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે, મારે કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી.
सव्वे जीवा कम्म दस, चउदह राज भमंत ।
ते मे सव्व खमाविआ, मज्झ वि तेह खमंत ।। સર્વે જીવે કર્મવશ હોઈને ચૌદ રાજલકમાં ભ્રમણ કરે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો.
जंजं मणेण बद्धं, जंजं बायाइ भासि पावं । . जंजं काएण कयं, मिच्छामि दुक्कडं तस्स ॥
મેં જે કંઈ પાપ મન, વચન અને કાયાથી બાંધ્યું હોય તે મિથ્યા થાઓ.
તામિ સત્ર નોવા, સરવે છવા મ7 મે ! मिति मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ।। સર્વે જીવોને હું નમાવું છું. સર્વ જીવો મને ખમાવો. સર્વ ભૂતમાં મને મૈત્રી છે, કોઈ સાથે પણ મને વૈર નથી.