SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, 2017 વાર્ષિક લવાજમ રૂા. ૭ અબુ જીવન પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૧ મુંબઈ, કટાબર ૧, ૧૯૯૬, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૯ તંત્રીઃ પરમાનંદકુંવરજી કાપડિયા આ વખતની પણ વ્યાખ્યાનમાળા જણાવતાં આનંદ થાય છે કે તા. ૧-૯-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા આઠ દિવસના કાર્યક્રમ મુજબ આખી પર્યુષણ વ્યાખ્યાનમાળા સાંગે...પાંગ પાર પડી છે. તે કાર્યક્રમમાં જણાવેલા પ્રત્યેક વ્યાખ્યાતાઓએ સમયસર ઉપસ્થિત થઈને પોતપોતાના વિષયનું અભ્યાસપૂર્ણ વિવેચન રજૂ કર્યું હતું અને આ વ્યાખ્યાનમાળાનો સભાઓનું પ્રમુખસ્થાન સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંસ્કૃત ભાષાના અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ઝાલાએ શેાભાવ્યું હતું. આ વ્યાખ્યાનોની સમીક્ષા ઝાલાસાહેબ પ્રબુદ્ધ જીવનના આગામી અંક્માં કરશે. અહીં આ નોંધનો આશય પર્યુષણ વ્યાખ્યાનમાળાને લગતી મુખ્ય મુખ્ય હકીકતા રજૂ કરવાના છે. આ વ્યાખ્યાનમાળાના ચૌદ વકતાઓમાંથી શ્રી ગગનવિહારી મહેતા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રીમતી સૌદામિની મહેતા, શ્રીમતી ગૃણાલિની દેસાઈ, શ્રીમતી હર્ષિદા પંડિત, શ્રી ઉષા મહેતા તથા શ્રી ઉછરંગરાય ઢેબર મુંબઈમાં વસતી સ્થાનિક વ્યકિતએ હતી, જ્યારે શ્રી એચ. એમ. પટેલ આણંદી, શ્રી ગોકુલભાઈ ભટ્ટ જયપુરથી, શ્રી અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ બીલીમોરાથી, શ્રી નવલભાઈ શાહ ગુંદીથી, ડો॰ એચ. એન. બેનરજી જયપુરથી, પૂજ્ય કાકાસાહેબ કાલેલકર દિલ્હીથી, તથા આચાર્ય રજનીશજી જબલપુરથી પધાર્યા હતા. અમારા ખાસ નિમંત્રણને માન આપીને આવેલા રાજસ્થાન મુનિ સિટીના પેરેસાઈકોલોજીના અધ્યાપક ડો॰ બેનરજીએ અતીન્દ્રિય અનુભૂતિઓ ઉપર બે વ્યાખ્યાનો આપ્યાં હતાં, જેમાંનું પહેલું વ્યાખ્યાન મેન્ટલ ટેલીપથી—વૈચારિક સંક્રમણ અને બીજું વ્યાખાન ગુર્જન્મ ઉપર હતું. આ બધા વ્યાખ્યાતાઓ પ્રત્યે અમે ઊંડા આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ. શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા પ્રત્યેક વ્યાખ્યાનસભાના પ્રારંભ શ્રી માલિનીબહેન શાસ્રીનાં ભાથી થયા હતા, સિવાય કે તા. ૧૪મીની સભામાં સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય અને જૈન સમાજના જાણીતા આગેવાન શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી ખાસ ઘાટકોપરથી આવ્યા હતા અને તેમણે સભાના પ્રારંભમાં ત્રણ ભજના સંભળાવ્યા હતા અને તા. ૧૮મીની છેલ્લા દિવસની સભાનો પ્રારંભ શ્રી અજિત શેઠ તથા સૌ. નિરૂપમા શેઠના ભકિતગીતોથી કરવામાં આવ્યા હતા. તેમણે તેમ જ પહેલા દિવસની સભાના બૅ વ્યાખ્યાના પૂરાં થયા બાદ શ્રી નયનબહેન ભણશાળીએ અડધાથી પોણા ક્લાકના ભકિતગીતાના કાર્યક્રમ રજુ કરીને શ્રોતાસમુદાયના દિલનું મંગળ મનોરંજન કર્યું હતું. આ રીતે ગંભીર વિશેના વિવેચનોમાં આગળ યા પાછળ મધુર-મર્મસ્પર્શી ગીતા યા ભજનાની પુરવણી કરવા બદલ માલિનીબહેન શાસ્ત્રીના નયનબહેન ભણશાળીનો અને સંગીતયુગલ અજિત શેઠ તથા નિરૂપમાબહેનના અમારા સંઘ ણી બન્યો છે. આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાની ખાસ ધ્યાન ખેંચે એવી વિશેષતા એ હતી કે આજ સુધીની આગળની વ્યાખ્યાન ✩ સભાઓ બ્લૅવાન્સ્કી લેાજમાં અને પાછળની સભાઓ, ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવતી હતી, જ્યારે આ વખતની આઠે દિવસની વ્યાખ્યાનસભાઓ ચોપાટીસીસ ઉપર થોડા સમય પહેલાં તૈયાર કરવામાં આવેલા બિરલા ક્રિડાકેન્દ્રના મુખ્ય વ્યાખ્યાનગૃહમાં ભરવામાં આવી હતી. આમ સ્થળાંતર થતાં અને જ્યાંથી બાજુએ આવેલા સાગરતટનાં અને થોડે દૂર આવેલી વાલકેશ્વરની ટેકરીનાં દર્શન થાય છે એવા ભવ્ય સ્થળમાં સભાઓ યોજાતાં આખી વ્યાખ્યાનમાળાની રાણક જ જાણે કે બદલાઈ ગઈ હાય એમ લાગતું હતું. શ્રોતાઓને સહજપણે વિશાળ વાતાવરણ પ્રાપ્ત થતું હતું. વ્યાખ્યાનગૃહમાં આશરે ૭૦૦ ખુરશીઓ છે, પણ સ્ટેઈજ -રંગમંચ-ઘણા વિશાળ છેઅને એક બાજુ એ ઘણી વિશાળ ઓશરી છે, જ્યાં શ્રોતાઓની વધતી જતી ભીડને સમાવવાનું સરળ બને છે. પહેલા દિવસ રવિવારનો હોઈને શ્રોતાસમુદાય બહુ સારા પ્રમાણમાં ઉભરાયા હતા અને કેટલાંક ભાઈ-બહેનોને બાજુની ઓશરીના આશ્રાય લેવા પડયા હતા. બાકીના દિવસેામાં સભાગૃહ શ્રોતાઓથી ભરાયેલું રહ્યું હતું. છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન હતું અને તેમાં શ્રોતાઓની ઘણી મોટી ભીડ થશે એમ અમે કલ્પેલું હતું અને તે અંગે સ્ટેજ ઉપર, ઓશરીમાં તેમ જ પ્રવેશ વિભાગમાં ધ્વનિવર્ધક યંત્રની ગોઠવણ અમે મોટા પ્રમાણમાં કરી હતી. આમ છતાં પણ સભાગૃહ, રંગમંચ, તથા ઓશરીના ખૂણેખૂણા માણસાની મેદનીથી ભરચક ભરાઈ ચૂકયા હતા અને સતત વહેતા માનવપ્રવાહને સમાવવા મુશ્કેલ થઈ પડયા હતા અને કેટલાક ભાઈ-બહેનોને નિરાશ થઈને પાછા જવું પડયું હતું. આજ સુધીની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રોતા ભાઈ-બહેનોની આટલી મોટી ભીડ અમે પહેલાં કદિ પણ અનુભવી નહોતી. શરૂઆતના સાત દિવસની સભામાં શાન્તિ જાળવવાનું જરા પણ મુશ્કેલ બન્યું નહોતું. સૌ કોઈ સગવડપૂર્વક બેસી શકે અને ધ્વનિવર્ધક યંત્રની પૂરી સગવડના કારણે સારી રીતે સાંભળી શકે એવી વ્યવસ્થા હોય ત્યારે શાન્તિ જાળવવાનો પ્રશ્ન ભાગ્યે જ ઉપસ્થિત થાય છે. પણ છેલ્લા દિવસની સભામાં શાન્તિ જાળવવાને પ્રશ્ન અમારા માટે મોટી ચિન્તાનો વિષય બન્યા હતા. ખુરશીઓ તે ક્યારની ભરાઈ ચૂકી હતી, પણ જવા આવવાના રસ્તાઓ, ઓશરી, સ્ટેઇજ– બધું જ ખીચોખીચ ભરાયેલું અને કોક ઠેકાણે બે માણસા વચ્ચે જરા પણ ગરમ બાલાચાલી થાય તે શાન્તિને ભંગ થતાં વાર ન લાગે અને સભાની વ્યવસ્થા તૂટી પડે એવા ભય લાગતા હતા. આમ છતાં અને બેઠેલા કે ઊભેલાં ભાઈ-બહેનો પાર વિનાની અગવડ ભાગવતાં છતાં આખી સભા દરમિયાન એકસરખી શાંતિ જળવાઈ રહી હતી. આ અમારે મન એક ભારે આશ્ચર્યજનક અને અલબત્ત અતિ પ્રોત્સાહક ઘટના છે. આ માટે અમારે શ્રોતા
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy