________________
તા. ૧૬-૯-૧૬
પ્રબુદ્ધ જીવન
મ હા મેં સ્થા ન ના
પોથીબાસા ને નિયાકુંડ વટાવીને લગભગ સાંજે અમે ચાપતા આવી પહોંચ્યા. સામે જ એક મોટી ધર્મશાળા હતી, એની પાસે થોડી ખુલ્લી જગ્યા જોઈને અમે નિરાંત અનુભવી. સમતલ જગ્યા જોવાની મળતી નહોતી, એટલે આજે એને માટે અધીરા બની ગયા હતા, જ્યાં નજર નાખીએ ત્યાં પહાડની જોડે દષ્ટિ અથડાઈને પાછી આવે, એમાંથી કયાંય મુકિત મળતી નહોતી. મનમાં થતું હતું કે કયાં ભાગી જાઉં કોઈ મુકત સમતલ જમીનમાં કે કોઈ સમુદ્ર કિનારે, વાંકોચૂકો વનનો રસ્તો, ગામમાંથી અનાજથી ભરેલાં ખેતરો તરફ લઈ જતા માર્ગ, ત્યાંથી વળી નદીના કિનારા તરફ વળતા માર્ગ, જ્યાંથી ગ્રામસ્રીઓ બેડાં ભરીને ઘેર જતી હોય, જયાંથી ભરથરી ગીત ગાતા ગાતા ચાલ્યા જતા હોય, જે ગીતમાં હોય “મનનો માનવી મનમાં બેઠો, શેાધા રે ભાઈ શોધો.'' એ રસ્તો છે કયાં ? અમને હવે હિમાલય નથી જોઈતા, પથ્થર પર પથ્થર બેઠા હોય એવી પૂંજી નથી જોઈતી અમારે, પાર્વતી નીલ નદી, કે ઉન્મત ઝરણું પણ નથી ખપતું અમારે.
જ્યાં માનવીનું જીવન સંગીહીન ને એકાકી હોય છે, જ્યાં એ પાતાના પગ પર જ ઊભા રહે છે, જ્યાં એ સંપૂર્ણ સ્વાધીન બનીને પોતાનું કામ પોતેજ કરતો હોય છે, ત્યાં એના સિવાય એને બીજું કોઈ મદદ કરવાવાળું હોતું નથી, બધાથી વિખૂટા પડીને પોતાને દિવસ પોતે જ વિતાવવાના-એ કંઈ વ્યકિતગત સ્વાધીનતા ન કહેવાય. એને તો ઉચ્છું ખલ આત્મમયતા કહેવાય. જેઓ દુકાનમાં બેસીને ખાય છે, ધર્મશાળામાં જઈને ઊંઘે છે, મનોરંજનના સ્થાનયમાં જઈને મન બહેલાવે, યથેચ્છ ભ્રમણ કરે, માંદગીમાં હોસ્પિટલમાં જઈને દાખલ થાય એમને સ્વાધીન કહીં શકાય, પણ તેઓ દુર્ભાગી છે. પ્રત્યેક માનવીની જોડે પૃથ્વીનું થાડું લેણદેણ હોય છે. એ બંધનો તો આપણે સ્વીકારવાં જ જોઈએ. સ્નેહનાં અને સેવાનાં. બધા મહાપુરુષોનાં જીવનઈતિહાસમાં આપણે એ જોઈએ છીએ કે એએ સેવારત રહે છે. મનુષ્યની સેવા કરવાની પણ હોય છે, ને મનુષ્ય પાસે સેવા લેવાની પણ હોય છે. પ્રેમ આપવાનો હોય છે, ને પ્રેમ લેવાને પણ હોય છે. જેણે મનુષ્યની સેવાના અસ્વીકાર કર્યો. અને જેણે સ્નેહના બંધનના અસ્વીકાર કર્યો તે હતભાગી માનવી માનવ સમાજને વિષમય બનાવે છે. અને આપણે બાહીમિયન ભલે કહીએ, પણ એ માનવી તે નથી જ. આજે બધા વ્યકિતગત સ્વાધીનતા પ્રાપ્ત કરીને એમાં જ સ્વસ્વ આવી ગયું એમ માને છે, ને સમાજને કોઈ એક પણ આકારના સ્વીકાર કરતા નથી. તે તો આખું જગત રેતીના રણ જેવું બની જાય. પૃથ્વીમાં જો સ્નેહ અને સેવા ન હોય; પ્રેમ અને મોહ ન હોય; વ્યકિતની જોડે વ્યકિતનો સંસર્ગ ન હોય; તો તેનું કેવું રૂપ હોય? જે સંસ્કૃતિ આજે પ્રત્યેક દિશામાં ફેલાયેલી છે. તેના મર્મસ્થાનમાં સ્નેહ અને સેવાને રસ સીંચાયેલા છે. તેને છેડી દઈને માનવસમાજ કઈ દિશામાં જઈ પહોંચવાના છે? આ જે તીર્થયાત્રીઓનો સમૂહ જાય છે, તેના કરતાં સ્વાધીન બીજું કોણ છે? એએ પોતાની જાતને જ ચાહે છે. ને સેવા પણ પોતાની જાતની જ કરે છે. એમની પાછળ જેમ આજે બંધન નથી, તેમ એમની સામે પણ કોઈ રૂકાવટ નથી. એ બધા જ પોતાનું પોટલું બાંધે છે, પોતે જ પોતાને જોઈતી ચીજો ભેગી કરે છે, પોતાની જ આપત્તિ અને પોતાના જ સુખમાં પરોવાયેલાં રહે છે, ને પોતપેાતાનું સ્વાતંત્ર્ય જ એમને મૂલમંત્ર હોય છે. પણ આ એમના સુખનું સાચું સ્વરૂપ નથી. એમને જોઈને મને બીક લાગે છે. એએ માનવજીવનમાં સ્નેહહીન હાડપિંજર દળ છે. જે દિવસે એમની તીર્થયાત્રા પૂરી થશે, તે દિવસે એએ મમતા અને દાક્ષિણ્યની સ્નિગ્ધ છાયામાં જવા માટે દોટ મૂકશે, તે દિવસે એઓ સમાજ ને ઘરને
૧૦૫
૫૨
૫૨-૧૪
રસ્તે ભાગવા માંડશે એ હું જાણું છું. એમના જીવનની બધી ભૂખ કાંઈ મટી ગઈ નથી હોતી. જીવનની ભૂખના માર્ગને રૂંધીને, અસ્વાભાવિક સંયમનું રૂપ ધારણ કરીને, મેહ અને પ્રેમના વ્યવહાર સ્થગિત કરીને એ લોકોએ આ મહાતીર્થના રસ્તો પકડયો છે. એ લોકો અહીં આવ્યા છે. આત્મશુદ્ધિની આકાંક્ષાથી. મંદિરના ખૂણે ખૂણામાં જો જંજાળાના ઢગલા જ જમા થયા કરતો હોય, તો પછી ત્યાં દેવતાનું આસન શી રીતે બિછાવી શકાય? જે એક પછી એક તીર્થમાં ફરતા ફરે છે, તેઓ કેવળ આત્મવંચના કરતા હોય છે, તે દેવની પાછળ પાછળ દોડે છે, પણ દેવત્ત્વને સ્પર્શ કરી શકતા નથી.
ધર્મશાળાના રખેવાળ એક પંજાબી બ્રાહ્મણ હતો. ઠંડા પવનથી અમને જર્જરિત અને હેરાન થયેલા જોઈને, એ કોણ જાણે કર્યાંથી ઘણા બધા કામળા લઈ આવ્યો, એ વિનયી પણ બાલકણા હતા. એણે પાયજામા ને પહેરણ પહેરેલાં હતાં. યાત્રીઓ પાસેથી જે બેચાર આના મળે તેનાથી એ પેાતાનું પેટિયું કાઢતા હતા. દૂધ પીને તમાકુ ખાઈને ગોપાળદા જરા સ્વસ્થ થઈને બેઠા. પછી એણે ધર્મચર્ચા કરી ને પછી થોડી દક્ષિણા લઈ ગયો. આખા દિવસના સખત તાપ પછી સાંજે ઠંડો પવન વાવા લાગ્યો તેથી, બધા થોડા થોડા સજીવ ને ઉત્સાહિત થઈ ગયા. ગેાપાળદા દર પંદર મિનિટે એકવાર ચલમ પીવા લાગ્યા. બંધ ધર્મશાળાની બહાર વૈશાખી પૂર્ણિમાની ચાંદની છવાઈ ગઈ હતી. બરફ જેવી ઠંડી એકાંત રાત્રી હતી.
બીજે દિવસે વહેલી સવારે ઠંડીથી કાંપતાં કાપતાં અમે ભૂલકણા ચટ્ટીમાં આવી પહોંચ્યા. આકાશમાં વાદળાં જામ્યાં હતાં, વચ્ચે વચ્ચે વરસાદનાં ફોરાંએ અમને સ્પર્શી જતાં હતાં. કયારેક કયારેક વિદીર્ણ મેઘની અંદરથી તડકાથી ઉજજવળ આકાશ હસી ઊઠતું હતું. રસ્તામાં ઘનઘોર વાદળ ચઢી આવવાથી વરસાદ તૂટી પડશે, એમ લાગતું હતું. ભૂલકણા વટાવીને અમે મેડે દૂર ગયા ત્યાં ખબર પડી કે ડાબે હાથે તુંગનાથના રસ્તા છે. દક્ષિણ તરફને રસ્તે સીધું લાલસાંગા અથવા ચમેાલી તરફનું ચઢાણ હતું. રસ્તામાં થોડા કાઠીવાળા દેખાયા. તુંગનાથને રસ્તે ભયાનક ચઢાઈ છે. મોટેભાગે ત્રિજુગીનારાયણ જેવા જ રસ્તો છે, જો કોઈ અહીંથી દર્શન કરી આવવા ઈચ્છે તે, અહીંથી કડીઓ ભાડે મળતી હતી. અહીંથી અનેક લોકો દર્શને ગયા હતાં. કેટલાક પગપાળા ગયા, તે કેટલાક કડીમાં, હિમાલયનાં ગણનાપાત્ર સ્થળ ચાર છે. બદરીનાથ, કેદારનાથ, ત્રિજુગીનાથ અને તુંગનાથ. તુંગનાથની ચાવીશ માઈલ ઉત્તર માંધાતાક્ષેત્ર છે. યાત્રીએ અહીં આકાશગંગામાં સ્નાન કરે છે. અહીંના જૂના મંદિરમાં એક જ પૂજારી છે. એકાંત, શાંત, ને કોઈ માણસ ન મળે એવું પર્વતનું શિખર છે, આસપાસ કર્યાંય ગામડું કે ચટ્ટીનું નામનિશાન નથી. એક તરફ એક સામાન્ય દુકાન ઊભી છે. તુંગનાથની ઉપર ઊભા રહેવાથી ઉત્તરમાં દૂર ધવલ તુષારમય હિમાલયનું નયનાભિરામ રૂપ દષ્ટિગોચર થાય છે. આવું અત્યંત સુંદર વૈચિત્ર્ય નુંગનાથ સિવાય બીજે કોઈ સ્થાનેથી આવી રીતે જોવાનું મળતું નથી, જાણે મહાયોગી કેદાર અને બદરીનાથની શ્વેતપુષ્પદૈયા, અને એના ચરણમાં શ્યામલશાભામગી મહાસતી હરિહરની સેવામાં ધ્યાનસ્થ થઈને જ બેઠી છે!
દક્ષિણના રસ્તે પુંગનાથની કેડે વીંટળાઈને પૂર્વદિશાથી વળાંક લઈને પશ્ચિમદિશા તરફ જતા હતા. તુંગનાથનાં દર્શન કરીને આ જ રસ્તે ઊતરવું પડે છે. અહીંના રસ્તે અરણ્યમય ને એકાંત છે, ચઢાઈને ઉતરાઈ પણ સામાન્ય છે, દરિયાનાં માજાંની જેમ અમે કયારેક ઉપર ચઢતા ને કયારેક નીચે ઊતરતા, ઘણીવાર રસ્તો સમતલ પણ આવતા હતા. અહીં અત્યારે વસન્તઋતુ હતી, સૂકાયેલાં ખરેલાં પાંદડાંથી રસ્તે ઢંકાયેલા હતા. એકલા એકલા ૦૮ જગલને રસ્તે હું ચાલતા હતા. ઉતરાણને રસ્તે હાંફ ચઢયો હોય ત્યારે