________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૬
સન્નિષ્ઠ લેકસેવક
મહારાષ્ટ્રના રાજ્યપાલ ર્ડો. પી. વી. ચેરિયને કાયદો, ન્યાયતંત્ર અને જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન શ્રી શાંતિલાલ હ. શાહનું રાજીનામુ સ્વીકારી લીધું છે અને તેમનું જાહેર આરોગ્યનું દફતર હાલ તુરત મુખ્ય પ્રધાન શ્રી વસંતરાવ નાઈકે સંભાળી લીધું છે. શ્રી શાંતિલાલ શાહના રાજીનામાં સાથે વિશાળ મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્યના વહીવટ સાથે છેલ્લાં ૧૪ વર્ષોથી સંકળાયેલા એક કર્તવ્યનિષ્ઠ રાજપુરુષની * પ્રધાનપદની કારકિર્દીને તત્કાળ પૂરતો અંત આવ્યો છે. જે સંજોગોમાં eી શાંતિલાલ શાહનું રાજીનામું આવી પડયું તે સંજોગોનો વિચાર કરતા, તેમનું રાજીનામુ સિદ્ધાંતના પ્રશ્ન પર અપાયેલું હોઈ, તેમના તરફથી એ દિશામાં કશી બાંધછોડની અપેક્ષા રાખી શકાય નહિ. પણ એમના જેવા વડેરા પ્રધાન અને રાજપુરુષના રાજીનામાને અંગે તેમની સાથે વિવેક પૂરતી પણ ચર્ચા વિચારણા કરવાનું યોગ્ય મનાયું નહિ અને મુખ્ય પ્રધાને તેમનું કારણ દર્શાવ્યા વિનાની એક લીટીની–રાજીનામું સ્વીકારવાની-ભલામણ સાથે, રાજ્યપાલને સુપરત કરી દીધું તેથી સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી થાય છે. શ્રી શાંતિલાલ શાહની પ્રધાનપદની છેલ્લાં ૧૪ વર્ષોની સન્નિષ્ઠ સેવા જોતાં તેમને આવી રીતે આ પદ પરથી ખસવું પડે એ ભાગ્યે જ ઉચિત લેખાય. પણ હવે આ રાજીનામું સ્વીકારાઈ ગયું હોઈ એને અંગે વિતંડાવાદમાં ઉતરવાનું હિતાવહ નથી. છતાં શ્રી શાંતિલાલ શાહે જે સિદ્ધાંતને ખાતર રાજીનામું આપ્યું છે તેના અંગે તેઓને અભિનંદન આપ્યા વિના રહી શકાતું નથી.
‘સચિવાલય બંધ ' ની ધરા ડાલો’ પ્રવૃત્તિ અને તે પછીનાં મુંબઈ બંધ’ ના દિવસે દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી યથાયોગ્ય રીતે કરવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ ગઈ. પરિણામે તે દિવસે મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની વિનંતિને માન આપીને ‘બંધ’ની અવગણના કરીને કામધંધે જનારી જનતાને ભારે પરેશાની અનુભવવી પડી. આના વિરોધમાં મુંબઈ પ્રદેશનું પ્રતિનિધિત્વ ધરાવતા ધારાસભ્યોએ વિધાન મંડળમાંથી પોતાનાં રાજીનામાં આપી દીધાં. બે પ્રધાને પૈકી એક શ્રી શાંતિલાલ શાહે જ પિતાનાં પ્રધાનપદનું રાજીનામું પણ આપ્યું; બીજા એક પ્રધાને ધારા- . સભ્યપદનું રાજીનામું આપ્યું પણ પ્રધાનપદે તે તે કાયમ રહ્યા અને
એક નાયબ પ્રધાન મુંબઈ પ્રદેશ કેંગ્રેસના પ્રમુખને પિતે રાજીનામું આપે છે એમ જણાવીને એ આપવાથી દૂર રહ્યા, એટલું જ નહિ પણ, એને અંગે ફરી ગયા. આ પછી ધારાસભ્યનાં રાજીનામાં પાછાં ખેંચી લેવાતાં સુધીની જે ઘટનાઓ બની ગઈ તે મુંબઈ શહેરની કાયદાને માન આપનારી પ્રજા માટે દુ:ખદ બોધપાઠ મૂકી જાય છે. અલબત્ત, આ રાજીનામાં પાછાં ખેંચાતાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ વચ્ચેનાં દુ:ખદ ઘર્ષણને સુખદ અંત આવ્યો છે. પણ આ ઘટનામાંથી કોઈ નવા ફણગા ફટે તો આશ્ચર્ય પામવાનું નથી. આ પરિસ્થિતિમાં શ્રી શાંતિલાલ શાહે પ્રદેશ કેંગ્રેસના આદેશ મુજબ ધારાસભ્યપદનું રાજીનામું ખેંચી લીધું; પણ પ્રધાનપદના રાજીનામાને તેઓ વળગી જ રહ્યા અને એ તેમની સિદ્ધાંતનિષ્ઠાનું સૂચક લેખાય. ‘બંધ’ને અંગે વિરોધ પક્ષો સાથે વધારે પડતી, કાયદો અને વ્યવસ્થાને ભાગે પણ, સહાનુભૂતિથી કામ લેવાની મહારાષ્ટ્ર સરકારની નીતિ સાથે શ્રી શાંતિલાલ શાહ સ્વાભાવિક રીતે જ સંમત ન થયા. સંભવ છે કે મહારાષ્ટ્ર સરકારની બીજી ચોક્કસ નીતિઓ અંગે પણ તેમને સૈદ્ધાંતિક મતભેદ હોય. આથી તેઓ રાજીનામાના નિર્ણયને વળગી રહ્યા. તેમની આવી સિદ્ધાંતનિષ્ઠા, આવાં સ્થાન પરના માનવીઓ માટે અનુકરણીય હોઈ, અભિનંદનને યોગ્ય છે.
શ્રી શાંતિલાલ શાહે પ્રધાનપદની તેમની ૧૪ વર્ષની કારકિર્દી દરમ્યાન વિવિધ દફતરો સંભાળ્યાં. શ્રી મોરારજીભાઈ, શ્રી ચવ્હાણ, શ્રી કન્નમવર અને શ્રી નાઈક - એમ ચાર મુખ્ય પ્રધાને હેઠળ તેમણે વિવિધ સમય માટે મજુર ખાતું, જાહેર આરોગ્ય ખાતું, કેળવણી ખાતું, કાયદા ખાતું, ન્યાયતંત્ર, આમ વિવિધ ખાતાઓ સંભાળીને તેને ભારે કાબેલિયતથી વહીવટ કર્યો. અલબત્ત, એમના આ ખાતાઓની વહીવટ સંબંધમાં ચક્કસ પ્રકારનો અસંતોષ ચેક્સ વર્ગોમાં વ્યાપ્યો હતો એની ના પડાય નહિ. પણ એ વહીવટ કરવામાં શ્રી શાંતિલાલ શાહનાં નિષ્ઠા, પ્રમાણિકતા, કર્તવ્યપરાયણતા અંગે કશી જ શંકાને સ્થાન રહેતું નથી, એટલે આવા એક સનિષ્ઠ સેવકની સેવા, નવી ચૂંટણીના થોડાક માસ જ રહેલા હોય ત્યારે, ગુમાવવી પડી એ દુ:ખદ લેખાય. એમના રાજીનામા અંગે શ્રી નાઈકે વધારે ઉદારતાથી જોવાની અને શ્રી શાંતિલાલ શાહને રાજીનામું પાછું ખેંચવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની જરૂર હતી. એમ ન થયું એ દુ:ખદ જ લેખાય. (તા. ૯-૯-૬૬ના મુંબઈ સમાચારને અગ્રલેખ સાભાર ઉધૂત)
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધલક્ષી પ્રવૃત્તિના પ્રસંશકો તેમ જ સંસ્કારી સુજ્ઞ શ્રોતાઓને
નમ્ર નિવેદન - છેલ્લાં સાડત્રીસ વર્ષથી ચાલતાં અમારા સંઘને અને સંઘ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને પરિચય આપવાની આવશ્યકતા આજે અમને દેખાતી નથી – આમ છતાં પણ, પર્યુષણ પર્વનાં પવિત્ર અને મંગલમય દિવસમાં આપણે સૌ બાર મહિને એકવાર ભેગા થઈએ છીએ ત્યારે સંઘની પ્રવૃત્તિઓ વિશે બે શબ્દ કહેવાનું મન થાય એ સ્વાભાવિક જ છે. વળી, સંઘની કાર્ય– જ્યોત અખંડપણે પ્રજવલિત રાખવા આપની પાસે આર્થિક સહકાર માટે પણ અમારે હાથ લંબાવવાને બાર મહિને ફકત આ એક જ પ્રસંગ આવે છે. ટૂંકમાં અમારી પ્રવૃત્તિઓ આ છે:
(૧) પર્યુષણ વ્યાખ્યાનમાળા
પાક્ષિક પત્ર-'પ્રબુદ્ધ જીવન’ (૩) સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
નાતજાતના ભેદભાવ વિના અપાતી વૈધકીય રાહત
વૈદ્યકીય સારવારનાં સાધન (૬) વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલન – વાર્તાલાપ
૭) નાનાં મોટાં પર્યટન-પ્રવાસે ઉપરની દરેક પ્રવૃત્તિ પાછળ વર્ષ-પ્રતિવર્ષ ખર્ચ વધતું જ જાય છે. આ વર્ષે પર્યુષણ દરમ્યાન અમારી રૂા. ૧૫,૦૦૦ ભેગા કરવાની , અપેક્ષા છે. આપ ઉપરની કોઈ પણ એક પ્રવૃત્તિમાં યા સમગ્ર પ્રવૃત્તિમાં આપની રકમ નોંધાવી શકો છો. વિનતિ એક છે – અપીલ એક છે - આ રકમ બની શકે તેટલી મોટી આપે, જેથી અમારું લક્ષ્યાંક જલદી સિદ્ધ થાય.
શ્રદ્ધા છે આપ અમને નિરાશ નહિ જ કરે! ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
ચીમનલાલ જેઠાલાલ શાહ મુંબઈ - ૩.
સુબોધભાઈ એમ. શાહ
માનદ્ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, * આ પ્રવૃત્તિને આવકવેરામાંથી મુકિત મળેલી છે.
(૫)