________________
તા. ૧૬-૯-??
રૂા.ના મૂડીરોકાણથી ફકત એક જ વ્યકિતને રોજગારી આપી શકાય છે. હિંદુસ્તાન માટે મૂડી રોકાણના સવાલ ખૂબ કોયડા સમાન છે. જે રકમ દેશમાં બચાવી તે મૂડી છે અને તે મૂડીનું રોકાણ કરી શકાય. આપણા દેશના લોકોની માથાદીઠ વાર્ષિક આવક રૂા. ૩૩૦ છે. આમાંથી બહુ બચત કરવાનું કઠણ છે. હિન્દુસ્તાનમાં ચાલતા બધા જ ઉદ્યોગામાં કુલ ૪૦ લાખ લોકોને રોજગારી મળે છે, જ્યારે ૧૩૦ લાખ લોકો જે બેરોજગાર છે અને ભવિષ્યમાં જે બેરોજગાર વ્યકિત વધે તે બધાને રોજગારી આપવા માટે આજના મોટા ઉદ્યોગોના ધેારણે તે અસાધારણ વધારે મૂડીરોકાણની જરૂર પડે.
વધારે મૂડીરોકાણ પરદેશી મદદ દ્વારા થઈ શકે, પણ પરદેશી મદદ મેળવવી બહુ આસાન નથી. પરદેશી મદદ માટે વ્યાજ અને મુદલ ચૂકવવાનું રહે છે જ. આ માટે આપણા દેશમાં પેદા થતી વસ્તુઓની નિકાસ કરવી પડે. તેલના ભાવ ચડતા હોય તે લોકો બૂમ પાડે કે તેલની નિકાસ કરશે નહિ, ચામડાની નિકાસ કરશે નહિ, કપાસિયાની નિકાસ કરશો નહિ. કેટલાક લોકો એમ માને છે કે આ વીસમી સદીમાં ગાંધીજીના વિચાર એ તે જૂનવાણી વિચાર છે. જે જાતના ઉદ્યોગોની તેમની કલ્પના છે તે તે જૂનવાણી છે. છતાં પણ બેરોજગારીના સવાલ હળવા કરવા માટે જે વાત ગાંધીજીએ કરી છે તેનાથી બીજી કોઈ સારી વાત હજી એમને જડી નથી. ગૃહઉદ્યોગો અને નાના પાયાના ઉઘોગા દ્રારા જેટલી રોજગારી આપી શકાય તેટલી રોજગારી બીજા કોઈ ઉદ્યોગા દ્વારા આપી શકાય તેમ નથી. ગૃહ ઉદ્યોગે એવા પ્રકારના છે કે જે ઓછામાં ઓછી મૂડીમાં વધારેમાં વધારે માણસાને રોજગારી આપે છે.
પ્રબુદ્ધ જીવન
આ વાતનું મહત્ત્વ સ્વીકારીને ભારત સરકારે ખાદી અને ગ્રામાદ્યોગના વિકાસ માટે એક પંચ બનાવ્યું. તે ખાદી ગ્રામોદ્યોગ ખેંચે, આના વિકાસ માટે ત્રણ યોજનાઓ દરમ્યાન અનુક્રમે રૂ।. ૧૫ કરોડ, રૂા. ૮૮ કરોડ અને રૂા. ૮૯ કરોડ ફાજલ પાડયા છે.
ખાદી ક્ષેત્રમાં યોજનાઓ પહેલાં ૩ લાખ ૭૦ હજાર લોકોને રોજગારી મળતી હતી; હાલ ૧૮ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
હિંદુસ્તાનમાં કાપડ ઉદ્યોગ ઠેર ઠેર ફેલાયા છે. એ ઉદ્યોગ ૯ લાખ માણસોને રોજગારી આપે છે. ખાદી ઉદ્યોગ ૧૮ લાખ માણસાને રોજગારી આપે છે. આ રોજગારીમાંથી મળતી આવક બહુ મામૂલી છે. કેટલાક લોકોને તે બે કે ચાર આના મળતા હોય છે. જેટલા સમય માણસ ફાજલ પાડી શકે તેટલું તેમાંથી તેને મળે. કેટલાંકને તે ફકત મીઠું મરચું લાવવાના કામમાં આવી શકે તેટલી રોજગારી જ તેમાંથી મળતી હોય છે. પણ સમાજમાં કેટલાંય કુટુંબો એવાં છે કે જેમને આ નજીવી આવક પણ ઘણી રાહતકારી જણાય છે.
વ્યકિતને દરરોજને એક રૂપિયા રોજ્ગારી મળે તેવું સાધન રેંટિયામાં શોધાવું જોઈએ એવા વિચાર રાષ્ટ્રપતિએ રજૂ કર્યો હતો. અંબર ચરખો એ એક એવું સાધન ગણી શકાય. ગુજરાતમાં જે અંબરનું કામ ચાલે છે તે દેખાડે છે કે કેટલાંક કુટુંબા ૨૦ કે ૩૦ આંટી દિવસના કાઢે છે. એક આંટીમાં ૧૪ પૈસાની મજૂરી મળે છે. અંબર ચરખો પૂરો સમય ચલાવવામાં આવે તે ૧ શ. કરતાં વધારે દૈનિક આવક મેળવી શકાય. આઠ ત્રાકના અંબરના કારણે ગુજરાતમાં ખાદીનું પ્રમાણ વધતું જાય છે. ખાદીનું ઉત્પાદન મેાટા પાયા પર થશે તો તેના વેચાણનું શું થશે? મોંઘી જ રહેવાની હોય તો તેને ખરીદશે કોણ એવા પ્રશ્નો કેટલીક વાર ઉઠાવાય છે. એ અંગે સૂચવાય છે કે, હિંદુસ્તાનના કાપડ ઉત્પાદનમાં અમુક ક્ષેત્રે જેમ કે નેપકીન, ચાદર, ટુવાલ વગેરે કે જેમાં આ ક્ષેત્ર ખાદી માટે નિયત કરવામાં આવે તે તે ક્ષેત્ર દ્રારા ખાદીનું પ્રમાણ વધારી શકાય.
ખાદી ગ્રામેાઘોગ પંચે જેવી રીતે ખાદીના વિકાસનું કામ શરૂ કર્યું છે તેમ તેવાં જ બીજાં કેટલાંક કામા પણ શરૂ કર્યાં છે.
૧૯૩
શેરડીનેં જે પાણી જોઈએ છે તે બીજા પાકો કરતાં છથી સાત ગણું હોય છે, તે બચાવી તાડ ઉદ્યોગને વિકસાવી તેમાંથી ગોળ બનાવવામાં આવે તે અનાજ ઉત્પાદનને પણ વેગ મળે.
પશુસંપત્તિમાં જગતના સૌથી માટે દેશ હિંદુસ્તાન છે. આ બધાં જાનવરો સારી રીતે ઉછેરવામાં આવે તે। આ ઉદ્યોગ પણ વિકસાવી શકાય.
આપણા દેશમાં નીરો આપનારાં ઝાડોની સંખ્યા ઘણી જ વધારે છે. આ બધાં જ ઝાડો છેદવામાં આવે તો તેમાં ઘણાં માણસોને રોજગારી આપી શકાય. વળી આ રસમાંથી ગાળ પણ બની શકે છે. આપણા દેશમાં જે જમીન શેરડીમાં રોકવામાં આવે છે અને
ગામડામાં માટીનાં જુદાં જુદાં વાસણા અને અને રમકડાં બનાવવામાં આવે છે. આ ઉદ્યોગને પણ સારી રીતે વિકસાવવા જોઈએ.
ઘાણીના ઉદ્યોગને પણ પદ્ધતિસર વિકસાવવામાં આવે તે ગામના કારીગરોને પ્રોત્સાહન અને રોજગારી મળે અને ગામમાં જ આ ઉદ્યોગ હોવાથી ખેડૂતોને લાભ થાય.
આ બધા જ ઉદ્યોગોના વિકાસ માટે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા પ્રયત્ન થાય છે, આ બધાના વિકાસ માટે ખાદી ગ્રામોદ્યોગનું
સ્થાન આયોજનમાં રાખેલ છે.
જેને આપણે ગાંધીવિચાર કહીએ છીએ તેને અને ાને સંબંધ નથી. ગાંધીવિચારમાં તો ગામડાં અને શહેરી સ્વાવલંબી હોવા જોઈએ. દરેકે પોતપોતાની જરૂરિયાતની વસ્તુઓ જાતે જ પેદા કરવી જોઈએ. આખો સમાજ સુખી અને સંપીલા બને. સમાજમાંથી આવકની તેમજ બીજી અસમાનતાદૂર થાય. આ હતી બાપુની કલ્પના. એ કલ્પના આપણા આયોજનકારોએ સ્વીકારી નથી. આયોજનમાં ખાદી ગ્રામોદ્યોગના સ્વીકાર કરવામાં આવે તેનું કારણ તો તેની આર્થિક ઉપયોગિતા જ છે.
ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન ૩૦ લાખ વારનું છે તે ૧ કરોડ વારનું કરવાની ધારણા છે. આ યોજના પૂરી પડશે ત્યારે ૨૫ હજારને બદલે ૮૦ હજાર માણસાને રોજગારી પણ આપી શકાશે તેવી આશા છે. આમાં કામ કરતી વ્યકિતઓની માથાદીઠ આવક રૂા. ૨૪૦ની છે તે રૂા. ૪૦૦ની થાય તેવી ધારણા પણ છે. ‘ગ્રામનિર્માણ’માંથી સાભાર ઉષ્કૃત બાબુભાઈ જ. પટેલ સંઘના સભ્યના લવાજમમાં વધારો ‘પ્રબુદ્ધ જીવન’ ના લવાજમમાં વધારો
તા. ૨-૯-૬૬ શનિવારના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ, સંઘના તેમ જ પ્રબુદ્ધ જીવનના વહીવટી ખર્ચમાં છેલ્લાં પંદર વર્ષ દરમિયાન અસાધારણ વધારો થયેલા હોઈને સંઘનું વાર્ષિક લવાજમ હવે પછીના જાન્યુઆરી માસથી રૂા. ૫ના બદલે ગ઼. ૧૦ કરવાનો ઠરાવ કર્યો છે અને પ્રબુદ્ધ જીવનના ગ્રાહકનું લવાજમ હવે પછીથી જે કોઈ નવા ગ્રાહક થાય અથવા તો જૂના ગ્રાહકો ચાલુ થાય તેમના માટે રૂા. ૪ને બદલે રૂા. ૭ કરવાના ઠરાવ કર્યો છે. મંત્રીઓ: મુબઇ જૈન યુવક સૌંઘ. ‘સિંહદર્શન’: મુદ્રણશુદ્ધિ
તા. ૧૬-૮-’૬૬ ના ‘પ્રબુદ્ધ જીવન ’માં પ્રગટ થયેલા ‘સિંહ દર્શન' ના છેવટના ભાગમાં જે સિંહણનો ભેટો થયો તેને અનુલક્ષીને જણાવવામાં આવ્યું છે કે “હું એનાથી રા ફીટ પલાંઠી લગાવીનેબેસી ગાઈ.............એક કલાક સુધી આરામથી બેઠા પછી”-આની અંદર ‘૨૫ ફીટ ’ને બદલે ‘.૨૦ ફીટ’ વાંચવું અને ‘એક કલાક’ના ઠેકાણે ‘અરધાએક કલાક’ વાંચવું.
તંત્રી.
વિષયસૂચિ
જૈન પ્રાર્થના
શ્રી.વિમલાબહેન ઠાકરનું પ્રવચન પૂનાનાં રસ્મરણા ખાદી ગ્રામાઘોગનું
આયોજનમાં સ્થાન સનિષ્ઠ લેાકસેવક મહાપ્રસ્થાનના પથ પર ૧૪
પંડિત સુખલાલજી
ગીતા પરીખ
બાબુભાઈ જ. પટેલ
પ્રબોધકમાર સંન્યાલ
પૃષ્ઠ
૯૭
૯.
૧૦૧
૧૦૨
૧૪
૧૦૫