SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રભુ જીવન તા. ૧૬-૯- ૨ આ મિલનમાં બેઉ ભાષાના નાના મોટા સાહિત્યકારોનો પરિચય ખાદી ગ્રામેાધેાગનુ આયેાજનમાં સ્થાન [પ્લાનીંગ ફોરમ તરફથી ગુજરાત વિદ્યાપીઠમાં ગુ. રા. ખાદી ગ્રામોઘોગ બાર્ડના અધ્યક્ષશ્રી બાબુભાઈ જ. પટેલના તા. ૪-૨-૬૬ના પ્રવચનની નોંધ આ આપ-લે માટે સમય ઓછો પડયો. શ્રી ઝીણાભાઈએ અત્યારના ગુજરાતી સાહિત્યનો ખ્યાલ આપ્યો તથા તેમનાં પંદરવીસ ‘હાઈકુ” (જાપાની સાહિત્યના એક કાવ્યપ્રકાર) સંભળાવ્યા. એ સુંદર હતાં. ત્યાર બાદ શ્રી ઠાકોરભાઈ દેસાઈએ એમણે કરેલા “ગીતા પ્રવચનો નો અનુવાદ લક્ષ્યમાં રાખીને કેટલુંક કહ્યું. પરંતુ આપણા આધુનિક શકિતશાળી કવિ તથા નવલકથાકાર શ્રી રઘુવીર ચૌધરી, હાસ્યરસના અચ્છા લેખક શ્રી બકુલ ત્રિપાઠી વગેરેને લાભ આપવા માટે સમય બિલકુલ ન રહ્યો. તેમ જ મરાઠી સાહિત્યકારોની પણ એકકે કૃતિ સાંભળવા અવકાશ ન રહ્યો એનું મને ઘણું દુ:ખ થયું. કાર્યક્રમ પૂરો કરવાને બેચાર મિનિટ બાકી હશેને મને કોઈ કાવ્ય સંભળાવવાનું કહેવામાં આવ્યું. મે સંભળાવ્યું તે કાવ્ય એ ભાઈ-બહેનોએ જે રીતે મે ઝીલ્યું તે મારે માટે યાદગાર બની રહ્યું. પરભાષાના શ્રોતાઓ હોવા છતાં તેમણે આ ગુજરાતી કાવ્યનો શબ્દેશબ્દ સુંદર રીતે ઝીલ્યો. આ સભા બાદ તરત જ બીજી સભાપ્રત્યેક ભાષાની સંસ્થાઆ પાતાની પ્રવૃત્તિની માહિતી આપે તે અંગે—હતી. એટલે સાહિત્ય સંમેલન અણધાર્યું બંધ કરવું પડયું. રાતે અમારા રંજન માટે રાષ્ટ્ર સેવાદળના કલાપથક તરફથી ‘મહારાષ્ટ્ર દર્શન’ના ગીતનૃત્યો તથા “બીન બિયાં ચા ઝાડ” ના તમાસે રજૂ કરવામાં આવ્યો. ગીત ને નૃત્ય ખરેખર રંજન કરે એવાં સુંદર હતાં. ‘તમાસા’ એટલે આપણી ‘ભવાઈ’ જેવું ગ્રામઢબે રજૂ થતું નાટક. એની કથા આપણી બાળવાર્તા ‘રાજા સૂપડકો' જેવી જ હતી. નાટક ખૂબ ગમ્મત પડે એવું હતું. સુપ્રસિદ્ધ મરાઠી કવિ શ્રી વસંત બાપટે નાટક સુંદર રીતે ભજવ્યું ને અમે એથી હળવાંફ લ થઈ ગયાં. ત્રીજે દિવસે સવાર ને બપાર તો સંસ્થાઓની મુલાકાત ને અમારા સત્કારસમાર ભામાં ગઈ. કાર્યક્રમ અત્યંત ભરચક હોવાથી સમય ઝડપભેર વહી જતા હતા. સવારે ‘સાધના’ સાપ્તાહિકના કાર્યાલયમાં આંતરભારતીની પ્રવૃત્તિ પર ચર્ચા કરવા અમે પંદરવીસ કાર્યકરો મળ્યા હતાં. ત્યાં આ પ્રવૃત્તિને વધુ સબળ, વ્યાપક ને અસરકારક કરવા માટે સૌએ પોતપોતાનાં સૂચનો આપ્યાં. મારી દષ્ટિએ આ સભા મહત્ત્વની હતી. કાર્યક્રમોની સતત ચાલતી હારમાળામાં મારું મન વિચાર્યા કરતું હતું કે, આમાંના ઔપચારિક પરિચયો, પાર્ટીઓ, વધુપડતી સંસ્થાઓની મુલાકાતો, અનાવશ્યક લંબાણવાળાં ભાષા અને વધારેપડતાં ૨જનકાર્યક્રમા આ બધામાં વિવેક વાપરીને થોડું ઓછું રાખ્યું હોય તો? સમયની ખેંગાખેંચ ન હોય તે આ મિલન વધુ સ્વાભાવિક ને સચોટ ન બને? શરૂઆતની ભૂમિકામાં આ જરૂરી હશે. પણ ભવિષ્યમાં આ બધું ઓછું કરીને મૂળભૂત પ્રવૃત્તિ પર જ કેન્દ્રિત થઈએ તો? છતાં આ તબકકે તે જે થયું તે પણ ઘણું સારું થયું છે. સાંજે જાહેર સભા હતી. જેમાં શ્રી સનત મહેતા, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી અચ્યુત પટવર્ધન, શ્રી રાવસાહેબ પટવર્ધન વિગેરે બોલ્યા હતા. વર્તમાન જીવન, સમાજ, રાષ્ટ્ર તથા રાજકારણ વિગેરે ને અનુલક્ષીને વકતાઓએ પેાતાનું સારૂં ચિંતન લાઘવયુકત ભાષામાં રજૂ કર્યું હતું. મધુર કંઠે ગવાયેલા “વંદે માતરમ્ ’સાથે ત્રણ દિવસના કાર્યક્રમ પૂરો થયો ત્યારે એમ થયું કે, જાણે ખૂનામાં અમે કેટલાય સમયથી આવ્યા હઈશું. તા. ૧૦મીએ સવારે ખંડાલાના ઘાટ વટાવતી અમારી બસ મુંબઈ તરફ ગતિ કરતી હતી. મનની ગતિ પણ એમાં તાલ દેતી હતી, અને એના અત્યંત રમણીય પ્રકૃતિસૌંદર્યને માણતી હતી. એના વાદળછાયા પડદા હઠતાં હરિયાળી કુદરત, ખળખળ વહેતાં ઝરણાં ને આકાશ ચિંધતા પહાડો કેવાં ખીલી ઉઠતાં! મનમાંથી પણ પ્રાંત પ્રાંત વચ્ચેના અનેક પડદાઓ આમ જ હઠી જશે એવી શ્રાદ્ધા દઢ થતી હતી. બસમાં પાંચસાત મરાઠી મિત્રા સાથે હતાં, તેમની સાથે જામેલી મરાઠી ને ગુજરાતી ગીતો તથા કાવ્યોની મજાની રમઝટ વાતાવરણને પ્રસન્નતાથી ભરી દેતી હતી. મહારાષ્ટ્રમાં આવ્યાં ત્યારે જાણે કે માત્ર ગુજરાતી હતાં એવાં અમે ગુજરાત તરફ જતી વખતે ગુજરાતી મરાઠીનું સંયુકત વ્યતિતત્વ અનુભવતાં આગળ વધી રહ્યાં હતાં. આ આનંદ અત્યન્ત પ્રેરક અને રોમાંચક હતા. ગીતા પરીખ આયોજનના વિશાળ ફલકના એક નાનકડા ખૂણાની વાત આજે આપની સમક્ષ મૂકવાની મારી કોશિષ છે. સામાન્ય રીતે યોજનાપૂર્વકના વિકાસમાં સંશોધન કેન્દ્રો થાય, મોટા ઉદ્યોગો સ્થપાય, દેશમાં સંપત્તિ વધે, બંધા બંધાય, નહેરો થાય, મોટા પાયા પર ઉત્પાદન વધારવાની અને રોજગારી વધારવાની કોશિષ થાય—આ બધાં મુખ્ય અંગો છે. જુદાં જુદાં ગેામાંનું એક નાનકડું અંગ ખાદી ગ્રામોદ્યોગ પણ છે. આ દેશમાં જો સમાજવાદ સ્થાપવા હોય, ગરીબી કામય માટે દૂર કરવી હોય, અને આર્થિક અસમાનતા ઘટાડવી હોય તેમ જ અનેક દેશની હરોળમાં ઊભા રહી શકે તેવા દેશને બનાવવા હોય તો મોટા પાયાના ઉદ્યોગો અને પાયાના ઉદ્યોગાન ઝડપી વિકાસ કરવા જોઈએ એમ એક વર્ગ માને છે. યોજનાઓમાં મોટા પાયાના ઉદ્યોગામાં ભારે પ્રગતિ થઈ છે એમાં શંકા નથી. ત્રણ યોજનાઓ દરમ્યાન ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૫૦ ટકા જેવા વધારો થયો છે. સિંચાઈની યોજનાઓમાં ઘણા વિકાસ થયો છે. યોજનાઓ પહેલાં દેશમાં મેટા અને પાયાના ઉદ્યોગા નહિવત હતા તે યોજનાઓ દરમ્યાન ઘણા જ વિકસ્યા છે. રેલવેના એન્જિના, ડબા, વેગન વગેરેની જરૂરિયાતા દેશના ઉદ્યોગા દ્વારા હવે પૂરી પાડી શકાય છે. રાસાયણિક ખાતરનું ઉત્પાદન પણ વધ્યું છે. કાપડનું ઉત્પા દન ૩૭૫ લાખ વાર પરથી વધીને ૯૦૦ લાખ વાર થયું છે. સિમેન્ટનું ઉત્પાદન ૧૮ લાખ ટન હતું તે વધીને ૧ કરોડ ટન જેટલું થયું છે. આમ ઉદ્યોગોના વિકાસમાં પ્રગતિ થઈ છે તે હકીકત છે. રાષ્ટ્રીય આવક તેમ જ સંપત્તિ પણ વધી છે. પહેલી યોજનામાં ૧૧ ટકા જેટલો વાર્ષિક રાષ્ટ્રીય આવકમાં વધારે થશે તેવી કલ્પના હતી તેને બદલે ૧૮ ટકાના વધારા થયા. બીજી અને ત્રીજી યોજના દરમ્યાન પણ ઉત્પાદન વધારો ચાલુ જ રહ્યા છે. જીવનધારણ પણ યોજનાઓ દરમ્યાન ઊંચું આવ્યું છે. આ બધું હોવા છતાં પણ એક પાયાના સવાલ ઉકેલવાના હતા તે ચાલુ જ રહ્યો છે. આ સવાલ તે રોજગારીના છે. યોજનાઓ દરમ્યાન શરૂ કરવામાં આવેલાં નવાં કામાએ રોજગારી વધારી, છતાં પણ, બેરાજગારીનું પ્રમાણ વધતું જ રહ્યું છે. પહેલી યોજનાને અંતે ૫૦ લાખ બેરોજ્ગાર હતા, બીજી યોજનાને અંતે ૯૦ લાખ બેરોજગાર હતા, ત્રીજી યાજનાને અંતે ૧૩૦ લાખ બેરોજગાર હશે એવા અંદાજ છે. રોજગારીનું પ્રમાણ વધારવામાં આવતું હોવા છતાં દરેક યોજનાને અંતે બેરોજગારીનું પ્રમાણ વધતું જ જાય છે. દુનિયાના બીજા દેશોને હિસાબે હિન્દુસ્તાનમાં વસતિવધારો ઝડપી છે એ આપણી સમસ્યાનું એક મહત્ત્વનું કારણ છે. વસતિ વધારાની બાબતમાં હિન્દુસ્તાનનું સ્થાન જગતભરના આગળના દેશમાં પ્રથમ છે. ૫૦ વર્ષમાં હિન્દુસ્તાનની વસતિમાં ૮૪ ટકાનો વધારો થયો છે, ત્યારે એ અરસામાં ગુજરાતના વસતિવધારો ૧૨૭ ટકા થયો છે, હિન્દુસ્તાનની કુલ જમીનના ૭૫ ટકામાં અનાજ થાયછે. જ્યારે ગુજરાતની કુલ ખેતીલાયક જમીનના ૫૫ ટકા જમીન ઉપર રોકડિયા પાકો થાય છે. એક ભાઈ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, આયોજનમાં બધું જ બંધ કરી દો, પણ વસતિ વધારે અટકાવી શકાય તેવું કંઈક કરો. આ વાત લોકોને ગળે ઉતારવાની જરૂર છે, લોકો નહિં સમજે તો આ નહિ થઈ શકે. એક વાત તે સાચી જ છે કે મોટા પાયાના ઉદ્યોગો જે રોજગારી આપે છે તેના કરતાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા વધારે રોજગારી આપી શકાય છે. વળી ખાદી જેવા ઉદ્યોગોના વિકાસ માટે વધારે મૂડી રોકાણની જરૂર પણ હોતી નથી. આઠ ત્રાકના અંબર રેંટિયો ચલાવવા ફકત રૂા. ૨૫૦ જોઈએ. વળી એક જ અંબર રેંટિયા ઉપર કુટુંબની બે કે ત્રણ વ્યકિતએ પણ કામ કરી શકે છે. જેમ ઉદ્યોગો મોટા તેમ મૂડી રોકાણ વધતું જાય. કેટલાક મોટા ઉદ્યોગામાં તે ૧ લાખ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy