SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૧--૧૬ પ્રબુદ્ધ જીવન ૪ પૂનાનાં સ્મરણે તા. ૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયની સ્થાપના થઈ હતી. તે દરમ્યાન બેઉ રાજયો વચ્ચે જે કંઈ અંતરાય ઊભો થયો હોય એ દૂર કરીને બેઉ વચ્ચે સ્નેહ સર્જવાની દષ્ટિએ ગુજરાત તરફથી આ વર્ષે એપ્રિલ માસમાં મહારાષ્ટ્રને આમત્રણ મોકલવામાં આવ્યું હતું. ગુજરાતના પાટનગર અમદાવાદમાં કામ કરતી “૪૨ બિરાદરી” (૧૯૪૨ની ચળવળમાં ભાગ લેનાર મિત્રોનું જૂથ) તથા પૂનાની અગ્રગણ્ય સંસ્થા “આંતરભારતી” ના સંયુકત પ્રયાસથી એક કાર્યક્રમ વિચારવામાં આવ્યો હતો. તે મુજબ આ બેઉ રાજ્યોને સ્થાપના - દિન ઊજવવા તા. ૩૦-૪-૬૬ના રોજ મહારાષ્ટ્રના વીસેક ભાઈબહેને અમદાવાદમાં આવ્યાં હતાં. ત્યારે થયેલા ઉત્સાહભર્યા મિલન બાદ ચાલુ વર્ષના એંગરસ્ટ માસની તા. ૭, ૮, ૯ના રોજ મહારાષ્ટ્ર આવવા આંતર-ભારતી તરફથી ગુજરાતને આમંત્રણ મળેલું. પરિણામે અમદાવાદ તથા વડોદરાનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં પાંત્રીસેક ભાઈ બહેન પૂના ગયાં હતાં. પૂનામાં થયેલા સ્નેહમિલનના કેટલાક અનુભવો નીચે આપું છું: સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે સામાન્ય રીતે સ્ટેશનની આફિસમાંથી આવનાર ગાડીનું નામ વિગેરે “માઈક’ પર જાહેર થતું હોય છે. અમારી ગાડી પૂના સ્ટેશનમાં દાખલ થતી હતી ત્યારે ‘માઈક પર “ગુજરાતના મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.” - એ મતલબના શબ્દો ગાજતા હતા. પરપ્રાંતના અજાણ્યા અતિથિઓ માટે આત્મીયતાની આ હવા અકલ્પિત હતી. એના રણકારમાં ભળી ચંપાની સુવાસ. સ્ટેશને ઉતરતાવેંત અમને સૌને ચંપાના ફલેથી સત્કારવામાં આવ્યા. મહારાષ્ટ્રના અમારા યજમાનાની આ સુવાસ અમારાં હૈયામાં ઊંડી કોરાઈ ગઈ. મારા માટે મરાઠી પ્રજા પૂર્વ-પરિચિત હતી. મુંબઈમાં ઉછરી હોવાથી મને એમની સાથે પરાયાપણું નહોતું લાગતું. પણ પૂનાના અનુભવથી મને તેઓ મારા ચિર-પરિચત સ્વજને હોય એમ જ લાગ્યું. , દરેક આગંતુકને અલગ અલગ મરાઠી કુટુમ્બમાં રહેવાનું હતું. એટલે સ્ટેશને અમને સૌને અમારા યજમાનની ઓળખાણ કરાવવામાં આવી. મારાં યજમાન બહેન સાથે મને પૂના આવતાં પહેલાં પત્રથી ઓળખાણ થયેલી. એટલે મેં એમને જાતે જ શોધી કાઢ્યાં. મરાઠી ભાષાના પ્રસિદ્ધ કવયિત્રિ સરિતા પદકી અને તેમના પતિ–પ્રસિદ્ધ " - લેખક મંગેશ પદકી–મારા યજમાન હતા. પછી એમની સાથેના ત્રણ દિવસના સહવાસ દરમ્યાન મને જરાયે અત્તર લાગ્યું નહોતું. એમના નાનકડા સાદા ઘરમાં મને જ્ઞાન, સંસ્કારિતા ને સદભાવના ત્રિવેણી સંગમ માણવા મળ્યો હતે. સ્ટેશન પર શ્રી પદકીના એક મિત્ર શ્રી કેળકરની ઓળખાણ થઈ. તદૃન સાદું ખમીસ ને પાયજામે પહેરેલા એ ભાઈને જોયા ને પછી એમની શાનદાર ગાડીમાં બેસીને અમે ઘેર પહોંચ્યા, ત્યારે રસ્તામાં એ વિચાર વારંવાર આવ્યો કે આટલી સમૃદ્ધિ ધરાવનારનાં વઓ કેટલાં સાદાં છે! મરાઠી પ્રજાની આ સાદાઈ વારંવાર અનુભવવા મળી ત્યારે મનમાં વિચાર આવ્યો કે મહિને રૂ. ૫૦૦ કમાનાર ગુજરાતી મહિને રૂ. ૨૦૦૦ કમાનાર મરાઠી કરતાં વધુ શોખીન રીતે રહેતા હોય છે. આનું કારણ શું? મરાઠી પ્રજામાં બાહ્યાડંબરનો અભાવ કે જીવનના ઊંડાણમાં ઉતરવાની તેની સવિશેષ તીવ્રતા? અલબત્ત, પશ્ચિમની જીવનપદ્ધતિની ત્યાં પણ અસર પહોંચી છે, પણ આપણા જેટલી નહીં. આ પ્રજા એનું સવ ને ખમીર વધુ જાળવી શકે છે એવું મને લાગ્યું છે. * પહેલા દિવસની પર તો લગભગ ઘરમાં ગોઠવાવામાં, જમવામાં ને આરામમાં જ પૂરી થઈ ગઈ, કારણ કે ઘેર પહોંચતાં જ બે વાગી ગયા હતા. મારા યજમાનની રહેણીકરણી, તેમનાં રસના વિષયો તથા ઉમ્મર પણ મને મળતી હતી. આંતર - ભારતીના કાર્યકરોએ મહેમાન યજમાન સમાને રસવાળા હોય એ વિશે ખુબ ધ્યાન રાખેલું. સાહિત્ય, સમાજસેવા, રાજકારણ, કેળવણી, પર્વતારોહણ, નૃત્યકલા, નાટયકલા વિગેરે અનેક ક્ષેત્રના ચાહક મહેમાનને મહદંશે તેવા જ યજમાન મળતાં બે વચ્ચે વાતોનો પ્રવાહ સહજ રીતે વહેવા માંડતો. પ્રશ્ન એક જ થયો કે, સમયની બેંચને લીધે યજમાનો સાથે ઈચ્છા મુજબ સમય ગાળી ન શકાયો. પહેલે દિવસે તા. ૭-૮-૬૬ ના રોજ સાંજે “Intigration' (એકq) પર પરિસંવાદ રાખવામાં આવેલે. એમાં અતિથિઓના સ્વાગત બાદ ગુજરાતના સર્વશ્રી ઝીણાભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, ભેગીલાલ ગાંધી, ડૅ. લીલાબહેન શાહ, બકુલ ત્રિપાઠી, પ્રિ. એસ. વી. દેસાઈ વિગેરે બોલ્યાં હતાં. તેમ જ મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર શ્રી ભારદે, દાદા ધર્માધિકારી, એસ. એમ. જોષી, શ્રી ગેરે વિગેરેએ પણ પરિસંવાદમાં ભાગ લીધો હતો. ખ્યાતનામ અર્ધશાસ્ત્રી ડે. ડી. આર. ગાડગીલ પરિસંવાદના પ્રમુખપદે હતા. પરિસંવાદ જરા લાંબે પણ એકંદરે મજાને થયો. આ મિલનમાં કર્ણાટકના બે પ્રતિનિધિઓ આવેલા. તેમણે પણ પરિસંવાદમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિસુરના બળતા પ્રશ્ન અંગે તેમણે વ્યકત કરેલું દર્દ ખરેખર હૃદયસ્પર્શી હતું. એ જ રીતે પાણીની તંગી સમયે મુંબઈમાં પ્રગટેલી એક ભાવના કે “બીન મહારાષ્ટ્રીઓને ખાલી કરાવ” એ અંગે એક મરાઠી વકતાએ પણ ઊંડો સંતાપ વ્યકત કર્યો હતે. ભાવનાત્મક ઐકય માટે આવી નિખાલસતા કેટલી જરૂરી છે? - દેશની અનેક ભારે વિટંબણાઓમાં પ્રતિય વિભિન્નતા ઘણી મોટી ચિન્તાનો વિષય છે. આઝાદી અપાવ્યા બાદ પ્રજા પ્રજા વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધવા માંડયું છે. આ સ્થિતિમાં બે પ્રાંત એકમેકને વધુ ઓળખવા માંગે, વધુ આત્મીયતા કેળવવા ચાહે - એ અત્યંત જરૂરી છે. આવા સંમેલનોથી એ દિશામાં જરૂર એક સબળ સામુદાયિક પ્રયત્ન સંધાય છે. પહેલે દિવસે રાત્રે ગુરુદેવ .વીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે રવીન્દ્રસંગીત તથા શ્રી વસંતરાવ દેશપાંડેનું શાસ્ત્રીય સંગીત રાખવામાં આવ્યું હતું. બંગાળી કંઠના હલકપૂર્ણ રવીન્દ્રસંગીતથી ઊંડી વૃતિ અનુભવી. શાસ્ત્રીય સંગીતની જમાવટ ઓછી થતાં એ માણવાની અપેક્ષા અધૂરી રહી. બીજે દિવસ ઊગ્યો. સવારના ગુજરાતી બંધુ સમાજ (પૂના). તરફથી અમારી સાથે સ્નેહમિલન ગોઠવવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ જુદી જુદી સંસ્થાઓ તથા સ્થળની મુલાકાત હતી. પૂનામાં અને પૂના નજીક ઘણી સંસ્થાઓ જોવા જેવી છે. એટલે અમારી ત્રણ ટુકડીને કરવામાં આવેલી. બે દિવસમાં અમારી ટુકડીએ અસહાય સ્ત્રીઓ ને બાળવિધવાઓ માટે ચાલતું ‘સેવાસદન', આાંતર - ભારતીના સિદ્ધાન્તને અમલમાં મૂકવા મથતી હિન્દી હાઈસ્કૂલ, વિનસ પ્રકાશન, નેશનલ કેમિકલ લેબોરેટરી, મહારાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર, પુજય કકુરબા તથા મહાદેવભાઈની સમાધિ, દેશના સંરક્ષણ માટે ઊંચી તાલીમ આપતી નેશનલ ડિફેન્સ એકેડમી વિગેરે અનેક સંસ્થા ઓ ને સ્થળે જોયાં. ખડકવાસલાની નેશનલ ડિફેન્સ એકેડમી કોઈને પણ પ્રભાવિત કરે એવી છે. કુદરતી સૌંદર્યના વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનું રાષ્ટ્રીય મહત્વ પણ અનેણું છેહિન્દી હાઈકુલ જેવી સામાન્ય ક૯પેલી સંસ્થામાં પણ એક નવી જ વિશેષતા જોવા મળી. એમાં પ્રત્યેક શ્રેણીને એક એક પ્રાંત બનાવ્યો છે. દા. ત. દસમી શ્રેણી ગુજરાત છે. તે એ શ્રેણીમાં ભણનાર વિદ્યાર્થી શાળાના સમય દરમિયાન આખું વર્ષ એ પ્રાંતને હોય તેમ રહે. તેને લગતી વિવિધ માહિતી, ચિત્રો, ગીત, કાવ્ય, વગેરે એ વર્ગમાં આપણને ભરપૂર મળી રહે. આમ અખ્તર - પ્રાતીય જીવનને એક નવા સ્વરુપે આ શાળાએ રજુ કરવા સારો પ્રયત્ન કર્યો છે. બે દિવસમાં અમને આવું આવું ઘણું જોવા તથા જાણવા મળ્યું. તદુપરાંત મ્યુનિસિપાલિટી તથા બેંક તરફથી અમારો સત્કાર અને પૂનાની શ્રેષ્ઠ ગણાતી હોટેલ ‘પૂનમ'માં અમારી યુજમાને સાથે આ ભેજન સમારંભ પણ થયો. ખવરાવવામાં મહારાષ્ટ્રી લેાકો એટલા. ભાવભર્યા હતા કે બધે એમને ન્યાય આપવું એ અમારા માટે મુશ્કેલ બનતું હતું. હું તે વિનોદમાં કહેતી હતી કે, મારી પાસે એક ટીફીન હોત તે વધારાનું બધું ખાવાનું ભરીને ગુજરાત લઈ જાત! - બીજે દિવસે સાંજે મરાઠી સાહિત્ય પરિષદમાં સાહિત્યકારો સાથે મિલન હતું. શ્રી ઝીણાભાઈ દેસાઈ (નેહરશ્ચિમ)ના પ્રમુખપદે થયેલા રામ એ કિ મરાઠી કે મહિતી વધુ છે અને
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy