________________
તા. ૧૬-૦૯-૨
પ્રભુ
આફ્રિકાના દેશ નિરાશ છે, હતાશ છે. કારણકે અહિંસાત્મક પ્રતિકાર માટે કોઈ જ માર્ગદર્શન હવે ભારત પાસેથી મળી શકતું નથી. આફ્રિકાના દેશની સમશ્યાઓના નિરાકરણ માટે કોઈ દિશાદર્શન કે માર્ગદર્શન અહીંથી નથી મળવાનું એ એ લોકો હવે સમજી ગયા છે. આથી એમના ગમે તે પ્રશ્ન હોય - પછી સાઉથ આફ્રિકાનો હોય કે રોડેશિયાના આફ્રિકન લોકોને હોય, ઝામ્બીયા છે કે તાન્જાનિયા કે કેનિયાના લોકોને હોય—એ લોકો યુરોપના લોકો સામે કેવી રીતે ટક્કર ઝીલી શકે અને તે પણ વર્ણદ્ર ષ વગર– એ તેમને સૂઝતું નથી. મને ખબર નથી કે આફ્રિકાની આજની જે પરિસ્થિતિ છે તેના વિષેની કેટલી માહિતી આપણે અહીં ભારતમાં ધરાવીએ છીએ !. પરંતુ ત્યાં કાળા વિરૂદ્ધ ગોરા—કાળી પ્રજા પ્રત્યે પૂર્વગ્રહ અને ધિક્કાર છે. એક સદી કે એક સદીથી વધુ યુરોપના લોકોએ કાળા લોકોનું અપમાન કર્યું છે; તેમની ઉપર જુલમ કર્યા છે કે અન્યાય કર્યા છે; તેની પ્રતિક્રિયા ખૂબ જોશથી આફ્રિકાની ભૂમિમાં ઉઠી છે અને આ પરિસ્થિતિના દોર જૉમે કેન્યાટા કે જુલિયસ નેજા કે આપણા ફીંદા જેવા નમ્રમતવાદીઓના હાથમાં હતા તે હવે તેમના હાથમાંથી સરકતો જાય છે. એવી જ રીતે અમેરિકામાં નીગ્રો લોકોનું આંદોલન માર્ટીન લ્યુથરના હાથમાંથી પૂરેપૂરું સરકી રહ્યું છે. ‘ સ્ટુડન્ટ નવાયોલેન્ટ ડાયરેક્ટ એકશન કમીટી' ના જેટલા નવયુવાનો હતા તે ડૉ. માર્ટીન લ્યુથર કીંગ નમ્રમતવાદી (મોડરેટ) છે, અને તેનાથી કાંઈ કામ થવાનું નથી એમ કહીને ઉદ્દામવાદી (એકસ્ટ્રીમીસ્ટ) થઈ ગયા છે. ડા. કીંગની આબરૂ બીજા દેશેામાં ભલે હોય, પરંતુ એ આંદોલનમાં જે જુવાનો છે તેઓ કહે છે કે, “અમારે કાળા લોકોની સત્તા (બ્લેક પાવર ) અમેરિકામાં જોઈએ છે. હવે અમારી માત્ર એવી માગણી નથી કે જાતીય અલગતા ન રહે, પણ અમારે તા (બ્લેક પાવર) કાળા લોકોની સત્તા જોઈએ છે. આના માટે અમેરિકાના ગારા લોકોને મારવા પડે, તેમની કતલ કરવી પડે, હિંસા કરવી પડે, લૂંટફાટ કરવી પડે તો વાંધો નહીં. આ માર્ટીન લ્યુથર કીંગના રસ્તા લાંબા છે. અમારી પાસે એટલી બધી ધીરજ નથી.” તેઓ દાખલા આપે છે કે, ભારતમાં ગાવાનું કેમ થયું? ત્યાં શું કર્યું? તે પછી ગાંધીજીનું નામ લ્યુથર કીંગ કેમ સૂચવે છે? ભારત આજે શું કરી રહ્યું છે? નાગાલેન્ડમાં ભારત સરકાર શું કરી રહી છે? તો પછી અમને કેમ કહે છે કે અહિંસાનું આંદોલન ચલાવે?
સંસ્કારી કક્ષાએ શું થાય છેએ તો આપ સર્વે જાણા છે. પરંતુ જનતા શું વિચારે છે શું કહે છે? ભારત હવે ગાંધીની ભૂમિ રહી નથી. લંડનમાં ફ્ન્ડઝ હાઉસમાં ૩૦ મી જાન્યુઆરીએ – ગાંધીજીના સ્મૃતિ દિવસે- મારું ભાષણ હતું. મેં કહ્યું હતું કે ગાંધી તે। આવતી કાલના માનવ છે. હજી તે। એ જન્મયા પણ નથી. લોકોએ પૂછ્યું કે ગાંધી અને વિનોબાને સમજવાવાળા હિંદુસ્તાનમાં કેટલા છે? મે કહ્યું જીસસને સમજવાવાળા જેટલા પશ્ચિમમાં છે એટલા લોકો ભારતમાં ગાંધીને ନାଁ
સમજવાવાળા છે. જવાબ દેવા ખાતર તો દઈ દઈએ, પરન્તુ જે એક વિચારધારા ગાંધીજીને કારણે હતી, તે વિચારધારા આજની નવી જીવનપદ્ધતિને કારણે સમાપ્ત થઈ ગઈ છે.
રશિયામાં રાજનૈતિક દષ્ટિએ જવાહરલાલજી અને શાસ્ત્રીજીના વખતમાં ભારતનું જે સ્થાન હતું તે સ્થાન પણ ભારતે હવે ગુમાવ્યું છે. તેઓ ઉલટું એમ વિચારે છે કે પાકિસ્તાનને ખુશ રાખીશું ત દક્ષિણપૂર્વ એશિયામાં આપણે રહી શકીશું. ત્યાં. વિયેટનામ પણ છે, કંબોડિયા છે. આ બધા દેશને ખુશ રાખીએ. હિંદુસ્તાનની કાંઈ બહુ પરવા કરવાની જરૂર નથી. આ પાલ ત્યાં ઘર કરી ગયા છે. આપ ત્યાંનાં છાંપાં વાંચે. ભલે ન્યુયર્ક ટાઈમ્સ વાંચા કે ન્યુ યોર્કનું ટ્રીબ્યુનલ વાંચે કે પછી ગ્રેટબ્રિટનનું મેન્ચેસ્ટર ગાર્ડીયન,ઑબઝર્વર કે લંડન ટાઈમ્સ વાંચે – બધામાં એક સૂર સાંભળવા મળશે કે ભારતની કોઈ પરવા કરવાની જરૂર નથી. ભારત સામ્યવાદ તરફ જનાર નથી.
જીવન
૯૯
કારણકે તે ધાર્મિક દેશ છે. તે પછી એની પરવા શું કરવી? પરવા તા પાકિસ્તાનની કરવાની છે. પરવા તો ઈન્ડોનેશિયાની કરવાની છે. પરવા .તા. વિયેટ નામની કરવી કે અમે ચીનને હંફાવી શકીએ. ભારતની ચિન્તા કરવાની કાંઈ જરૂર નથી. એટલે ભારતની વ્યૂહાત્મક પરિસ્થિતિનું મૂલ્ય રશિયામાં ઘટી રહ્યું છે. આ આજની હકીકત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.
જે આર્થિક મદદ આપણને લેવી પડે છે તેને તમે ગમે તેટલી બીનશરતી કહે, પરંતુ એ લોકો તો મનમાં સમજે છે કે જેટલી આર્થિક મદદ અમે આપીએ છીએ તેટલી અમારી અવ્યકત સત્તા ભારતના જનમાનસ ઉપર વધતી જાય છે, અને અમારી મદદ વગર આ લોકોનું કંઈ નહીં ચાલે, એક પગલું પણ આગળ નહીં વધી શકે. અને જ્યારે ભારતની આંતરિક સમશ્યાઓ પર અહીં ઝગડા ચાલે છે, અહીં વિખવાદ ચાલે છે, દેશની મિલ્કત સળગાવી દેવામાં આવે છે, ત્યારે અહીંનાં છાપાંમાં તો મોડેથી ખબર આવે છે, પરંતુ ત્યાં તરત જ પેપરમાં અને ટેલીવીઝન ઉપર આ વાતો પહોંચી જાય છે. તેમને લાગે છે કે આપણે આપણી રાષ્ટ્રીય સમશ્યા પર વિચાર નથી કરતા અને નાની નાની વાતો લઈ ઝગડીએ છીએ અને એમ વિચારીને તેઓ આપણને મૂર્ખ ગણે છે, રાજ્ય કરવા માટે નાલાયક કહે છે. તેઓ બોલે છે કે ''જોયું ને, અમે કહેતા હતા કે ભારતીએ હજી રાજ્ય ચલાવવા માટે લાયક નથી થયા, અમે લોકોએ જલ્દી ભારત ન છેડયું હોત તો આવી પરિસ્થિતિ ના થાત.” આ ગમે તેમ હો, પણ મને લાગે છે કે આ દુનિયામાં જે બદલાતી જતી સમતુલા છે, સત્તાનું દબાણ છે અને એમાં ભારતનું જે સ્થાન હતું તે સ્થાન ઉતરતું જાય છે, ઉતરતું ગયું છે. આનું ભાન થવાની સામાન્ય નાગરિકને પણ જરૂર છે. હું ઈચ્છું છું કે થોડી નમ્રતાથી તે પોતાની આંતરિક સમશ્યાને જુએ અને તેને સમજવાની કોશિષ કરે.
યુરોપથી આવી ને સવારમાં વિમાનમાંથી ઉતરી, અને સાંજે ગાડી પકડી. જે ગાડીમાં હું હતી, જે ડબ્બામાં હતી તે ડબ્બામાં શિખ નેતા સંત ફત્તેહસિંહ હતા. મુંબઈથી શરૂ કરીને રાત આખી “પંજાબી સુબા ઝીંદાબાદ”, “સુબા વિરોધી મુર્દાબાદ ” નાં નારા ગાજતા હતા, દરેક સ્ટેશન પર ભાષણા થતાં હતાં; સ્વાગત થતાં હતાં. એમનાં ડબ્બો તો મારા કુપેની પાસે જ હતો. બારી ખુલ્લી હતી. આથી દરેક સ્ટેશન પર આવતા જતા લોકોના ચહેરા હું જોઈ શકતી હતી. સ્વરોમાં એટલી બધી ઉત્તેજના, આંખામાં ઉત્તેજના, એટલા ધૃણાભાવ અને એટલા દ્વેષ હતો કે જો નારા એ તલવારો હોત તે તલવારથી કાપીને જ ચાલી જાત. આ તે પહેલું દર્શન હતું. દસ મહિના પછી હું અહીં શું જોઉં છું? દરેક વસ્તુને મેળવવા માટે લોકમાનસને ભડકાવા, તેમનામાં ઉત્તેજના ભરી દો, દ્રુષિત કરી દો, ઘૃણા ભરી દો અને પછી આપ તેમને ચાલક શકિત બનાવીને લઢો, ભુસાવળ પછી લોકો ડબ્બામાં આવ્યા. તો મહાવિદર્ભની વાત કરતા હતા. કહેતા હતા કે, “મહારાષ્ટ્રની સાથે કદી વિદર્ભને રાખવું જોઈએ નહીં, બહુ નુકસાન થઈ રહ્યું છે. અમે વિદર્ભ લઈને જ રહીશું. અમને મદદ કરશે વિદર્ભ ચંડિકા.” એવી વાતો થતી હતી અને જાણે હું કોઈ બીજી જ દુનિયામાં આવી પડી હોઉં એમ મને લાગતું હતું. આ કયાંની વિદર્ભ ચંડિકા ? અને આ મહાવિદર્ભ અલગ કેમ ? સાચું કહું છું કે જનમાનસ ઝેરથી દૂષિત થઈ ગયું છે. વિદર્ભ થવું જોઈએ કે ન જોઈએ એ હું નથી કહેવા માગતી. સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતથી જુદા થાય કે ન થાય એ તે છે, જે વણલ છે તે ઝેરથી દૂષિત છે. આના પ્રતિકાર કોણ કરશે? હું ગૌણ સમજું છું. પરંતુ પ્રશ્નો ઉકેલવાની જે પદ્ધતિ આ એક મારી સામે સવાલ છે.
મહારાષ્ટ્ર - માઈસેર – સીમાનો પ્રશ્ન લો. આજે પેપરમાં વાંચ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી માઈંસાર જઈ રહ્યા છે. ત્યાં પોલીસની કાર્ડન હતી. સત્યાંગ્રહી લોકો ત્યાં ગયા અને કાર્ડન તોડવાના પ્રયત્ન કર્યો તોડી શકયા નહીં તો એક કાઉન્સીલર પેલીસના ઉપર થૂંકયો. આ